Pret Yonini Prit - 11 books and stories free download online pdf in Gujarati

પ્રેત યોનિની પ્રીત... - 11

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-11
હવનયજ્ઞનો અગ્નિ ભડભડ સળગી રહ્યો છે. આવેલાં શ્રધ્ધાળુ પૂરી શ્રધ્ધાથી શાંતચિત્તે છતાં ધડકતાં હૃદયે વિધી જોઇ રહ્યાં છે. મનસા અને માનસ ગત જન્મની સ્મૃતિમાં ઉતરી ગયાં છે. વારે વારે ચહેરાનાં હાવભાવ બદલાય છે ક્યારેક આનંદ તો ક્યારેક દુઃખ છવાય છે. અને અચાનક ઘડામ કરતો અવાજ થાય છે. બધાંની નજર શ્રધાળુઓનોં ટોળામાં બેઠેલો એક માણસ અર્ધ બેહોશીની હાલતમાં ધડામ કરતો પટકાય છે. બધાં આશ્ચર્યથી એનાં તરફ જોઇ રહ્યાં છે. બાબા અઘોરનાથની નજર સહસા એનાં તરફ વળે છે અને ભૃકુટી ઉંચી થાય છે એમણે ઊંચા સ્વરે કહ્યું "એને અહીં લઇ આવો આ ચાલુ વિધીમાં કેમ વિધ્ન કરે છે ?
ગોંકૃર્ણ એની પાસે જાય છે એક માણસ હોય છે એણે અર્ધ બેહોશીમાં ગોકર્ણ તરફ યાચના ભર્યે જોયું અને બોલ્યો મારો ઉકેલ લાવો મારાંથી સહેવાતુ નથી મારાં હૃદયમાં અગ્નિ સળગે છે આ હવનનો અગ્નિ મને વધુ બાળી રહ્યો છે બાબા એ અગ્નિને શાંત કરો નહીંતર પ્રાણપંખુડુ ઉડી જશે નથી સહેવાતું મારાથી.
બાબાએ વેધક નજરે એની સામે જોયું અને બોલ્યાં મેં તને કીધેલું એ વસ્તુ લાવ્યો છે ? તું ગઇ વખતે પણ એમનેમ ખાલી શ્રીફળ લઇને આવેલો. માંગેલી વસ્તુ લાવ્યો છું ? પેલાએ આશા સ્વરે કહ્યું "બાબાજી હું લઇ આવ્યો છું કેવી રીતે લાવ્યો મારું મન જાણે છે હવે એને બચાવો મારું મિલન કરાવો હવે વધુ ધીરજ નથી રહી આનો ઉકેલ લાવી આપો કાંતો આ હવનકૂંડમાં જ મારાં પ્રાણ આપી દઇશ. આવું જીવવુ કરતાં મોત જ સારું.
બાબાએ કહ્યું "આમ ધીરજ નહીં ગુમાવ તને મારામાં અને માં માયામાં પુરી આસ્થા હોય તો જ અહીં આવ નહીતર તું પાછો જઇ શકે છે.
બાબા, બાબા આમ ના કહો હું તમારાં ચરણોમાં આવેલ છું નિરાશ થઇને પાછો અહીંજ જઊં એમ કહીને એણે ખીસ્સમાથી એક પડીકી કાઢી સાથે નાડાછડી, શ્રીફળ, કપુર, સોપારી અને એક સાડી આગળ ધરી બાબાએ સાડી સિવાયની બધીજ વસ્તુઓ લીધી અને ગોકર્ણને કહ્યુ "આ લાલ સાડી માં ને ચઢાવી આવે અને પેલાને નજીક બોલાવ્યો.
થરથર કાંપતો પેલો માણસ બાબા પાસે આવ્યો. બાબાએ નિર્ભય અને નિશ્ચિત થઇને એને આસન પર બેસવા કહ્યું. અને પેલાએ આપેલી કાગળની પડીકી હાથમાં લીધી ખોલી અને અંદર જોયલી વસ્તુ જોઇને હસીને આંખો બંધ કરી અને એમાં રહેલાં લાંબા કાળા રેશ્મીવાળ આંગળીમાં વીંટાળી શ્લોક બોલવાનાં ચાલુ કર્યા. શ્લોક બોલતાં ગયાં એમ એમ આંગળીમાં વીંટાયેલા વાળ આપ મેળે ખૂલતાં ગયાં. સંપૂર્ણ ખૂલી ગયાં પછી બાબાએ પેલાં માણસ સામે આંખો સ્થિર કરીને કહ્યું" તારાં ભાગ્ય ખૂલી ગયાં છે હવે એ તારાંથી દૂર નહીં રહી શકે એમ બોલીને હવનકૂંડમાં આહુતી નાંખી મોટો ચમકારો થયો અને પેલાએ હર્ષાશુ સાથે બૂમ પાડી... બાબા એ આવી એ આવી... બાબાએ એને હાથનાં ઇશારે ચૂપ રહેવાં કહ્યું બોલ્યાં "એ આવી છે પણ.... પેલાએ કહ્યું "પણ શું બાબા શું થયું કહોને.....
બાબાએ કહ્યું "તું જ જોઇ લે એમ કહીને અગ્નિની જવાળા જાણે ચિત્રપટનો પડદો હોય એમાં પેલાએ દૃશ્ય જોયુ એની પ્રેમિકા કોઇનાં ચૂંગાલમાં ફસાઇ હતી એ છૂટી થઇને એ એને મળવાં જાણે દોટ મૂકી હોય એમ આવતી દેખાઇ પેલો ઉભો થઇ ગયો. અમી... અમી તું ક્યાં હતી ? આવ મારી પાસે ...
બાબાએ ગોકર્ણને ઇશારો કર્યો - ગોકર્ણ પેલાં પાસે આવીને કહ્યું "તું માં નાં મંદિરમાં જા અને આશીર્વાદ લઇ લે તને તારું પાત્ર મળી જશે પરંતુ કોઇ પ્રશ્ન હવે બાબાને કે તારી પ્રેમીકાને મળ્યા પછી કોઇ પ્રશ્ન કરવાનો નથી. કાલે સવારે તને મળી જશે બધાં તો આવું કૌતુક જોઇ જ રહ્યાં પેલો હર્ષઘેલો થઇને માં ના મંદિર તરફ દોડ્યો. એનો પગમાં અચાનક જ જાણે જોર આવી ગયું. બાબાએ એને આશીર્વાદની નજરે જોઇને આંખો બંધ કરી દીધી.
આવનારા શ્રધ્ધાળુઓને કંઇક વધુ જ આસ્થા બેસી ગઇ કે આપણાં પ્રશ્નોનો પણ ઉકેલ આવી જશે જ અને બાબાને હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યાં. માં ના મંદિરની અંદર ઘંટારવ ચાલુ થઇ ગયો. અને અદભૂત દ્રશ્ય જોતાં બધાં આનંદીત થઇ ગયાં. ગોકર્ણએ બાબા સામે જોયું અને બાબાએ સંમતિ સૂચક ઇશારો કર્યો.... પછી આગળ બીજો ઉભો થયો.
**************
એય તમે કોણ છો ? કેમ અંદર જાવ છો ? અંદર કામ હમણાં જ પુરુ થયું છે. કોનું કામ છે ? વિધુ અને વૈદેહીનાં પગ અટકી ગયાં. વૈદેહીએ ગભરાઇને વિધુની સામે જોયું. વિધુએ શાંતિ રાખવા ઇશારો કર્યો. પેલો માણસ નજીક આવ્યો. એણે વિધુ સામે પ્રશ્નાર્થ નજરે જોયું વિધુએ કહ્યું "અમે સ્કીમ જોવા આવ્યાં છીએ કેમ આ જોવાય એમ નથી ? પેલાએ કહ્યું પણ સેમ્પલ હાઉસ આગળ છે અહીં અંદર નહીં જઇ શકાય.
વિધુને એક મીનીટ કંઇ સૂજ્યુ નહીં શું કહેવું એણે કહ્યું પણ તૈયાર જોઇને શું કરવાનું ? બનતું કામ જોઇએ તો ખબર પડે કે કામ કેવી કવોલીટીનું થઇ રહ્યું છે. પેલો વિચારમાં પડ્યો પછી કહે ઠીક છે જોઇલો પછી ત્યાં ઓફીસે આવ્યો અહીં મુલાકાત લેનારની નોંધ થાય છે. જોઇને ત્યાં આવો. એટલામાં બીજા બે માણસો ત્યાં આવ્યા અને પગીને પૂછ્યું કોણ છે ? શું કામ છે ? પગીએ સંક્ષિપ્તમાં સમજાવ્યું ત્યાંજ વિધુની નજર નિરંજન શેઠ પર પડી અને નિરંજન ઝવેરીએ વિધુને ઓળખી લીધો.
એમણે નરમ સ્વરે કહ્યું "અરે વિધુ તું અજયભાઇનો દીકરો ને ? અહીં કેમ આવ્યો છે ? વિધુએ સજાગ કહેતાં કહ્યું "અરે સર આતો મારી ફીયાન્સીને સ્કીમ બતાવવા આવેલો ખબર નહીં કે આ તમારી...
નિરંજન ઝવેરીએ કહ્યું "હાં મારી જ સ્કીમ છે કંઇ નહીં તું જોઇ લે બતાવી લે પછી મને મળીને જજે. સારું થયું તું અહીં જ મળી ગયો. તારું રીઝલ્ટ આવી ગયું ?
