64 સમરહિલ - 60 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 60

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 60

દિવસભર આકાશમાં ઘૂમરાયેલો બફારો રાત ઢળી સાથે મન મૂકીને વરસવા લાગ્યો હતો અને દિવસભર ઓરડામાં વલોવાયેલી તંગદીલી ઢળતી રાતે દિલકશ જશ્નમાં બદલાઈ ગઈ હતી.

'ચલ, આજ તેરા વેકેશન... ખાના હમ પકાયેંગે...' એમ કહીને કિચનમાં ધસી ગયેલા ઝુઝારે ઉજમ બહાદુરને ખૂણામાં બેસાડી દીધો હતો અને પોતે રસોઈ કરવા લાગ્યો હતો. બેહદ રાહત અનુભવતો છપ્પન પણ ખુશનુમા ચહેરે તેની મદદમાં જોડાયો હતો.

નિલાંબર અને રાઘવ માટે ફ્લાવર અને રેડ કેપ્સિકમની સબ્જી અલગ પાડીને તેણે બાઉલમાં લસણ, ડુંગળીનો ભડભડતો વઘાર કર્યો અને તેમાં રમની ધાર કરી સાથે ઊઠેલા આગના ભડકામાં ઘૂમરાતી વઘારની સોડમ ચારેતરફ ફરી વળી.

'ઈસે બોલતે હૈ રમ તડકા...' સાણસી વડે બાઉલ પકડીને કુશળ રસોઈયાની માફક ચમચો હલાવી રહેલો ઝુઝાર ખુશમિજાજ હતો, 'તેલ, મખ્ખન મેં તો બહોત ખાયા હોગા, આજ રમ કી ગ્રેવી ટેસ્ટ કર લો...'

વરસાદ ધોધમાર તૂટી પડયો હતો. બંગલાની ફોયરને ભીંજવતી ભીનાશ દિવસભર તપેલા સૌના દિમાગને વીંટળાઈ ચૂકી હતી.

અંદરના ઓરડામાં ત્વરિત અને પ્રોફેસરે આઈરિશ વ્હિસ્કીની બોટલ ખોલી હતી અને ત્વરિત પોતાને શા માટે સ્કોચ કરતાં ટેનેસી વ્હિસ્કી પસંદ છે ઉત્સાહભેર કહી રહ્યો હતો.

જમ્યા પછી ઝુઝારે ઉપરની ગેલેરીમાં સાદી શેતરંજી પાથરીને લંબાવી દીધું હતું. બાજુના ઓરડામાં ચિરુટ જલાવીને છપ્પન પોતાનો સામાન એકઠો કરવા લાગી ગયો હતો. વહેલી સવારે અહીંથી નીકળવાનું હતું. ચાવી આપેલા રમકડા જેવો ઉજમ બહાદુર દોડાદોડી કરીને સાફસૂફીમાં લાગી ગયો હતો. અહીં કેટલાં આદમી કેટલો સમય રોકાયા હતા તેનો કોઈ અંદાજ આવે રીતે સફાઈ કરી નાંખવામાં માહેર હતો.

રાઘવ અને હિરન હવે પછીનું પ્લાનિંગ કરવામાં લાગી ગયા હતા. વારંગલથી બે ટીમમાં કાફલો નીકળે. રાઘવ અને હિરન જબલપુર પહોંચે, રાઘવ જબલપુર રેન્જ ઓફિસમાં જઈને ઈમરજન્સી લિવ રિપોર્ટ ફાઈલ કરે અને પછી બંને રાંચી પહોંચેલા કાફલાને મળે. રાંચીથી કોલકાતા. ત્યાં જઈને શું કરવાનું છે, કોને મળવાનું છે વિશે હિરન કશો ફોડ પાડતી હતી.

'કોલકાતાથી આગળ લોજિસ્ટિક સપોર્ટ વિશેય આપણે વિચારી લેવું પડશે..' રાઘવે આઈફોનમાં લિસ્ટિંગ કરી રહેલી હિરનને કહ્યું.

'લોજિસ્ટિકની ફિકર નથી. કોલકાતાથી આપણને મદદ મળી રહેશે...'

'અને કોલકાતા સુધીની મુસાફરી?'

'પ્રોફેસર, ત્વરિત, છપ્પન અને ઝુઝાર ટ્રેવેલરમાં રાંચી પહોંચશે અને આપણે બંને એનફિલ્ડ પર..' હિરને આઈફોનના સ્ક્રિન પરથી નજર હટાવ્યા વગર કહી દીધું, 'મને ઈન્ડિપેન્ડન્સી ફાવે છે... લાઈફ હોય કે વ્હિકલ, હું જાતે ડ્રાઈવ કરું છું'

રાઘવ એકીટશે તેને જોઈ રહ્યો.

કેકવાના ઢાબા પર પેકેટ આપી ગયેલી છોકરી...

ખુબરાના જંગમાં જાળિયામાં પગ ભરાવીને એક હાથે લટકેલી હાલતમાં કમાન્ડન્ટ પરિહારનો ખભો વિંધી ગયેલી છોકરી...

આર્મી હોસ્પિટલમાં કડક જાપ્તા વચ્ચે ચકમો આપી ગયેલી છોકરી...

છોકરી હતી..

તેના કાનમાં એનફિલ્ડનું ફાયરિંગ ધણધણવા માંડયું હતું...

ઢગ્..ઢગ્..ઢગ્..ઢગ્..ઢગ્..

* * *

નિર્જન વિસ્તારના બંગલામાં નર્યો સૂનકાર હતો. વરસાદનું જોર ઘટયું હતું. વેગીલા પવનમાં હિલોળાતી બોગનવેલ, તમરાંનો એકધારો અવાજ લપેટીને પરસાળ સુધી ડોકિયું કરી જતી વાછટ, ભીની માટીની મદભરી સોડમ અને એકઢાળિયાના નેવા પરથી વહેતા ધધૂડાનો કલશોર...

ત્વરિત પથારીમાંથી ઊભો થયો અને મોબાઈલનો સ્ક્રિન ચેક કર્યો. મધરાતના બે વાગવા આવ્યા હતા પણ તેની આંખોમાં ઊંઘ ઘેરાતી હતી. તેનાંથી સ્હેજ દૂર પ્રોફેસર અને રાઘવ ઘસઘસાટ ઊંઘતા હતા. છપ્પન અને ઉજમ કદાચ બાજુમાં ઓરડામાં હતા. તેણે ટિપોય નીચે મૂકેલી બોટલ ઊઠાવી અને ગ્લાસમાં એક પેગ ઠાલવ્યો. ફ્રીજમાંથી સોડા લઈને ઉમેરી. બારી પાસે ખુરસી ગોઠવીને એક મોટો ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો.

તેના મનમાં હજુ મોડી સાંજનો કોલાહલ હટતો હતો. ખેપાની, રખડુ અને ખાંખતિયા સ્વભાવનો હોવા છતાં અંદરથી એટલો ઋજુ હતો. પ્રોફેસરે કેટલી આકરી મહેનત કરી છે અને કેવી વિચક્ષણ બુધ્ધિ દાખવી છે તેને બરાબર સમજાતું હતું. તિબેટ જવાની હવે તેને ઉગ્ર તાલાવેલી જાગી હતી પણ હિરનના મનમાં એક વિચાર આવો પણ છે જાણ્યા પછી મનોમન ખિન્ન થઈ રહ્યો હતો.

'કેમ જાગે છે હજુ?' અચાનક પીઠ પાછળથી ફૂસફૂસાતા અવાજે પૂછાયું એટલે ચોંક્યો. વચ્ચેનું બારણું ખોલીને હિરન ક્યારે અંદર આવી ગઈ તેને ખ્યાલ રહ્યો હતો.

હિરને તેને બહાર પરસાળ ભણી આવવા ઈશારો કર્યો એટલે ગ્લાસ ઊઠાવીને તે આગળ વધ્યો.

બહાર થથરાવી દે તેવી ઠંડી, ભીની હવા ફૂંકાતી હતી. આખી પરસાળ ભીંજાયેલી હતી તોય બંને પલળેલી ગાર્ડન ચેર પર બેઠા. ત્વરિતે કશું બોલ્યા વગર બીજો ઘૂંટ ગળા નીચે ઉતાર્યો અને શૂન્યપણે મહેંદીની વાડ પર ટપકતાં ફોરાંને જોયા કર્યું.

'કેમ ઊંઘ આવી તને?' હિરને ફરીથી પૂછ્યું.

'બસ, એમ ...' ત્વરિતે મિતાક્ષરી જવાબ આપી દીધો.

'આઈ એમ સોરી...' હિરને તેની સામે જોઈને કહ્યું, 'હું જરા ઓવર રિએક્ટ કરી બેઠી અને તને જોરથી ધક્કો મારી દીધો. કદાચ તને હ્યુમિલિએટિંગ લાગ્યું હોય...'

'એથી વધુ મને તારી આવી બિલિફ ખૂંચી છે..' ત્વરિત હજુ એવા સપાટ સ્વરે તેની સામે જોયા વગર જવાબ આપતો હતો, 'તેં અને પ્રોફેસરે જે કંઈ કર્યું સાચે હું એપ્રિશિયેટ કરું છું. ઈટ્સ રિઅલી મિરેકલ... પણ..' તેણે ફરીથી ગ્લાસ મોંઢે માંડયો અને બે-ત્રણ ઘૂંટ ગળા નીચે ઉતારી દીધા, 'હું હજુ મારી વાતને વળગી રહું છું કે રાષ્ટ્રીય સંપત્તિ છે...'

'અફકોર્સ હું સ્વીકારું છું...' હિરને હળવું સ્મિત વેરીને ખુરસી તેની સ્હેજ નજીક ખસેડી, 'જો આપણે ધારીએ છીએ મેળવી શકીએ તો નેશનલ ટ્રેઝર હશે..'

પહેલી વાર ત્વરિતે તેની સામે નજર માંડી. તેના ભુખરા વાળ ખુલ્લા હતા. કિરમજી રંગના ચુસ્ત નાઈટસૂટમાં બેહદ માદક લાગતી હતી. સિમેન્ટના પતરાં પર પછડાઈને તેના ચહેરા પર ટપકેલી સિકરથી તેનાં ભર્યા ભર્યા ગાલ થથરતા હતા. ત્વરિત ઘડીભર જોઈ રહ્યો. આટલી મોહક છોકરી આટલી શાતિરતાથી કઈ રીતે વર્તી શકે છે?

'તો પછી તું જે એપ્લિકેશન અને સર્વિસિઝ અને એવી બધી વાત કરતી હતી શું?' છેવટે તેણે કડવાશભેર પૂછી નાંખ્યું.

'રાઘવ બહુ ખણખોદિયો પોલિસ અફસર છે...' તેણે અંદરના ઓરડા તરફ આંગળી ચિંધી, 'આવો અફસર આટલી વિગત જાણીને અહીંથી હેમખેમ બહાર જાય મને કોઈ કાળે પાલવે નહિ...'

'એટલે?' ત્વરિત ઉત્સુકતાથી તેના તરફ અડધો ફરી ગયો, 'મને સમજાયું નહિ..'

'ડેડ તેને જવા દેવા તૈયાર હતા પણ મને ભરોસો હતો. હું કોઈ રિસ્ક લેવા માંગતી હતી એટલે તેને સામેલ થવાની ફરજ પડે તેવો પ્લાન મેં ફટાફટ તૈયાર કરી નાંખ્યો...'

ત્વરિતની આંખો વિસ્ફારિત થઈ ગઈ. તેના હોઠ કશુંક બોલવા ફફડયા, તેણે હિરનની સામે આંગળી ચિંધી નાંખી.

'યસ... ઈટ વોઝ ઓલ માય ગેમ. કોઈપણ રીતે મારે તેને રોકવો હતો. યાદ કરી જો, મેં વાત માંડી ત્યારે પ્રોફેસરે વિરોધ કર્યો હતો પણ મેં તેમની વાત અધવચ્ચે કાપીને તેમને સાનમાં સમજાવી દીધું હતું. મને પણ બરાબર ખબર હતી કે સૌથી પહેલો અને કદાચ સૌથી ઉગ્ર વિરોધ તું કરીશ. હું સતત તારી સામે નજર માંડેલી રાખીને તારો તાગ મેળવતી જતી હતી. આખરે તેં મારી ધારણા મુજબનું વર્તન કર્યું. તેં મને ડેન્જરસ ગર્લ કહી, હું બહુ મોટો ગુનો કરવા જઈ રહી છું એવું પણ કહી દીધું... અને એમ રાઘવ તૈયાર થઈ ગયો'

તેણે સ્મિતભેર ત્વરિતનો ખભો થપથપાવ્યો, 'નાવ આઈ એક્સ્પેક્ટ... કે તું તેને એકપણ અક્ષર નહિ કહે..'

'તું શું કરતી હતી?' ત્વરિતે પારાવાર અચરજથી તેને પૂછી લીધું, 'આઈ મિન, તું શું ભણી છે? શું કામ કરતી હતી? સે સમથિંગ અબાઉટ યોરસેલ્ફ..'

'હું...' તેણે ઊંડો નિઃશ્વાસ નાંખીને બેય હાથ ઊંચા કર્યા, શરીર તંગ કરીને આળસ મરડી અને પછી સુસ્ત સ્વરે ઉમેર્યું, 'હું એનડીએમાં હતી...'

'હેં? યુ મિન.. એટલે'

'યસ, હું નેશનલ ડિફેન્સ એકેડેમીમાં હતી. ડેડ બેહદ ડિપ્રેશનમાં છે એવી ખબર પડી ત્યારથી બધું છોડીને તેમની સાથે છું'

વીજળીના ચમકારા વચ્ચે ચહેરા પર વિંઝાતી વાછટ લૂછતી હિરનને તે એકીટશે જોઈ રહ્યો.

*** *** ***

આખી રાત ઝરમર વરસાદ વરસ્યા પછી વારંગલના આકાશમાં વાદળોના ઘટાટોપ વચ્ચે ભડભાંખળું ભીંસાઈ રહ્યું હતું ત્યારે અહીં નિર્જન બંગલામાં ચહલપહલ શરૃ થઈ હતી.

ચૂપચાપ અહીંતહીં દોડાદોડી કરતો ઉજમ બહાદુર ટેમ્પો ટ્રેવેલરમાં સામાન ગોઠવી રહ્યો હતો. લગભગ ચાર વાગ્યે ટેમ્પો ટ્રેવેલર ઉપડી ત્યારે રાઘવ પોર્ચમાં ઊભો હતો. રાઘવનો લિવ રિપોર્ટ જો કોઈ અડચણ વગર ફાઈલ થઈ જાય તો બીજા દિવસે સાંજે તેઓ રાંચીમાં મળવાના હતા. રાંચીથી કોલકાતા. એથી આગળનો પ્લાન હિરને અધ્યાહાર રાખ્યો હતો.

અડધી કલાક પછી હિરન તૈયાર થઈને બહાર આવી. વહેલી સવારના આછકલા અજવાસમાં રાઘવ મંત્રમુગ્ધપણે તેને જોઈ રહ્યો.

સ્કિનટાઈટ લો વેસ્ટ બ્લેક જીન્સ, વ્હાઈટ બેકડ્રોપમાં ઓરેન્જ કલરની શાર્પ પ્રિન્ટવાળું શોર્ટ સ્લિવ્ડ લૂઝ ટોપ. લાઈટ બ્રાઉન ગમશૂઝ. બરડા સુધી ઝુલતા ભુખરા વાળમાંથી મહેકતી શેમ્પુની સુગંધ. લો-નેક ટોપમાં વધુ કમનીય લાગતી તેની લાંબી, સુરેખ ગરદન અને ગોરા, લિસ્સા, કુમાશથી ભર્યાભર્યા ગાલ...

તેની હાજરી માત્રથી અચાનક જાણે પોર્ચમાં અજવાળુ થઈ ગયું.

ખભા પર ઝુલતા બેકપેકમાંથી વિન્ડચિટર કાઢ્યું અને ખભા પર ચડાવ્યું. માથા પર ઝીણો, સુતરાઉ પણ સ્ટાયલિશ સ્કાર્ફ વિંટીને તેમાં સફાઈપૂર્વક વાળ બાંધ્યા અને ઓટલા પર મૂકેલી હેલ્મેટ ઊઠાવી.

રાઘવ ધ્યાનપૂર્વક છોકરીને નિરખી રહ્યો હતો. જેટલી ખૂબસુરત એટલી ઝનુની, જેટલી માદક એટલી માથાફરેલી... તેના મોંમાથી અવશપણે ડચકારો નીકળી ગયો.

દસ મિનિટ પછી મેટાલિક ગ્રે કલરનું એનફિલ્ડ થન્ડરબર્ડ બંગલાની બહાર નીકળીને કાચી કેડી પર ભરાયેલા પાણીના ખાબોચિયા વટાવતું મેઈન રોડ તરફ વળી રહ્યું હતું અને તેના એક્ઝોસ્ટમાંથી ફૂંકાતા ફાયરિંગના ધક્કાથી હવા લયબધ્ધપણે હિલોળાતી જતી હતી...

ઢગ્..ઢગ્..ઢગ્..ઢગ્..ઢગ્

(ક્રમશઃ)