Pret Yonini Prit... - 39 books and stories free download online pdf in Gujarati

પ્રેત યોનિની પ્રીત... - 39

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-39
વિધુતે વૈદેહીને જણાવ્યુ કે ઓફીસથી પાછાં આવતાં મેં રસ્તામાં નક્કી કર્યું કે હું સીધા તારાં ઘરે જ આવીશ મારાથી તારો મેસેજ ફોન નહીં એ સ્થિતિ સહેવાતી નહોતી હું ભીડમાં ડ્રાઇવ કરીને આવી રહ્યો હતો અને મારી બાઇકને પાછળથી કોઇએ ખૂબ જોરથી ભટકાવી... ખબર નહીં કોની કાર હતી પણ હું બાઇકને લાગેલાં જોરદાર ફટકાથી ઉછળીને પડ્યો મારી હેલમેટ નીકળીને ક્યાં ગઇ અને મેં પછી ભાન ગુમાવ્યું....
મને બે દિવસ પછી ભાન આવ્યું ત્યારે હું સીટી હોસ્પીટલમાં આઇસીયુમાં હતો મેં આખો ખોલી ત્યારે મારી નજર સામે માં-પાપા અને નિરંજન અંકલ હતાં. મારી આંખો ખૂલી મારી માં ના આંખમાં આંસુ જોયાં પહેલાં મને કંઇજ ખ્યાલ ના આવ્યો પરંતુ મને યાદ આવ્યું મને એકસીડેન્ટ થયો હતો મારી બાઇકને કોઇ કારે ટક્કર મારી હતી મેં ભીડમાં પાછળ જોયુતો કોઇ કાળી કાર હતી. પણ પછી મેં ભાન ગુમાવેલું.
મેં માં ની સામે જોયું એ ખૂબ રડી રહી હતી. પાપાએ મારો હાથ હાથમાં લઇને પંપાળ્યો અને બોલ્યા "બેટા વિધુ તને કેમ છે ? મહાદેવની કૃપાએ તું બચી ગયો તને ભાન આવ્યુ કે હું કંઇ કહેવા ગયો પણ મારાં ગળામાંથી અવાજ જ ના નીકળ્યો. હું સાવ વિવશ અને દયામણી અવસ્થામાં હતો. હું પૂછવા જતો હતો કે આજે શું વાર થયો ? મારાં મનમાં એ સમયે પણ બસ વૈદેહી તું હતી.
માં એ મને જોઇને કહ્યું "વિધુ દિકરા તને એક્સીડેન્ટ થયેલો હવે તને ભાન આવ્યું છે મહાદેવ બધુ સારુ કરશે તું કોઇ ચિંતાના કરીશ.. ભગવાન એને જોશે.. મારી હૈયાની અંદરથી નીકળેલી હાય એને કદી સુખી નહીં કરે..
નિરંજનભાઇએ કહ્યું "તમે આમ વધુ શોક ના કરો વિધુ બહાદુર છે તરત જ સાથે થઇ ઉભો થઇ જશે જેણે પણ આ કર્યું છે હું એને છોડવાનો નથી પછી મારી તરફ જોઇને કહ્યુ વિધુ તારે જલ્દી સાજા થવાનું છે મને તારી જરૂર છે તારાં માં પાપાને તારી જરૂર છે.
હું થોડીવાર શાંત પડી રહ્યો ત્યાં ડોક્ટર આવી ગયાં હું ભાનમાં આવ્યો છું જાણી ખુશ થઇ બોલ્યાં હવે કોઇ ચિંતા નથી હવે એ જલ્દી સાજો થઇ જશે હવે ફાસ્ટ રીકવરી આવશે. નિરંજન અંકલે પૂછ્યુ પણ એ બોલી નથી શકતો એને વાત કરવી છે ડોક્ટર તમે ચેક કરોને...
ડોકટરે એવું કહેવું "સર ચિંતાના કરો આ અકસ્માતને કારણે ઘણું લોહી વહી ગયેલું એની અશક્તી છે એતો સારુ થયું કે અકસ્માતનાં સમાચાર સાંભળી તમે તરતજ એને લઇને અહીં આવી ગયાં એ વધારે આ છોકરાનું નસીબ જોર કરતું હતું કે એને તાત્કાલિક લોહીની જરૂર હતી અને તમે બ્લડ ટેસ્ટ કરાવી લોહી આપવાની તત્પરતા બતાવી અને ઉપરવાળાની કૃપા કે બ્લડગ્રુપ મેચ થયું અને છોકરો બચી ગયો.
