પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-28
વિધુ આજે ખૂબ આનંદમાં હતો. માં સાથે વાત થઇ ગઇ કે એ અને પાપા અષાઢી બીજે વૈદહીને ઘરે માંગુ નાંખવા માટે જશે. અને નોકરી મળી ગઇ છે એ ગમતી જ અને શેઠનાં પહેલાં જ દિવસથી જાણે ચાર હાથ છે પણ હજી એણે મહેનતી અને વિશ્વાસુ પુરવાર થવાનું ભલે બાકી છે પણ જીવનમાં એક નિશ્ચિંતતા તો આવી જ ગઇ છે. વૈદહી સાથે વાત થઇ ગઇ અને એ સુંદર સપના જોતો સૂઇ ગયો.
હજી સવાર પડી નથી અને વૈદેહીનાં વિધુના ફોન ઉપર ફોન પર ફોન આવ્યાં. વિધુ ભરઊંઘમાં હતો એણે થોડાં કંટાળા સાથે ફોન ઉપાડ્યો... પછી સ્ક્રીન પર જોઉ તો વહીદુ લખેલુ હતુ. એણે ઝડપથી ફોન ઊપાડ્યો... અરે વહીદુ શું થયું ? આટલી સવારે ફોન કર્યો ? ઓલ વેલ ?
વૈદેહીએ કહ્યું "વિધુ મારે મુંબઇ જવાનું થયું છે. હું મંમી પપ્પા બધાં જ હમણાં બાય રોડ મુંબઇ જવા નીકળીએ છીએ.
વિધુએ કહ્યું "કેમ ? એવું શું થઇ ગયું ? અચાનક ? વૈદહીએ કહ્યું મારાં મોટાં કાકા સીરીયસ છે અડધી રાતે ફોન હતો મને તો હમણાં જાણ થઇ પહેલાં મંમી પપ્પા એકલાં જ જવાનાં હતાં પછી પાપાએ કહ્યું ના એકલી મૂકીને નથી જવું વૈદેહી સાથેજ આવશે.. મારે જવું પડશે. કાશ માસી રોકાઇ ગયાં હોત તો.. ઠીક છે. એ કહેવાં જ ફોન કર્યો. પછી ફોન પર વાત નહીં થાય. ચેટ કરીશ.
વિધુએ કહ્યું "ઓહ... આ શું ગરબડ થઇ ગઇ ? પરમ દિવસે તો માંપાપા તારાં ઘરે આવવાનાં હતાં વચ્ચે આ વિધ્ન કેમનું આવી ગયું ? કંઇ રહીં જેવી માંબાબાની ઇચ્છા... તું પાછી ક્યારે આવવાની ? તું આવે પછી હવે બધું ગોઠવવું પડશે.
વૈદેહી કહે "મને કંઇ ખબર નથી જે હશે બધી જ અપડેટ હું તને આપ્યાં કરીશ. વિધુ મને બીલકુલ જવું નથી મહા પરાણે ઢસડાઇ રહી છું કેમ આવું થયું ? બીજનાં દિવસે બધુ કહેવાઇ જાત.. સરળતા થી પતી જાત અને ખાસ તો પાપાની મનની ઇચ્છા ખબર પડી જાત. કંઇ નહીં જે થવાનું હતું થયું તને જે કંઇ હશે લખતી રહીશ.
વિધુએ કહ્યું "પ્લીઝ ખાસ તારો ફોટો મોકલ તૈયાર થઇને નીકળે ત્યારે. આજે માંને બતાવીશ અને આ મ્હોંકાણનાં સમાચાર પણ આપવાં પડશે મારે.. કંઇ નહીં તું પાછી આવ પછી... ઠીક છે જઇ આવ કોઇ ઓપશન નથી આપણી પાસે. મારી જોબ શરૂ થઇ ગઇ છે હું એમાં ત્યાં સુધી ધ્યાન આપીશ... મારાં સરનો વિશ્વાસ જીતી લઇશ મારાં કામનાં પરફોર્મન્સ ઉપર મારો સેલેરી નક્કી થવાનો છે... હું તારી રાહ જોઇશ અને ચેટ કરીશ જ.
વૈદેહી કહે "વિધુ આપણે બંન્ને વિવશ છીએ પણ તને કહેતી રહીશ લખતી રહીશ મારે આ વિરહ ભોગવવાનો આવ્યો છે કાકાને જલ્દી સારું થઇ જાય તો સારુ જલ્દી પાછા આવી જઇશું. મને બીલકુલ આમ જવું ગમ્યું નથી.. આમ પણ એ લોકોની સાથે અમને ક્યારેય ફાવ્યું નથી કાકી કાકા સાથે માં બબડી જ એક કુટુંબ છે અને આવો વખત છે જવું પડશે બાકી આપણે એવાં સંબંધ જ ક્યાં છે કે દોડી જવાનું ??
પાપા સાંભળી રહ્યાં પછી બોલ્યાં "વહેવારમાં રહેવું પડે એમ તમારાં વિચારો બધે ના ચાલે ભલે સંબંધ ગાઢ નથી પણ મારો ભાઈ છે એક લૌતો છે આવાં પ્રસંગે બોલાવે જવું તો પડે ને... કચ કર્યા વિના તૈયાર થાવ.
ચાલ વિધુ માં બૂમ પાડે છે હું જઊ.. લખતી રહીશ અને ચાન્સ મળે લખીશ આપણે ફોન પર વાત કરીશું બાય માય લવ એમ કહીને ફોન મૂક્યો.
વિધુ વિચારમાં પડી ગયો. સવાર સવારમાં મને આવાં સમાચાર મળ્યાં.. બધો મૂડજ બગીડી ગયો હવે એને નીંદર જ ના આવી એણે ઉઠીને બ્રશ કરીને સીધુ નાહી લીધુ અને તૈયાર થઇ ગયો. એણે જોયુ વૈદેહીનો નીકળવાનો મેસેજ અને એનાં બે ફોટાં મોકલ્યાં હતાં. વિધુએ સ્ક્રીન પર કીસી કરી લીધી અને સામે લખ્યુ ટેઇક કેર હું તૈયાર થઇને ઓફીસ જઇશ પછી લખીશ. એમ ટાઇપ કરી મેસેજ મોકલી નીચે આવ્યો.
વિધુની માં એને જોઇને આશ્ચર્ય પામી ગઇ અરે વાહ વિધુ આટલો વહેલો તૈયાર થઇને આવી ગયો ? કહેવું પડે નોકરીએ તમે નિયમિત કરી દીધો.
વિધુએ કહ્યું "હાં માં અત્યારે હું સાઇટ પર આંટો મારીને ત્યાં સીમેન્ટનો સ્ટોક બધુ જોઇને પછી ઓફીસ જવાનો છું...બીજી ખાસ અણગમતી વાત કહુ સમાચાર આપું એનો ચહેરો થડો ઉદાસ થઇ ગયો.
માં એ પૂછ્યું "કેમ દીકરા સવાર સવારમાં એવું શું થયું ? તારી તબીયત ઠીક છે ને ? તારું મો પડેલું કેમ છે
વિધુએ કહ્યું "અષાઢી બીજે તમારાથી વૈદેહીનાં ઘરે માંગુ નાંખવા નહીં જવાય.. એજ...
માં એ કહ્યું "કેમ શું થયું ? શું ગરબડ છે ? વિધુએ કહ્યું "મુંબઇ એનાં મોટાં કાકા સીરીયસ છે રાત્રે સમાચાર આવી ગયેલાં તે લોકો અત્યારે મુંબઇ જવાં પણ નીકળી ગયાં હવે ત્યાંથી જ્યારે પાછા આવે ત્યારે વાત...
માં એ કહ્યું "અરે દીકરા કંઇ નહી.. એમને ય અચાનક જવાનું થયુ ઉપાધી ક્યાં કહીને આવે છે ? એ લોકો પાછા આવી જાય પછી જઇશું બે ચાર દાડા આઘાપાઠા.. એમાં તમારુ સગપણ નહીં થાય એવું થોડું છે. જા હવે બીજા વિચાર ખંખરી માં મહાદેવને પગે લાગીને ટેબલ પર આવીજા... હું ચા નાસ્તો આપી દઊં અને તારું ટીફીન તૈયાર કરી દઊ છું ચાલ પરવાર.
વિધુ ચા નાસ્તો પરવારીને ટીફીન લઇને બાઇક હંકારી સીધો સાઇટ પર પહોચી ગયો. ત્યાં બાબુ પગીને મળ્યો. બાબુ પગીતો વિધુને જોઇએ આશ્ચર્ય પામી ગયો એ થોડો ગભરાયેલો લાગ્યો. એણે ગભરાયેલાં અવાજે પૂછ્યું "તમે આટલાં વહેલાં અત્યારે ?
