Pret Yonini Prit... - 56 books and stories free download online pdf in Gujarati

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-56

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-56
વૈદેહી અને વિધુનું અકાળે કરુણ મોત થયુ હતું ? નિરંજન ઝવેરીએ બાકીની વિધી પતાવી... વિધુનાં માતાપિતાને શું જવાબ આપીશ ? એમની ચિંતા ઘેરાઇ ગઇ. પોલીસે બંગલાનો કબજો લીધો ઝીણવટથી તપાસ માટે એમાં કોઇ છેડછાડના થાય એ માટે બંગલો સીલ કરી દીધો.
સીક્યુરીટી, શિવરાજનાં પહેલવાન બધાં જ સ્ટાફને એરેસ્ટ કરીને સાથે લઇ જઇને આખું ફાર્મ હાઉસ સીલ કરી દીધુ બધાંજ નીકળી ગયાં બહાર અને બંગલાની અંદર ચીસો સંભળાવા લાગી ભયાનક ચીસોથી આખો બંગલો ધ્રૂજી ઉઠ્યો.
ફાર્મહાઉસ લોક કરીને બહાર નીકળેલાં ઇન્સપેક્ટર સિધ્ધાર્થને બંગલામાં તીણી અને ભયાનક દર્દભરી ચીસો સંભળાઇ અને એણે જીપ ઉભી રખાવી અને ઇન્સપેક્ટરને કહ્યું દરવાજા ફરી ખોલો બંગલો તપાસવો પડશે આમાં આટલી ચીસો કેમ સંભળાય છે ?
ઇન્સપેક્ટર દયાલે કહ્યું "સર મેં આખો બંગલો તપાસ્યો છે ક્યાંય કોઇ નથી તમને ચોક્કસ ભ્રમ થયો છે.
ત્યાંજ ફરીથી ચીસોનાં અવાજે બધાને ભયથી થરથરાવી દીધાં. સિધ્ધાર્થે કહ્યું "મેં કીધુને સંભળાય છે ચીસો ? પહેલા મારે મારી નજરે જોયુ છે.
ઇન્સપેક્ટરે ગભરાતા ગભરાતાં કહ્યું "સર મારી એક રીકવેસ્ટ છે.. મેં આખો બંગલો ચેક કર્યો છે. એક એક રૂમ ગેરેજ, કમાઉન્ડ, કેબીન બધુ જ કોઇ નહોતુ મને ચોક્સ વ્હેમ છે કે પેલી છોકરી મરેલી મળી એનો આત્મા જ રખડે છે એની ગતિ નથી થઇ એ આત્મા જ અંદર ભટકે છે.
"સર, પ્લીઝ અંદર જવાનો આગ્રહ છોડી દો નથી જોવુ આપણે. સિધ્ધાર્થે કહ્યું "તું ક્યા જમાનામાં જીવે છે ? આવુ કશુ જ ના હોય.. હું નથી માનતો. ત્યાંજ નિરંજન ઝવેરીએ કહયું સર... વિધુ વૈદેહીની લાશ મારી ગાડીમાં છે અને આ લોકો.. તમે ખાત્રી કરવી હોય કરી આવો પણ...
સિધ્ધાર્થે કહ્યું "થોડુંક રોકાઇ જાવ હું જોઇને આવુ છું નિરંજન ઝવેરી વિધુ અને વૈદેહીની લાશ સામે જોઇ રહ્યાં જાણે હમણાં બોલી ઉઠશે એવુ લાગે વિધુનો લોહી દદડી લાલ થયેલો ચ્હેરો આંખો બંધ હતી. અને વૈદેહીનો અસહ્ય પીડાથી ખેંચાયેલો ચહેરો. એની આંખો ખૂલ્લી હતી અને ડરામણી આંખોમાં જાણે ડર સમાઇ ગયેલો વકાયેલા હોઠ પીડાની સાથી પૂરી રહેલાં અને ખેંચાઇ ગયેલુ હતું.
ઇન્સપેક્ટર ચીફ સિધ્ધાર્થ સીલ તોડાવી ફરીથી બંગલો ખોલાવ્યો અને ઝીણવટથી જોવાનું શરૂ કર્યુ સાથે આવેલો ઇન્સપેક્ટર અને હવાલદાર ખૂબજ ગભરાતો ગભરાતો જોઇ રહેલાં. દરેક રૂમ, રસોડુ, બાલ્કની, કેબીન બધુ જ જોયુ ઉપરનાં માળે આવેલાં રૂમ, અગાશી ક્યાંય કોઇ નહીતું જ. સિધ્ધાર્થે કહ્યું "દયાલ અહીં તો કોઇ જ નથી તો આપણે ચીસો કોની સાંભળી ? અહીં શું થઇ રહ્યુ છે ?
દયાલે કહ્યું "સર મારું કહુ માનો મને આ બધી શક્તિઓની ખબર છે ચોક્કસ પેલી છોકરીનો આત્માં અવગતે છે અહીંજ ભટકે છે એ જ્યાં સુધી બદલો નહીં લે એની ગતી નહીં થાય. સર ચાલો આપણે બહાર નીકળી જઇએ આનાં સાહસ ના થાય. આને કોઇ પહોચી નહીં વળે.
હજી અહીં વાત ચાલે છે ત્યાંજ પોલીસની વાનમાં રહેલાં માણસો નીચે ઉતરી ગયાં. નિરંજન ઝવેરીની મોટી ગાડીનાં પાછલી સીટ પર સૂવાડેલાં વિધુ વૈદેહીનાં દેહ ઉછળીને નીચે પડ્યાં અને વિધુનાં શબ પર વૈદેહીનો દેહ આવીને પડ્યો અને ભૂંકપ આવ્યો હોય એવો ઝટકો અનુભવ્યો અને ગાડી આખી ઉછળી.
નિરંજનભાઇ અને માણસો નીચે ઉતરી ગયાં અને સિધ્ધાર્થને બૂમ પાડી.. સર... બચાવો બચાવો અહીં કંઇક થઇ રહ્યુ છે કોઇને કંઇ સમજાઇ નહોતું રહ્યું.
સિધ્ધાર્થ બંગલાની બહાર નીકળે એ પહેલાંજ મુખ્ય દરવાજો બહારથી બંધ થઇ ગયો. સિધ્ધાર્થને હવે અચરજ થયું અને પહેલીવાર ગભરાયો.
એણે કહ્યું "કોણ છે ? કોણ દરવાજે બંધ કર્યો ? ખોલો દરવાજો કોણ છે ?
કંઇજ જવાબના આવ્યો. પણ દરવાજો ના ખૂલ્યો. સિધ્ધાર્થે હવાલદાર અને દયાલની મદદથી દરવાજો ખોલવા પ્રયત્ન કર્યો પણ ખૂલ્યો જ નહીં. બધાએ બંદૂકનાં કૂંદા અને લાતો મારી.. પછાડયા પણ ના જ ખૂલ્યો.
સિધ્ધાર્થે હવે દયાલની વાત સાચી લાગવા લાગી હવે એને પોતાને અનુભવ થઇ રહેલો. એણે ક્હયું કોણ છે ? કોણ છે અહીં ? શા માટે દરવાજો બંધ કર્યો કોણ છો તમે ? પ્લીઝ જવાબ આપો.
સિધ્ધાર્થ બોલી રહ્યો પછી થોડીવાર એકદમ જ શાંતિ પથરાઇ ગઇ.. બહારથી બોલવાના અવાજ આવી રહેલાં અને અચાનક મોટેથી હસવાનો અવાજ આવ્યો અને આવું વિકરાળ હાસ્ય પહેલીવાર સાંભળ્યુ હતું.
"એય ઇન્સપેક્ટર મારાં વિધુને પણ આ લોકો ગાડીમાં નાંખ્યો છે.. મને ખબર છે એ ક્યાં ગયો છે પણ એને પણ અહીં મારી પાસે આવવુ પડશે. પણ તારે એનાથી કોઇ મતલબ નથી તને સોંપુ છું એક કામ એ પુરુ કર તો જ આ દરવાજો ખુલશે નહીંતર કદી નહીં ખુલે.
સિધ્ધાર્થને આ અગમ્ય ભયાનક વાણી સાંભળી ડર સાથે નવાઇ લાગી.. એણે હવે પોતાને જ સાક્ષાત અનુભવ થયો એટલે વિશ્વાસ પડ્યો જ એણે કહ્યું "બોલો તમારુ શું કામ છે ? મારી શક્તિમાં હશે હું ચોક્કસ કરીશ પણ આપ કોણ છો ? અહીં કેમ છો ? શું જોઇએ છે ?
સામે જવાબમાં પ્રેત ખડખડાટ હસ્યુ. અરે આટલાં સવાલ ? મારી પીડા અસહ્ય છે મારી પાસે સમય નથી મને શારીરીક અને આત્માની ખૂબ પીડા છે મને મારાં પ્રેમને બરબાદ કરનાર પેલા શિવરાજ અને વિપુલને અહીં હાજર કર મારે એ લોકોનો બદલો લેવાનો છે મારો વિધુ મારા પર શંકા કરીને જીવ છોડી ગયો મારે એને જવાબ આપવો છે અને એને જવાબ આપું એ પહેલાં મારે આ જીવતાં શેતાનો -પિશાચોનો બદલો લેવો છે હવે આગળ વાર્તા કર્યા વિના એલોકોને પાછા બોલાવ. હાજર કર પછી જ આ દરવાજો ખૂલશે.
સિધ્ધાર્થે કહ્યું તમે વૈદેહી છો ? તમારું મૃત શરીર તો હજી બહાર ગાડીમાં છે અને તમે.. આમ વાત કરો છો ? આ કઇ સૃષ્ટિ છે આ કુદરતનો કેવો ન્યાય છે ?
વૈદેહીએ કહ્યું "હું વૈદેહી હતી હવે હું એક આત્મા જ છું મારો વિધુ મારો પ્રેમી.. એનો પણ આત્મા બદલો લેવા મને નફરત કરતો નીકળ્યો છે મને પાપીણી સમજે છે મારી પાત્રતા મેં અભડાવી સમજે છે. એ પણ અવગતે છે મને ખબર છે પણ એનો જીવ એનાં માંબાપ હતો એ ત્યાં ગયો છે અમારાં બંન્નેની લાશ ગાડીમાં પડી છે હું વિધુને બોલાવીશ અહીં એ પિશાચો પાસે....આટલુ બોલીને મોટે મોટેથી આક્રંદ કરવા લાગી એનાં ડુસવાનાં આખા બંગલામાં પડધા પડી રહેલાં...
વાતાવરણ ખૂબ ભયાનક બની રહેલુ અત્યાર સુધી હિંમત બતાવી રહેલો સિધ્ધાર્થ પણ ગભરાઇ રહેલો એણે કહ્યું "વૈદેહી તારી પીડા મને સમજાય છે અને તારું અપરાધીઓને હુ સખ્ત સજા અપાવીશ. મારું વચન છે એ લોકોને તો દવાખાનામાં દાખલ કરેલાં છે.. પણ હું એમને જરૂરથી આકરી સજા અપાવીશ.
વૈદેહી હમણાં અમને અહીંથી જવા દે અને કાયદીક વિધી પતાવી લઇએ તમારાં શબ તમારાં કુટુંબીજનોને સોંપવાનો છે.. એ લોકોને જાણ કરવાની છે તમારાં માટે ચિંતા કરી રહ્યાં છે.
એમણે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે તારાં ગુમ થયાં પછી તારાં માતાપિતા ખૂબજ ચિંતામાં છે એ લોકો તારાં મૃત્યુનાં સમાચાર જાણશે શું વિતશે ? એમનાં પર અમને જવા દે.. તું કહીશ એ પ્રમાણે જ બધુ થશે.
વિધુ એનાં ઘરે ગયો છે તું કહે છે.. તો આ બંગલામાં રહીને તું શું કરીશ ? તું ગમે ત્યાં વિચરી શકે છે તું પણ તારાં ઘરે જા અને.. પણ તું જઇને શું કહીશ ? ત્યાં પણ માતમ છવાશે. મને નથી ખબર પણ તારાં દોષીઓને હું જરૂર સજા આપીશ.
વૈદેહીએ કહ્યું "હું જવા દઊં છું.. હું પણ મારો વિધુ પાસે જઊં છું... હું અને વિધુ મળીશુ આ પ્રેતયોનીમાં પણ પ્રેમ કરીશુ અને સાથે મળીને બદલો લઇશું એમ કહ્યું અને દરવાજો ખૂલી ગયો.
વધુ આવતા અંકે- પ્રકરણ -57

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED