(વાચકમિત્રો... પ્રાયશ્ચિત પછીની મારી આ બીજી નવલકથા શરૂ કરી રહ્યો છું. પ્રાયશ્ચિતમાં એક અબજોપતિ કેતન સાવલિયાની વાત હતી. તો વારસદાર નવલકથામાં એક ગરીબ મધ્યમવર્ગીય યુવાન મંથન મહેતાની વાત છે. આશા છે કે આ નવલકથા પણ તમને જકડી રાખશે. એક પણ હપ્તો ચૂકશો નહીં. ) વારસદાર પ્રકરણ 1 મંથન એની રગશિયા ગાડા જેવી બેહાલ જિંદગીથી ખૂબ જ કંટાળી ગયો હતો. જીવન જીવવામાં એને હવે કોઈ જ રસ રહ્યો નહોતો. કિસ્મત એની સાથે જાણે કે મજાક કરી રહ્યું હતું. એના તમામ મિત્રો ક્યાંથી ક્યાં આગળ નીકળી ગયા હતા જ્યારે આટલાં વર્ષો પછી પણ એ થાંભલાની જેમ ત્યાંનો ત્યાં જ ઊભો હતો. ના હવે જીવવું જ નથી !!! અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી સિવિલ એન્જિનિયરની ડિગ્રી મળી ત્યારે એ કેટલો બધો ખુશ હતો !! ટોપ રેન્ક આવ્યો હતો એનો. આજે છ છ વર્ષ વીતી ગયા પછી પણ વીસ પચીસ હજારથી વધારે પગાર કોઈ એને આપતું નહોતું. મંથન ભણવામાં હોશિયાર હતો અને નોલેજ પણ ઘણું હતું. છતાં જ્યાં જ્યાં નોકરી કરી ત્યાં એનું શોષણ જ થતું હતું. એનો વાંક એટલો જ હતો કે એ એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો હતો. એની પાસે જો પૈસા હોત તો એ પોતે જ મોટો બિલ્ડર બની ગયો હોત ! એક આર્કિટેક્ટ જેટલી સૂઝબૂઝ એનામાં હતી.

Full Novel

1

વારસદાર - 1

(વાચકમિત્રો... પ્રાયશ્ચિત પછીની મારી આ બીજી નવલકથા શરૂ કરી રહ્યો છું. પ્રાયશ્ચિતમાં એક અબજોપતિ કેતન સાવલિયાની વાત હતી. તો નવલકથામાં એક ગરીબ મધ્યમવર્ગીય યુવાન મંથન મહેતાની વાત છે. આશા છે કે આ નવલકથા પણ તમને જકડી રાખશે. એક પણ હપ્તો ચૂકશો નહીં. ) વારસદાર પ્રકરણ 1 મંથન એની રગશિયા ગાડા જેવી બેહાલ જિંદગીથી ખૂબ જ કંટાળી ગયો હતો. જીવન જીવવામાં એને હવે કોઈ જ રસ રહ્યો નહોતો. કિસ્મત એની સાથે જાણે કે મજાક કરી રહ્યું હતું. એના તમામ મિત્રો ક્યાંથી ક્યાં આગળ નીકળી ગયા હતા જ્યારે આટલાં વર્ષો પછી પણ એ થાંભલાની જેમ ત્યાંનો ત્યાં જ ઊભો હતો. ના ...વધુ વાંચો

2

વારસદાર - 2

વારસદાર પ્રકરણ 2 એડવોકેટ ઝાલાના ફોનથી મંથન ઉત્તેજિત તો થઈ ગયો પરંતુ મંથનને પોતાના કાન ઉપર હજુ વિશ્વાસ આવતો હતો. આવું બની જ કઈ રીતે શકે ? પિતાની સંપત્તિનો પોતે વારસદાર કઈ રીતે હોઈ શકે ? પોતાની મા જીવતી હતી ત્યાં સુધી પિતાએ ક્યારેય પણ માનો સંપર્ક કર્યો ન હતો કે દીકરા તરીકે પોતાને પણ ક્યારેય યાદ કર્યો ન હતો ! અને હવે વીલ બનાવીને મને પોતાની સંપત્તિનો વારસદાર બનાવી દીધો !! એણે પોતાના વિચારોને બાજુમાં હડસેલી મૂક્યા અને પિતાના આત્માના કલ્યાણ માટે અસ્સીઘાટ ઉપર જઈને એક ઉંમરલાયક પંડિતનો સંપર્ક કર્યો. પોતાની પાસે અત્યારે વધારે રકમ તો હતી નહીં ...વધુ વાંચો

3

વારસદાર - 3

વારસદાર પ્રકરણ-૩ " મારે આ એડ્રેસ ઉપર જવું છે. મને જરા ગાઈડ કરશો ? " અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રીક્ષા રખાવીને વાડીગામ ભજીયા હાઉસની બાજુમાં ઊભેલા એક શિક્ષિત દેખાતા વડીલને એડવોકેટ ઝાલાએ ચિઠ્ઠી બતાવી. "અચ્છા તો તમારે પુનિત પોળ માં જવું છે ! જુઓ આ સામે દેખાય ને એ જ પુનિત પોળ ! તમે અંદર જઈને પૂછી લેજો ને. કારણ કે પોળ તો મોટી છે અને હું એ પોળમાં નથી રહેતો. " વડીલ બોલ્યા. ઝાલા સાહેબે રીક્ષાવાળાને પૈસા ચૂકવી છૂટો કર્યો અને જરાક આગળ ચાલીને પુનિત પોળમાં પ્રવેશ કર્યો. થોડુક અંદર ચાલીને ચોક વટાવ્યા પછી એક મકાનની બહાર ચોકડીમાં બેસીને ...વધુ વાંચો

4

વારસદાર - 4

વારસદાર પ્રકરણ 4 વિજયભાઈ મહેતાનો જન્મ મુંબઈના ભુલેશ્વરમાં થયેલો. મૂળ એમનો પરિવાર ઉત્તર ગુજરાતના વિસનગરનો વતની હતો. નોકરી અર્થે પિતા રેવાશંકર મહેતા મુંબઈ આવેલા. એ જમાનામાં ઉત્તર ગુજરાતના ઘણા બ્રાહ્મણો મુંબઈમાં રસોઈયા તરીકે આવતા. કોઈ પેઢીઓમાં તો કોઈ શેઠના બંગલાઓમાં રસોઈયા તરીકે જોડાઈ જતા. રેવાશંકર મહેતા કાલબાદેવી રોડ ઉપર ચંપાગલીમાં કાપડની એક મોટી પેઢીમાં રસોઈયા હતા. મિલોના એ જમાનામાં મુંબઈમાં ખૂબ જ જાહોજલાલી હતી. કાલબાદેવીની એ ગલીઓ કાપડ માર્કેટનું હબ ગણાતી. આખા દેશમાંથી વેપારીઓ કાલબાદેવીના ક્લોથ માર્કેટમાં આવતા. આખુ માર્કેટ કાપડના અને યાર્નના દલાલોથી ઉભરાતું હતું. વિજય એક કિશોર તરીકે ખૂબ મહેનતુ અને મહત્વકાંક્ષી હતો. એને રસોઈ કરવામાં કે ...વધુ વાંચો

5

વારસદાર - 5

વારસદાર પ્રકરણ - 5 ચેતનામાં જમી લીધા પછી મંથને રીક્ષા કરી અને ઝાલા અંકલને એમની હોટલ ઉપર ઉતારી રીક્ષા વાડીગામ તરફ લેવાનું કહ્યું. પુનિત પોળ પાસે રીક્ષા ઉભી રાખીને એણે ભાડું ચૂકવી દીધું. પોળમાં પ્રવેશ કર્યો તો એને પોળમાં ઘણી ચહલ-પહલ જોવા મળી. " અલ્યા મંથન તું ક્યાં ગયો હતો અત્યારમાં ? જા જલ્દી તોરલના ઘરે જા. આઇસ્ક્રીમ ખલાસ થઈ જશે. એની સગાઈ નક્કી થઈ ગઈ છે. એના ઘરે મહેમાનો આવેલા છે. પૈસાદાર છોકરો મળ્યો છે." સવિતાબેન બોલ્યાં. મંથનના માથે તો જાણે વીજળી પડી. તોરલની સગાઈ !! અને એ પણ આજે જ !! બે-ચાર દિવસ રાહ તો જોવી હતી ...વધુ વાંચો

6

વારસદાર - 6

વારસદાર પ્રકરણ 6 મંથનને પોતાને પણ કલ્પના ન હતી કે બે લાખનો પગાર સવિતામાસીને કહેવાથી આખી પોળમાં એની આટલી વધી જશે !! એણે તો જસ્ટ મજાકમાં જ આવી વાત કરી હતી પરંતુ પોળના લોકોએ તો એ વાતને સાચી માની લીધી. તમામ લોકોનો દ્રષ્ટિકોણ જ જાણે કે બદલાઈ ગયો ! માણસ ગમે તેવો સારો હોય તો પણ એની સારપની કોઈ જ કિંમત હોતી નથી. એના પૈસાને જ લોકો સલામ કરતા હોય છે ! હવે એ બે લાખનો પગારદાર પ્રતિષ્ઠાવાન યુવાન બની ગયો !! સવારે એ ચા પીવા માટે અંબિકા હોટલ ગયો તો ત્યાં જયેશ પણ એને જોઈને બોલી ઉઠ્યો. " ...વધુ વાંચો

7

વારસદાર - 7

વારસદાર પ્રકરણ 7 બીજા દિવસે શિવરાત્રી હતી એટલે મંથન સવારે જ પોતાની નવી બાઇક લઇને કર્ણમુક્તેશ્વર મહાદેવ દર્શન કરવા ગયો. આ મંદિર એને ખૂબ જ પ્રિય હતું. મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ પાસે બેસીને બે ત્રણ પંડિતો રુદ્રાભિષેક કરી રહ્યા હતા. મંથને પણ એક પંડિતજીને પકડીને ૨૧૦૦ રૂપિયા આપ્યા અને પોતાના તરફથી રુદ્રાભિષેક કરવાનું કહ્યું. પંડિતજીએ એને ગર્ભગૃહમાં લઈ જઈને સંકલ્પ કરાવ્યો અને અભિષેક ચાલુ કર્યો. લગભગ ૪૫ મિનિટ રુદ્રીના પાઠ સાથે અભિષેક ચાલ્યો. આખું ગર્ભગૃહ વેદની ઋચાઓથી ગુંજતું હતું !! મંથન શિવજીની પૂજા કરીને ગર્ભગૃહ ની બહાર આવ્યો ત્યાં એણે એક સન્યાસીને મંદિરના પ્રાંગણમાં ઉભેલા જોયા. મંથન તમામ સાધુ સંતોનો ...વધુ વાંચો

8

વારસદાર - 8

વારસદાર પ્રકરણ 8 બીજા દિવસે સવારે મંથન અંબિકા હોટલે ચા પીવા માટે ગયો ત્યારે મંડપનો તમામ હિસાબ જયેશ સાથે દીધો. " ધાર્યા કરતાં પણ તેં ખૂબ જ સરસ વ્યવસ્થા કરી જયેશ. રુપાજીની રસોઈ પણ ખરેખર સરસ હતી. થોડા લાડવા વધ્યા છે એ મારા ઘરે મુકેલા છે. તું બપોરે ઘરે જમવા જાય ત્યારે મંગાવી લેજે. " મંથન બોલ્યો. મંથનને એ પણ ખબર હતી કે તોરલને ચુરમાના લાડુ બહુ જ ભાવતા હતા. જ્યારે મમ્મી જીવતી હતી ત્યારે જ્યારે પણ ઘરમાં લાડુ બનાવે ત્યારે તોરલને જમવાનું આમંત્રણ ખાસ આપવામાં આવતું. મંથન સવારે ૯ વાગે જ તોરલના ઘરે ચુરમાના ચાર પાંચ લાડુ આપવા ...વધુ વાંચો

9

વારસદાર - 9

વારસદાર પ્રકરણ 9 " આઈ એમ સોરી. તમારા ઇરાદાનો હવે મને ખ્યાલ આવી ગયો. હું તમારી સાથે હોટલમાં નહીં " કેતા છણકો કરીને બોલી. " અરે તમે મને સમજવાનો પ્રયત્ન કરો. તમને રૂમ અપાવીને હું તો અંકલના ઘરે જવા નીકળી જાઉં છું. મને તમારી સાથે હોટલમાં રહેવાનો કોઈ શોખ નથી. સવારે છ વાગે મારા અંકલના ત્યાં હું તમને લઈ જાઉં તો તમારો પરિચય શું આપુ ? તમારી આખી સ્ટોરી મારે એમને કહેવી પડે. એટલે જ મેં રાત્રે વિચાર બદલી નાખ્યો. તમને ઉતારીને હું અંકલ ના ઘરે જઈશ. તમે આરામ કરો. સમય કાઢીને હું પાછો આવીશ અને તમને મુલુંડ લઈ ...વધુ વાંચો

10

વારસદાર - 10

વારસદાર પ્રકરણ 10 ડોરબેલ દબાવતાં જ થોડીવારમાં પચાસેક વર્ષની ઉંમરનાં એક બહેને દરવાજો ખોલ્યો. " મારે નીલેશભાઈ નું કામ અમે લોકો નડિયાદથી આવ્યાં છીએ." મંથને કહ્યું. " ભાઈ તમને કયા ફ્લેટનું એડ્રેસ આપેલું છે ? કારણકે આ ફ્લેટમાં તો કોઈ નીલેશ નામની વ્યક્તિ રહેતી જ નથી. " બહેન બોલ્યાં. મંથને ચિઠ્ઠી ખિસ્સામાંથી કાઢીને બહેન ને બતાવી. " જુઓ બહેન આજ ફ્લેટ નું એડ્રેસ લખેલું છે." " હા એડ્રેસ તો બરાબર મારા ફ્લેટ નું જ છે પણ અહીં કોઈ નીલેશ નથી..... હું, મારા હસબન્ડ અને મારી દીકરી.... અમે ત્રણ જણાં રહીએ છીએ..... અને અમારા આખા બ્લોકમાં પણ કોઈ નીલેશ નથી.... ...વધુ વાંચો

11

વારસદાર - 11

વારસદાર પ્રકરણ 11મંથન કેતાથી છૂટો પડીને ઝાલા અંકલના ફ્લેટ ઉપર પહોંચ્યો ત્યારે રાતના પોણા નવ વાગી ગયા હતા. ધાર્યા ઘણું મોડું થયું હતું. મંથને ડોરબેલ દબાવી. ઝાલા અંકલે જ દરવાજો ખોલ્યો. મંથન એમની સાથે ડ્રોઈંગ રૂમમાં જઈને બેઠો. " આઈ એમ સોરી અંકલ. ખૂબ જ મોડું થઈ ગયું મને સમયનું ભાન ના રહ્યું. તમારે લોકોને પણ જમવાનું ઘણું મોડું થઈ ગયું. " મંથન બોલ્યો. " ઇટ્સ ઓલ રાઈટ. એમાં તમારે સોરી કહેવાની કોઈ જરૂર નથી. આ તો મુંબઈ છે. ટ્રાફિક પણ પુષ્કળ હોય છે. ઘણીવાર સમય સાચવી શકાતો નથી. અને અમે લોકો પણ ૮:૩૦ વાગ્યા પછી જ જમવા બેસીએ ...વધુ વાંચો

12

વારસદાર - 12

વારસદાર પ્રકરણ 12બોરીવલી સ્ટેશને ઉતરીને મંથને રીક્ષા કરી અને નાઈસ સ્ટે હોટલે પહોંચી ગયો. આજે સવારે ૯ વાગે કેતાનું થવાનું હતું પરંતુ પોતે ઝાલા અંકલ સાથે મલાડ હતો એટલે હાજર રહી શકયો ન હતો.એણે કેતાના રૂમ પાસે જઈને દરવાજો ખટખટાવ્યો. કેતાએ તરત જ દરવાજો ખોલ્યો. એ એની રાહ જ જોતી હતી. " કેમ છે તબિયત હવે ? બધું સરસ રીતે પતી ગયું સવારે ? " મંથને પલંગ સામે રાખેલી ખુરશી ઉપર બેઠક લેતાં પૂછ્યું. " હા ડોક્ટર સારા હતા. અડધી કલાક મને ત્યાં જ આરામ કરવાનું કહ્યું અને ૧૧ વાગ્યે નર્સને મારી સાથે મોકલી. ડોક્ટરની વાત સાચી હતી. એબોર્શન ...વધુ વાંચો

13

વારસદાર - 13

વારસદાર પ્રકરણ 13ઝાલા અંકલે બેડરૂમમાં મંથનને બધી જ વાત વિગતવાર કહી દીધી. એમના વિજયભાઈ મહેતા સાથેના ૩૦ વર્ષના અંગત વિશે અને વિજયભાઈને આપેલા વચન વિશે પણ નિખાલસ ચર્ચા કરી. " જુઓ મંથનભાઈ, અદિતિ તમારા પપ્પાની પસંદ છે અને તમારું સગપણ નાનપણમાં અદિતિ સાથે થઈ ગયું છે. ગોળધાણા ખવાઈ ગયા છે એ તો એક સત્ય હકીકત છે. ૨૨ વર્ષ સુધી આ વાત અમે છાની રાખી છે પરંતુ હવે અદિતિ પણ ૨૪ વર્ષની થઈ ચૂકી છે ત્યારે હવે આ વાત અમારે જાહેર કરવી પડે એમ છે." ઝાલા અંકલ બોલ્યા." તમે પણ હવે યુવાન થયા છો. જમાનો પણ બદલાઈ ગયો છે. એવું ...વધુ વાંચો

14

વારસદાર - 14

વારસદાર પ્રકરણ 14"મંથન સાથે મેં એના અદિતિ સાથેના નાનપણમાં થયેલા વેવિશાળની વાત કરી દીધી છે. મંથને હજુ ફાઈનલ નિર્ણય નથી છતાં મોટાભાગે તો એની હા જ છે. છોકરો એકદમ સીધો અને સંસ્કારી છે. અદિતિ માટે એકદમ યોગ્ય પાત્ર છે. જ્યાં સુધી એને મળ્યો ન હતો ત્યાં સુધી મને બહુ જ ચિંતા હતી પરંતુ એને મળ્યા પછી મારું બધું ટેંશન દૂર થઈ ગયું છે. " ઝાલા એમના બેડરૂમમાં એમની પત્ની સરયૂબાને કહી રહ્યા હતા. મંથન બેડરૂમમાં ચાલ્યો ગયો એ પછી સરયૂબા સાથે ઝાલા સાહેબે અદિતિની ચર્ચા ચાલુ કરી હતી. " વિજયભાઈના દીકરા તો બહુ સરસ છે. મને પણ ગમ્યા. કેટલા ...વધુ વાંચો

15

વારસદાર - 15

વારસદાર પ્રકરણ 15મંથનને લઈને ઝાલા અંકલ ઘરે પાછા આવ્યા ત્યારે ૧૧ વાગી ગયા હતા. ઘરે આવ્યા ત્યારે બે ક્લાયન્ટ કોર્ટ મેટર માટે એડવોકેટ ઝાલાને મળવા માટે ડ્રોઇંગરૂમમાં બેઠેલા હતા. મંથન ત્યાં પડેલું મુંબઈ સમાચાર પેપર લઈને પોતાના બેડરૂમમાં જઈને બેઠો. દશેક મિનિટ થઈ ત્યાં અદિતિ એના રૂમમાં આવી. " આવી ગયા તમે ? ગુરુજીનાં દર્શન કરી લીધાં ?" અદિતિ બોલી." હા. એક મહાન વિભૂતિનાં દર્શન થયાં. એમની વાણી સાંભળીને મન તો ભગવા રંગે રંગાઇ જ ગયું હતું પરંતુ તમારા શબ્દો યાદ આવ્યા એટલે હાલ પૂરતો વિચાર માંડી વાળ્યો." મંથન હસીને બોલ્યો." અમારું આટલું માન રાખવા માટે ખૂબ ખૂબ આભાર. ...વધુ વાંચો

16

વારસદાર - 16

વારસદાર પ્રકરણ 16જે દિવસે અનિરુદ્ધસિંહ ઝાલા ઉપર મંથનનો અમદાવાદથી ફોન આવ્યો કે હું બે દિવસ પછી મુંબઈ આવું છું દિવસે ઝાલા અને એમનાં પત્ની સરયૂબા વચ્ચે રાત્રે વાતચીત થયેલી. " મંથન આવતી કાલે રાત્રે ગુજરાત મેલમાં નીકળીને પરમ દિવસે આપણા ઘરે આવે છે. એ આવે તે પહેલાં આપણે અદિતિને એના મંથન સાથે નાનપણમાં થયેલા સગપણની જાણ કરી દેવી જોઈએ. તમારું શું માનવું છે સરયૂ ? " ઝાલા બોલ્યા. " મોડા વહેલા જાણ તો કરવી જ પડશે ને ? વિજયભાઈની તો એ જ ઈચ્છા હતી કે અદિતિ એમના ઘરની વહુ બને ! મંથનકુમાર આવે તો એમને પણ જાણ કરી દેવી ...વધુ વાંચો

17

વારસદાર - 17

વારસદાર પ્રકરણ 17મંથન સવારે ૬:૩૦ વાગે અમદાવાદ જવા માટે નીકળી ગયો એ પછી અનિરુદ્ધસિંહ ઝાલા અને સરયૂબાએ ચા પીતાં અદિતિ સાથે વાતચીત શરૂ કરી. "કેમ લાગે છે બેટા તને ? મંથન સાથે પણ મેં તમારા બંનેની સગાઈની વાત કરી હતી. એનાં વાણી વર્તન મને તો ખૂબ સારાં લાગ્યાં. " ઝાલા બોલ્યા." તમે આપેલું વચન તોડવાની મારી કોઈ જ ઇચ્છા નથી પપ્પા. મંથન મારી કલ્પના કરતાં પણ સરસ પાત્ર છે. ખૂબ સ્માર્ટ, હાજરજવાબી અને હેન્ડસમ પણ છે. આઈ એમ ઇમ્પ્રેસડ. એમના જીવનમાં બીજું કોઈ પાત્ર નથી. જો એમને કોઈ વાંધો ના હોય તો મને તો આ સંબંધ મંજુર છે. " ...વધુ વાંચો

18

વારસદાર - 18

વારસદાર પ્રકરણ 18માણસો કાચિંડાની જેમ રંગ બદલતા હોય છે એનો અનુભવ સવિતામાસીની વાતોથી મંથનને થઈ ગયો. આજે પોતાની પાસે છે તો પોળવાળા કેવી મીઠી મીઠી વાતો કરે છે ! જાણે એના ઉપર લાગણી છલકાઈ જતી હોય !! દરેકને પોતાનો સ્વાર્થ હોય છે !સવિતાબેનના ઘરેથી મંથન બાઈક લઈને પોતાના ઘરે ગયો. બાઈક પાર્ક કરીને સામે રહેતાં વીણામાસી ના ઘરે ગયો. આ એક જ વ્યક્તિ એવી હતી જેણે પ્રેગ્નન્ટ ગૌરીને વર્ષો પહેલાં આશરો આપ્યો હતો અને આજે પણ મંથન માટે સાચી લાગણી ધરાવતી હતી !! " કેમ છો માસી ? " મંથન વીણામાસી ના ઘરે જઈને હિંચકા ઉપર બેઠો. "આજે ભલો ...વધુ વાંચો

19

વારસદાર - 19

વારસદાર પ્રકરણ 19મંથનની વાત સાંભળીને શિલ્પાએ પોતાનો મોબાઈલ નંબર મંથનને આપ્યો." એક બીજી વાત પણ તમને હું કહી દઉં કે જે પાત્રની હું વાત કરું છું એ પાત્ર તમારા માટે એકદમ યોગ્ય છે. તમારી સાથે જે બન્યું છે એ જોતાં તમારે થોડુંક સમાધાન તો કરવું જ પડશે. છોકરો તમારાથી ત્રણ વર્ષ મોટો એટલે કે ૨૯ વર્ષનો છે અને વાઈફને કોઈ લફરું હતું એટલે લગ્ન પછીના એક જ વર્ષમાં એના ડિવોર્સ થઈ ચૂક્યા છે. તમે એની સાથે સુખી થશો એની મારી ગેરંટી. " મંથન બોલ્યો. " સારું પાત્ર મળતું હોય તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી. ત્રણ વર્ષનો તફાવત કંઈ ...વધુ વાંચો

20

વારસદાર - 20

વારસદાર પ્રકરણ 20હોળી પછી આવતી રંગપંચમીના દિવસે જયેશ અને શિલ્પાની સગાઈ થઈ ગઈ. મંથને આ સગાઈમાં બહુ મોટો ભાગ હતો. મંથને શિલ્પાને ફોન કરીને બધું સમજાવી દીધું હતું. " જુઓ શિલ્પા, જયેશ સાથે તમારાં લગ્ન તો થઈ જશે પણ સવિતામાસીને જરા સંભાળી લેવાં પડશે. તમારા પપ્પાએ સવિતામાસીને બે લાખ આપવાની જે વાત કરી છે એ વચન તો એમણે પાળવું જ પડશે. નહીં તો માસી વચ્ચે રોડાં નાખશે. મેં માસી સાથે બધી વાત કરી દીધી છે કે તમને બે લાખ મળી જશે. " મંથન બોલ્યો. " હા એ હું પપ્પાને કહી દઈશ. એની તમે ચિંતા નહીં કરો. હું સવિતાકાકી સાથે ...વધુ વાંચો

21

વારસદાર - 21

વારસદાર પ્રકરણ 21# હાય ! શીતલ છું. તમને મળવા ચાર વાગે હોટલ આવું છું. રૂમ નંબર મેસેજ કરી દેજો. હોટલે પહોંચીને જેવો બેડ પર આડો પડ્યો કે તરત જ શીતલનો મેસેજ આવ્યો. શીતલ હવે હોટલના રૂમમાં મંથનને એકાંતમાં મળવા માગતી હતી. મંથને પોતાનો રૂમ નંબર મેસેજ તો કરી દીધો પણ એ હવે વિચારમાં પડી ગયો.કેતાએ એને સ્પષ્ટ કહી દીધું હતું કે બંનેમાંથી જેની પણ સાથે ઈચ્છા હોય એની સાથે મંથન લગ્ન કરી શકે છે. હવે એકની સાથે એક ફ્રી કહેનારી આ ચુલબુલી શીતલ સાથે મારે કઈ રીતે વાત કરવી ? મંથનને ભૂતકાળમાં કોઈ છોકરી સાથે રોમાન્સ કરવાની ક્યારે ય ...વધુ વાંચો

22

વારસદાર - 22

વારસદાર પ્રકરણ 22દિવસો પસાર થતા ગયા. મંથન માટે અમદાવાદનાં લગભગ તમામ કામ પતી ગયાં હતાં. ડ્રાઇવિંગ પણ પાકું શીખી હતો. અખાત્રીજના દિવસે તોરલનાં લગ્ન હતાં તો વૈશાખ સુદ પાંચમે એના ખાસ મિત્ર જયેશનાં લગ્ન હતાં. પરંતુ આ લગ્ન માટે થઈને અમદાવાદમાં રોકાવાની મંથનની કોઈ જ ઈચ્છા ન હતી. મુંબઈથી ઝાલા સાહેબના બે ફોન આવી ગયા હતા કે હવે તમે મુંબઈ સેટલ થઈ જાઓ. આવતી કાલથી ચૈત્રી નવરાત્રી શરુ થઈ રહી હતી એટલે મુંબઈ પ્રસ્થાન કરતાં પહેલાં ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરવાની મંથનની ખાસ ઈચ્છા હતી. અનુષ્ઠાન પતી જાય પછી રામનવમીના દિવસે અથવા એકાદશીના દિવસે કાયમ માટે મુંબઈ તરફ પ્રયાણ કરવાનો ...વધુ વાંચો

23

વારસદાર - 23

વારસદાર પ્રકરણ 23એક તો નવી જગ્યા હતી અને બપોરે ત્રણ કલાક મંથન ઊંઘ્યો હતો એટલે એને રાત્રે જલ્દી ઊંઘ નહોતી. ૧૧ વાગ્યા સુધી પડખાં ઘસ્યા પછી એને મનમાં એક વિચાર આવ્યો અને એણે અદિતિને ફોન લગાવ્યો. " હુ ઇઝ ધિસ ? " છેક રાત્રે ૧૧ વાગે ફોનની રીંગ વાગી એટલે અદિતિએ સહેજ ગુસ્સાથી પૂછ્યું. " ધીસ ઈઝ મંથન મહેતા મેડમ " મંથને હસીને કહ્યું. "ઓહ્.. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી મંથન ! થોડીક ઊંઘમાં હતી એટલે નંબર જોયા વગર જ ફોન ઉપાડી લીધો. કેમ છો તમે ?" અદિતિ બોલી. " આઈ એમ ફાઈન. સુંદરનગર થી બોલું છું. મુંબઈ શિફ્ટ થઈ ...વધુ વાંચો

24

વારસદાર - 24

વારસદાર પ્રકરણ 24અદિતિ મંથનના ફ્લેટ ઉપર પછી વધુ રોકાઈ નહીં. આજે મંથનને મળ્યા પછી એની ઉર્મિઓ બેકાબૂ બની હતી. હવે મંથને જ્યારે લગ્નની હા પાડી જ દીધી છે તો પછી પ્રેમ પાંગરવા માટે હજુ ઘણો સમય બંનેને મળવાનો જ છે. અદિતિની વિદાય પછી મંથન પણ ક્યાંય સુધી એ રોમાંચક પળોને વાગોળતો રહ્યો. અદિતિની આંખોમાં અજબ પ્રકારની કશીશ અને ખેંચાણ હતું. પરફેક્ટ લાઇફ પાર્ટનર એને મળી હતી.જો કે ફાઇનલ નિર્ણય લેતા પહેલાં એણે મનોમન શીતલ અને અદિતિની સરખામણી કરી હતી. શીતલ પણ ખૂબસૂરત હતી. એને ગમી પણ હતી. પરંતુ જે રીતે અદિતિ સર્વગુણ સંપન્ન હતી એ રીતે શીતલમાં હજુ કેટલીક ...વધુ વાંચો

25

વારસદાર - 25

વારસદાર પ્રકરણ 25લગ્ન માટે અખાત્રીજનો દિવસ ફાઇનલ થઈ ગયો અને ઝાલા સાહેબે શ્યામકુંજ બેન્કેટ હોલ પણ બુક કરાવી દીધો. માંડ ૧૫ દિવસ બાકી હતા. મંથનને પોતાને તો કોઈ ખાસ તૈયારી કરવાની ન હતી પરંતુ અદિતિ માટે નવા દાગીના બનાવવાના હતા. પોતે હવે ઝાલા સાહેબના પ્રતાપે ૨૫ કરોડનો માલિક બની ગયો હતો એટલે પોતાની પત્ની અને એ પણ ઝાલા સાહેબની જ દીકરી માટે ૨૦ ૨૫ તોલાના દાગીના તો બનાવવા જ પડે ! લોકરમાં આટલા બધા જૂના દાગીના પડ્યા હતા તો હવે નવું સોનુ લેવાનો કોઈ મતલબ ન હતો. " અંકલ અદિતિ માટે મારે નવા દાગીના બનાવવા પડશે. હું વિચારું છું ...વધુ વાંચો

26

વારસદાર - 26

વારસદાર પ્રકરણ 26મંથનના લગ્નનો સમારંભ ખૂબ જ દિવ્ય વાતાવરણમાં રચાઈ ગયો. રજવાડી ઠાઠમાં લગ્ન થયું. ઝાલા સાહેબે જાણે કે વરસાદ કર્યો હોય એમ હોલને અંદરથી સજાવ્યો હતો અને લગ્ન પતે ત્યાં સુધી ઢોલકનો તાલ અને શરણાઈના સૂર વાતાવરણને માદક અને રોમેન્ટિક બનાવી રહ્યાં હતાં !!બે વિદ્વાન પંડિતની પસંદગી કરી હતી એટલે મંત્રોચ્ચાર પણ ખૂબ જ દિવ્ય રીતે થઈ રહ્યા હતા. વિધિમાં કોઈ જ ઉતાવળ કરવામાં આવી ન હતી. તમામ મહેમાનોને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી. ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા આઈસક્રીમ અને કોલ્ડ્રિંક્સ લઈને હોલમાં સતત દોડાદોડી કરતા હતા. જમવામાં પણ ચાર પ્રકારનાં અલગ અલગ કાઉન્ટર રાખેલાં હતાં. ઝાલા સાહેબનો સમાજ ...વધુ વાંચો

27

વારસદાર - 27

વારસદાર પ્રકરણ 27મંથન અને અદિતિનું નવપરિણીત યુગલ સુંદરનગર પહોંચ્યું. અદિતિ આજે આખા રસ્તે ચૂપ હતી. આજે એ નવોઢા હતી મર્યાદામાં હતી. મંથન જ્યારે સુંદરનગર પહોંચ્યો ત્યારે પોતાના ફ્લેટનું દ્રશ્ય જોઈને એ આશ્ચર્યચકિત થઈ ગયો !!આખો સી બ્લોક રોશનીથી ઝગમગતો હતો અને ૬ નંબરનો ફ્લેટ તો લાઈટો અને ફૂલોના હારથી એટલો બધો શણગારેલો હતો કે અંદર પ્રવેશ કરો તો જાણે સ્વર્ગનો જ અનુભવ થાય ! ગુલાબના પરફ્યુમની સુગંધ છેક નીચે સુધી આવતી હતી. ગજબની વ્યવસ્થા કરી હતી ઝાલા અંકલે ! શરણાઈવાળો ફ્લેટમાં પણ હાજર હતો. ઇવેન્ટ મેનેજમેન્ટવાળાએ આખા ફ્લેટને સવારથી જ સજાવી દીધો હતો. સહુથી પહેલાં પંડિતજીને લઈને વીણામાસી જયેશ ...વધુ વાંચો

28

વારસદાર - 28

વારસદાર પ્રકરણ 28જયેશ અને શિલ્પા મંથનનાં લગ્નથી એટલાં બધાં પ્રભાવિત થઈ ગયાં હતાં કે પ્લેનમાં પણ એ લોકોની વાતનો માત્ર મંથન અદિતિ અને એમનો લગ્નપ્રસંગ જ હતો. આટલાં અદભુત રજવાડી લગ્ન એ લોકોએ તો પહેલીવાર જ જોયાં હતાં ! શિલ્પા માટે તો મુંબઈ આવવા જવાની ફ્લાઇટ નો અનુભવ પણ ખૂબ જ રોમાંચિત રહ્યો. કારણ કે એ પહેલીવાર જ ફ્લાઈટનો અનુભવ કરી રહી હતી. ફ્લાઈટ અમદાવાદ લેન્ડ થયા પછી એ લોકોએ એરપોર્ટથી મણીનગર સુધીની રીક્ષા કરી. રીક્ષાને પહેલાં દરીયાપુર લઈ લેવાનું કહ્યું. જયેશ દરિયાપુર વાડીગામ ઉતરી ગયો એટલે શિલ્પાએ રીક્ષાને મણીનગર તરફ લઈ લીધી. અમદાવાદ પહોંચ્યા પછી આખી ય પોળમાં ...વધુ વાંચો

29

વારસદાર - 29

વારસદાર પ્રકરણ 29દલીચંદ ગડાએ જે રીતે ઝાલા સાહેબ સાથે વાત કરી એ સાંભળ્યા પછી ઝાલા માટે હવે અહીં બેસી કોઈ જ મતલબ ન હતો. ગડાએ પોતાને જે પણ કહેવાનું હતું તે નમ્રપણે કહી દીધું હતું અને પછી જય જિનેન્દ્ર કરી દીધું હતું. સંકેત સ્પષ્ટ હતો કે હવે તમે જઈ શકો છો !! દલીચંદ ગડા ઓછામાં ઓછી એક હજાર કરોડની પાર્ટી હતી એવું કહેવાતું. છતાં ગડા જેટલા બહાર દેખાતા હતા એટલા જ અંદર ઊંડા પાણીમાં હતા. એ કચ્છી બિઝનેસમેન હતા. અંડર વર્લ્ડ સાથે પણ એમના અંગત સંબંધો હતા. ઓછામાં ઓછા શબ્દોનો ઉપયોગ કરતા હતા. સામેવાળાને ચૂપ કરી દે એવી એમની ...વધુ વાંચો

30

વારસદાર - 30

વારસદાર પ્રકરણ 30ઝાલા અંકલે બીજા પચાસ કરોડની વાત કરી એટલે મંથનના પગમાં જોર આવી ગયું. એટલું જ નહીં પોતે હવે સાચા અર્થમાં કરોડોપતિ બની ચૂક્યો છે એનો અહેસાસ પણ એને થયો. દુનિયામાં પૈસાની તાકાત કેટલી છે એનો તો એને નાનપણથી જ અનુભવ હતો. ઝાલા અંકલે તો ત્યાં સુધી કહ્યું કે મારી પાસે પણ ઘણી મોટી રકમ છે એનો મતલબ કે એમની પાસે પણ ત્રીસ ચાલીસ કરોડ તો હશે જ. તો પછી સ્કીમ મૂકવા માટે દલીચંદ પાસેથી ફાઇનાન્સ લેવાની જરૂર જ નથી. દલીચંદ શેઠ પૈસા રોકીને તગડો પ્રોફિટ લઈ લે એના કરતાં તો પોતે જ કમાઈ શકે એમ છે ! ...વધુ વાંચો

31

વારસદાર - 31

વારસદાર પ્રકરણ 31અંબાજીની ભૂમિ ચૈતન્ય ભૂમિ છે. અત્યાર સુધીમાં લાખો કરોડો લોકોએ પોતાની શ્રદ્ધા અંબાજીના ચરણોમાં અર્પણ કરી છે. અંબાને જીવંત માનીને લોકોએ પ્રાર્થના કરી છે અને બાધાઓ પણ રાખી છે. વર્ષોથી સતત શ્રદ્ધાનો અને વિશ્વાસનો વરસાદ વરસતો હોય એ મૂર્તિ ચૈતન્યમય બની જાય છે. જાગૃત બની જાય છે અને એટલે જ અત્યારે અંબાજીનું આટલું બધું મહત્વ છે !! મંથન અંદરથી એક આધ્યાત્મિક જીવ હતો. ગુરુજીની સતત એના ઉપર નજર હતી એટલે એ ભાગ્યશાળી જીવ પણ હતો. આવી ચૈતન્ય ભૂમિ ઉપર એને કોઈ દિવ્ય અનુભવ ના થાય એવું તો બને જ નહીં ! અંબાજીનાં દર્શન કરીને ગબ્બરનો ડુંગર મંથન ...વધુ વાંચો

32

વારસદાર - 32

વારસદાર પ્રકરણ 32મંથન અને અદિતિ અમદાવાદ જઈને આવ્યાં એ વાતને બે મહિનાનો સમય પસાર થઈ ગયો. આ બે મહિનામાં જીવનમાં ઘણું બધું પરિવર્તન આવી ગયું. મંથનની ઓફિસ ફૂલ ટાઈમ ચાલુ થઈ ગઈ. ઓફિસમાં લેન્ડલાઈન ફોન પણ લઈ લીધો. રથયાત્રાના દિવસે જ મંથનની અંધેરીની ઓફિસનું ઉદઘાટન થયું અને એ જ દિવસે બોરીવલીમાં ગોરાઈ લિંક રોડ ઉપર અદિતિ ટાવર્સનું ભૂમિ પૂજન પણ થઈ ગયું. કન્સ્ટ્રક્શન ચાલુ કરવા માટે ઝાલા સાહેબે દોડધામ કરીને મ્યુનિસિપાલિટી માંથી તમામ પરમિશનો પણ પોતાની ઓળખાણો અને એજન્ટ નો ઉપયોગ કરીને લઈ લીધી. ચોમાસાના દિવસો ચાલુ થઈ ગયા હતા એટલે આખા પ્લોટ ઉપર સૌ પ્રથમ તો ઉપર પતરાનો ...વધુ વાંચો

33

વારસદાર - 33

વારસદાર પ્રકરણ 33દલીચંદ ગડા સાથેની મંથનની મુલાકાત મંથનનું કિસ્મત ખોલી નાખનારી હતી. વિધાતાના અત્યારે એના ઉપર ચારે હાથ હતા. જે ઓફર આપી તે એટલી તો આકર્ષક હતી કે મંથનને ના પાડવાનું કોઈ કારણ જ ન હતું. અને ઉપરથી ગુરુજીએ મંથનના અંતઃકરણમાંથી ઓફર સ્વીકારવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો હતો. બસ પછી તો મંથને કંઈ પણ વિચાર્યા વગર ગડા શેઠની ઓફર સ્વીકારી લીધી. ગડાશેઠ પાસે નવી સ્કીમ મૂકવા માટે જે ત્રણ લોકેશન હતાં એ ત્રણે ત્રણ ખરેખર સોનાની લગડી જેવાં હતાં અને એમાં પણ જુહુ સ્કીમ અને બાંદ્રા તો એવા વિસ્તારો હતા કે મંથન ધારે તે કિંમત ફ્લેટની લઈ શકે. બીજો ...વધુ વાંચો

34

વારસદાર - 34

વારસદાર પ્રકરણ 34ગડાશેઠનો માણસ સવારે ૧૦ વાગે જ આવી ગયો . એની સાથે જઈને જુહુ સ્કીમના રોડ નંબર ૧૩ ૩૫૦૦ ચોરસ વારનો એક પ્લોટ હતો એ અંદર ચારે બાજુ ફરીને મંથને જોઈ લીધો. આ પ્લોટ મોકાનો હતો. ૩૦૦૦ ચોરસ ફૂટનો એક એવા ૪૦ ફ્લેટનું એક ટાવર આરામથી થઈ શકે એવી જગ્યા હતી. અતિ સમૃદ્ધ વર્ગ અહીં રહેતો હતો અને દરેક ફ્લેટ ૫ કરોડમાં આરામથી વેચાઈ જાય એમ હતો. ઘણા જાણીતા ફિલ્મી કલાકારો પણ આજ એરિયામાં રહેતા હતા. ઇસ્કોન મંદિર પણ થોડેક જ દૂર હતું. જૂહુ બીચ પણ બાજુમાં જ હતો. બાંદ્રા વેસ્ટ માં બેન્ડ સ્ટેન્ડથી થોડેક આગળ કોન્કર્ડ એપાર્ટમેન્ટ ...વધુ વાંચો

35

વારસદાર - 35

વારસદાર પ્રકરણ 35" હા જયેશ મહાદેવે બહુ જ કૃપા કરી છે. આ મર્સિડીઝ મારી પોતાની જ છે. અને હવે પણ રાખી લીધો છે. તારો આ મિત્ર હવે કરોડોપતિ બની ચૂક્યો છે. હું તમને લોકોને ખાસ મળવા માટે જ આવ્યો છું." મંથન બોલ્યો. મંથનની વાત સાંભળીને જયેશ ખૂબ જ આશ્ચર્ય પામ્યો. કોઈ માણસ આટલા ટૂંકા સમયમાં આટલી બધી પ્રગતિ કેવી રીતે કરી શકે ? ગાડી તો માનો કે લોન ઉપર લઈ શકે. પરંતુ એના સસરાએ હજુ નવી સ્કીમની જાહેરાત કરી હતી એમાં એ છ મહિનામાં કરોડોપતિ કેવી રીતે બની શકે ? જયેશ મધ્યમ વર્ગનો એક સામાન્ય યુવાન હતો. મંથનની આ ...વધુ વાંચો

36

વારસદાર - 36

વારસદાર પ્રકરણ 36ઉનાળાની સિઝન ચાલતી હતી એટલે શિલ્પાએ રસ રોટલી અને કારેલાનું શાક બનાવી દીધું. સાથે ગુંદાનું તાજુ અથાણું હતું. છેલ્લે ફજેતો અને ભાત તો ખરા જ. મંથનને જમવામાં ખરેખર મજા આવી ગઈ. રસની વાડકી ખલાસ થવા આવી એટલે તરત જ શિલ્પાએ ફરી આખી વાડકી ભરી દીધી. " અરે અરે ભાભી આટલો બધો રસ નહીં ખવાય ! " મંથન બોલ્યો. " તમારે ઓછામાં ઓછી ત્રણ વાડકી રસ લેવાનો છે. રોટલી ઓછી ખાજો. તમે ભલે હોટલમાં રહો પરંતુ કાલે પણ તમારા માટે સવારે રસ પુરી બનાવવામાં આવશે. " શિલ્પા ભાવ પૂર્વક બોલી. "ઓર સદાશિવ ભૈયા આપ ભી શરમાના મત. આપકો ...વધુ વાંચો

37

વારસદાર - 37

વારસદાર પ્રકરણ 37કાંતિલાલ અને હિતેશ ગયા પછી મંથને એના સસરા અનિરુદ્ધસિંહ ઝાલા ને ફોન કર્યો. " પપ્પા તમારા નાના અનિલસિંહ ઝાલા અત્યારે કયા પોલીસ સ્ટેશનમાં છે ? મારા એક મિત્રના કેસમાં મારે કદાચ એમને મળવું પડશે." મંથને કહ્યું. મંથનનાં લગ્ન થયાં ત્યારે અનિલસિંહ ઝાલા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હતા એ એને ખબર હતી. લગ્નમાં પણ એમણે હાજરી આપી હતી અને મંથનને ખૂબ શુભેચ્છાઓ પણ આપી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર લેવલની વ્યક્તિ વ્યાજખોરોને પાઠ ભણાવી શકે એ એને ખબર હતી. એટલે જ એણે મુંબઈ ઝાલા સાહેબને ફોન કર્યો. " એ અત્યારે ક્રાઈમ બ્રાન્ચમાં ઇન્સ્પેક્ટર છે. " ઝાલા સાહેબ બોલ્યા અને એમનો મોબાઇલ ...વધુ વાંચો

38

વારસદાર - 38

વારસદાર પ્રકરણ 38લગભગ બે વર્ષના સમયગાળા પછી તોરલ સાથે આજે નિરાંતે વાતો કરવા મળી. એણે આજે મારું ભાવતું ભીંડાનું બનાવ્યું અને પ્રેમથી મને જમાડ્યો. એની આંખોમાં ભરપૂર પ્યાર હતો પરંતુ એ હવે એ કોઈની અમાનત હતી એટલે ખુલીને લાગણી વ્યક્ત કરી શકતી ન હતી. જો કે બિચારીનું અંગત સંસારિક જીવન એટલું સુખી ન હતું એનો એને ખૂબ અફસોસ થયો. સ્ત્રીઓ બિચારી ઘણીવાર મન મારીને જીવતી હોય છે. અમુક વાતો કોઈને કહી શકતી પણ નથી. હોટલ પહોંચ્યો ત્યારે રાતના ૧૦ વાગવા આવ્યા હતા. એ રૂમમાં જઈ એસી ચાલુ કરીને સૂઈ ગયો. સવારે માળા વગેરે પતાવીને ચા પાણી પી લીધાં અને ...વધુ વાંચો

39

વારસદાર - 39

વારસદાર પ્રકરણ 39મંથન અમદાવાદ જવા નીકળી ગયો પછી અદિતિ પણ પોતાની ગાડી લઈને મમ્મી પપ્પાના ઘરે બોરીવલી જવા નીકળી મર્સિડીઝ આવ્યા પછી મંથને પોતાની સ્વિફ્ટ ગાડી અદિતિને આપી દીધી હતી. અદિતિ ઘરે પહોંચી ત્યારે પપ્પા પણ ઘરે જ હતા. કારણકે હજુ સવારના સાડા નવ વાગ્યા હતા. " આવ બેટા. મંથનકુમાર અમદાવાદ જવા નીકળી ગયા ? " ઝાલા સાહેબે પૂછ્યું. " હા પપ્પા એ ગાડી લઈને સવારે વહેલા જ નીકળી ગયા. એ બહાને મારે પણ તમારા લોકોની સાથે ત્રણ ચાર દિવસ રહેવાશે. " અદિતિ બોલી. "તારું જ ઘર છે દીકરી. મંથન કુમાર હોય ત્યારે પણ તું થોડા દિવસ રહેવા માટે ...વધુ વાંચો

40

વારસદાર - 40

વારસદાર પ્રકરણ 40મંથનને મળીને કેતાનું દિલ ભરાઈ આવ્યું હતું. એ ખૂબ જ લાગણીશીલ છોકરી હતી અને મનોમન મંથનને ખૂબ પ્રેમ કરતી હતી. મંથને આજે જે રીતે એની સામે ખુલાસો કર્યો એ સાંભળ્યા પછી એને લાગ્યું કે મંથનનો કોઈ દોષ ન હતો. એ સાચો જ હતો. મંથન હંમેશા એને સુખી કરવાની પૂરી કોશિશ કરતો હતો અને આજે એટલે જ એણે આખા પરિવારને મુંબઈ શિફ્ટ કરી દેવાની વાત કરી. આ દુનિયામાં કોણ કોઈના માટે આટલું બધું વિચારે છે !! મારે શીતલને સમજાવવી જ પડશે કે કે મંથને કોઈ જ વિશ્વાસઘાત કર્યો નથી. ઘરે પહોંચ્યા પછી રાત્રે એણે શીતલને પોતાની પાસે બોલાવી. ...વધુ વાંચો

41

વારસદાર - 41

વારસદાર પ્રકરણ 41શીતલ અને કેતા મંથનની સાથે એની મર્સિડીઝમાં બેસીને રાજસ્થાન ગાર્ડન રેસ્ટોરન્ટ પહોંચી ગઈ. " તમે ખરેખર જાદુગર મંથન. તમે શીતલને પણ પટાવી લીધી. બાકી એ તો તમારી ઉપર એટલી બધી ગુસ્સે હતી કે તમને મળવા પણ નહોતી માગતી. પરાણે સમજાવીને મેં તમારી પાસે હોટલ મોકલી હતી. " રેસ્ટોરન્ટમાં ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા પછી કેતા બોલી. " જાદુગર તો નથી પરંતુ પ્રમાણિક જરૂર છું. મારા મનમાં કોઈ કપટ નથી હોતું. કોઈની પણ લાગણી હું દુભાવી શકતો નથી. સંજોગો ક્યારેક માણસને મજબૂર કરતા હોય છે. તમારા લોકો તરફ જો લાગણી ન હોત તો હું સ્પેશિયલ નડિયાદ આવ્યો જ ના ...વધુ વાંચો

42

વારસદાર - 42

વારસદાર પ્રકરણ 42સમયને પસાર થતાં વાર લાગતી નથી. જોત જોતામાં બીજા આઠ મહિના પસાર થઈ ગયા. આઠ મહિના ઘણો સમય ગાળો છે. આ આઠ મહિનામાં ઘણાં ઘટનાચક્રો આકાર લેતાં ગયાં. કેતા અને શીતલ બોરીવલી વેસ્ટમાં ગોરાઈ લીંક ઉપર બનેલાં અદિતિ ટાવર્સ ની બી વીંગમાં ૫૦૧ નંબરના ફ્લેટમાં શિફ્ટ થઈ ગયાં. મંથન નડિયાદ જઈને આવ્યો એ પછીના વીસેક દિવસ પછી શીતલ અને કેતા મુંબઈ આવ્યાં હતાં અને મંથન એમને બોરીવલી સ્ટેશનથી નવા ફ્લેટ ઉપર લઈ ગયો હતો. લોકેશન અને ફ્લેટ જોઈને કેતા અને શીતલ બંને ખૂબ જ ખુશ થઈ ગયાં હતાં. આખા ફ્લેટનું અવલોકન કર્યા પછી શીતલે દરેક રૂમની ઇન્ટિરિયર ...વધુ વાંચો

43

વારસદાર - 43

વારસદાર પ્રકરણ 43મયુર ટાવરમાંથી નીચે ઉતરીને મંથન સૌથી પહેલાં સાઈટ ઉપર ગયો. ત્યાં કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર સાથે થોડીક ચર્ચા હતી. એ પછી એણે બી ટાવરના સાતમા આઠમા માળે એક ચક્કર લગાવ્યું. ત્યાં ટાઇલ્સનું કામ ચાલતું હતું. એ પછી એ નીચે ઉતરી ગયો.અદિતિ ટાવર્સની સાઈટ ઉપર લગભગ અડધો કલાક એ રોકાયો અને એ પછી એને કંઈક યાદ આવ્યું એટલે એ ડૉ. ચિતલે ના ક્લિનિક ઉપર ગયો. "મારે ડોક્ટરને પાંચ મિનિટ મળવું છે." એણે રિસેપ્શનીસ્ટ યુવતીને કહ્યું. " દસ મિનિટ બેસો. અંદર પેશન્ટ બેઠેલા છે. " રિસેપ્શનીસ્ટ બોલી. દસેક મિનિટ પછી બે સ્ત્રીઓ બહાર આવી એટલે મંથન અંદર ગયો. " બહુ ...વધુ વાંચો

44

વારસદાર - 44

વારસદાર પ્રકરણ 44" મને માફ કરી દો મંથન " અદિતિ માત્ર એટલું જ બોલી. ચહેરા ઉપર બે હાથ રાખીને રડી રહી હતી. મંથન કંઈ ના બોલ્યો. એને એણે રડવા દીધી. " પપ્પા હું હવે જાઉં છું. કેતાને એના ઘરે મૂકી આવું. આજની ઘટનાથી હું પણ ઘણો જ અપસેટ છું એટલે વધુ રોકાતો નથી અને હવે મારે બીજો કોઈ ખુલાસો કરવો નથી. " કહીને મંથન ઉભો થઈ ગયો. કેતા પણ ઊભી થઈ. " અરે પણ તમે લોકો ચા-પાણી તો પીતા જાઓ. કેતા પહેલી વાર મારા ઘરે આવી છે. " સરયૂબા બોલ્યાં. " ના મમ્મી. ફરી કોઈ વાર. દોઢ વર્ષના આટલા ...વધુ વાંચો

45

વારસદાર - 45

વારસદાર પ્રકરણ 45મંથન જુનાગઢ ગયા છે એ સમાચાર સાંભળ્યા પછી અદિતિ પોતાના ઘરે બોરીવલીમાં વધુ રોકાઈ નહીં અને એક જ તૈયાર થઈને મલાડ જવા માટે નીકળી ગઈ. આવતી વખતે એ મંથનની ગાડીમાં આવી હતી એટલે એની પોતાની ગાડી મલાડ પડી હતી. ટ્રેનમાં જવાના બદલે એણે રિક્ષા જ પકડી લીધી. " મને તો કંઈ ખબર જ નથી કે તમારા બંને વચ્ચે કોઈ અણબનાવ થયો છે ! મંથને પણ મને કોઈ વાત નથી કરી. મેં તારા વિશે એને પૂછ્યું હતું તો એણે કહ્યું કે અદિતિ હમણાં થોડા દિવસ મમ્મી પપ્પાના ઘરે રહેવા માંગે છે. એટલે હું કંઈ બોલી નહીં. " અદિતિ ...વધુ વાંચો

46

વારસદાર - 46

વારસદાર પ્રકરણ 46રાજન મંથનને લઈને જુનાગઢ આવ્યો હતો અને સિદ્ધ મહાત્માનાં દર્શન કરવા માટે ગિરનારની તળેટીમાં લઈ આવ્યો હતો. જંગલમાં એક ગુફામાં બંને જણા આવ્યા હતા અને ત્યાં કોઈ અઘોરી બાવા બેઠા હતા. મંથન એમનો અવાજ સાંભળીને ચમકી ગયો હતો કે અઘોરી બાબાનો અવાજ તો સ્વામી સર્વેશ્વરાનંદનો જ હતો ! મંથને અઘોરી બાબાને આ બાબતમાં સવાલ કર્યો હતો કે તમારો અને સ્વામી સર્વેશ્વરાનંદજી નો અવાજ એક જ છે એટલે અઘોરી બાવાએ મંથનને કહ્યું હતું કે એ પોતે અનેક સ્વરૂપે સ્વામી સર્વેશ્વરાનંદ જ છે અને શિવજી સાથે લીલા કરવા માટે ગિરનારની તળેટીમાં આવ્યા છે. " ગુરુદેવ હવે મારા માટે શું ...વધુ વાંચો

47

વારસદાર - 47

વારસદાર પ્રકરણ 47ચાર વાગે ઊઠીને રાજન દેસાઈ ઊંડા ધ્યાનમાં ડૂબી ગયો હતો. એ એવી સ્થિતિએ પહોંચી શકતો હતો કે કોઈ ઘોંઘાટ પણ એને અસર કરી શકતો ન હતો. આ એવી સ્થિતિ છે કે જ્યારે માણસનું મગજ આલ્ફા લેવલે પહોંચીને થીટા લેવલ સુધી પહોંચી જાય. ખરેખર તો આ લેવલ નિદ્રા અવસ્થાનું છે જેમાં મગજ એકદમ શાંત થઈ જાય છે અને મગજના ઇલેક્ટ્રીક તરંગો પણ ઘણા ધીમા થઈ જાય છે. એનાથી પણ આગળનું એક લેવલ હોય છે જેને ડેલ્ટા લેવલ કહેવામાં આવે છે જેમાં બેહોશીની અવસ્થામાં જ્યારે માણસ હોય ત્યારે આ લેવલ એક્ટિવ હોય છે. એમાં મગજના તરંગો ખૂબ જ ધીમા ...વધુ વાંચો

48

વારસદાર - 48

વારસદાર પ્રકરણ 48પોતાની થાળીમાં આજે બીજી વાર માલપૂડા અને દૂધપાક જોઈને મંથન અવાક થઈ ગયો. રાજન દેસાઈનો માઈન્ડ પાવર કામ કરતો હતો ! એણે મનોમન રાજનને સલામ કરી.ક્રિએટિવ મેડીટેશન આટલું સરસ રીતે કામ કરતું હશે એ મંથનને પહેલીવાર સમજાયુ. એણે મનની શક્તિ ઉપર વાંચ્યું તો ઘણું હતું પણ પ્રેક્ટીકલ અનુભવ રાજને એને કરાવ્યો. રાજન નો પોતાના મન ઉપર જબરદસ્ત કાબુ હતો.જમીને બંને જણાં બેડરૂમમાં ગયાં. આજે રાત્રે અઠવાડિયાના વિરહ પછી પ્રેમી પંખીડાં ભેગાં થયાં હતાં. અદિતિને પોતાની ભૂલ સમજાઈ હતી તો મંથનને ગુરુદેવે એના પૂર્વ જન્મની વાત કરીને અદિતિના કારણે જ આ બધી જાહોજલાલી છે એવી વાત કરી હતી ...વધુ વાંચો

49

વારસદાર - 49

વારસદાર પ્રકરણ 49જુનાગઢ ગીરનારની તળેટીમાં સાધુ મહાત્માએ માલપૂડા અને ખીરની જે પ્રસાદી આપી એ ખૂબ જ ચમત્કારીક હતી. રાજનને મંથનને ખબર ન હતી કે ગુરુજીએ એ પ્રસાદ દ્વારા બંનેની કુંડલિની જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. અને એમના સાત ચક્રો ધીમે ધીમે ખૂલવાનાં હતાં. રાજન તો આગળ વધી ગયેલો હતો એટલે એને કુંડલિની જાગરણની જરૂર ન હતી પરંતુ આ પ્રસાદથી એના જીવનમાં હવે આધ્યાત્મિક વળાંક આવવાનો હતો. એ થોડોક સિદ્ધિઓની પાછળ પડી ગયો હતો અને ગુરુજીએ એ જોઈ લીધું હતું. જ્યારે મંથનના જાગરણ માટે મૂલાધાર ચક્રમાં સ્વામીજીએ એક ચિનગારી પ્રગટાવી દીધી હતી ! ઘરે આવ્યા પછી મંથનને રોજ ધ્યાનની પ્રેક્ટિસ ...વધુ વાંચો

50

વારસદાર - 50

વારસદાર પ્રકરણ 50કેતા ઝવેરી શીતલને લઈને મંથનના ઘરે સુંદરનગર ગઈ ત્યારે એ માત્ર અદિતિને મળવા અને મંથનનો સંસાર ફરી થયો કે નહીં એ જોવા જ ગઈ હતી. પરંતુ ત્યાં ગયા પછી અદિતિએ જે વાત કરી અને મંથને સરોગેટ મધર બનવા માટે સારું પાત્ર મળે તો જ સંતાન માટે વિચારવું એવું જે કહ્યું એ પછી કેતાએ તરત જ નિર્ણય લઈ લીધો હતો. મંથનનું પોતાના માથે બહુ મોટું ઋણ હતું. એક તો એણે સાથે રહીને એના ગર્ભપાત કરાવવામાં મદદ કરી એની જિંદગી બચાવી હતી. બીજું પોતાના પરિવારને બોરીવલી શિફ્ટ કરી અઢી કરોડનો ફ્લેટ ગિફ્ટ આપ્યો હતો. આ ઋણને ચૂકવવાનો આ એક ...વધુ વાંચો

51

વારસદાર - 51

વારસદાર પ્રકરણ 51કેતાનો ફરી આભાર માની મંથન સીધો સુંદરનગર પોતાના ઘરે જ આવી ગયો. સાંજના ૭ વાગી ગયા હતા. કેતાને મળીને આવ્યો. એ મારી કોઈ વાત માનવા તૈયાર જ નથી. મેં એને બહુ સમજાવી પરંતુ જીદ પકડીને બેઠી છે. એ સરોગેટ મધર બનવા માટે તૈયાર છે. હવે આપણે ડોક્ટરને એકવાર મળવું પડશે. તારીખ પણ લેવી પડશે." મંથન બોલ્યો.મંથનની વાત સાંભળીને અદિતિ ખૂબ જ ખુશ થઈ ગઈ. એણે મનોમન કેતાનો આભાર માન્યો. અદિતિએ પળનો પણ વિલંબ કર્યા વગર ડોક્ટરને ફોન કર્યો અને આવતી કાલની સવારે ૧૦ વાગ્યાની જ એપોઇન્ટમેન્ટ લઈ લીધી. જેથી મંથનને ઓફિસ જવાનું મોડું ના થાય. મંથન અને ...વધુ વાંચો

52

વારસદાર - 52

વારસદાર પ્રકરણ 52આખરે ૨૪ તારીખ આવી ગઈ. આજે આઈવીએફ ટ્રીટમેન્ટ માટે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ હતી. પરંતુ પિરિયડની તારીખ ઉપર બીજા દિવસ થઈ ગયા હોવા છતાં છેલ્લા દસ દિવસથી પિરિયડ આવતો ન હતો. અદિતિ અને મંથન બંને મૂંઝવણમાં હતાં. ડોક્ટરની એપોઇન્ટમેન્ટ હતી એટલે કેતાને પણ વહેલી સવારે જ ઘરે બોલાવી લીધી હતી. ત્રણે જણાં સવારે ૧૦ વાગે જ ડોક્ટર ચિતલેના ક્લિનિકમાં પહોંચી ગયાં. ડોક્ટર ચિતલેએ બોરીવલીના જાણીતા આઈવીએફ ક્લિનિકના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની એપોઇન્ટમેન્ટ પણ લઈ રાખી હતી. કેતા અને અદિતિનું ચેકઅપ થઈ જાય પછી મંથન અને અદિતિએ એ આઈવીએફ સેન્ટરમાં જવાનું હતું. ગર્ભાશયમાંથી સ્ત્રીબીજ લેવાની આખી પ્રક્રિયા ત્યાં થવાની હતી. " સાહેબ ...વધુ વાંચો

53

વારસદાર - 53

વારસદાર પ્રકરણ 53" હા મંથન... તારા પિતા જ તારો વારસદાર બનીને પૃથ્વી ઉપર જન્મ લેશે. એમણે એ પણ કહ્યું કે જેવો બાળકનો જન્મ થશે કે તરત જ આ બાબતની વિસ્મૃતિ થઈ જશે. એટલે કે જન્મેલું બાળક પૂર્વ જન્મના તારા પિતા છે એ તને યાદ નહીં રહે. કદાચ મારા મગજમાંથી પણ વિસ્મૃતિ થઈ જશે." રાજન બોલ્યો.મંથન રાજનની વાત સાંભળીને અવાક થઈ ગયો. એણે ફોન કટ કરી દીધો. ગુરુજીની કૃપા સામે એ નત મસ્તક થઈ ગયો !!! અદિતિને ગર્ભ રહેવાનો અને નવ મહિના સુધી ગર્ભ ટકવાનો જે પ્રોબ્લેમ છે એ પણ ગુરુજી જાણતા હતા ? ગુરુજીએ ગિરનારની તળેટીમાં જે પ્રસાદ આપ્યો ...વધુ વાંચો

54

વારસદાર - 54

વારસદાર પ્રકરણ 54" શીટ યાર ! મુંબઈ જેવા શહેરમાં રહીને પણ તું નડિયાદી વાતો કરે છે ! તું શબ્દમાં મજા અને મસ્તી છે એ તમે માં ક્યાંથી હોય રાજ ? તમે માં પોતીકાપણું નથી રહેતું. આજની રાત તો ' તું તારી' કહીને એકબીજાને માણવાની રાત છે. બેડ ઉપર આવી જા બેબી....." શીતલ એકદમ આવેશમાં આવીને બોલતી હતી. શીતલની વાતોથી રાજન દેસાઈ ઉત્તેજિત તો ખૂબ જ થઈ ગયો પણ એ સોફા ઉપરથી ઉભો ના થયો. શીતલને કેમ સમજાવવી ? કોણ જાણે કેમ શીતલનું તુંકારા નું સંબોધન એને અંદરથી ડંખતું હતું. આજે એને શીતલનું નવું સ્વરૂપ જોવા મળ્યું હતું. ગઈકાલ સુધી ...વધુ વાંચો

55

વારસદાર - 55

વારસદાર પ્રકરણ 55" તારું ધ્યાન હવે સિદ્ધ થઈ ગયું છે. તું જ્યારે પણ ધ્યાનમાં બેસીશ કે તરત જ ઊંડા ઉતરી શકીશ અને ઈચ્છા થાય ત્યારે મારી સાથે પણ સંવાદ સાધી શકીશ. તારી સાધનાથી હું પ્રસન્ન થયો છું. ૧૧ ગાયત્રીની માળા ફરી ચાલુ કરી દે. " સ્વામી સર્વેશ્વરાનંદજીની સ્પષ્ટ વાણી મંથનને સંભળાઈ. ધ્યાનની ઊંડી અવસ્થામાં એ મંથનની સામે ઊભા રહીને હસી રહ્યા હતા !ઘણા સમયથી જેની પ્રતીક્ષા હતી એ ગુરુજીનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થઈ ગયો. મંથન માટે આ અમૂલ્ય ક્ષણ હતી. " સ્વામીજી મારા માટે બીજો કંઈ આદેશ ? " મંથન ધ્યાન અવસ્થામાં જ ગુરુજી સાથે સંવાદ કરી રહ્યો હતો. " ...વધુ વાંચો

56

વારસદાર - 56

વારસદાર પ્રકરણ 56ગુરુજીની આજ્ઞા માનીને મંથન ઓખા જવા માટે નીકળી ગયો હતો. ઓખામાં હોટલ રાધેમાં એ ઉતર્યો હતો અને ૮ વાગે એ નીચે ડાઇનિંગ હોલમાં જમવા ગયો ત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઝાલાએ એને ડ્રગ્સ ના કેસમાં એરેસ્ટ કરી દીધો હતોમંથન જે કામ માટે નીકળ્યો હતો એમાં મલિન તત્વો દ્વારા કેટલાંક વિઘ્નો નાખવામાં આવશે એવી ગુરુજીએ એને ચેતવણી પણ આપી હતી છતાં ગુરુજીની નજર તો મંથન ઉપર હતી જ ! ઝાલા મંથનને એરેસ્ટ કરીને પોલીસવાન માં બેસાડીને જ્યારે પોલીસ ચોકીએ લઈ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં મંથને પોતાના કાકાસસરા ઝાલા અંકલને મેસેજ કરી દીધો હતો કે હું એક દિવસ માટે ...વધુ વાંચો

57

વારસદાર - 57

વારસદાર પ્રકરણ 57મંથનને ઓખામાં અદભુત અનુભવ થયો. ગુરુજીની આજ્ઞા પ્રમાણે એ ઓખા આવી ગયો. વહેલી સવારે ૫:૩૦ વાગે દરિયાકિનારે પહોંચી ગયો. ગુરુજીએ કહ્યા પ્રમાણે સાધુ મહાત્માનાં પણ દર્શન થયાં. અને એમને ગુલાબનો હાર પણ પહેરાવ્યો. સાધુની સાથે ઓખાના નવી બજાર એરિયામાં ગોપાલદાદા ના મકાનમાં પણ ગયો અને એક કલાક એમની સેવા પણ કરી. એ પછી ગોપાલદાદાએ એના માથે હાથ મૂકીને સાત દિવસની સમાધિ અવસ્થા કરાવી દીધી ! આવો ચમત્કાર તો એણે પોતાની જિંદગીમાં ક્યારેય પણ જોયો ન હતો. સૌથી મોટી ઉપલબ્ધિ સમાધિના અનુભવની હતી. મંથન રાધે હોટલમાં પહોંચ્યો ત્યારે સવારના ૬:૩૦ વાગી ગયા હતા. સૌથી પહેલાં તો બ્રશ વગેરે ...વધુ વાંચો

58

વારસદાર - 58

વારસદાર પ્રકરણ 58" છોકરાનું નામ ધર્મેશ છે. એટલાન્ટામાં કોઈની સાથે લીવ ઇન રિલેશનશિપમાં છે. છોકરો ઐયાશી છે. " મંથનથી જવાયું." હેં !!! તમે ઓળખો છો એ ધર્મેશને ? " માસી બોલ્યાં. છોકરી અને એના પપ્પા પણ આશ્ચર્યથી મંથન સામે જોઈ રહ્યા. " ના માસી હું કોઈને પણ ઓળખતો નથી. કોણ જાણે કેમ મારાથી બોલાઈ ગયું. " મંથન બોલ્યો. એને પોતાને પણ આશ્ચર્ય થયું હતું. " પરંતુ એ છોકરાનું નામ ધર્મેશ છે એ તમને કેવી રીતે ખબર પડી ? " છોકરીના પપ્પા બોલ્યા. " અરે વડીલ મારાથી આપોઆપ જ બોલાઈ ગયું. તમે પણ મને ક્યાં નામ દીધું હતું ? મને ...વધુ વાંચો

59

વારસદાર - 59

વારસદાર પ્રકરણ 59શીતલ ઝવેરી નિમ્ફોમેનીયા નામના રોગથી પીડાતી હતી. આ એક માનસિક રોગ છે જેમાં વધુને વધુ પુરુષનો સહવાસ ઈચ્છા થાય છે. ગમે એટલું શારીરિક સુખ ભોગવ્યા પછી પણ સંતોષ થતો નથી. ક્યારેક પતિ પ્રત્યેની વફાદારી પણ રહેતી નથી અને મન ભટક્યા કરે છે. શીતલે મંથનને પહેલીવાર નડિયાદમાં જોયો ત્યારથી જ એ એના તરફ આકર્ષાઈ હતી. પોતાની બહેન કેતાની જગ્યાએ મંથન સાથે પોતાનાં લગ્ન થાય એવા મનસુબા ઘડ્યા હતા. હોટલમાં પહેલીવાર મળ્યાં ત્યારે પણ મંથન સાથે શારીરિક સુખ ભોગવવાની એની ઈચ્છા થઈ ગઈ હતી પરંતુ મંથન ખૂબ જ સંયમમાં હતો. મંથન ગયા પછી એણે મંથનને ઘણા બધા વોટ્સએપ મેસેજ ...વધુ વાંચો

60

વારસદાર - 60

વારસદાર પ્રકરણ 60" તારી ઈચ્છા હતી એટલે આજે તને સૂક્ષ્મ જગતમાં હું ખેંચી લાવ્યો છું. તારી મમ્મીની મુલાકાત પણ કરાવી દીધી. આ જન્મ પૂરતા જ સંબંધો હતા. આ બધી એક માયા છે. તારે આ માયાના બંધનોમાંથી પણ બહાર આવવાનું છે. હવે તારા દેહમાં તું પાછો જતો રહે. " સ્વામીજીનો અવાજ મંથનને સંભળાયો અને એક આંચકા સાથે મંથન અચાનક ખુરશીમાં જાગૃત થયો. આંખો ખોલી તો બધું જ અદ્રશ્ય થઈ ગયેલું હતું. એ પોતાની ચેમ્બરમાં રિવોલ્વિગ ચેરમાં બેઠેલો હતો. આ હા.... કેટલો અદભુત અનુભવ હતો એ !! હજુ પણ સૂક્ષ્મ જગતની એ અનુભૂતિ નજરની સામે જ તરવરતી હતી !! હજુ પણ ...વધુ વાંચો

61

વારસદાર - 61

વારસદાર પ્રકરણ 61મંથન સમય પ્રમાણે સાંજે ચાર વાગે ગડાશેઠની મુલુંડની ઓફિસે પહોંચી ગયો. મંથન ગડાશેઠનો પાર્ટનર હોવાથી ઓફિસમાં એને રોક્યો નહીં અને સડસડાટ એ દલીચંદ ગડાની ચેમ્બરમાં દાખલ થયો. ગડાશેઠને મળવું હોય તો અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી પડે અને એ લીધા પછી પણ ઓફિસમાં જઈને વેઇટિંગમાં બેસવું પડે. મંથન માટે સીધા ચેમ્બરમાં જવાની છૂટ હતી. મંથન મહેતાને જોઈને ગડા શેઠ ઊભા થઈ ગયા અને મંથન સાથે પ્રેમથી હાથ મિલાવ્યો. એ પછી બંને પોતપોતાની ચેર ઉપર બેસી ગયા. ગડા શેઠનો પ્રભાવ કોઈની પણ આંખો આંજી નાખે એવો હતો. કડક ઈસ્ત્રી કરેલો ક્રીમ કલરનો ઝભ્ભો, ગળામાં સોનાની જાડી ચેઈન, સોનેરી ફ્રેમના ચશ્મા, ...વધુ વાંચો

62

વારસદાર - 62

વારસદાર 62"મહેતા સાહેબ કાલે સવારે ૭ વાગે જાતે ગાડી ચલાવીને મુલુંડ મારી ઓફિસે એકલા આવી જાઓ. સાથે ડ્રાઇવરને ના અને વિલંબ પણ ના કરતા. હું તમારી રાહ જોઇશ. " દલીચંદ ગડા ગભરાયેલા હતા. મંથનને દલીચંદ ગડાના ફોનથી ખૂબ જ આશ્ચર્ય થયું. ગડા શેઠ વહેલી સવારે ૭ વાગ્યે પોતાને બોલાવી રહ્યા હતા અને એ પણ એકલા જ જવાનું હતું ! નક્કી ગડાશેઠ કોઈ ટેન્શનમાં આવી ગયા લાગે છે. જે હશે તે સવારે ખબર પડશે. મંથન બધી ચિંતા બાજુમાં મૂકીને સૂઈ ગયો. સવારે વહેલા નીકળવાનું હતું એટલે આજે એણે ધ્યાન ન કર્યું અને નાહી ધોઈને ગાયત્રીની ૧૧ માળા કરીને સવારે છ ...વધુ વાંચો

63

વારસદાર - 63

વારસદાર પ્રકરણ 63દલીચંદ ગડાએ પોતાની જ પિસ્તોલથી મોડી રાત્રે આત્મહત્યા કરી લીધી. ખૂબ જ સનસનાટી ભર્યા સમાચાર હતા. સવારે તમામ ન્યૂઝ ચેનલોમાં આ સમાચાર વારંવાર ફ્લેશ થતા હતા. દલીચંદ ગડાને કોઈ પુત્ર ન હતો. એમના પરિવારમાં એમની પત્ની અને એમની સાસરે ગયેલી એક માત્ર દીકરી જ હતાં. જો કે દીકરી પણ લગ્ન પછી અમેરિકા સ્થાયી થઈ ગઈ હતી. લાશને મોડી રાત્રે જ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી. માથામાં જ કાનપટ્ટી પાસે ગોળી મારી હતી એટલે ચહેરો જોવા જેવો હતો જ નહીં. ખોપરી આખી ફાટી ગઈ હતી અને બંને આંખો બહાર લટકી પડી હતી. પોલીસે એમની પત્નીની જરૂરી પૂછપરછ ...વધુ વાંચો

64

વારસદાર - 64

વારસદાર પ્રકરણ 64એ પછી મંથને કવર ઉપરનું સીલ તોડ્યું અને કવર ખોલી પત્ર વાંચવો શરૂ કર્યો. # આજે મારી છેલ્લા દિવસે મહેતા સાહેબ નહીં લખું પરંતુ માત્ર મંથન સંબોધન કરું છું. તમારી પાસે કોઈક તો દિવ્ય શક્તિ છે જ જેના કારણે અગમચેતીથી તમે છ મહિના પહેલાં મારી સાથેની ભાગીદારીમાંથી છૂટા થઈ ગયા. આ દિવ્ય શક્તિ જે પણ હોય એને હું વંદન કરું છું. કાશ તમે મને પણ ચેતવી દીધો હોત !! # આવું ભાગ્યે જ બને કે કરોડો રૂપિયા કમાઈ આપતી કંપની કોઈ એક મિનિટમાં છોડી દે. તમારામાં એ હિંમત મેં જોઈ. તમે જૈન દીક્ષાનું ઉદાહરણ આપ્યું એ પણ ...વધુ વાંચો

65

વારસદાર - 65

વારસદાર પ્રકરણ 65ઝવેરી શેઠ અંદર જઈને મેટલર નો વજન કાંટો, એક આઈ ગ્લાસ અને બીજી એક બ્લુ રંગની ખાલી પણ લેતા આવ્યા. " સૌથી પહેલાં તો આપણે આ ડાયમંડ ગણી લઈએ. ડાયમંડ ઘણા બધા છે એટલે વેલ્યુએશન કરવામાં મને ઘણો સમય લાગશે. મુનશી સાહેબને જવું હોય તો જઈ શકે છે. " ઝવેરી શેઠ બોલ્યા. " ભલે તો હું નીકળી જાઉં છું. આ મંથનભાઈ ગડાશેઠના ખાસ માણસ હતા એટલે મારા પોતાના ડાયમંડ હોય એ રીતે જ એનું વેલ્યુએશન કરજો અને ખરીદવાના પણ તમારે જ છે. " મુનશી સાહેબ બોલ્યા અને ઊભા થયા. "મંથનભાઈ તમે અત્યારે અહીં જ જમી લેજો. કારણ ...વધુ વાંચો

66

વારસદાર - 66

વારસદાર પ્રકરણ 66"મને આવે છે. તીવ્ર સુગંધ આવે છે. અને એ ગડાશેઠ જે પર્ફ્યુમ હંમેશા વાપરતા હતા એની જ છે. નક્કી એમનો આત્મા અહીં આસપાસ છે અને મને કદાચ કંઈક કહેવા માગે છે. " મંથન બોલ્યો. મંથનની વાત સાંભળીને ઝાલા સાહેબને આશ્ચર્ય થયું. ગડાશેઠનો આત્મા અહીં આસપાસ છે અને મંથનને કંઈક કહેવા માગે છે એ વાત એમની સમજની બહાર હતી. ઝાલા સાહેબ આધ્યાત્મિક જરૂર હતા અને ગુરુજીને માનતા પણ હતા છતાં એમનું લેવલ આ બધી વાતોને સમજવા જેટલી ઊંચાઈ ઉપર ન હતું. પરંતુ મંથનને ચોક્કસ અહેસાસ થઈ ગયો હતો. એની પાસે ગોપાલદાસે આપેલી અમુક સિદ્ધિઓ હતી અને આધ્યાત્મિક લેવલ ...વધુ વાંચો

67

વારસદાર - 67

વારસદાર પ્રકરણ 67* દલીચંદ ગડાનો જન્મ કચ્છના માંડવી તાલુકામાં થયો હતો પરંતુ નાનપણથી જ એના પિતાજી મુંબઈ શિફ્ટ થઈ હતા અને દાદર કબુતરખાના પાસે અનાજની દુકાન કરી હતી. પોતાના બુદ્ધિબળથી ધીમે ધીમે એમણે મસ્જિદ બંદરના એક મોટા કચ્છી વેપારી સાથે સેટીંગ કરીને હોલસેલનું ચાલુ કર્યું હતું અને મુંબઈના જુદા જુદા એરિયાની દુકાનોમાં એ સપ્લાય કરતા. દલીચંદ નાનપણથી જ ખૂબ સાહસિક હતો. મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા પછી એ પિતાના ધંધામાં જ જોડાઈ ગયો હતો. કરોડો રૂપિયા કમાવાનાં એનાં સપનાં હતાં. અનાજ બજારમાં એને કોઈ મજા આવતી ન હતી. કંઈક નવું કરવું હતું જેમાં કરોડપતિ બની શકાય. ડાયમંડનો બિઝનેસ એક એવો ...વધુ વાંચો

68

વારસદાર - 68

વારસદાર પ્રકરણ 68તલકચંદ ખૂબ જ હોશિયાર હતા અને કાબેલ વેપારી પણ હતા. દલીચંદના ડાયમંડ ખૂબ જ ઊંચી કવોલિટીના હતા. ૭૮૨ કરોડ આપી એમણે એ ડાયમંડ લગભગ ૧૦૦૦ કરોડમાં વિદેશી પાર્ટીને ટુકડે ટુકડે વેચ્યા હતા. એમણે પોતાના સોલિસિટર મુનશી સાહેબને પણ એક કરોડ રૂપિયા ગિફ્ટ તરીકે પહોંચાડી દીધા હતા. મંથન વિશે એ બધું જ જાણતા હતા કારણ કે મંથન દલીચંદનો કન્સ્ટ્રક્શન પાર્ટનર હતો અને એણે દલીચંદને કરોડો રૂપિયા કમાઈ આપ્યા હતા. આટલી ઉંમરે પણ વધુ પૈસા કમાવવાની લાલચ એમને હતી. મંથન ખૂબ જ પાણીદાર લાગ્યો. જો એની સાથે પોતે પણ પાર્ટનરશીપ કરે અને પોતાના પૈસા લગાવે તો મંથન એમને ઘણું ...વધુ વાંચો

69

વારસદાર - 69

વારસદાર પ્રકરણ 69તલકચંદને મળીને મંથન સીધો પોતાના ઘરે જ ગયો. થોડો સમય અભિષેક સાથે ગાળ્યો. એ પછી જમવાનો ટાઈમ ગયો હતો એટલે એણે જમી લીધું. તલકચંદને જે રીતે એણે મનાવી લીધા એ ગુરુજીની કૃપા વગર શક્ય જ ન હતું. એ ઘરેથી ગુરુજીને પ્રાર્થના કરીને જ નીકળ્યો હતો. હવે કેતા અને મૃદુલાબેનને સરપ્રાઈઝ આપવાનું હતું. પરંતુ એ પહેલાં ગડાશેઠના આદેશ મુજબ સુજાતા દેસાઈને મળવું જરૂરી હતું. જમીને એણે થોડો આરામ કર્યો અને પછી બપોરે ત્રણ વાગે એ પારલા જવા માટે નીકળ્યો. મુંબઈના ગીચ ટ્રાફિકમાં દરેક જગ્યાએ મર્સિડીઝ લઈને જવું અનુકૂળ નથી હોતું. પારલા બહુ દૂર નહોતું એટલે એણે ઘરેથી રીક્ષા ...વધુ વાંચો

70

વારસદાર - 70

વારસદાર પ્રકરણ 70ઘરે પહોંચ્યા પછી મંથને અદિતિને બધી જ વાત વિગતવાર કરી અને એ પણ કહ્યું કે મને હવે સરસ બહેન મળી ગઈ છે. મને બહેનની ખોટ સાલતી હતી જે ઈશ્વરે પૂરી કરી. મેં દિલથી તર્જનીને મારી બહેન તરીકે સ્વીકારી લીધી છે. તારા પણ નણંદના ઓરતા પૂરા થશે. સુખ દુઃખની વાતો કરવા માટે એક નણંદ તો હોવી જ જોઈએ. " તમારો નિર્ણય એ મારો નિર્ણય. તમે જે પણ વિચાર્યું હશે એ સારું જ હશે. ચાલો કમ સે કમ તર્જનીબેનને હવે એકલવાયુ જીવન જીવવું નહીં પડે. એમને ભાઈની ખોટ પણ પુરાઈ જશે" અદિતિ બોલી. "હા અદિતિ એનો સ્વભાવ ખરેખર સરસ ...વધુ વાંચો

71

વારસદાર - 71

વારસદાર પ્રકરણ 71મૃદુલામાસી સાથે વાતચીત પતાવીને મંથન બેડરૂમમાંથી બહાર આવ્યો. " વાતચીત પતી ગઈ ? હવે પાંચ મિનિટ આરામથી હું ફટાફટ ગરમાગરમ ગોટા ઉતારી દઉં. " કહીને કેતા રસોડામાં સરકી ગઈ. દસેક મિનિટમાં કેતા એક પ્લેટમાં ગોટા અને સાથે ચા લેતી આવી. " રસોઈ કરવામાં તારો હાથ ખરેખર સારો છે કેતા. ખરેખર ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા છે." મંથન બોલ્યો. " વખાણ રહેવા દો. અદિતિ પણ આટલા જ સરસ ગોટા બનાવી શકે છે. હવે બોલો... મમ્મીને તમે કેમ મળવા માગતા હતા એ હું જાણી શકું ? જો તમને વાંધો ના હોય તો ! " કેતા બોલી. " ઓફકોર્સ ...વધુ વાંચો

72

વારસદાર - 72

વારસદાર પ્રકરણ 72મૃદુલામાસી, કેતા અને શીતલ ત્રણેય કન્વીન્સ થઈ ગયાં એટલે તલકચંદને અદિતિ ટાવર્સમાં લઈ આવવાનું કામ મંથન માટે થઈ પડ્યું. મંથનને બીજાં પણ ઘણાં કામ હજુ કરવાનાં હતાં એટલે હાલ પૂરતું આ કામ થોડા દિવસો માટે એણે પેન્ડિંગ રાખ્યું. મંથને લોક કલ્યાણ માટે *મંથન મહેતા સેવા મિશન* નામની સંસ્થાની રચવા કરવાનું નક્કી કર્યું હતું એટલે એ નામનો રબર સ્ટેમ્પ બનાવીને પ્રોપરાઇટર તરીકે પોતાની બેંકમાં એણે એક ખાતું ખોલાવ્યું અને પચાસ કરોડ જેટલી રકમ એમાં ટ્રાન્સફર કરી. મંથનના પોતાના ખાતામાં કરોડો રૂપિયા હતા અને એ રેગ્યુલર ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરીને બહુ મોટો ટેક્સ ભરતો હતો એટલે એને આ સંસ્થામાં ...વધુ વાંચો

73

વારસદાર - 73

વારસદાર પ્રકરણ 73મર્સિડીઝ ગાડી એક્સપ્રેસ હાઈવે ઉપર બોરીવલી તરફ સડસડાટ ભાગી રહી હતી. આજે કોણ જાણે કેમ ટ્રાફિક ઓછો બોરીવલીથી ઘોડબંદર રોડ થઈને ગાડીને થાણા મુલુંડ તરફ ભગાવી. તર્જની એક નાના બાળકની જેમ ભાઈની બાજુની સીટમાં બેસીને આ લક્ઝરીયસ ગાડીનો આનંદ માણી રહી હતી. મમા હતી ત્યારે એક બે વખત ટેક્સીનો અનુભવ કર્યો હતો બાકી તો બધે રિક્ષામાં જ આવવા જવાનું થતું. આવી મોંઘીદાટ ગાડીમાં એ પહેલીવાર બેઠી હતી. " ભાઈ આપણે ક્યાં જઈ રહ્યા છીએ અત્યારે ? " તર્જની બોલી. "તારા સ્વર્ગસ્થ પિતાના ઘરે. ભલે તેં તારા પિતાને ના જોયા હોય પણ તને જોઈને તારા પિતાએ સંતોષ વ્યક્ત ...વધુ વાંચો

74

વારસદાર - 74

વારસદાર પ્રકરણ 74" અરે તર્જની તું !!! " અદિતિ બોલી. "અરે અદિતિ !! ઓ માય ગોડ !! વ્હોટ આ સરપ્રાઈઝ !!! " તર્જની બોલી.બંને એકબીજાને જોઈને ખૂબ જ આશ્ચર્ય પામી ગયાં. મંથનને તો કલ્પના પણ ન હતી કે બંને એકબીજાને આ રીતે ઓળખતાં હશે ! એકદમ નજીકની ઓળખાણ હોય એ રીતે બંનેના ચહેરા ઉપર આશ્ચર્ય અને ખુશી બંને છલકાઈ રહ્યાં હતાં. "મને તો કલ્પના જ નહીં કે તર્જની જ હવે મારી નણંદ બનીને આવશે. " અદિતિ બોલી. " હા ભાભી. હવે તો મારે ભાભી તરીકેનું રિસ્પેક્ટ આપવું જ પડશે. ખરેખર આ દુનિયા ખૂબ જ નાની છે. ક્યારે કોની ક્યાં ...વધુ વાંચો

75

વારસદાર - 75

વારસદાર પ્રકરણ 75ગડાશેઠના આત્મા સાથે વાર્તાલાપ કર્યા પછી મંથન થોડો ડિસ્ટર્બ એટલા માટે થયો કે મૃત્યુ પછી પણ જીવની છૂટતી નથી અને ફરી ફરી એ જ કુટુંબમાં એ જનમ લેવા માગતો હોય છે. પોતાની ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરવાના બદલે ફરી ફરીને એ જનમ મરણના ચક્કરમાં ફસાતો રહે છે ! ગડાશેઠે આ જનમમાં કરોડો રૂપિયા કમાવવા માટે ઘણા બધા કાવાદાવા કર્યા હતા. ઘણા રંગરાગ માણ્યા હતા. ડ્રગ્સ જેવા ધંધામાં પણ હાથ કાળા કર્યા હતા એટલે એમનો આત્મા મૃત્યુ પછીના પ્રથમ લોકમાં જ ભટકી રહ્યો હતો. તેમ છતાં એમની આંખ ઉઘડતી ન હતી અને મન માયામાં જ હતું. માયાનું વળગણ ઓછું હોય ...વધુ વાંચો

76

વારસદાર - 76

વારસદાર પ્રકરણ 76જમવા માટે એક પછી એક જે આઈટમો કેતા અને શીતલ પીરસતી ગઈ એ જોઈને જમવા બેઠેલાં ચારેય આશ્ચર્યચકિત થઈ ગયાં !! શિખંડ, પૂરી, કાચા કેળાંનું ભરેલું શાક, કોબીજ નો સંભારો, મગની લચકો દાળ, ખાંડવી, દહીંવડાં, કઢી ભાત અને ચોખાના તળેલા પાપડ. " અરે બેટા આ ઉંમરે આટલો બધો શિખંડ ના હોય. થોડો ઓછો કરી દે. અને મારા માટે આટલી બધી મહેનત કરવાની હોય ? " તલકચંદ બોલ્યા. "પપ્પા કેટલા વર્ષો પછી તમે અમને મળ્યા છો ? અને આજે દરેક વસ્તુ ઘરે બનાવેલી છે. કોઈપણ આઈટમ બહારની નથી. અને શિખંડ તો કેતાદીદી ની સ્પેશિયાલિટી છે. એમણે જાતે બનાવેલો ...વધુ વાંચો

77

વારસદાર - 77

વારસદાર પ્રકરણ 77મંથનને બીજા કોઈ સવાલો તો હતા જ નહીં. જે જિજ્ઞાસા હતી એ એણે સુજાતા દેસાઈના આત્માને પૂછી હતી. "બસ મારે આટલું જ જાણવું હતું. તમે મારા માટે ખાસ સમય કાઢ્યો અને મને મળવા માટે આવ્યાં એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. " મંથન બોલ્યો" સમય કાઢવાનો તો સવાલ જ નથી. અહીં તો અમારી પાસે સમય જ સમય છે. મેં તમને કહ્યું તેમ અમારી અહીં કેટલીક મર્યાદાઓ હોય છે. તમારી સાથે જેમ વાત કરી એમ પૃથ્વીલોકના વ્યક્તિઓ સાથે અમે વાત કરી શકતા નથી. તમારા ગુરુજીની શક્તિઓના કારણે જ મારા ગાઇડે મને પરમિશન આપી છે." સુજાતા બોલી. "તમારે તર્જનીને ...વધુ વાંચો

78

વારસદાર - 78

વારસદાર પ્રકરણ 78નૈનેશ ઝવેરીએ પોતાના પિતા ઉપર લાયસન્સ વાળી પિસ્તોલથી ગોળી છોડી અને તલકચંદ નીચે પછડાઈ ગયા. પિસ્તોલ ચલાવવાની કોઈ પ્રેક્ટિસ તો હતી જ નહીં એટલે આડેધડ છોડેલી ગોળી તલકચંદના ડાબા હાથના ઉપરના ભાગે ઘસરકો કરી ગઈ. સદનસીબે હાડકાને કોઈ ઇજા ના થઈ. છતાં તલકચંદથી ચીસ પડાઈ ગઈ અને ગોળીના ધક્કાથી નીચે પછડાયા. ગોળી વાગ્યા પછી બે ઘટનાઓ એક સાથે બની. પિસ્તોલનો ધડાકો સાંભળીને રસોઈ કરતા મહારાજ અને નોકર બંને ડ્રોઈંગ રૂમમાં દોડી આવ્યા. સજાગ નોકરે તરત એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો. થોડીક જ વારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. તલકચંદ વેદનાથી કણસી રહ્યા હતા પરંતુ ભાનમાં હતા. એમણે નોકરને મંથન મહેતાને ...વધુ વાંચો

79

વારસદાર - 79

વારસદાર પ્રકરણ 79"અને હા, કાલે રાત્રે ટ્રેનમાં અચાનક ખાર રોડ કેમ ઉતરી ગયો ? તું તો બોરીવલી જવાનો હતો ! " મંથને હસીને પૂછ્યું. નૈનેશ તો આભો બનીને મંથન સામે જોઈ જ રહ્યો !!! નૈનેશ ખરેખર તો બોરીવલી જવા માટે જ નીકળ્યો હતો. પરંતુ બાંદ્રા ક્રોસ કર્યા પછી અચાનક જ એનો વિચાર બદલાઈ ગયો અને એ ખાર રોડ ઉતરી ગયો. કોઈ અદ્રશ્ય શક્તિ એને જૂહુ તારા રોડ ઉપરના બંગલા તરફ ખેંચી ગઈ હતી. મંથને જ્યારે નૈનેશને હોસ્પિટલમાં આ સવાલ પૂછ્યો ત્યારે નૈનેશ ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયો. એને સમજાયું નહીં કે પોતે બોરીવલી જવાના બદલે અચાનક ખાર રોડ ઉતરી ગયો ...વધુ વાંચો

80

વારસદાર - 80

વારસદાર પ્રકરણ 80" દીદી તમે નૈનેશને ઘરમાં પેસવા જ કેમ દીધો ? અને ઘરે આવ્યો હતો તો પોલીસને જાણ કરાય ? પપ્પા બચી ગયા બાકી એણે તો ખૂનનો જ પ્રયાસ કર્યો હતો ને ! " નૈનેશના ગયા પછી શીતલ બોલી. " નૈનેશ આપણા ઘરે આવ્યો ત્યારે એનો ચહેરો જોયો હતો ? મેં જોયો હતો. એણે પોતાની ભૂલ કબૂલ કરી હતી અને રડવા જેવો થઈ ગયો હતો. આપણા ઘરે આશરો લેવા આવ્યો હતો. નાદાન ઉંમર છે એની. એ કોઈ ક્રિમિનલ નથી. અને ગમે તેમ તોય આપણો ભાઈ છે એ ! " કેતા બોલી. " માય ફૂટ ! જે બાપની હત્યા ...વધુ વાંચો

81

વારસદાર - 81

વારસદાર પ્રકરણ 81" કહું છું હવે તમે થોડો સમય કાઢો એટલે આપણે અમદાવાદ જઈ આવીએ. જયેશભાઈ ના ઘરે દીકરી એને એક વર્ષ પૂરું થવા આવ્યું છતાં આપણે રમાડવા જઈ શક્યા નથી. " અદિતિ બોલી. " તારી વાત સાચી છે. મારે હવે સમય કાઢવો જ પડશે. કેટલીય વાર વિચાર્યું કે આ શનિ રવિમાં અમદાવાદ આંટો મારી આવીએ પરંતુ બધા શનિ રવિ કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહ્યા." મંથન બોલ્યો. " હા એટલે જ કહું છું. અત્યારે વેકેશન ચાલે છે. અભિષેકની સ્કૂલ ચાલુ થાય એ પહેલાં આપણે જઈ આવીએ." અદિતિ બોલી. " ચાલો તો પછી આવતા શનિવારે વહેલી સવારે નીકળી જઈએ. સાંજે ...વધુ વાંચો

82

વારસદાર - 82

વારસદાર પ્રકરણ 82" ફોઈબા... મારો ઇન્ટરવ્યૂ કેન્સલ થઈ ગયો છે. આ લોકો પણ છેક છેલ્લી ઘડીએ જાણ કરે છે. અમદાવાદ નો ધક્કો મારે ખાવો પડ્યો ! રિટર્ન ટિકિટ હું લઈને જ આવ્યો છું એટલે આજે રાત્રે ૯ વાગ્યાની લોકશક્તિમાં હું નીકળી જઈશ. અહીં સુધી આવ્યો છું તો ઘંટાકર્ણદાદાનાં દર્શન કરવા અત્યારે જઈ રહ્યો છું. સાંજે સુખડીથી પેટ ભરાઈ જશે એટલે રાત્રે સીધો સ્ટેશન જ જઈશ." ચિન્મય બોલ્યો. " ફઈના ઘરે આવ્યો છે તો એમને એમ થોડું જવાય ? તું તો હજી મારા ઘરે જમ્યો પણ નથી. આજનો દિવસ રોકાઈ જા. જીગ્નેશને પણ તું ક્યાં મળ્યો છે ? બિચારો તને ...વધુ વાંચો

83

વારસદાર - 83

વારસદાર પ્રકરણ 83મંથનને સંતોષ થઈ ગયો કે પોતે પણ હવે ધ્યાનમાં રાજન દેસાઈની કક્ષામાં પહોંચી ગયો છે અને આરામથી થીટા લેવલ ઉપર પહોંચી જાય છે ! જો કે આ ધ્યાન એક પ્રકારનું ક્રિએટિવ વિઝયુલાઈઝેશન છે. જેમાં કોઈપણ વસ્તુને પ્રાપ્ત કરવા માટેનું ધ્યાન કરવાનું હોય છે. શતાબ્દિ એક્સપ્રેસ રાત્રે ૮:૪૦ કલાકે બોરીવલી સ્ટેશને પહોંચી ગયો. ટ્રેનમાં જ જમવાની વ્યવસ્થા હતી એટલે ઘરે જઈને રસોઈ કરવાની કોઈ માથાકૂટ ન હતી. મંથને બોરીવલી સ્ટેશનથી ટેક્સી જ કરી લીધી અને ફેમિલી સાથે સુંદરનગર પહોંચી ગયો. ત્રણ દિવસ પછી ચિન્મયનો ફોન આવી ગયો. મંથને એને પોતાની ઓફિસે બોલાવ્યો. " લોઅર પરેલમાં 'મહેતા નર્સિંગ સેવા ...વધુ વાંચો

84

વારસદાર - 84

વારસદાર પ્રકરણ 84ચિન્મયનો મક્કમ નિર્ણય સાંભળી મામા મામી થોડાં ઢીલાં પડ્યાં. ભાણો જો જાતે કન્યા પસંદ કરીને લગ્ન કરી તો પોતાની જ માનહાની થાય. પોતે જોડે રહીને લગ્ન કરાવે તો પોતાને પણ યશ મળે કે ભાણાને પરણાવ્યો ! અને ચિન્મય હવે માનવાનો તો છે જ નહીં એટલે પછી એમણે નમતું મૂક્યું." ઠીક છે ભાઈ. શેઠની આગળ તારી આટલી મજબૂરી હોય તો અમે શું કરવાનાં હતાં ? ક્યાં જવાનું છે અને કેવી રીતે જવાનું છે ? ગોળધાણાની વાત હશે તો કંઈક વ્યવહાર પણ કરવો પડશે ને ? " મામા બોલ્યા." છોકરી મુલુંડ રહે છે. બાકી મને બીજી કંઈ જ ખબર ...વધુ વાંચો

85

વારસદાર - 85

વારસદાર પ્રકરણ 85મંથન એક પછી એક જવાબદારીઓ પૂરી કરી રહ્યો હતો. ઘણા બધા કાર્યોમાં ગુરુજીએ એને નિમિત્ત બનાવ્યો હતો. દરેક કામમાં સફળતા મળતી હતી એનું કારણ ગુરુકૃપા અને ગોપાલદાદા ના આશીર્વાદ હતા. છેલ્લી જવાબદારી તર્જનીની હતી એ પણ સરસ રીતે પૂરી થઈ ગઈ હતી અને મુરતિયો પણ સારો મળ્યો હતો. ચિન્મયને પોતાને પણ કલ્પના ન હતી કે મંથન સર એનું કિસ્મત બદલી નાખશે. આજે એની પાસે મુલુંડનો વૈભવી બંગલો, લોઅર પરેલનો વિશાળ ફ્લેટ, ગાડી અને અપ્સરા જેવી તર્જની હતી. એનાં વૈભવી લગ્નના સમાચાર છેક અમદાવાદ એનાં ફોઈબા સુધી પહોંચી ગયા હતા. મંથન શેઠે ચિન્મયનાં મામા મામી અને દીકરી જમાઈ ...વધુ વાંચો

86

વારસદાર - 86

વારસદાર પ્રકરણ 86સૌથી પહેલાં ઝાલા સાહેબ અને સરયૂબા હોસ્પિટલ પહોંચી ગયાં. એના પછી લગભગ અડધા કલાક પછી રાજન દેસાઈ શીતલ આવી ગયાં. જૂહુ સ્કીમ બહુ દૂર હતી એટલે કેતા એની મમ્મી તથા નૈનેશને પહોંચતા એક કલાક લાગ્યો. એ પણ પારલાથી ટ્રેન પકડી એટલા માટે. ચિન્મયના મામા પણ છેલ્લે આવી ગયા. મંથન અને અદિતિ આઈ.સી.યુ માં હતાં અને કોઈને પણ અંદર જવા દેતા ન હતા. એટલે તમામ લોકો ચિન્મય અને તર્જની સાથે જ ચર્ચા કરતાં હતાં કે આ બધું કેવી રીતે બન્યું. બધાંની આંખો ભીની હતી. સરયૂબા વારંવાર રડી પડતાં હતાં . કેતા પણ એકવાર રડી પડી હતી અને એને ...વધુ વાંચો

87

વારસદાર - 87

વારસદાર પ્રકરણ 87મંથન ઉભો થયો અને વોશરૂમમાં જઈને બ્રશ વગેરે પતાવી ફ્રેશ થઈ ગયો. આજે ન્હાવાનું તો હતું જ એટલે એણે હાથ પગ મ્હોં ધોઈ નાખ્યાં અને ફ્રેશ થઈ ગયો. સવારના ૭ વાગી ગયા હતા એટલે હોસ્પિટલની કેન્ટીનનો ચા વાળો પણ આવી ગયો અને બે કપ ચા અને પેશન્ટ માટે ગરમ ઉપમા મૂકી ગયો. " તમે જલ્દી જલ્દી ચા નાસ્તો કરી લો. હમણાં નર્સ આવશે એટલે ફરી પાછો બાટલો ચડશે. " કેતા બોલી અને એણે રિવોલ્વિંગ ટેબલ મંથનની સામે રાખીને ચા અને નાસ્તો મૂકી દીધાં. " અદિતિ સાથે કોઈ વાત થઈ કે નહીં ? એની સાથે રૂમમાં અત્યારે કોણ ...વધુ વાંચો

88

વારસદાર - 88

વારસદાર પ્રકરણ 88મંથને કેતાને બોલાવીને એના જમણા હાથના કાંડા ઉપર શિવની પ્રસાદી રૂપે મળેલા રુદ્રાક્ષને બાંધ્યો ત્યારે તો પતિની અદિતિ કંઈ ના બોલી પરંતુ કેતાના ગયા પછી અદિતિથી રહેવાયું નહીં. "તમે કેમ આજે કેતાને ઘરે બોલાવીને રુદ્રાક્ષ બાંધ્યો ? મને કંઈ સમજાયું નહીં. " અદિતિ બોલી. "તારે ખરેખર જાણવું છે ? હું જે કહું તે શ્રદ્ધાથી સાંભળજે. તને ખબર છે કે હું કદી ખોટું બોલતો નથી. " મંથન બોલ્યો" હું તમને ઓળખું છું. અને તમે જે પણ જવાબ આપશો એ સાચો જ હશે. મને કુતૂહલ છે એટલા માટે જ પૂછું છું. " અદિતિ બોલી. " અકસ્માત પછી તું કોમા ...વધુ વાંચો

89

વારસદાર - 89

વારસદાર પ્રકરણ 89સમય સરકતો ગયો. દિવસો પછી મહિના અને મહિના પછી વર્ષ. દશ વર્ષનો સમયગાળો જોતજોતામાં પસાર થઈ ગયો. ૪૫ નો થઈ ગયો. અદિતિ પણ ૪૩ ની થઈ. અભિષેક ૧૪ વર્ષનો થયો. વીણામાસી પણ ૭૫ આસપાસ પહોંચી ગયાં. હવે એમને કોઈને કોઈ બીમારીની દવાઓ ચાલુ થઈ ગઈ હતી. ઝાલા સાહેબ પણ ૭૩ ની ઉંમરે પહોંચવા આવ્યા હતા અને હવે સંપૂર્ણ નિવૃત્ત જીવન ગાળતા હતા. ૪૦ વર્ષનો ચિન્મય શાહ સ્ટોક માર્કેટનો કિંગ બની ગયો હતો. શેરબજારમાં એનું નામ બહુ આદરથી લેવામાં આવતું. હવે એ બજારને રમાડતો થઈ ગયો હતો. માત્ર સ્ટોક માર્કેટમાંથી જ એ કરોડો રૂપિયા કમાઈ ગયો હતો. મોંઘીદાટ ...વધુ વાંચો

90

વારસદાર - 90

વારસદાર પ્રકરણ 90મંથને કેતાને બાંધેલો રુદ્રાક્ષ ખોવાઈ ગયા પછી કેતાને તો માત્ર એટલું જ કહ્યું કે તું ચિંતા ના પણ મંથનની પોતાની ચિંતા ઘણી વધી ગઈ. રુદ્રાક્ષ ખોવાઈ ગયો એનો મતલબ એટલો જ કે હવે પછીના એક વર્ષમાં ગમે ત્યારે પણ કેતાની જીવન દોરી કપાઈ જવાની ! કેતા પોતાના જીવનમાંથી ચાલી જાય એ મંથનને મંજૂર ન હતું. કેતા તો દશ વર્ષ પહેલાં જ વિદાય લેવાની હતી પરંતુ ગુરુજીની કૃપાના કારણે એને દશ વર્ષનું આયુષ્ય મળી ગયું હતું. જો રુદ્રાક્ષ ના તૂટી ગયો હોત તો હજુ પણ કેતાને કોઈ આંચ ના આવત. પરંતુ કુદરતનો સંકેત મળી ગયો હતો. હવે આ ...વધુ વાંચો

91

વારસદાર - 91

વારસદાર પ્રકરણ 91નવરાત્રી શરૂ થઈ ગઈ. મંથને આ વર્ષે ખાસ કેતા માટે સવા લક્ષ ગાયત્રી મંત્રનું પુરશ્ચરણ ચાલુ કર્યું. દિવસ સુધી રોજ ૩૦ માળા કરવાની હોય છે. રોજ સવારે ૪ વાગે એ ઉઠી જતો અને નાહી ધોઈ ૫ વાગે માળા શરૂ કરી દેતો. હવે સ્પીડ આવી ગઈ હોવાથી ૩ કલાકમાં ૩૦ માળા પૂરી થઈ જતી. નવરાત્રીમાં અદિતિએ પણ રોજની પાંચ માળા ચાલુ કરી દીધી હતી. એની ઈચ્છા તો ૧૧ માળા કરવાની હતી પરંતુ નવી નવી માળા શરૂ કરી હોવાના કારણે એના માટે એ શક્ય ન હતું. મંથનના સંસ્કાર હોવાના કારણે આ વર્ષે અભિષેક પણ રોજની ત્રણ માળા કરતો હતો. ...વધુ વાંચો

92

વારસદાર - 92

વારસદાર પ્રકરણ 92રાજન દેસાઈ ઘરેથી નીકળી ગયા પછી શીતલે એ દિવસે ત્રણેક વાર ફોન કર્યા પરંતુ રાજને ફોન કટ શીતલ સમજી ગઈ કે પોતાના શબ્દોથી રાજનને ખૂબ જ ખોટું લાગ્યું છે. એ એક પુરુષ હતો અને પત્ની તરીકે રાત્રે એણે જે ચાબખા માર્યા હતા એ કોઈ પણ પતિ સાંભળી ના શકે ! એ દિવસે પોતાની ઓફિસથી રાત્રે શીતલ ઘરે આવી ત્યારે પણ રાજન પાછો આવ્યો ન હતો. રાત્રે પણ એણે વાત કરવા પ્રયત્ન કર્યો પણ રાજને એક પણ ફોન ઉપાડ્યો નહીં. શીતલે એને ' સોરી ' નો વોટ્સએપ મેસેજ પણ કર્યો છતાં રાજને એ મેસેજ જોયો પણ નહીં. હવે ...વધુ વાંચો

93

વારસદાર - 93

વારસદાર પ્રકરણ 93નસીરખાન મંથનની ઓફિસમાંથી બહાર નીકળ્યો ત્યારે ખૂબ જ ખુશ હતો. એની ગણતરી ગમે તેમ કરીને ૧૦ કરોડ હતી. જો મંથન ના આપે તો ધાક ધમકી પણ આપવાની હતી પરંતુ મંથન તો રાજા મહારાજા જેવો દિલદાર મરદ નીકળ્યો. સીધા ૪૦૦ કરોડ ! આટલી રકમમાં તો ફરી પાછું મોટું સામ્રાજ્ય ઊભું થઈ શકે. પરંતુ ના... હવે ડ્રગ્સના ધંધામાં નથી પડવું. બુટલેગરનો ધંધો પણ પોતે કરેલો છે અને એમાં પણ મોટો કારોબાર થઈ શકે. પરંતુ આ રકમ તો ઘણી મોટી છે એટલે હવે એમાં પણ નથી પડવું. મુંબઈ જેવા શહેરમાં કરવા માટે બીજા ઘણા ધંધા છે. ગડાશેઠે મંથન મહેતા સાથે ...વધુ વાંચો

94

વારસદાર - 94

વારસદાર પ્રકરણ 94મંથને ઓખાની ભૂમિ ઉપર ફરીથી ગોપાલદાદાનાં દર્શન કર્યાં અને વાતચીત પણ કરી. છતાં આ બધું અગમ્ય જગતમાં ગયું ! હકીકતમાં તો એ હજુ ઓખાના નવી બજાર એરિયામાં નવા બે માળના મકાનના ઓટલા ઉપર માથું ટેકવીને ઉભો હતો ! એ જાગૃત થયો ત્યારે ન તો દરિયો હતો , ન તો વ્યોમાણી માતાનું મંદિર હતું કે ના તો એની સામે ગોપાલદાદા ઉભા હતા !! બે ક્ષણમાં જ આ અનુભવ થઈ ગયો. હવે એને કેતાની ચિંતા થવા માંડી. શા માટે ગોપાલદાદાએ એને ઠપકો આપવો પડ્યો ? આટલો ચમત્કારિક અને પવિત્ર રુદ્રાક્ષ કેતાની સુરક્ષા માટે ગોપાલદાદાએ ધ્યાન અવસ્થામાં આપ્યો હતો તો ...વધુ વાંચો

95

વારસદાર - 95 - છેલ્લો ભાગ

વારસદાર (અંતિમ) પ્રકરણ 95 ગંગાસાગર પહોંચ્યા પછી તમામ યાત્રાળુ ગંગાસાગર પથનિવાસ ગેસ્ટ હાઉસ પહોંચી ગયાં. અગાઉથી ફોન કરીને છ બુક કરાવી દીધા હતા. ગંગાસાગરમાં મકરસંક્રાંતિના દિવસે મેળો ભરાય છે બાકીના દિવસોમાં તો કોઈને કોઈ ગેસ્ટ હાઉસમાં વ્યવસ્થા થઈ જ જતી હોય છે. અગાઉથી જૈન ભોજન બનાવવાનો ઓર્ડર પણ આપ્યો હતો એટલે એ પણ કોઈ ચિંતા ન હતી. બપોરનો એક વાગવા આવ્યો હતો એટલે સૌથી પહેલાં ફ્રેશ થઈને બધાંએ જમી લીધું. ગંગાસાગર નું બીજું નામ સાગરદ્વીપ પણ છે. આ એક ટાપુ છે અને અહીં હુગલી નદી ધસમસતા પ્રવાહ સાથે સાગરને મળે છે. આ પવિત્ર સંગમ ઉપર હરિદ્વારની જેમ દીપદાન પણ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો