પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-59 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-59

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-59
અઘોરનાથ ગુરુજીની સાક્ષીમાં વિધુ-વદૈહીનો મૃત્ય પછીનાં ભવ જે પ્રેતયોનીમાં હતો એની કબૂલાત અને સ્પષ્ટતાઓ ચાલતી હતી અઘોરનાથ બાબાએ કાયાપ્લટ કરેલી એ પુરી થઇ અને માનસને એનાં દેહમાં સ્વતંત્ર કરેલો બધી પ્રેતયોની વાતો ચાલુ હતી.
માનસનાં જીવમાં હાંશકારો નહોતો કોઇક અતૃપ્તિ હજી એને સતાવી રહી હતી એણે મનસાને કહ્યું આ ભવ આપણે આવી રીતે મળવાનું હશે ખબર જ નહોતી પણ એકવાત ચોક્કસ છે કે મારો પ્રેમ અને તારો પ્રેમ એવી પરાકાષ્ઠાએ હતો અને જેટલો આપણે પ્રેમ કર્યો કોઇપણ પરિસ્થિતિમાં પીડા ભોગવી, વિરહ ભોગવ્યો, કેટલીયે યાતનાઓ સહી પણ આપણે પ્રેમ કરતાંજ રહ્યાં અને એજ આજે આપણુ મિલન અહીં માં માયા પાસે કરાવ્યું.
અઘોરનાથે માનસ સામે દ્રષ્ટિ કરી અને બોલ્યાં બોલ તારુ બધુ સમાધાન થયુ છે ? હજી તારે જાણવાનું શું બાકી છે ?
માનસે કહ્યું "ગુરુદેવ પ્રેતયોનીમાં જેટલો સમય રહ્યાં એ સમય અને એમાં ભોગવેલી યાતના અને બદલો લીધાને સંતોષ એમાંજ ભોગવ્યો પણ એ સમયગાળો કેવો હતો આપનો ત્રિકાળજ્ઞાની છો આપને તો ખબર જ હશે.
ગોકર્ણએ કહ્યું "મારી પ્રાર્થના છે કે આ માયાદેવીનાં સ્થાનક પર આવ્યા પછી કોઇ અતૃપ્ત નથીજ રહેતુ પણ મારે એ સમયગાળો જોવો સાંભળવો છે.
ગુરુ અઘોરનાથે ગોકર્ણ સામે જોઇને કહ્યું "ગોકર્ણ એ પીડાદાયક સમય આમ ઓછો હોય છે પણ ભવ જેવો હોય છે એના શા માટે તું યાદ કરાવે છે ? શું કારણ ?
ગોકર્ણએ કહ્યું "ભગવન આપ સમાધીમાં હતાં ત્યારે... આ માનસ અને મનસાની કથની સાંભળી મને યાદ આવ્યુ કે આવો કોઇ જીવ તમારી તપશ્ચર્યા સમયે તમે બોલાવીને નશ્યત કરેલો એની પીડા અને ચીસાસીસ મને આજે પણ યાદ છે.. પ્રભુ શું એ આ કથની સાથેજ કોઇ સંબંધ ધરાવે છે ?
અઘોરનાથ અટહાસ્ય કર્યુ એનાં પડઘાં ચારેબાજુ પડી રહયાં અને એમણે કહ્યું તું ચતુર છે તને ખ્યાલ આવી ગયો બધો ?
ગોકર્ણ એ કહ્યું "માનસમાં તમે પરકાયા પ્રવેશની વિધી કરી એલોકોનો મિલન નો અહીં ત્રાગડોજ રચાયો હતો તમે આ બંન્ને જીવને અહીં ભેગા કર્યા એની પાછળ ચોક્કસ કોઇ કારણ છે. અહીં મહાશિવરાત્રીની પૂજામાં આમ અચાનક કોઇનો મેળાપ નથી થતો ભગવન ચોક્કસ કોઇ કારણ છે.
અઘોરનાથે હસતાં હસતાં કહ્યું "ગોકર્ણ તારી વાત સાચી છે.. એ અમાસની કાળી રાત અને મારો હવનયજ્ઞ ચાલુ હતો હું મારી સાધનામાં લીન હતો મેં ઘણાં બધાં પ્રેતાત્માને બોલાવેલાં એમની ગતિ કરવા માટેનો યજ્ઞ હતો અને એમાં આ ચંડાળ બે જીવ-પ્રેતાત્મા થયેલાં હાજર હતાં શિવરાજ અને વિપુલનાં આત્મા...
દરેક-પ્રેતાત્માનાં ભટકતા આત્માની હું બધીજ કુંડળી જોઇ લઊં છું કોણ ક્યાં હતું શું કરતું હતું અને ક્યા ખેલ કર્યા પછી જીવ અવગતએ ગયો હતો. અને એ લોકોનો આખો ઇતિહાસ મારી નજર સામે હતો. એ લોકોનું જાણ્યો પછી મેં શેષનાગ ટેકરી પર એલોકોને પીપળાનાં ઝાડ પર બાંધી રાખેલાં. બીજી બધાં પ્રેતાત્મા નો ઉધ્ધાર કરીને સર્પયોનીમાં છોડી મૂકેલાં અહીં શેષનાગ ટેકરીની નીચે તને ખબર છે બધી જ ડુંગરાઓની હારમાળામાં લાખો સર્પ આશરો લઇને રહે છે એ બધાંનુ પ્રેતાત્મા સર્પ યોની માંથી છૂટકારો લઇને બીજી યોનીમાં જાય છે.
પુણ્યાત્મા અને આવાં એકમેકને સમર્પિત પ્રેમી જીવો ઘણાં ઓછાં જોવા મળે છે. આ લોકો બંન્ને પ્રેતયોનીમાં જાય જ નહીં પણ એમની પીડા પાછળનાં માણસો સાથેનો બદલો લેવાની વાસના એમને પ્રેતયોનીમાં લઇ ગઇ.
માનસે કહ્યું "ભગવન તમે એ બે પિશાચોનો ઉલ્લેખ કર્યો એ લોકોને કેવી રીતે તમે અહીં બાંધ્યાં ? કેવી રીતે આવેલાં ? શું નશ્યત કરી ?
અઘોરનાથે કહ્યું "વત્સ મનસા તું સાંભળે એ પહેલાં ગોકર્ણની જીજીવીષા પુરી કર અને તમારું પ્રેતયોનીનું જીવન કેવુ હતું એ જણાવ અને એ યોનીમાં રહીને શું કર્યું ?
માનસે કહ્યું "ગુરુજી હું જરૂર જણાવુ છું કારણ કે મારે પણ મારી ગતિ સમજવી છે. તમારાં કહયા પ્રમાણે બદલો લેવાની વાસના અમારાં બંન્નેમાં અધૂરી હતી અને મને તો મારાં જીવ ગયાં પાછળ વૈદેહીનું મૃત્યુ કેવી રીતે થયું એ કોઇને વશ થયેલી ? જીવતાંજ પેલાએ એની વાસનાની પૂર્તિ કરેલી ? એની પાત્રતા ગુમાવી દીધેલી ? શું થયેલું ?
અઘોરનાથે કહ્યું "માનસ બેટા, વિશ્વાસ ખૂબ હોવો જોઇએ પ્રેમની બીજી બાજુ પીડા નહીં વિશ્વાસ છે બધાં પીડાને પ્રેમ સાથે જોડે છે પણ પ્રેમ સાથે વિશ્વાસ જોડાયેલો છે. તમને વિશ્વાસ નથી પડતો એની પીડા થાય છે તો એવો પ્રેમ કરવાનો અર્થજ નથી.
વિરહની પીડા એ જુદો વિષય છે એતો ભગવાન કૃષ્ણ અને રાધાએ પણ ભોગવ્યો છે. રાજાધીરાજ શ્રી રામ ભગવાને સીતાજીનો ભોગવ્યો છે. આપણાં પુરાણોથી માંડીને ઇતિહાસમાં અનેક દાખલા જોવા મળશે.
માનસ તે વૈદેહીની સ્થિતિ જોઇને વિશ્વાસ ગુમાવેલો તને થયું કે તેં... સાચુ કહુ માનસ તને તારી પાત્રતા જાળવી રાખ્યા ખૂબ જ પ્રયત્ન કરેલો અને તું રહેલો તારી નજરમાં હૃદયમાં બસ વૈદેહી વસેલી હતી એનાં માટે તેં ઘણી પીડા પણ સહી છે પણ વૈદેહી પણ વિવિશ હતી છેલ્લે સુધી પણ એની પાત્રતા પણ અકંબધ જ હતી... પણ છેલ્લે છેલ્લે તું થાકેલો.. બધીજ સ્થિતિ સંજોગ તારાં તરફી થયાં હોવા છતાં વૈદેહી તારાથી દૂર થઇ ગઇ હતી.
અને એ સ્થિતિમાં તે વિશ્વાસ ગુમાવ્યો જેવો તે વિશ્વાસ ગુમાવ્યો તને પીડા થઇ અને પીડામાં તેં તારો આપો ખોયો અને બદલો વાળવાની વાસના તને માત્ર વિપુલ શિવરાજ નહીં વૈદેહી માટે પણ થઇ ગઇ હતી તને થયેલું કે વૈદેહીએ પણ તને દગો દીધો છે એણે પાત્રતા ખોઇ નાંખી છે.
તારાં મનની વાત કહ્યું માનસ ? તેં જ્યારે વૈદેહીના લગ્નને સમાચાર એની પાડોશણનાં મોઢે સાંભળી હતી તું સાવ તૂટી ગયેલો નિરાશ થઇ ગયેલો. માનસ તને એવું થઇ ગયું કે હું આલી રાહ જોઇ રહેલો આટલી તકલીફોનો સામનો કરી રહ્યો છું. અમારાં લગ્ન માઁમહાદેવની સામે થઇ ચૂકેલાં છે અને વૈદહી એનાં માંબાપને કિં કહી શકતી નથી ? એ એમનાં કહેવામાં આવી ગઇ ? એને પૈસા જોઇને એનો સોદો કરી લીધો ?
તારી જગ્યાએ વિધુ તું સાચો જ હતો તું માણસ જ હતો અંતરયામી નહોતો. તારો કોઇ વાંક જ નહોતો. તું પણ નોકરીમાં સારુ કરી રહેલો. તારાં નસીબે તને શેઠ પણ ખૂબ સારો મળેલો એ મહાદેવની કૃપા હતી. તું બધી જ રીતે પગભર થઇ રહેલો પરંતુ એનાં લાલચ માંબાપની બુધ્ધિ ભ્રષ્ટ થઇ ગયેલી કે દીકરી બીજે પરણાવવા ચાલી નીકળેલાં.
એનાં માંબાપે પોતાની જાતે જ પોતાની દીકરી વૈદેહીનું નસીબ બગાડ્યુ હતું અને નરાધમોનાં હાથમાં છોકરી સોંપવા નીકળ્યો હતો.
બધીજ રીતે તું સાચો હતો. જે રીતે તમારો પ્રેમ હતો એ પ્રમાણે વૈદેહીએ બંડ પોકારવાનું હતું અને પોતાનું સ્થાન સ્પષ્ટ કરવાની જરૂર હતી અને લગ્ન સુધી વાત ગયાં પછી એણે તોફાન જ કરવાનું હતું.
પણ.. માનસ તારે વૈદેહીને જેવો પ્રેમ કર્યો હતો એની સાથે વિશ્વાસ રાખવો જરૂરી હતો તને અનેક વિચાર અને વ્હેમ ઘર કરી ગયેલોં તું પણ પીડામાં કલ્પનાઓ કરીને વધુને વધુ પીડાતો હતો કે વૈદેહી બદલાઇ ગઇ.. પૈસાનાં ખપ્પરમાં ખપી ગઇ તને ભૂલી ગઇ તું એની ગંદી કલ્પનાઓ કરી વધુ દુઃખી થતો જે વાસ્તવમાં કંઇ હતુંજ નહીં.
પણ એટલે તો તું માણસ હતો. પણ તે જે રીતે સત્ય જાણ્યા પછી બદલો લીધો છે અને એમાં વૈદેહીનો સાથ મળ્યો છે તમે બંન્ને જીવ પ્રેતયોનીનાં એ જીવનમાં પણ કેવો પ્રેમ કર્યો અને સાથ નિભાવ્યો એ હવે ગોકર્ણને જણાવો.
માનસ અને મનસા બંન્ને રડી રહેલાં અને...
વધુ આવતા અંકે ............. પ્રકરણ-60માં