Pret Yonini Prit... - 52 books and stories free download online pdf in Gujarati

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-52

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-52
ભરબજારમાંથી વૈદેહીને ગાડીમાં નાંખી અપહરણ કરીને શિવરાજ અને માણસો લઇ આવ્યાં. બે સેકન્ડમાં જ જાણે બધી ઘટનાં ઘટી ગઇ. માસીનું મોં ખૂલ્લુ ને ખૂલ્લૂ રહી ગયુ એમને ધક્કો મારીને પાડી દીધેલાં. એ સ્વસ્થ થાય એ પહેલાં જ તો ગાડીમાં વૈદેહીને નાંખીને જતાં રહ્યાં. માસીનાં હાથમાં દવાઓ હતી બધી રોડ પર પડી.
વિધુતની નજર પડી એની નજર સામેથી વૈદેહીને ઉઠાવી ગયાં પણ એણે બાઇક ઉભી રાખી માસીને ઉભા કર્યા. દવાઓ એમને આપીને કહ્યું "તમે ઘરે જાવ અને પાપાને કહો પોલીસ કંમ્પલેઇન કરે તાત્કાલીક હું એ લોકોની પાછળ જઊં છું. વિપુલ ને જોતો ત્યારથી વિધું ખૂબજ ઉશ્કેરાયેલો આ લોકો આટલી નીચ થઇ જશે વિચાર્યું નહોતું.
વિધુતને ટ્રાફીક નડી રહેલો છતાં એ મહેન્દ્રા જીપની પાછળ બરાબર લાગેલો હતો આગળ જતાં જીપ નીકળી ગઇ અને ટ્રાફીક સીગનલ બંધ થયું એને ઉભા રહેવું પડ્યુ પછી એને જોયુ જીપ મારી આંખથી ઓઝલ થઇ જશે તો એણે સીંગ્નલ તોડીને બાઇક પાછળ દોડાવી ટ્રાફીક પોલીસ સીટીઓ મારતો રહ્યો. પણ વિધુ નીકળી ગયો.
વિધુ થોડેક આગળ ગયો અને એની પાછળ બીજી બાઇક આવી રહી હતી જે એનો પીછો કરતી હતી અને બીજી ગાડી જોઇ કાળા રંગની એણે સાઇડ મીરર માંથી જોયું કે એનો પણ કોઇ પીછો કરી રહ્યુ છે. એને ખ્યાલ આવી ગયો આ તો એજ કાળી ગાડી છે જેણે એની સાથે એક્સીડન્ટ કરેલો એ ભૂરાયો થયો એણે બાઇકની ઝડપ વધારી અને મહેન્દ્રાજીપની પાછળ પહોચવાનું લક્ષ્ય રાખ્યું પાછળની ગાડી પણ ખૂબ ઝડપથી એની પાછળ આવી રહી હતી.
વિધુના મનના હવે ખુન્નસ ભરાયું હતું એને કોઇ પણ પ્રકારે વૈદેહીને બચાવવી હતી. એણે જોયુ જીપ હવે કોઇ ફાર્મહાઉસ જેવી જગ્યાએ જઇ રહી છે રસ્તો થોડો સૂમસામ અને જંગલ જેવો આવી ગયેલો સાંજ ઘેરી થતી જતી આછું અંધારૂં શરૂ થઇ ગયુ હતું એને એરીયાની ઓળખ નહોતી થતી.
થોડે આગળ જઇને મોટો પહોળો રસ્તો આવ્યો અને રસ્તાની બંન્ને બાજુએ મોટાં મોટાં આધુનિક અને ટ્રેડિશનલ ડીઝાઇનનાં ફાર્મહાઉસ આવ્યા. અને એ કાળી જીપ ક્યા ફાર્મહાઉસમાં ધૂસી ગઇ કઈ ખબર જ ના પડી.
વિધુ અટવાયો અને ખબર જ ના પડી કે ક્યા ફાર્મહાઉસમાં ગયાં આ લોકો અને ક્યાં શોધુ ? એણે બાઇક ઉભી રાખી અને વિચારવા લાગ્યો કઇ રીતે શોધું ?
વિધુએ કેમેરાની ફલેશ લાઇટ ચાલુ કરી અને રોડ પર પડેલાં વ્હીલમાં પાટા જોવા લાગ્યો કે એ જીપનાં ટાયરની છાપ કઇ તરફ જાય છે અને એને પતો મળી ગયો એણે બાઇક એક બાજુ માડ નીચે પાર્ક કરી અને એને વિચાર આવ્યો અને અમલમાં મૂક્યો એણે ફોન ચાલુ કરીને નિરંજન અંકલને ફોન કર્યો અને આખી હકીક્ત કરી સંભળાવી અને એ અહીં વૈદેહીને છોડાવવા આવ્યો છે પણ એરીયા ક્યો છે ખબર નથી પડતી.
નિરંજન અંકલે એણે જે જોયુ છે એ બધાં જ વિસ્તારથી પહોચ્યો ત્યાં સુધીનું વર્ણન કરવા કહ્યુ અને વિધુએ અક્ષરસઃ બધુ જ કીધુ. નિરંજન અંકલે કહ્યું "તું ચિંતા ના કર હું સમજી ગયો છું. તું સુરતની બહાર હાઇવે પર થી નવસારી પહેલાંનાં ફાર્મહાઉસમાં એરીયામાં છું હું ત્યાં આપણાં માણસો લઇને આવુ છું અને પોલીસને પણ જાણ કરું છું. તું હમણાં કોઇ જોખમ ના લઇશ હું પહોચું ત્યાં સુધી રાહ જોજે.
વિધુએ કહ્યું સર હું રાહ જોઇ શકું એમ નથી. એ લોકો. વહીદુ સાથે કંઇ પણ કરી શકે વહીદુ પોતાનો જીવ..પ્લીઝ સર હું અહીંના ફાર્મ હાઉસનાં ગેટનો ફોટો મોકલુ છું થોડું અંધારુ થઇ ગયું છે પણ જેવો આવે એવો ફોટો મોકલુ છું ફાર્મનાં ગેટ પર લખ્યુ છે મહાકાળી ફાર્મ.. સર હું અંદર જઊં છું સમય નથી અને એણે ફોન બંધ કર્યો અને ગેટની ઉપર ચઢવાનો પ્રયત્ન કર્યો.
વિધુએ જોયુ ગેટની અંદર સીક્યુરીટી છે પણ ગેટ ખોલી નથી. રહ્યો. સીક્યુરીટીએ વિધુને ગેટ ચઢેલો જોઇને જોર જોરથી સીસીટીઓ વગાડવી શરૂ કરી અને અંદરથી બે ત્રણ ગુંડા જેવા માણસો બહાર આવ્યાં..
****************
વૈદેહીને વિપુલ પકડીને બંગલામાં લઇ ગયો અને વૈદેહીએ છૂટવા માટે ઘણાં ધમપછાડા કર્યા રાક્ષસ જેવા વિપુલીયાનાં હાથમાંથી છૂટી ના શકી. શિવરાજે સીક્યુરીટી અને એનાં માણસોને સૂચના આપી કોઇ અંદર આવવું જ ના જોઇએ જે આવે એને પતાવી દેજો હું બધું સંભાળી દઇશ અને વિપુલ વૈદેહીને લઇને અંદર આવ્યો શિવરાજે અંદરથી બંગલો બંધ કરી દીધો.
વિપુલે અંદર જઇને ડ્રોઇગહોલમાં સોફા પર વૈદેહીને રીતસર ધક્કો મારીને ફેંકી અને બોલ્યો અહીં કોઇ આવી શકે એમ નથી. અને અંકલ તારાં સગા સસરા છે એ કહે એમજ તારે કરવાનું છે કોઇ ચૂ ચા કરી તો જીવતી જ નહીં રહે.
વૈદેહીને ખૂબ જ આશ્ચર્ય થઇ રહેલું કે આ બધું શું થઇ રહ્યું છે ? એણે વિપુલને કહ્યું "તું આટલો બધો નીચ હોઇશ ધાર્યુ નહોતું આતો સીનેમાંમાં બતાવે એનાંય વધુ નરાધમ તને લોકો છો હું મારાં વિધુની જ છું કોઇની નથી. મને કોઇ અડશો નહીં નહીંતર મારો મહાદેવ છોડશે નહીં.
શિવરાજે વૈદેહીને કહ્યું "તું સાઇટ પર તારાં યાર સાથે મઝા માણવા આવી હતી ત્યારથી તું મારી નજરમાં હતી અને તારાં યારે પેલાં નિરંજન સાથે ભળી જઇને અમને કરોડોનું નુકશાન કર્યું. અમને ધોળે દિવસે તારાં દેખાડ્યાં હતાં. તારો યાર એકવાર તો બચી ગયેલો હવે ના બચે.. એ અહીં આવ્યો તો એની લાશ જ બહાર જશે એ નક્કી.
વૈદેહી સાંભળીને ખૂબ જ ગુસ્સે થઇ "તું એને મારાં વિધુને કેવી રીતે ઓળખે ? વૈદેહી હવે તું તા ઉપર આવી ગઇ અને છેલ્લે પાટલે બેઠી. તમે લોકો મારાં વિધુને ઓળખતાં નથી.
શિવરાજે કહ્યું એણો જે બધાં કોન્ટ્રાક્ટ બંધ કરાવ્યા એ બધી જ કંપની મારી છે. અને વિપુલને બતાવીને કહ્યું આનો કાકો બાલુ એ મારો કઝીન ભાઇ જે કોન્ટ્રાક્ટર હતો બધુ બંધ કરાવ્યું અમારી ગુડવીલ રાતોરાત બરબાદ કરી અમારાં બધાં કામો પર અસર પડી પછી એને જીવતો મૂકીએ ? એ માંડ બચ્યો છે પણ હવે નહીં છોડું જો તને ભોગવવામાં વચ્ચે આવ્યો છે તો. તને ખબર છે ? મારો દીકરો તો નપુસંક છે પણ એનો બાપ મોટો ખુરાંટ છે તને પામી મારી પાસે રાખી આખું જીવન એ વિધુતીયા તું હું સળગાવી દેવા માંગતો હતો અને અમારી પેરવીમાં તારો બાપ આવી ગયો. તું આવી છઠ્ઠી છોકરી છું અમારાં માટે આ ઐયાંશી કોઇ નવી નથી. આજે હું તારી નથ ઉતારીશ.
ત્યારે વિપુલ વચમાં બોલી ઉઠ્યો મેં તને કહેલું ને કે નથ ચઢાવશે કોઇ ઉતારશે કોઇ.. એ આજે ખબર પડીને ? તારો યાર ગલ્લે મળેલો કેવો થઇ ગયો છે ? નશેડી તારાં વિરહમાં સાલો એમ જ મરી જાત પણ તેં લગ્નનો પ્લાન બધો બગાડી દીધો કંઇ નહીં હવે આજની રાત સુહાગરાત.
વૈદેહી મનમાં સમજી ગઇ કે આલોકોનો બધુ જૂનો પ્લાન છે વિધુને બધી રીતે બરબાદ કરવામાં મને પણ માધ્યમ બનાવી છે પણ એમ હું એ લોકોને સફળ નહીં થવા દઊં. વૈદેહીએ આમ તેમ નજર કરી.. ત્યાં શિવરાજ પર ફોન આવ્યો કે ગેટ પર કોઇ આવ્યું છે વૈદહીને છોડાવવા આ લોકો સમજી ગયાં કે વિધુત આવી ગયો છે.
શિવરાજે વિપુલને કહ્યું "જા તું અને એને આજે ખતમ જ કરી દેજે અધમુઓ કરીને અંદર લઇ આવજો અને વિપુલ બહાર ગયો અને શિવરાજ વૈદેહી પાસે આવે તે પહેલાં વૈદેહી દોડીને નીચે રુમ તરફ ભાંગી ત્યાં રૂમ ખોલીને અંદર જઇ અને દરવાજો બંધ કરે એ પહેલાં શિવરાજ એની પાછળ દોડ્યો અને દરવાજો બંધ ના કરવા દીધો વૈદેહી અંદરથી અને શિવરાજ બહારથી જોર લગાવતાં હતાં અને વૈદેહીએ અચાનક દરવાજો છોડી દીધો શિવરાજ ફોર્લમાં અંદર આવી ગયો અને વૈદેહી બહાર દોડી ગઇ.
વૈદેહી દોડીને કીચન તરફ ગઇ ત્યાં ચારો તરફ જોવા લાગી અને એનાં હાથમાં વજનદાર સાણસી આવી ગઇ એણે ચપ્પુ શોધવા પ્રયત્ન કર્યો પણ ના મળ્યુ જે હાથમાં આવ્યું એ લીધું.
શિવરાજ હસતાં હસતો એની પાછળ આવ્યો "સાણસી ? અને એણે વૈદેહીનો હાથ પકડવા પ્રયત્ન ક્યો હાથ છૂટી ગયો અને એનાં વાળ હાથમાં આવી ગયાં વૈદેહીએ જોરથી ચીસ પાડી..
વધુ આવતા અંકે - પ્રકરણ-53

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED