પ્રેત યોનિની પ્રીત... - 35 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પ્રેત યોનિની પ્રીત... - 35

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-35
વિધુ અને વૈદેહી અંધેરી વેસ્ટ સ્ટેશન મળ્યાં ત્યાંથી જ વિધુએ હોટલમાં રૂમ બુક કરી વૈદેહીને લઇને ગયો. બંન્ને જણાંએ ત્યાં પ્રેમ કર્યો. પ્રેમ અવસ્થામાંજ વૈદેહીની મંમીનો ફોન આવ્યો સ્વાભાવિક રીતે પ્રશ્ન કર્યો વૈદેહી તું ક્યાં છું ? વૈદેહીએ કહ્યું હમણાં ભીડમાં છુ પછી ફોન કરું એમ કહીને પરાકાષ્ઠામાં આરે આવેલાં પ્રેમ મૈથુનને રોકી ના શકી ફોન બાજુમાં મૂકીને એ વિધુમાં સંપૂર્ણ પરોવાઇ ગઇ અને સંતૃપ્તી કરી લીધી. પ્રેમ મૈથુન વખતે પ્રેમાલાપ-આહ... વિધુ માય લવ.. આઇ લવ યુ વિધુ આ બધાં ઉદગારો એણે બોલ્યા હતાં જે એનાં ફોનમાં સ્પષ્ટ સંભળાઇ રહ્યાં હતાં.
વૈદેહીનાં ગયાં પછી વૈદેહીની મંમી તરુબહેને વિચાર્યુ વૈદેહી બહાર જ નીકળી છે તો એની સાથે ચા-સાંકર મંગાવી લઊં બધાં ખૂબ મહેમાનની અવરજવરમાં ખૂટી પડે એવાં હતાં. એમણે વૈદેહીને ફોન કર્યો એવાંજ સમયે જ્યારે વૈદેહી વિધુ સાથે.. સુખ માણી રહી હતી. એનાં ઉદગારો સ્પષ્ટ કરતાં હતાં કે એ કઇ અવસ્થામાં હતી.
વૈદેહીએ માં નો ફોન ઊંચકી કહ્યું "માં અત્યારે ભીડ છે પછી ફોન કરું પણ ફોન કટ કરવો ભૂલી ઉત્તેજના માં ફોન બાજુમાં ફેકાયો. તરુબહેને એવું સાંભળી કહ્યું હાં પછી યાદ કરીને કરજો.. એવું બોલ્યાં ત્યાં પાછળ જે એમને વૈદેહીનો અવાજ સંભળ્યો.. એય વિધુ લવ યુ.. લવ મી આહ.. આહ પ્લીઝ.. લવ મી.. આવાં ઉદગારો સાંભળીને તરુબહેનને જબરજસ્ત આધાત લાગ્યો એમનાં ચહેરાંના હાવભાવ બદલાઇ ગયાં.. આધાતનાં માર્યા વાચા હરાઇ ગઇ દૂરથી એમનાં વર મહેશભાઇ જોઇ રહેલાં. તરુબહેન હાવભાવ જોઇ ઉભા થઇ એમની પાસે આવ્યાં અને પૂછ્યું તરું શું થયું ? કોનો ફોન છે ? તેં કર્યો ? શું થયુ ? તરુ બહેન ચમક્યા તરત જ ફોન કટ કરવા ગયાં ત્યાં સામેથી જ ફોન કટ થઇ ગયો. એમણે હાંશ કરી.
એમણે વૈદેહીનાં પાપાને કહ્યું "અરે... કંઇ નહી કંઇ નહીં આ મુંબઇનો ઉકળાટ સાચેજ હું તો અહીં કંટાળી છું હવે ક્યારે ઘરે જવાશે ?
મહેશભાઇ સમજી ગયાં કે તરુ વાત બદલે છે એમણે બધાની હાજરીને ધ્યાનમાં રાખી ચૂપ રહ્યાં અને ઉભા થઇને પાછાં એમની જગ્યાએ આવીને બેસી ગયાં. પરંતુ મનમાં ગાંઠ વળી ગઇ કે નક્કી તરુ કોઇ સાથે વાત કરતી હતી અને એ પણ વૈદેહીને લગતી જ વાત છે... વૈદેહી ઘરમાં નથી કંઇક ચોક્કસ રંધાયુ છે કંઇ નહીં પછી વાત.
તરુબેહન માંડ સ્વસ્થ થયાં બધી જ વાતો જે સાંભળી હતી એ ઉદગાર બધુ ગળી ગયાં બધાં બેઠાં હતાં ત્યાં આવીને બેસી ગયાં હવે વૈદેહીની રાહ જ જોવાની હતી. અહીં બધાં બૈરાં બેસીને ભજન અને કૃષ્ણધૂન ગાઇ રહેલાં પણ તરુબેહન ચિત્ત ક્યાંય લાગતું જ નહોતું એમને વૈદેહીનાં જ વિચાર આવી રહેલાં.. અહીં મુંબઇમાં એ કોની સાથે ગઇ હશે ? વિધુ વિધુ બોલતી હતી ? એ અહીં ક્યાંથી હોય ? કંઇક ગરબડ છે આ છોકરી છતે જીવે કૂવો પુરાવશે. કંઇ નહીં ઘરે પાછી આવવા દે પછી એની વાત છે.
મહેશભાઇની ધીરજ ના રહી એ પાછા ઉભા થઇને બહાર લોબી તરફ નીકળ્યાં અને એમણે વૈદેહીનાં મોબાઇલ પર રીંગ મારી. પહેલી જ રીંગે વૈદેહીએ ફોન ઉઠાવ્યો. હાં પાપા શું થયું ? હું લીફ્ટમાં જ છું ઘરે જ આવું છું એમ કહીને ફોન કટ કર્યો. મહેશભાઇને શાંતિ થઇ નાં વૈદેહીતો આવી જ છે.
વૈદેહીનાં હૃદયમાં ખૂબ જ ગભરાટ હતો. મંમીએ બધુ સાંભળ્યું હશે ? શું થશે ? કંઇ નહીં સાંભળ્યું હશે તો હું શું કરવાની ? જે થશે થવાનું હશે એ એમ મનમાં વિચાર કરતી કરતી ઘરમાં પ્રવેશી.
ઘરમાં પ્રવેશી ડ્રોઇગરૂમમાં બધાં બેઠેલાં હતાં એ બધાને વટાવી છેલ્લા રૂમમાં જતી રહી હાથમાં થેલીઓ હતી બધાને ખ્યાલ આવી ગયો કે ખરીદી કરીને આવી છે.
તરુબહેન ઉભા થઇને વૈદેહીની પાછળ પાછળ જ એ રૂમમાં ગયાં અને તરત જ પ્રશ્ન કર્યો ? વૈદેહી તું ક્યાં હતી ? મેં તને ફોન કર્યો ત્યારે ? કોની સાથે હતી ? શું કરતી હતી ? તને કંઇ લાજ શરમ છે હું ફોન કરુ છું પછી ફોન કટ કરવાની પણ તસ્દી નથી લેતી નાલાયક ? આટલી બધી આગળ વધી ગઇ છે ? તારી માં ને ડફોળ બનાવે છે ? કોણ હતુ તારી સાથે ? શું ખરીદી કરી લાવી ? ખરીદી કરવા ગઇ હતી કે લાજ લૂંટાવવા ? કોણ હતું તારી સાથે ? જે જવાબ આપે સાચાં આપજે. તારાં બાપથી તો મેં તને બચાવી લીધી છે પણ મારી પાસે જૂઠુ નહીં બોલી શકે તારાં છીનાળાનાં અવાજ મેં મારાં કાને સ્પષ્ટ સાંભળ્યાં છે.
વૈદેહી બે મીનીટ ચૂપ જ થઇ ગઇ એની જીભ જ જાણે સીવાઇ ગઇ હતી એને ખબર પડી ગઇ કે માં એ બધું સાંભળ્યું જ છે અને બધી જ જાણ થઇ ગઇ છે એણે વિચાર્યું હવે છૂપાવવાનું કે જૂઠુ બોલવાનો કોઇ અર્થ નથી.
એણે કહ્યું "માં હું તને જે કહીશ સાચું જ કહીશ બીલકુલ ખોટું નહીં બોલુ.. તું મારી માં છે હું તને જ કહી શકું જે કહેવું હોય એ પણ તું ધીમેથી બોલ.
ડ્રોઇગ રૂમમાં મહેશભાઇ આ લોકોને અંદરનાં રૂમમાં જતાં જોઇ રહેલાં પણ હવે ડ્રોઈંગરૂમ ભરાઇ ગયેલો ભજન ચાલુ હતાં. ઉઠીને અંદર અવાય એવું હતું નહીં એટલે સમસમીને બેસી રહ્યાં.
વૈદેહીએ માં ને કહ્યું "માં હું ખરીદી કરવા માટે જ નીકળી હતી પણ મને વિધુત મળી ગયો અમે મળવાનું નક્કી જ કરેલું એ એની કંપનીનાં કોઇ કામે આવેલો.. પછી અમે અંધેરી એક.. પછી ચૂપ થઇ ગઇ આગળ બોલાયુ નહીં એટલે તરુબહેને કહ્યું પછી તમે લોકો મળ્યાં.. કોઇક ઠેકાણે ગયાં અને ત્યાં.. તેં તારી લાજ લૂંટાવી દીધી એમજ ને ?
તને ભાન છે તારી સગાઇ કરવા તારો બાપ સારો છોકરો શોધવા આકાશ પાતાળ એક કરે છે અને તું ? મારો જ વાંક છે મેં જ તને બધામાં સાથ આપ્યો.. હવે તું પેલાં વિધુ પાસે મોં કાળુ કરાવી આવી.. તેં મારો વિશ્વાસ તોડ્યો છે.
વૈદેહીએ કહ્યું "માં હું વિધુને પ્રેમ કરું છું અને બંન્ને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ.. હું લગ્ન પણ ફક્ત વિધુ સાથે જ કરીશ. બીજા બધાં જ મારાં માટે ભાઇ-બાપ બરાબર છે આ મારો નિર્ણય અફર છે અમે લોકો સંબંધમાં ખૂબ જ આગળ વધી ગયાં છીએ અમે લોકો સોમનાથ પણ સાથેજ ગયેલાં અમે બે જ જણાં ગયેલાં ત્યાં ગાંધર્વ લગ્ન પણ કરી લીધાં છે. અહીં આવો શોકનો પ્રસંગ બની ગયો નહીંતર આજકાલમાં વિધુનાં પેરેન્ટસ આપણાં ઘરે મારો હાથ માંગવા અને શુકનનું પડીકું આપવા આવવાનાં હતાં. માં મેં જે હતું બધુ જ સત્ય તારી પાસે કહી દીધું છે.. મેં કંઇજ છૂપાવ્યુ નથી અને હું લગ્ન વિધુ સાથે જ કરીશ. એમાં કાઇ જોવા જેવું નથી ખૂબ સારો છોકરો છે તું જાણે જ છે હવે તો એની ખૂબ સારી નોકરી પણ લાગી ગઇ છે. હું ઇચ્છું છું કે માં તુંજ પાપાને વાત કરી દે અમારી.. માં હું ભાગીને લગ્ન કરવા નથી ઇચ્છતી. વિધુ જ ના પાડે છે. એવી રીતે લગ્ન કરવા અંગે ... હવે માં તારાં હાથમાં બધી જ વાત છે.
માં દિકરી વાતો કરતાં જતાં હતાં અનેબંન્નેની આંખોમાંથી આંસુ સરી રહ્યાં હતાં ધુસ્કે ને ધુસ્કે બંન્ને રડી રહેલાં. કોણ કોને શેના માટે સાંત્વન આપે એ સમજાતું નહોતું.
તરુબહેન સ્વસ્થ થયાં પછી વૈદેહીની સામે જોઇ રહ્યાં અને પછી જોરથી એક તમાચો મારી દીધો અને બોલ્યાં "તારી પસંદગી સુધીની વાત સમજી શકાય છે તમે લોકો છાનામાના મળતાં હશો ફરો જુદી વાત છે પણ તમે સોમનાથ જઇ ગાંધર્વ લગ્ન કરી લીધાં ? આટલો બધો દગો અમને લોકોને આપ્યો ?
આજે મને એવું પણ જાણવા મળે છે...તારાં એની સાથેનાં શરીર સંબંધમાં ડાયલોગ.. એ સીસકારા એ અવાજ મારે સાંભળવાનાં ? એ પણ કોઇ રીતે લૌકીક રીવાજ-લગ્ન પહેલાં ? તને શરમ ના આવી કોઇને શરીર સોંપતા ?
એટલી બધી હલકી અને છીછરી થઇ ગઇ કે માતાપિતાની સંમતિનાં લગ્ન પહેલાં તેં શરીર સંબંધ બાંધી દીધા ? તને એકવાર વિચાર ના આવ્યો કે તું ક્યાં કટુંબની છે ? કયા સંસ્કાર છે ? મને તારાં ઉપર કેટલો વિશ્વાસ હતો ? તેં મારો વિશ્વાસ તોડી સારુ નથી કર્યું. હવે સાંભળી લે.. હવે તારો બાપ જ્યાં કહેશે. ત્યાં સંબંધ કરવા પડશે.. એવાં સંસ્કાર વગરનાં વિધુત સાથે તો નહીંજ પરણાવું.. લગ્ન પહેલાનાં સંબંધો ? એમાં સંસ્કાર લજવ્યા તમે બંન્નેએ...
વધુ આવતા અંકે ---પ્રકરણ-36