પ્રેત યોનિની પ્રીત... - 32 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેત યોનિની પ્રીત... - 32

પ્રેત યોનીની પ્રીત
પ્રકરણ-32
નિરંજન ઝવેરીએ વિધુને મુંબઇ હીરાનાં વેપારી પાસે કાલે સવારે ગાડી અને ડ્રાઇવર લઇને જવા માટે કહ્યું. કામ સમજાવ્યું ઘરેથી 10 લાખ રોકડા લઇને જવાનાં છે પાર્ટીને મેં વાત તારી બધી કરી દીધી છે તારો ફોટો-ફોન નંબર જે જરૂરી બધીજ તારી ડીટેઇલ્સ પહોંચી ગઇ છે.
વિધુએ કહ્યું કામ પતાવીને હું થોડો મારાં માટે સમય કાઢી શકું ? નિરંજન ઝવેરી જાણે સમજી ગયા હોય એમ બોલ્યાં ઓહ તારે શોપીંગ કરવું છે ? કરી લેજે એ પણ કંપનીનાં ખર્ચે અને એ સમયે હીરા ડ્રાઇવર ગુણવંત પાસે રાખી લેજે. ગુણવંત ખૂબ જૂનો અને જમાનાનો ખાધેલો વિશ્વાસુ ડ્રાઇવર છે એટલે નિશ્ચિંત રહેજે. વિધુ જવાનાં વિચાર સાથે ઘણાં બીજાં વિચારોમાં જાણે ઉતરી ગયો.. એણે ઓકે થેંક્યુ સર કહી નીકળી ગયો નિરંજન ઝવેરી બોલતાં રહ્યાં કે કાલે સવારે નાસ્તો ઘરે કરજે પણ વિધુ ધૂનમાં નીકળી ગયો. જમાનાના પારખુ શેઠ સમજી ગયાં કે એ કોઇ બીજા જ વિચારોમાં છે.
વિધુ ઓફીસની બહાર નીકળ્યો બાઇક સ્ટાર્ટ કરતાં પહેલાં જ એણે વૈદેહીને મેસેજ કર્યો કે તું સમય કાઢીને તુરંત મને ફોન કર અરજન્ટ કામ છે. અને કાનમાં ઇયર ફોન લગાવીને બાઇક સ્ટાર્ટ કરી નીકળ્યો. નીકળતાં અને ડ્રાઇવ કરતાં મનમાં પેલાં ધમકી ભર્યાનાં ફોનનાં વિચારો પણ આવ્યા કે કોણ હશે ? જે હશે એ જોયું જશે.. ધમકી આવે કદાચ હું ડરી જઊં પણ હું કંઇ ડરવાનો નથી અને ત્યાં વિચાર ભંગ થયો અને વૈદેહીની રીંગ આવી એણે ચાલુ બાઇકે ફોન રીસીવ કર્યો.
વૈદેહીએ કહ્યું "કેમ વિધુ શું થયું અચાનક શું તને અરજન્ટ કામ પડ્યુ ? હજી મારે અહીં થોડાં દિવસ થશે જરૂરી વિધી પતે ત્યાં સુધી રોકાવું પડશે.
વિધુએ કહ્યું "પ્હેલાં મને સાંભળ.. હું કાલે સવારે શેઠનાં કામે ઝવેરી બજારમાં આવવાનો છું એમનો જ ડ્રાઇવર અને કાર લઇને એમનું ખાસ કામ પતાવવા માટે. તું પ્રીપેર રહેજે ઝવેરી સરનું કામ પતાવીને તુરંત તને મળી શકાય એટલે અરજન્ટ ફોન કરવા કીધું.
વૈદેહી એકદમ જ ખુશ થઇ ગઇ... અરે વાહ... પછી પાછી ઉદાસ થઇને બોલી પણ.. હું શું બહાનું કરીને નીકળું ? પછી બોલી કંઇ નહીં વિધુ હું મંમી સાથે વાત કરી લઊં છું હું તું મને થોડું વહેલાં જણાવજે હું એ પ્રમાણે કંઇ પણ કરીને નીકળીને તને મળીશ. એય લવ યું મારાં લુચ્ચા મસ્ત ગોઠવ્યું હાશ... કેટલાય દિવસો વિતી ગયાં હોય એવું લાગે છે. હવે તને કાલે જોઇશ મળીશ એટલી હાંશ અને દીલને ધરાવો થશે મારાં વિધુ...
વિધુએ કહ્યું" મારી મીઠડી મને શેઠે જેવું કીધું મુંબઇનું કામ છે બીજી જ ક્ષણે આનંદથી મન નાચી ઉઠ્યું કે તને મળાશે ખૂબ ખુશ થઇ ગયો. કામ પતાવીને આપણાં માટે સમય પણ માંગી લીધો. એ સમજ્યાં કે મારે કંઇ શોપીંગ કરવુ છે. મેં તક ઝડપી જ લીધી... કાલે મળીશું આપણે જો માંબાબા વિરહમાં પણ કેવું ગોઠવી આપે છે કેમ ? ચલ હું ઓફીસથી ઘરે જઊં છું ઘર નજીક છે કાલે વાત કરીશું કે રાત્રે ફોન કરું ?
વૈદેહી કહે "ના રાત્રે કંઇ મેળ નહીં પડે પ્લીઝ બધાં સગાવ્હાલાથી ઘર ભરેલું છે કાલે જ વાત કરીશું પણ મેસેજ લખજે ચેટ તો કરીશું જ. બાય માય લવ. ટેઇક કેર.. વિધુએ પણ કીસીનો બૂચકારો બોલાવીને બાય કહીને ફોન કાપ્યો.
વિધુ ઘરે પહોંચ્યો અને જાળી ખોલીને જોયું તો ઘરમાં ટેન્શનવાળું વાતાવરણ જોયું માં એ વિધુને જોતાં જ કહ્યું આવી ગયો બેટા ? બધુ બરાબર છે ને ?
વિધુએ કહ્યું "પણ તમે આમ ચિંતામાં કે ગભરાયેલાં કેમ છો ? શું થયું ? પાપા આવી ગયાં કામથી ? ક્યાં છે ?
માંએ કહ્યું "એ હજી નથી આવ્યાં આવતાં જ હશે પણ દીકરાં બપોર પછી ખબર નહીં કોઇનાં ધમકી ભર્યા ફોન આવે છે ? તારાં માટે પૂછતાં હતાં.. શું થયું છે ? કોણ ફોન કરે છે ? કોની સાથે દુશ્મનાવટ કરી છે તે ?
માં માં... કેમ આટલી ગભરાય છે ? વિધુએ કહ્યું "અરે આવવા દેને... આજે મેં સુપરવાઇઝરની ચોરી પકડી પોલીસ ભેગો કર્યો છે એનાં રીએક્શન છે પણ હવે ફોન નહીં આવે ચિંતા ના કર. ચલ ચા પીવરાવ હું ત્યાં સુધી ફ્રેશ થઇને આવું છું..
વિધુ ઉપરનાં માળે એનાં રૂમમાં આવી પહેલાં સીધો જ એને જે નંબરથી ધમકી ભર્યો ફોન આવેલો એ નંબર પર રીંગ કરી સામેથી ક્યાંય સુધી ફોન ઉપડ્યો નહીં... પછી બીજીવારે રીંગ મારી ત્યારે ઉંચક્યો..કોણ છો તમે ? કેમ ફોન કર્યો ? એવું સામે વાળાએ પૂછ્યું.. વિધુને લાગ્યું કે આ અવાજ ક્યાંક સાંભળેલો છે.. એ યાદ કરી રહ્યો મનન કરી રહ્યો. પછી પેલાને વધુ બોલવા પ્રેર્યો અને કહ્યું "કેમ અલ્યા તારું છટક્યું છે ? મારાં ઘરે મારી માં ને ધમકી ભર્યા ફોન કરે છે ? હવે તારો ઘડો લાડવો ભરાઇ ગયો છે.. તું મારાં હાથમાં આવ્યો તો તારું... હજી આગળ બોલે પહેલાંજ પેલાએ ફોન કાપી નાંખ્યો... વિધુ વિચારમાં પડી ગયો આ કોણ હતું ? કોના જેવો અવાજ હતો ? પહેલીવાર ફોન આવ્યો ત્યારે કોઇ બીજો જ માણસ ધમકી આપ્તો હતો. હવે ફરીથી ફોન આવે ત્યારે વાત...
*****************
વહેલી સવારે ઉઠી વહેલાં વિધુ તૈયાર થઇ ગયો રાત્રે માં પાપા સાથે વાત થઇ ગઇ હતી કે શેઠનાં કામે મુંબઇ જવાનું છે ઘર માટે કંઇ લાવવું છે વગેરે પૂછી લીધું હતું. માં એ કહ્યું "દીકરા કંઇ લાવવાનું નથી સાચવીને જજે આવજે. જોખમ સાથે હશે એટલે.. વિધુ કહે માં ચિંતા ના કરો. જેવો ધંધો હોય એવાં કામ હોય ચિંતા કરે નહીં ચાલે..
માં કહે ઠીક છે બેટાં.. પછી બોલ્યાં મુંબઇથી હલવો લઇ આવજે. અહીં મળે છે પણ ત્યાંના જેવો નહીં.. વિધુએ હસતાં હસતાં કહ્યું ચોક્કસ માં... પછી કીધું શેઠે કહેવા ના પાડેલી કે ઘરે પણ ના કહેતો તું મુંબઇ જાય છે..પહેલીવાર હતું કહેવાઈ ગયું..પણ તમે કોઈનેય કોઈ રીતે કે ફોન આવે કંઈજ ના કહેશો પ્લીઝ..અને એ માં પાપાનાં આશીર્વાદ લઇને ઘરેથી નીકળી ગયો.
નિરંજન ઝવેરીનાં બંગલે પહોચી ગયો. પહેલી જ વાર ગયેલો. વિશાળ બગીચાવાળો મોટો બંગલો જોઇને ખુશ થઇ ગયો. સીક્યુરીટી જાણે જાણતો જ હોય એમ વિધુને કહ્યું "જાવ સર રાહ જુએ છે. વિધુ અંદર ગયો. બહાર શુઝ કાઢીને જોયું ડ્રોઇગરૂમમાં શેઠ રાહ જોતાં બેઠાં છે એમણે વિધુને કહ્યું" ચાલ ભાઇ પહેલાં ચા નાસ્તો ભરપેટ કરી લે પછી બાકીનું તૈયાર છે તું અને ગુણવંત નીકળો. વિધુ કંઇ બોલવા જાય પ્હેલાંજ બોલ્યાં તું ભલે ચા દૂધ પીને આવ્યો હોય પરંતુ અહીં બધું જ તૈયાર છે અને તારાં ભાગનો નાસ્તો કોણ ખાય ? અહીં મારાં અને શેઠાણી સિવાય કોઇ છે નહીં.. એમ કહી મ્લાન ચહેરે હસવા લાગ્યાં.
વિધુને એમનાં હાવભાવ કળાયા નહીં પણ લાગ્યું કે ક્યાંક અંદર દુઃખ છે. પછી બંન્ને જણાએ સાથે ચા નાસ્તો કર્યો શેઠાણીએ પણ મહારાજ હોવા છતાં આગ્રહ કરીને નાસ્તો કરાવ્યો પછી શેઠે 10 લાખ બતાવી ચેક કરાવી બેગ આપીને કહ્યું આ તારે ત્યાં પરીમલ શેઠને આપવાનાં છે અને તેઓ જોઇ હીરાનું પડીકું આપે તે લઇને આવવાનું છે સાવધ રહેવાનું ચકાસીને લેવાનું ત્યાંથી જ મને ફોન કરવાનો વાત કરાવવાની એટલે ચિંતા નહીં પછી જ ત્યાંથી નીકળવાનું એ પછી એમણે એક નોટોની થપ્પી આપીને કહ્યું "આ તારાં માટે રસ્તામાં કંઇ જરૂર પડે કે શોપીંગ કરે કોઇ જ સંકોચ વિના વાપરજે અને તારો સમય લેજે. પણ કામ નિપટાવ્યા પછી જ. ગુણવંત તારી સાથે જ રહેશે.
વિધુએ સંકોચ સાથે પૈસા લઇ લીધાં. અને બેગ લઇ લીધી જોઇ ચેક કરીને પછી શેઠ શેઠાણીને પગે લાગીને નીકળ્યો. ગુણવંત બહાર પાર્કીંગમાં રાહ જોતો બેઠો હતો.
નિરંજન ઝવેરીએ કહ્યું "બેસ્ટ લક... આ તારું પહેલું જ ડીલ છે સાવધાની થી કરજે મને સંપૂર્ણ ભરોસો છે એટલે જ તને મોકલી રહ્યો છું.
વિધુએ કહ્યું "નિશ્ચિંત રહેજો હું કામ બરાબર પુરુ કરીને આવી જઇશ વચ્ચે સમય વધુ નહીં બગાડું રાત્રી સુધીમાં તો પાછો આવી જઇશ.. અને નિરંજન ઝવેરી વિધુને કારમાં બેસતો જોઇ રહ્યાં ગાડી પાર્કીંગમાંથી મુંબઇ જવા નીકળી ગઇ...
****************
બાબા અઘોરનાથ માનસમાં શરીરમાં પરકાયા પ્રવેશની વિધીથી અંદર એનાં જીવ સાથે પરોવાયાં હતાં. એમણે મનસાની સામે જોઇને કહ્યું "વૈદેહી હવે તું એક એક પળ તારી જણાવજે અને આ માનસ એટલે કે વિધુ તને જણાવશે આજે બધાંજ ખૂલાસા થઇ જશે હવે હું વિધુ પાસે બધુ જ બોલાવીશ તને પણ પૂછીશ સત્ય જ કહેજે...
વધુ આવતા અંકે - પ્રકરણ-33