વિધુએ હસતાં હસતાં કહ્યું "હાં સર ફર્સ્ટકલાસમાં પાસ થયો છું.. કંઇ નહીં અને જઇએ આતો આ તરફ નીકળ્યો હતો અને એલીવેશન સારું દેખાયું એટલે મારી ફીયાન્સીને બતાવવા લઇ આવ્યો.
નિરંજન ઝવેરીની પારખુ આંખોએ બધું સમજી લીધું બોલ્યાં ઠીક છે કંઇ નહીં. આખી સ્કીમ ફરી લે. અને મને પછી શાંતિથી ઓફીસે મળજે. એમ કહીને નીકળી ગયાં અને પગીને કંઇક સૂચના આપી. પગી પણ ત્યાંથી જતો રહ્યો.
વૈદેહી ક્યારની સાંભળી રહેલી એણએ કહ્યું "તું પણ ખરો છે. ફરવા આવી જગ્યાએ લાવવાની ? તને તો બધાં ઓળખે છે. ફાલતુમાં બધો જ સમય ગયો.
વિધુ એ લોકેને જતા જોઇ રહ્યો. એ પણ એ બંગલામાંથી બહાર નીકળી ગયો. એ આગળ બીજા મકાનો તરફ ગયો અને દૂરથી જોયું કે બદાં ગયાં એટલે વૈદેહીને કહ્યું "અહીં ટેરેસ પર જઇએ આમેય મળ્યાં છીએ જાણું છે તો હવે બેફીકર થઇ જા જોયું જશે. એમ કહીને બંન્ને ટેરેસ પર ગયાં. ટેરસ પરથી બધું જ સ્પષ્ટ દેખાતું હતું બધાં ગયાં. નિરજન શેઠની ગાડી પણ નીકળી ગઇ.
વૈદેહીએ કહ્યું "મારો તો જીવ ગભરાય છે તેં અહી લાવીને બધો જ મૂડ બગાડી દીધો. આવી જગ્યા શોધી શાંતિથી બેસવા ?
વિધુએ કહ્યું "એય આટલી મહેનત પછી હવે તો શાંતિથી બેસ કંઇ નથી થવાનું.. બંગલામાં જ પ્રણયરંગ રમી લઇએ ચાલ. વૈદેહીએ કહ્યું નાં અપશકન થયાં છે હવે મારું મન ઉઠી ગયું છે નહીં મજા આવે.
વિધુ કંઇ બોલ્યો નહીં વૈદેહીની સામે જ જોયાં કર્યુ. પછી બોલ્યો. આમ બધાથી ગભરાઇશું તો કેમ ચાલશે ? હવે શાંત અને નિશ્ચિંત થા તારો મૂડના હોય તો ચાલ પાછા જતાં રહીએ.
વૈદેહી કહે "આમ ઓળખીતાં મળી જાય અને આપણે એકાંતમાં આમ બેસીએ કેવું લાગે ? પેલો શું વિચારતો હશે ?
વિધુએ કહ્યું "ભલેને વિચારતો શું ફરક પડે છે ? ચાલ આમ રિસાઇશ નહીં આટલો ખુશીનો દિવસ છે અને હવે તો એકાંત અને નિશ્ચિતતાં છે અને સાંજ પડવાં આવી છે પછી સીધાં ઘરે જ જવાનું છે. પ્લીઝ મૂડ ના બગાડ એમ કહીને એણે વૈદેહીની આંખો પર ચુંબન કર્યું પછી હોઠ પર હોઠ રાખીને કહ્યું "મીઠી ચૂમી તો આપ. આમ કોરા કોરા ઘેર નથી જવું.
વૈદેહીએ વિધુનાં હોઠ પર હોઠ મૂક્યાં.. અને આખી દુનિયા ભૂલાઇ ગઇ. પળવાર પહેલાનો ભય અને સંકોચ દૂર થયાં.
વિધુએ વૈદેહીનાં હોઠ પર હોઠ મૂકી ચૂસ્ત ચુંબન લીધુ અને વ્હાલથી વળગાવી દીધી. વૈદેહીનું તન હવે થનગની રહ્યું એ સંકોચ છોડીને વિધુને વળગી ગઇ.. સાંજ આથમતી જતી હતી અંધારું છવાઇ રહેલું મીઠો પવન ચાલી રહેલો જાણે પ્રણયગીત ગાતો હતો... અંધારામાં વસ્ત્રો ઉતર્યા બે તન એકમેકમાં પરોવાયાં. નિશ્ચિંતપણે અંગથી અંગ મળી ગયાં અને સંતોષનાં ઊંહકારે બંન્ને છુટા પડ્યાં અને બંન્ને નીચે આવ્યાં ત્યાં દુર કોઇ રાહ જોઇને ઉભું હતું...
વધુ આવતા અંકે -- પ્રકરણ-12

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED