×

64 સમરહિલ - 1

સ્થળઃ મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર પર સિરોંજ ગામથી ડિંડોરી તરફ આવેલું એક પુરાણું દેવાલય સમયઃ નમતી બપોર ધર્મશાળાના ખખડધજ બારણાની ફાંટમાંથી આવતાં અજવાસની ઝાંય બદલાતી જોઈને તે પથારીમાંથી બેઠો થયો. આકાશમાં કદાચ વાદળો ઘેરાઈ રહ્યા હતા.

બહાર ધર્મશાળાના વિશાળ ચોગાનમાં ચોમાસાની નમતી બપોરનો આછકલો તડકો પછડાતો હતો. પીપરના ઝાડ ફરતાં ચણેલાં ઓટલા પર ઊભડક બેસેલા યાત્રાળુઓ અને ઘૂમટા તાણેલી ઓરતો કુંડાળુ વળીને સમૂહમાં કોઈક ધૂન ગાઈ રહ્યા હતા. હારબંધ ઓરડાઓ પૈકી કેટલાંકમાં ચહલપહલ વર્તાતી હતી. ...વધુ વાંચો

તેની બંધ આંખોની ભીતર ઘેનભર્યો ઓથાર થડકાઈ રહ્યો હતો. ઘડીકમાં કોઈક મુછ્છડ આદમી તેના લમણે ગન તાકીને ઊભેલો દેખાતો હતો. ઘડીકમાં એ મૂર્તિની રેખાઓમાંથી સજીવન થયેલી ઓરત છુટ્ટા વાળ ઘૂમરાવીને તેની સામે વિકરાળ ચહેરે અટ્ટહાસ્ય રેલાવતી હતી. બાવળ-બોરડીના ઝાડી-ઝાંખરા વચ્ચે ...વધુ વાંચો

'અહીં બીજું કંઈ ખાસ અત્યારે મળતું નથી એટલે આ ખાઈ લીધા વગર તારો આરો નથી...' બાથરૂમમાંથી એ બહાર આવ્યો ત્યારે તેની સામે ટુવાલ ધરતાં એ આદમીએ કહ્યું, 'ડબલ આમલેટ ખાઈને જરાક તાજો થા પછી આપણે ઘણી વાતો કરવાની છે...' ટુવાલના ...વધુ વાંચો

ઝરમર વરસાદની ભીનાશ ઓઢીને બારીમાંથી પ્રવેશતી પવનની શીળી લહેર છપ્પનસિંઘના છળી ઊઠેલા ચહેરા પર વાગતી હતી. આ જગ્યા કઈ હતી? આ માણસ કોણ હતો? અત્યારે ક્યો સમય થયો હતો? પોતે કેટલોક સમય બેહોશ રહ્યો? છપ્પનના દિમાગમાં અટકળોની સમાંતરે છૂટકારો ...વધુ વાંચો

ક્યાંય સુધી છપ્પન હતાશાથી ભાંગેલા મનથી ભોંય પર જ ઢળેલો રહ્યો હતો. છેવટે એ આદમીએ તેને ઊભો કર્યો હતો. છપ્પનને તીવ્ર તાજુબી થતી હતી અને એ સાલો હળવું સ્મિત વેરી રહ્યો હતો. ખણણણણ... અવાજ સાથે તેણે લોખંડના કબાટનું સજ્જડ થઈ ...વધુ વાંચો

'ઈંહા હી ઠહરિયો સા'...' નીલગિરિના પાતળા-ઊંચા વૃક્ષોના ઝુંડમાં પ્રવેશતાં જ પૂજારીએ આંગળી ચિંધીને કહ્યું એ સાથે જીપ્સી એ દિશામાં વળી. પીળી માટીને પસવારતા નમતી બપોરના તડકામાં વહેલી સવારે પડેલા વરસાદની કુમાશ વર્તાતી હતી. સીમની લીલાશ ઓઢીને પાદરમાં પ્રવેશતી સાંજ લાકડાંના ...વધુ વાંચો

બુકના કવર પર ત્વરિતનો ફોટો અને નામ જાણીને મગરના મોંમાં હાથ નાંખી દીધો હોય એમ છપ્પન છળી ઊઠયો હતો. આવા એક ભણેશરીના હાથે પોતે ઝડપાઈ ગયો? ઝડપાયો એટલું જ નહિ, એ પછી ય તેના આટલા દાવ નિષ્ફળ બનાવીને એ ...વધુ વાંચો

દરેક મૂર્તિનો ડાબો હાથ જમણાં હાથ કરતાં લાંબો હોય એવું કહેતી વખતે ત્વરિતના ચહેરા પર અજબ આવેગ, આંખોમાં અદમ્ય વિસ્ફાર અને અવાજમાં ઉશ્કેરાટ વર્તાતા હતા. તેણે ફગાવેલી તસવીરો છપ્પન ઘડીક ધ્યાનભેર જોઈ રહ્યો. તસવીરોમાં દેખાતી મૂર્તિના બંને હાથ તેણે ...વધુ વાંચો

'નાવ આઈ હોપ કે દુબળી વિશે મને તું તમામ વિગત કહે અને સાચી કહે...' પલંગની સમાંતરે ચોરસો પાથરીને તેનાં પર ઓશિકું ઝાપટતાં ત્વરિતે કહ્યું. પોતે ચોરી કરતાં ઝડપાયો તેનો આઘાત છપ્પનના દિમાગમાંથી હજુ ઓસર્યો ન હતો ત્યાં બીજો આઘાત તેના ...વધુ વાંચો