વિધુએ ત્યાં અંદર જોયું તો એક ટેમ્પો ઉભો હતો એમાં કંઇક ચઢતું હતું કે ઉતરતું હતું કંઇ સમજાયુ નહીં એણે પૂછ્યું ? શૈલેશભાઇ આવી ગયાં ? ત્યાં શું ચાલે છે ? કોઇ માલ ઉતરે છે ?
બધાં પ્રશ્નો એક સાથે પૂછાયાં બાબુ પગી બઘવાયો એણે કહ્યું "હાં હાં શૈલેશસર તો આવી ગયાં છે ત્યાં છે અને ટેમ્પામાં... હજી હમણાં આવ્યો હું ત્યાંજ જઊં છું મને ખબર નથી ત્યાં શું થાય છે ?
વિધુ પગીનાં જવાબથી આશ્ચર્ય પામ્યો એને શંકા થઇ એણે બાઇક સીધી જ ત્યાં ટેમ્પા પાસે લીધી પગી પહોચે પહેલાં જ ત્યાં પહોચી ગયો. ત્યાં શૈલેશ એનાં મજૂરો પાસે સીમેન્ટની થેલીઓ ટેમ્પામાં ભરાવતો હતો. એણે વિધુને જોયું અને એનું મોં પડી ગયું. વિધુએ જોયુ કે અડધા ઉપર ટેમ્પો ભરાઇ ગયેલો લગભગ 80 ઉપર થેલીઓ સિમેન્ટની લોડ થઇ ગઇ હતી એણે સીધુજ શૈલેશને પૂછ્યું "હેલ્લો શૈલેશભાઇ ? આ સિમેન્ટની થેલીઓ શેના માટે ભરાય છે ? ક્યાં લઇ જવાની છે ? હું આજે એનો સ્ટોક લેવાં જ વહેલો આવેલો કારણ કે મારાં પર બંસીકાકાનો મેસેજ હતો કે ગઇ કાલે રાત્રે બે ટ્રક લોડ સિમેન્ટની થેલીઓ આવી છે.
શૈલેશ પહેલાં જવાબ ના આપી શક્યો. એણે કહ્યું "કંઇ નહીં બીજી સાઇટ પર સિમેન્ટ ખૂટી ગઇ છે એટલે તાત્કાલીક ત્યાં પહોચાડવાની છે એટલે હું પણ વહેલો આવી ગયો 120 થેલીઓ લઇ જવાની છે.
વિધુએ પૂછ્યું "કઇ બીજી સાઇટ ? આપણી કોઇ બીજી સાઇટ ચાલે છે ? મારી જાણમાં તો નથી બંસીકાકાએ મને કીધુ જ નથી.
શૈલેશ સમજી ગયો કે હવે ભલે આનો પહેલો બીજો દિવસ છે પણ આ સજાગ અને હુંશિયાર છે એણે પછી સીધી વાત પર આવ્યો "જો ભાઇ તું હજી કાલે જોઇન્ટ થયો છે... હું અહીં બધુ અત્યાર સુધી ધ્યાન રાખતો હતો અને રીપોર્ટ કરતો હતો. મારી પ્રાઇવેટ સાઇટ ચાલે છે ત્યાં સીમેન્ટ લઇ જઊં છું.. પછી મારી આવશે હું પાછી લઇ આવીશ અહીં થોડુંક એડજેસ્ટમેન્ટ છે મારું પણ હું તારું પણ કંઇક સમજીશ... આ લાઇનમાં આવું બધું ચાલ્યા કરે... તું સહકાર આપીશ તો મજા આવશે... આપણાં બંન્નેનું બધુ સચવાશે.
વિધુએ કહ્યું "શું વાત છે તમારી ? સીધો જ સહકાર માંગો ? ઓફર પણ કરી દીધી ? પેલાં બાબુ પગીનું શું ? શૈલેશ કહે ? "એને બધી ખબર જ છે અને એને સાઇટ ચાલુ થઇ ત્યારથી સાચવેલો છે એને એની કિંમત મળે છે. વિધુ શૈલેશ સામે જોઇ રહ્યો.
વધુ આવતા અંકે - પ્રકરણ-29