પ્રેત યોનિની પ્રીત... - 9 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેત યોનિની પ્રીત... - 9

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-9
વિદ્યુ-વૈદેહી.. વિધુનાં ઘરે ફરીથી પ્રેમ આનંદ કર્યો મધુરજની મધુર માણી અને વૈદેહી ઘરે ગઇ. પછી ફોન પર વાત કર્યા કરી. મીઠી મીઠી યાદો માણ્યાં કરી. વિધુએ કહ્યું ચાલ થોડું ભણી લઇએ નહીંતર એક્ઝામમાં શું કરીશું?. ઈમ્પોર્ટન્ટ નોટ્સ બનાવી લઊ. બાય કહીને ફોન મૂકેલો.
**********
અઘોરનાથે હવનકૂંડમાં આહુતિ નાંખી અને અગ્નિ જવાળાઓ વચ્ચે એક આકૃતિ રચાઇ. અને બાબાએ એને ખૂબ તપાવ્યો એની ચીસોથી આખી શેષનાગ ટેકરી ભયાવહ થઇ ગઇ. આવેલા બીજા લોકો ડરથી ધ્રુજી ગયાં. કોઇએ આંખો મીચી દીધી કોઇએ ચીસો પાડી ગોકર્ણએ બધાને શાંત બેસવા કહ્યું "માં નો દરબાર છે અહીં પાપી આત્માઓનેજ ડર લાગે છે બાકી બધાનું માં રક્ષણ કરે છે ડરો નહીં શાંતિથી જોયા કરો.
મનસા અને માનસે એ આકૃતિ જોઇ અને ઘૃણા વ્યાપી ગઇ... મનસાએ ચીસ જેવાં અવાજે કહ્યું "બાબા આજ નરાધર્મે મારું જીવન બગાડ્યું હતું મારાં પ્રેમીથી જુદી કરી હતી એણે મને ક્યાંય શાંતિ નથી લેવા દીધી હું ખૂબ રીબાઇ છું એને સખ્ત સજા કરો. અમને અને મારાં આત્માને તોજ શાંતિ મળશે બાબાએ ફરીથી આહુતિની સાથે હવનકૂંડમાં આહુતિ કરી અને લાલ આંખો કરીને ભયાનક રીતે હસવા લાગ્યા ચારેબાજુ પવન ફૂંકાયો ઝાડનાં પાંદડા ડાળીઓ ખૂબ જોરથી હલવા લાગી અને કોઇ ઊંચા સ્વરે રડી રહ્યુ હતું. બધાની આંખો બાબા સામે મંડાયેલી હતી બધાને ઉત્સુકતા હતી કે આખરે આને થયું છે શું ? મનસા કેમ ચીસ પાડીને આને શિક્ષા કરવા માંગે છે ?
મનસા માનસને વળગી ગઇ. માનસ મને બચાવ મને બચાવ.. આ મને.... એમ કહેતાં કહેતાં બેભાન થઇ ગઇ માનસને કંઇ સમજાયું નહીં એ બાબા સામે જોઇ રહ્યો. મનસાની હાલત જોઇને એની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. મનસાની પીડા એનાંથી જોવાતા નહોતી અને બાબએ મનસાં પર મંત્રેલું પાણી છાંટયુ અને એ ધીમે ધીમેં હોંશમાં આવી એણે માનસ સામે જોયું એની આંખમાં આંખ પરોવી અને ગત જન્મમાં પાછી ફરી ગઇ. માનસે એનાં માથે હાથ ફેરવ્યો અને મનસા...
**********
વિધુ મે તૈયારીતો પુરી કરી છે જોઇએ પેપર્સ કેવા જાય છે. તારી આપેલી નોટ્સ બધી જ બાય હાર્ટ કરી છે. વાંધો તો ના જ આવવો જોઇએ. પાસ થઊં કે નપાસ બધુ જ તારા શીરે...
વિધુએ કહ્યું "એય વહીદુ... રાત્રે ઉજાગરા કરી કરીને બધી જ નોટ્સ બનાવી છે બીલકુલ વાંધો નહીં જ આવે તારાં વિધુ પર વિશ્વાસ રાખ.. ફર્સ્ટકલાસ તો આવશે જ.
એય તારાં ઉપર ખૂબજ વિશ્વાસ છે. તારાં પર તો મરુ છું કંઇ પણ રીઝલ્ટ આવે. તારાથી જ હશે. મારો જીવા આત્મા આ શરીર બધું જ તારાં નામે લખી દીધું છે આ એક્ઝામની શું વિસાત છે ?
ત્યાંજ કોલેજનો બેલ વાગ્યો બધાં જ કલાસરૂમ તરફ જવાં લાગ્યાં વિધુ અને વૈદેહી પણ અંદર ગયાં અને પોતપોતાની નંબરની બેન્ચ પર બેસી ગયાં. વૈદેહીએ બેંચ પર લાગેલો નંબર જોયો અને બેસી ગઇ. એણે જોયું વિધુ એક્જ બેન્ચ પાછળ છે. એણે ઇશારાથી બેસ્ટ લક કહ્યું અને ફલાઇગ કીસ આપી. પેપર્સ વહેંચાયાં અને બધાં લખવામાં લીન થયાં.
**********
એક્ષામ બધીજ પુરી થઇ ગઇ હતી અને હવે તો રીઝલટ આવવાની તારીખ નજીક આવી ગઇ હતી. વિધુએ વૈદેહીને ફોન કર્યો એય વૈહીદુ પરમદિવસે રીઝલ્ટ છે ચાલને આજે ક્યાંક દુર ફરવા જઇએ. રીઝલ્ટ આવી જાય પછી તો આપણે એક થવામાં વાર નથી હું સામેથી જ માં અને પાપાને કહીને તારો હાથ માંગી લઇશ હવે દૂર નહીં રહેવાય.
વૈદેહીએ ફોનમાં કહ્યું "અરે આજે નહીં હવે રીઝલ્ટ આવી જાય પછી જ બહાર જઇશું મારાં પેટમાં તો ગડગડ થાય મારો તો કેટલીવાર ટોયલેટ જવું પડ્યું.
વિધુએ ખડખડાટ હસ્તાં કહ્યું "આટલી પોચકી ? અરે કેમ ચિંતા કરે છે ? ચાલ આજે નહીં તો ઠીક છે પણ પરમદિવસે રીઝલ્ટ લઇ સીધા જ ફરવા જઇશું હવે મારાથી નહીં રહેવાય કેટલો સંયમ રાખું ? એક્ષામ શરૂ થઇ તે આજ સુધી ફોન પર જ વાતો કરી છે અને એક્ઝામથી છુટ્યા ત્યારે મળ્યાં એજ હું એવી તૈયારી સાથે જ આવીશ ઘરે કહી દેજે આવતાં મોડું થશે એટલે ચિંતા ના કરે.
"વિધુ તું તો ઘણો ઉતાવળો ? ઠીક છે મળીશું અને બહાર જઇશું બસ. પણ.. કંઇ નહીં રૂબરૂ વાત. અને હાં ખાસ તને કહેવાનું ભૂલી પાપાને આ વખતે ખૂબ સારો બીઝનેસ થયો છે મેં માં અને પાપને વાત કરતાં સાંભળ્યાં હતાં એ લોકો અઠવા લાઇન્સ બાજુ એક સ્કીમમાં બંગલો રાખવાનાં છે ફર્નીચરને બધુ થઇ જાય પછી ત્યાં રહેવા જવાની વાત ચાલે છે. મને તારાંથી દૂર નથી જવું. આને ખુશીનાં સમાચાર ગણું કે દુઃખનાં નથી સમજાતુ.
"અરે વાહ કહેવુ પડે. તું તો કહેતી જ નથી. ખુશીનાં જ સમાચાર છે ને. તું તો બંગલામાં રહેવા જવાની. મારે તો કોઇ શકયતા નથી નામું લખતાં લખતાં પાપા ઘર ચલાવે છે. બંગલામાં સપનાં હુ ક્યાંથી જોવાનો ? પણ હાં હુ જરૂર કમાઇને બંગલો બનાવીશ એ નક્કી જ. પણ તું અહીં રહે કે બંગલે હું તને પરણીને અહીં જ લઇ આવીશ.... આજ ઘરમાં… બંગલો નથી.
"એય વિધુ મને શું ફરક પડે છે ? તું જ્યાં લઇ જઇશ ત્યાં હું આવીશ ત્યાં જ સ્વર્ગ મારું જ્યાં મારો વિધુ હશે. મને કંઈ એવા મોહ નથી હું સદાય તારી પાસે જ રહેવાની, ચલ અને બધું થશે ત્યારે પણ આપણે મળીશું નક્કી પછી બધી વાતો કરીશું બાય માય સ્વીટહાર્ટ અને બંન્ને જણાંએ ફોન મૂક્યો.
ફોન મૂક્યાં પછી વિધુ વિચારોમાં પડી ગયો. મનમાં કંઇક વિચારીને એણે ફોન ચાર્જીગમાં મૂક્યો. ત્યાં માં એ બૂમ પાડી. વિધુ વિધુ શું કરે છે ? જોને કોઇ મળવા આવ્યું છે.
વિધુએ કહ્યું "આવ્યો માં કોણ છે ? એ બે બે પગથીયા ઉતરતો નીચે આવ્યો. ત્યાં બારણે કોઇ અપટુડેટ માણસ ઉભો હતો એણે જાળી ખોલી અંદર આવકાર્યા. "આવો કોણ તમે ? કોનું કામ છે ?
આવનારે કહ્યું "હું નિરંજન ઝવેરી... તારાં પાપા મારું નામું લખે છે હું એમને મળવા માટે આવ્યો છું અને મારે ખાસ કામ છે. એમ કહેતાં કહેતાં પાટ પર બેઠાં.
વિધુએ કહ્યું "પાપા બજાર ગયાં છે હમણાં આવતાં જ હશે અને માં એ એમને પાણી આવ્યું. વિધુ એમને જોયા કરતો હતો મનમાં વિચાર્યું આટલો શ્રીમંત માણસ ઘરે પાપાને મળવા કેમ આવ્યો હશે કે અને એનાં પાપા આવી ગયાં.
વિધુનાં પાપા અજયભાઇ ઘરમાં આવ્યાં અને શેઠને બેઠેલાં જોઇ આશ્ચયમાં પડ્યાં એમણે ક્યું અરે શેઠ તમે ? ઘરે કેમ ધક્કો ખાધો ? મને બોલાવી લેવો હતો ને.
નિરંજન શેઠે કહ્યું "કામ એવું હતું કે મારે રૂબરૂ જ આવવું પડ્યું. એમાં શું થયું કામ મારે પડ્યુ એટલે હું આવ્યો છું પણ આપણે એકાંતમાં બેસી શકીએ ?
અજયભાઇએ એમનાં હાથમાં રાખેલી બ્રીક્કેસ જોઇને વિચારમાં પડ્યાં છતાં કહ્યું "આવો અંદર બેસીએ એમ કહીને એમને અંદર પરસાળમાં લીધા. બંન્ને અંદર ગયાં. વિધુ પણ કૂતૂહૂલવશ અંદર ગયો. નિરંજન ઝવેરીએ વિધુને જોઇને પછી અજયભાઇ સામે જોયું.
અજયભાઇ સમજી ગયાં એમણે કહ્યું "મારો દીકરો વિદ્યુત છે અને એને વિધુ કહીને બોલાવીએ છીએ. ફાઇનલ એક્ષામ પુરી થઇ હવે રીઝલ્ટ આવશે પછી એને પણ કંઇક ઠેકાણે પાડવો પડશે ને. બહુ જ હુંશિયાર છોકરો છે.
નિરંજનભાઇએ કહ્યું "ઓહ ઓકે... પણ મારે તમને કંઇક અગત્યની અંગત વાત કરવી છે.
અજયભાઇએ કહ્યું "કહો કોઇ વાંધો નથી... તમે કંઇ પણ નિસંકોચ કહી શકો છો.
નિરંજનભાઇને થયું આ બહાર નહી જાય મારે વાત કરવી જ પડશે. અને અજયભાઇ સમજી નથી રહ્યાં પછી એમણે સંકોચ છોડીને ખૂલાસો કરી જ દીધો. હું ખાસ કામે આવ્યો છું અને તમારાં પર વિશ્વાસ છે એટલે જ તમારી પાસે આવ્યો છું તમે અમારું એકાઉન્ટ લખો છો એટલે તમને બધીજ મારી, મારા ધંધાની માહિતી છે જ. હમણાંથી ઇન્ફમટેક્ષવાળાની ખૂબ જ કડક નજર છે મારી પાસે થોડી કેશ છે એ હું ઘરમાં રાખી શકું એમ નથી એટલે હું તમારી પાસે લઇ આવ્યો છું ઇન્કમટેક્ષનું નીપટી જાય પછી હું લઇ જઇશ ત્યાં સુધી આ અનામત તમારી પાસે રાખો એવું ઇચ્છું છું અહીં સલામત રહેશે એવી ખાત્રી છે મને...
અજયભાઇ અને વિધુ બંન્ને એકબીજાની સામે જોઇ રહ્યાં. નિરંજનભાઇએ પેટછૂટી વાત કરતાં કહ્યુ આ બેગમાં 3 કરોડ રૂપિયા છે જે અહીં રાખવાનાં છે. અજયભાઇએ કહ્યુ ત્રણ કરોડ ?
વધુ આવતા અંકે -- પ્રકરણ-10