પ્રેત યોનિની પ્રીત... - 31 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

પ્રેત યોનિની પ્રીત... - 31

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-31
વિધુ નિરંજનસરની ઓફીસમાં બેઠો હતો અને એનાં મોબાઇલ પર કોઇ અજાણ્યાં નંબરની ફોન હતો. એણે નિરંજન સરને કહ્યું એસ્ક્યુઝ મી.. કહી બહાર આવી ફોન ઉપાડ્યો.
સામેવાળાએ એકદમ કરડા અવાજે કહ્યું "કેમ શાણે બહુ હુંશિયાર થાય છે ? હજી નોકરીનો એક દિવસ થયો નથી અને તેં તારો અસલી રંગ બતાવવા માંડ્યો ? આ ધમકી સમજ કે ચેતવણીની તારો ઘડો લાડવો કરવો અમારું લક્ષ્ય છે હવે તને વચ્ચેથી હટાવીને જ જંપીશું એમ કહી ફોન કાપી નાંખ્યો.
વિધુને આશ્ચર્ય થયું પણ બેફીકરાઇથી પાછો અંદર આવ્યો. એનાં ચહેરાંનાં ભાવભાવ જોઇ સરે પૂછ્યુ" વિધુ શું થયું ? કોનો ફોન હતો ? કોઇ પ્રાઇવેટ વાત છે ?
વિધુએ હસતાં હસતાં કહ્યું "કંઇ નહીં સર... કોઇ પ્રાઇવેટ ફોન નથી. કોઇ અજાણ્યો નંબરથી ફોન હતો મને ધમકી આઇ મીન ચેતવણી આપવા... ખબર નથી કોણ હતું ? હશે આ લોકોમાંથી કોઇ બાકી તો કોઇ દુશ્મન નથી.
નિરંજન સરે ચિંતાતુર ચહેરે પૂછ્યું "કયો નંબર ? નંબર મને આપ. ભલે તું નીડર બહાદુર છે છતાં સાચવાનું અત્યારથી તારાં શત્રુઓ ઉભો થઇ ગયાં. પણ નંબર આપ હું મારી રીતે તપાસ કરાવીને ઠેકાણે લાવી દઇશ.. પછી થોડો વિચાર કરીને કહ્યું તું બાઇક પર ના આવીશ જઇશ કંપનીની ગાડી વાપરજે હું એની વ્યવસ્થા કરું છું આમ પણ અઠવાડીયામાં તારાં પાપા પણ આવશે બંન્ને જણાં સલામતિથી આવી જઇ શકશે. અને હાં એમાં મારો પણ સ્વાર્થ રહેલો છે.. સાથે સાથે બધાં કામ કરાવીને વસૂલી પણ લઇશ એમ કહી હસવા લાગ્યાં.
વિધુએ કહ્યું "એવી કોઇ જરૂર નથી.. અને સર મને હજી કાર ડ્રાઇવ કરતાં પણ નથી આવડતું.. હું બાઇક પર જ આવી જઇશ. બધી સ્થિતિ પરિસ્થિતિ પહોંચી વળીશ કોઇ ચિંતા ના કરશો. કાર નહીં હોય તોય તમારાં બધાં જ સોંપેલો કામ પુરી ખંત અને વફાદારીથી પુરા કરીશ નિશ્ચિંત રહેજો અને હાં મને કોઇનો ડર નથી જ.
નિરંજન સર વિધુની સામે જોઇ રહ્યાં પછી કહ્યું “ ઠીક છે વિચારીશું. પણ તું આ ફાઇલનો બેસીને અભ્યાસ કરીલે. આમાંથી કટકી વ્યવહારવાળા બધાં જ ડીર્લ્સ વિગેરે દૂર કરી બીજાં સારાં પ્રમાણિક સાથે ડીલ કરીશું. વેન્ડર્સ લીસ્ટ પણ ફાઇલમાં છે અને બંસીકાકા આવે એટલે એમની સાથે ચર્ચા કરી કોન્ટ્રાકટર્સ લીસ્ટ ચકાસી લે પછી આપણે નવીજ ટીમ ઉભી કરીએ.. તું જ સીલેક્ટ કરી લીસ્ટ બનાવ પછી એમાં પણ ચર્ચા કરી ફાઇનલ કરીશું.
વિધુએ કહ્યું "ઓકે સર.. એમ કહી ચેમ્બરની બહાર નીકળી ગયો. નિરંજન શેઠ એને બહાર જતો જોઇ રહ્યાં અને ઊંડા વિચાર કરતાં સાથે સાથે મલકાઇ રહ્યાં.
************
વૈદેહીને ગયે 3 દિવસ વીતી ગયાં હતાં. એણે એની મોમને કહ્યું "માં હજી કેટલા દિવસ અહીં થશે ? મને તો ખૂબ કંટાળો આવે છે બોર થઇ ગઇ છું ના ક્યાંય જવાનુ નહીં આવવાનું આવ્યા છીએ ત્યારથી જ આ ફલેટમાં કેદ છીએ. પાપા મગનું નામ રી નથી પાડતાં કંઇ બોલતાં નથી.. અને આગળનાં ડ્રોઇંગરૂમમાંથી રોકકળનો અવાજ આવ્યો.
વૈદેહી અને એની મંમી એ તરફ દોડયાં... તો જોયું કાકી, પાપા બધાં કાકાની પાસે બેસી રડી રહેલાં.. કાકાનું મૃત્યુ થયું હતું.. બધી જ બાજી હાથથી સરી જતી લાગી.. વૈદેહીનાં આંખમાંથી આંસુ સરી પડ્યાં... માં ને લાગ્યું કે વૈદેહીને કોઇ લાગણી કે કંઇ એવો સંબંધ કે પોતાપણું નહોતું ક્યારેક જ આવી હશે છતાં એ રડી ઉઠી છે...
વૈદેહી જાણતી હતી કે કાકાનું મૃત્યુ એનાં માટે એક અપ્રિય ઘટનાં હતી એને તો વિચાર પોતાનાં અને વિધુનાં સંબંધનાં આવી ગયાં કે હવે આ ઠેલાશે.. બીજી બાજુ એવી પણ હાંશ થઇ કે ઘરમાં પણ હવે એનાં સંબંધ માટે હમણાં વાત રહીં નીકળે... એ બધાંથી દૂર થઇને તરત જ બાલ્કનીમાં આવી અને સીધો જ વિધુને ફોન જોડયો થોડીવારમાં વિધુએ ફોન ઊંચક્યો.
વૈદેહીએ કહ્યું " વિધુ કાકા હમણાં જ એક્ષપાયર થઇ ગયાં... અને સમયસર જ આવી ગયાં એવું લાગ્યું અમારે નહીં પણ પાપાને થોડું હતું.. પણ હવે મુશ્કીલ છે એજ કે હમણાં તમારાંથી ઘરે માંગું માટે નહીં અવાય અને અહીં બધી ક્રિયાકર્મ પતશે નહીં ત્યાં સુધી મારાંથી પાછાં નહીં અવાય. વિરહ જાણે લંબાઇ ગયો વિધુ... મારાંથી અહીં નહીં રહેવાય.. તારી ખૂબ જ યાદ આવે છે..
વિધુએ કહ્યું "શું ક્યારે થાય આપણાં હાથમાં કંઇ જ નથી હોતું જેવી ઇશ્વરની ઇચ્છા. જે થાય એ સારાં માટે જ હશે એમ માની સ્વીકારી લેવાનું.
વૈદેહીએ કહ્યું "તારી નવી જોબ કેવી ચાલે છે ? કેવું છે કામ ? માણસો કેવા છે ? તને ગમે છે ?
વિધુએ કહ્યું "કેટલું પૂછે એક સાથે ? જોબ ઘણી સારી છે મને ગમે છે શેઠ ખૂબ સારાં છે સાચવે છે કોઇ જ ચિંતા નથી બધી બીજી વાતો રૂબરૂમાં કહીશ. ઓવરઓલ ખૂબ સારું જ છે. મને વિશ્વાસ વઘી ગયો છે કે આપણાં જોયેલાં સ્વપ્ન પુરા થશે જ બધાં જ.
વૈદેહીએ કહ્યું "ઓકે... હાંશ... ચાલો સરસ તુ સેટ થઇ જાય પછી આપણે કોઇની ચિંતા જ નહીં આપણે જે નિર્ણય લેવો પડશે લઇ શકીશું.. એય લવ યુ મારા વિધુ. મીસ યુ ચાલ પછી વાત કરું અહીં કોઇ આવતું લાગે છે કહી ફોન મૂક્યો.
વિધુએ વૈદેહીનો ફોન મૂક્યો અને કોઇ રીંગ આવતી હતી એણે ફોન ઉપાડ્યો સામેથી કોન્ટ્રાક્ટર બાલુ પંચાલનો ફોન હતો એમણે કહ્યું "હેલ્લો વિધુતભાઇ બોલો છો ? હું બાલુ પંચાલ બોલુ છું. મને સાઇટ પરથી બધી માહિતી મળી છે જે થયું ખૂબ ખોટું થયું છે એ સુપરવાઇઝર પહેલેથી જ એવો હતો આતો એનાં છાંટા અમારાં પર પણ ઉડયાં છે પણ અને પૂરી વફાદારીથી કામ કરીએ છીએ. ખાસ ફોન એટલે કર્યો છે કે તમને રૂબરૂ સાઇટ પર મળવું છે કાલે સવારે 9 થી 10 વચ્ચે મળી શકશો ? શેઠશ્રીને ફોન કર્યો પણ ઉંચકતા નથી કદાચ કામમાં બીઝી હશે.
વિધુએ કહ્યું "તમને હું પછી ફોન કરું છું હમણાં હું બીજા કામમાં છું કહી ફોન મૂકી દીધો.
વિધુનાં રીપોર્ટ પછી 3-4 દિવસ નીકળી ગયાં હતાં બધાં કોન્ટ્રાક્ટર-સપ્લાયર્સનાં એનાં પર ફોન આવતાં હતાં માલની કવોલીટી, વ્યાજબી ભાવ, અને વફાદારીનાં ઓવારણાં લેતાં હતાં કોઇને આ સોનાનાં ઇંડા આપતી મુર્ગી ગુમાવવી નહોતી એટલે વિધુની આસપાસ ચક્કર મારતાં અને એને ખુશ રાખવા પ્રયત્ન કરવા માંડેલાં.
વિધુએ કોન્ટ્રાક્ટરનો ફોન મૂકીને પોતાની કેબીનમાંથી સીધો નિરંજન સરની ચેમ્બરમાં ગયો. એ કંઇ રીપોર્ટ આપવા જાય એ પહેલાંજ નિરંજન સરે કહ્યું "વિધુ તારે કાલે સવારે જ વહેલાં મુંબઇ જવું પડશે ત્યાંથી નવરત્ન ઝવેરીને ત્યાંથી હીરાનું પડીકું લાવવાનું છે અને એમને 10 લાખ રોકડા આપવાનાં છે. એ પતાવીને આવ પછી આપણે કોન્ટ્રાક્ટર્સ માટેની મીટીંગ કરીશું. એટલે તું કોઇને પણ સમય કાલનો ના આપીશ બે દિવસ પછી જ રાખજે બધું.
વિધુએ બાલુ પંચાલનાં ફોનની વાત કરી... નિરંજન ઝવેરીએ એનુ નામ સાંભળી વિધુ સામે જોયુ પછી બોલ્યાં ભલે એને બે દિવસ પછી મળીલે. તારાં ધમકી વાળા નંબરની તપાસ કરાવી છે મેં. બપોર સુધીમાં બધી જાણ થઇ જશે મને પણ કોઇ પર વિશ્વાસના મૂકીશ.. બીજું કે હું તને જ્યારે પણ મુંબઇ કે બહાર મોકલું. કોઇને જાણ કરવાની નહીં.. સ્થળની ઘરે પણ નહીં કામથી જઊં છું આવું છું... ફક્ત આટલું જ કહેવાનું તારી જવાબદારી મારી હું ફીકર કરીશ ધ્યાન રાખીશ એટલે કાલે જવા અંગે ઘરે પણ નથી કહેવાનું...
વિધુ થોડાં આશ્ચર્ય સાથે જોઇ રહ્યો પછી બોલ્યો "ઓકે સર.. તમે કહેશો એમ જ થશે. કોઇ કંઇ નહીં જાણે...
નિરંજન સરે કહ્યું "કાલે સવારે મારાં બંગલે વહેલો આવી જજે ત્યાંથી તને કેશ અને કાર મળી જશે ત્યારે તારે બાય રોડ નીકળી જવાનું ડ્રાઇવર મારો ખાસ છે અને વરસોથી વફાદાર છે... ચકાસેલો છે.. તું કામ પતાવીને આવીજા...
વિધુએ કંઇક વિચારીને કહ્યું "સર કામ પતાવીને વચ્ચે 2-3 કલાક મળશે મને ?
નિરંજન સરે હસતાં કહ્યું "ઓકે તારે શોપીંગ કરવું છે ? કરી લેજે. ડ્રાઇવર પાસે હીરા રાખી જઇ આવજે અને કંપનીનાં ખર્ચે જ લઇ લેજે. વિધુ બીજાં વિચારોમાં પડી ગયો એણે વિચારોમાં જ રહી કીધું "ઓકે સર થેંક્યુ... એણે કંઇ આગળ સાંભળ્યુ અહીં અને બહાર નીકળી ગયો...
વધુ આવતા અંકે --પ્રકરણ-32