વૈદેહી એ બધુ હું અવાકની જેમ સાંભળી રહેલોં મારાં સરનું લોહી અને મારું મેચ થયું અને તાત્કાલીક મને એમણે લોહી આપી મારો જીવ બચાવેલો.. એ સમયે હું એમની સામે આભારવશ જોઇ રહેલો મારી આંખો ભીંજાઇ ગઇ હતી એ મારો ભાવ સમજી ગયેલાં એમણે મારો હાથ દબાવીને સાંત્વના અને હૂંફ આપેલી. હું ક્યારેય નહીં ભૂલી શકું.
વિધુએ આગળ કહ્યું "બપોર પછી મારામાં તાકાત આવી મારી જીભ વાચા ખૂલી અને મેં મારી બાજુમાં બેઠેલી માં તરફ જોયું મારાં તરફ નજર પડતાં જ એ ઉભી થઇને મારી પાસે આવી. હું પછી લાંબી નીંદર સૂઇ ગયેલો અને ઉઠ્યો ત્યારે મને સારું લાગી રહેલું. મેં માંને ત્રુટક ત્રુટક સ્વરે પૂછ્યુ માં સર ક્યાં ગયાં ? એમણે લોહી આપી મારો જીવ બચાવ્યો.
માં એ કહ્યું "એ માણસ આપણાં માટે સાક્ષાત દેવતા જેવો છે એમને જ તારાં અકસ્માતનાં સમાચાર તરત જ મળેલાં.. તારાં વોલેટમાંથી એમનું કાર્ડ મળેલું પોલીસે પહેલાં એમને જ સમાચાર આપેલાં.. એમણે તાત્કાલિક તારી પાસે આવીને તને અહીં એડમીટ કરાવેલો તારાં શરીરમાંથી ખૂબ લોહી વહી ગયેલું. અને ત્યારે એમણે ડોક્ટરને કહ્યું "મારું લોહી ટેસ્ટ કરો. અને મેચ થાય એમણેજ લોહી આપીને બચાવી લીધો. પહેલાં દિવસે તારી સારવાર ચાલી... લોહી ચઢાવ્યુ અને થોડાક સમય પછી એમણે તારાં પાપાને ફોન કરીને બધી સાચીજ વિગત જણાવી તારાં પાપા હાંફળા હાંફળા મારી પાસે આવ્યા કહ્યુ સાડી બદલ આપણે હોસ્પીટલ જવાનું છે. હું ગભરાઇ ગઇ મારું જીવ પણ બપોરથી ખૂબ બળી રહેલો મને એમનાં બોલવા પરથી જ ખબર પડી ગયેલી કે આવાં ખરાબ સમાચાર તારાં જ છે હું કંઇ બોલ્યાં પૂછ્યાં વિના તૈયાર થઇ ગઇ અને અમે અહીં પહોચ્યાં.
અમે અહીં આવ્યાં ત્યારે તારી સારવાર ચાલુ થઇ ગયેલી રાત્રીનાં 9 વાગી ગયેલાં અને શરૂઆતમાં તારાં ગ્રુપ બ્લડ મળી નહોતું રહેલુ અને એ દેવતાએ ખબર નહીં શું સ્કર્યું કે એમનુ લોહી ટેસ્ટ કરાવીને ચઢાવ્યું.. તારાં પાપા કે મારું લોહી આપવા અસમર્થ હતાં ડોક્ટરે કહ્યુ તમને બી.પી. અને ડાયાબીટીસ છે નહીં ચાલે...
ખરાં સમયે અમારું લોહી.. મારાં દીકરાને કામ ના આવ્યું. આ લોહીનાં સંબંધ કરતાં નિરંજનભાઇનો લાગણીનો સંબંધ ઘણો આગળ નીકળી ગયો હું એ દેવતાનો કેવી રીતે આભાર માનું ? હું બધી જ રીતે એમની સામે ટૂંકી પડુ છું મારી પાસે એમનો માટે પ્રાર્થના સિવાય કંઇ નથી એમનો ઉપરાકર મારાં માથે રહેશે જીવન ભર.
પછી મેં માને પૂછ્યું હું બેભાન ક્યારે થયો ? ક્યારે ભાનમાં આવ્યો ? કેટલા દિવસ થયાં ?
માં એ કહ્યું "તું બેભાન અવસ્થામાં જ અહીં આવેલો તને લોહી ચઢાવ્યુ પછી તું ભાનમાં આવેલો અને બે દિવસ પછી પાછો બેભાન થઇ ગયેલો અમે લોકો બહુ જ ચિંતામાં હતાં કે શું થશે ? પણ મહાદેવ મારી પ્રાર્થના સાંભળી તું ભાનમાં આવી ગયો અને હવે વાત કરી શકે છે.
ત્યાંજ બહારથી નર્સ આવી અને બોલી "તમે આટલી બધી વાતો પેશન્ટને ના કરાવો એમને હજી ખૂબજ અશક્તિ છે.
માં ચૂપ થઇ ગઇ પણ મારાં મોઢામાં બસ તારો પ્રશ્ન અટવાઇ ગયો નર્સનાં ગયાં પછી મેં તરત જ માંને પ્રશ્ન કર્યો "માં વૈદેહીનાં શું સમાચાર ? એને ખબર પડી ? માં તું કંઇ જાણે છે ? એ પ્રશ્ન સાંભળી માંએ કહ્યું "વિધુ હંમણાં તારે આરામ કરવાનો છે એમ કહીને એ તરત જ બહાર જતી રહી.
આમને આમ ICU માં મે 12 દિવસ કાઢ્યાં અને પછી મારાં ઘા રુઝાતાં અને બધાં રીપોર્ટ નોર્મલ આવતાં મને સ્પેશીયલરૂમમાં શીફટ કર્યો. બધી જ એરેન્જમેન્ટ પર નિરંજન અંકલ નજર રાખતા. કેટલાય દિવસ પછી માં અને પાપા ત્યાં સોફા પર બેઠેલાં અને નિરંજન અંકલ આવ્યા તેઓ મારી સામે ખુરશી પર બેઠાં અને મને કહ્યુ "વિધુ દિકરા કેમ છે ? તને કેવુ લાગે છે ? તારાં બધાં જ રીપોર્ટ નોર્મલ છે હવે તને કોઇ બીજી પીડા કે કોમ્પલીકેશન નહીં થાય તો બે દિવસ પછી રજા મળી જશે. પરંતુ રજા મળ્યાં પછી ઘરે ફક્ત આરામ જ કરવાનો ચે શારીરિક કે માનસિક કોઇ તાણ કે સ્ટ્રેસ નથી લેવાનો સંપૂર્ણ તૈયાર થઇ જાય પછી જ તારે ઓફીસ આવવાનુ છે અને ઓફીસે પણ એટલે કહુ છું કે તારું મન કામમાં પરોવાયેલું રહે.. થોડીવાર બેસી મારાં કપાળે અને માથે હાથ ફેરવીને એ ઉભા થયાં અને એમની સાથે પાપા પણ ઓફીસ ગયાં હું અને માં એકલાં જ હતાં.
વૈદેહી મારી તબીયત સારી હતી મને રુઝ આવી ગયેલી હું બેઠો થતો રૂમમાં આંટા મારતો જાતે જ વોશરૂમ થયો હતો મેં માંને પૂછ્યું... "મારો ફોન ક્યાં છે ? માં એ કહ્યું "તારાં સર પાસે છે અકસ્માતનાં દિવસથી એમની પાસે જ છે મેં માંગ્યો નથી એમની પાસે... તારે જરૂર પણ નહોતી.
વિધુ વિચારમાં પડી ગયો એણે માં ને આંખમાં આંખ પરોવીને પૂછ્યું "માં મારાં અક્સમાતને 15 દિવસ ઉપર થઇ ગયાં અને વૈદેહીનાં મારી પાસે કોઇ સમાચાર નથી ? શું થયું એ આવી હતી ? ઘરે કે અહીં હોસ્પીટલ ? એને ખબર પડી છે ? માં હું તમને મારાં સમ આપીને પૂછું છું શું વાત છે ? હું જ્યારે પૂછું ત્યારે તમે વાત ઉડાવી દો છો અથવા મને સૂવાડી બહાર જતાં રોકો છો ? બોલોને શું વાત છે ? સમ આપ્યાં છે સાચું કહો...
માં એ કહ્યું "એને ભૂલી જા એમાં જ તારું સારું છે શાણપણ છે એ એકવાર ઘરે આવી હતી એની મંમી સાથે એની લગ્નની કંકોત્રી આપવા... એક ક્ષણ બેઠી નથી કંકોત્રી આપીને નીકળી ગઇ હતી.. વિધુ અવાક બની સાંભળી રહ્યો.
વધુ આવતા અંકે --પ્રકરણ-40

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED