મેઘનાબહેન આજે સવારથી ક્યારેક રસોડામાં તો ક્યારેક બેઠકરૂમમાં ઝડપભેર આવ-જા કરતાં હતાં. દીકરો નિખિલ પપ્પા સમીરભાઈને ઈશારા કરી પૂછી રહ્યો હતો, 'આ મમ્મીને આજે શું થયું છે?' અને તેમની નજીક જઈ કહ્યું કે, 'કહો ને મમ્મીને, બેસી જાય. અમને ઓફિસ જવાનું મોડું થાય છે.' સમીરભાઈને મઝા પડી હતી. છેલ્લાં સાત વર્ષથી ઘૂંટણના અસહ્ય દુઃખાવાથી પીડાતી પત્ની આજે ઉડણચરકલડીની માફક ઘરમાં દોડાદોડી કરી રહી હતી. તેમણે સમીરને હાથનાં ઈશારાથી નીચે ઝુકવાનો ઈશારો કર્યો અને તેનાં કાનમાં કહ્યું,' આજે તેની વહાલી રમીલા આવવાની છે.' સાંભળીને નિખિલનાં મોં ઉપર પણ રંગત છવાઈ ગઈ. તે રસોડામાં ગયો અને મનાલીને કહ્યું,
સવાઈ માતા - ભાગ 1
મેઘનાબહેન આજે સવારથી ક્યારેક રસોડામાં તો ક્યારેક બેઠકરૂમમાં ઝડપભેર આવ-જા કરતાં હતાં. દીકરો નિખિલ પપ્પા સમીરભાઈને ઈશારા કરી પૂછી હતો, 'આ મમ્મીને આજે શું થયું છે?' અને તેમની નજીક જઈ કહ્યું કે, 'કહો ને મમ્મીને, બેસી જાય. અમને ઓફિસ જવાનું મોડું થાય છે.' સમીરભાઈને મઝા પડી હતી. છેલ્લાં સાત વર્ષથી ઘૂંટણના અસહ્ય દુઃખાવાથી પીડાતી પત્ની આજે ઉડણચરકલડીની માફક ઘરમાં દોડાદોડી કરી રહી હતી. તેમણે સમીરને હાથનાં ઈશારાથી નીચે ઝુકવાનો ઈશારો કર્યો અને તેનાં કાનમાં કહ્યું,' આજે તેની વહાલી રમીલા આવવાની છે.' સાંભળીને નિખિલનાં મોં ઉપર પણ રંગત છવાઈ ગઈ. તે રસોડામાં ગયો અને મનાલીને કહ્યું, 'આજે તું નહાઈને આપણાં ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 2
મીરાંમાસીએ ગ્લાસ ઉઠાવી મેઘનાનાં માટલાનું ફ્રીજનાં પાણીથીયે ઠંડું પાણી પીધું. ગ્લાસ પાછો ટ્રેમાં મૂકી વાત શરૂ કરી, "આ રમીલા મારી બહેન, વિજયાએ જ તેને ઉછેરી છે. હાલ તે અગિયારમા ધોરણમાં ભણે છે. તેનાં માતા-પિતા દહાડિયા મજૂર છે. રમીલાથી મોટાં ત્રણ સંતાનો અને નાનાં બે સંતાનો છે તેમને. વિજયાબહેને જ્યારે ઘરની ઉપર માળ ચણાવ્યો ત્યારે આ રમીલા, સાત વર્ષની, તેનાં માતા-પિતા સાથે આવતી હતી. તે પણ તેનાં મોટાં ભાઈ બહેનોની માફક સિમેન્ટ, રેતી, ઇંટો ઉઠાવવામાં મદદ કરતી. જ્યારે બપોરે બધાં મજૂરો જમવા બેસે ત્યારે વિજયાબહેન તેમને શાક અને અથાણું આપે. ત્યારે હંમેશ જુએ કે આ દીકરી તેનું જમવાનું જલ્દી - ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 3
મેઘનાબહેને પોતાનાં બેય હાથ લંબાવી તેને પાસે બોલાવી અને ભાવથી ભેટી પડ્યાં. તેમણે મીરાંમાસીને કહ્યું,"શું રમીલા મારાં ઘરે ન શકે?" ત્યાં રમીલા જ બોલી ઊઠી, "ના માસી, હું અહીં જ રહી જાઉં તો વિજયામાસી સાવ એકલાં પડી જશે. તેમની સાથે તો દીદી વાતો પણ નથી કરતાં. અને કદાચ બધું ઘરકામ પણ તેમને જ કરવું પડે."બોલતાં સુધી તેની આંખો ભીની થઈ ગઈ. મેઘનાબહેન આટલી નાની દીકરીની મજબૂરી અને સમજણ જોઈ ગદ્દગદિત થઈ ગયાં. બીજાં દિવસથી રમીલા રોજ સાંજે ચાર થી છ વાગ્યા સુધી ટ્યૂશન માટે આવશે એમ નક્કી થયું. પંદરેક દિવસમાં તો રમીલા મેઘનાબહેનનાં ટ્યૂશનનાં બધાંય બાળકો સાથે હળી ગઈ. ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 4
મેઘનાબહેનની આંખોમાં અશ્રુબિંદુ ડોકાઈ ગયાં. તેમણે પાછળ નજર કરી જે તરફ સમીરભાઈ બેઠાં હતાં. સમીરભાઈ પણ કાંઈ ગૌરવભર્યું, સસ્મિત લઈ ખુરશીમાંથી ઊભા થયા અને સ્ટેજ તરફ ચાલવા લાગ્યા. હોલમાં બેઠેલ દરેક વ્યક્તિનું ધ્યાન આ રૂપકડી દીકરી અને તેનાં માતા-પિતાની બે જોડ તરફ સ્થિત હતું. સમીરભાઈએ સ્ટેજ નજીક આવતાં જ પોતાનો હાથ રમીલાનાં પિતાનાં ખભે મૂકી તેની સાથે ભાઈબંધની પેઠે સ્ટેજ ઉપર જવાં પગથિયાં ચઢી ગયાં. પાછળ, મેઘનાબહેન પણ રમીલાની માતા સાથે સ્ટેજનાં પગથિયાં ચઢ્યાં. હવે, રમીલાની બેય તરફ તેનાં પિતા અને માતાની જોડલીઓ શોભતી હતી. રમેશભાઈ પલાણ જેઓ ધનનાં ઢગલે બિરાજનાર અતિ સફળ એવાં બિઝનેસમેન હતાં તેમણે ભીની આંખે ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 5
મેઘનાબહેને રમીલાને હૂંફાળુ સ્મિત આપી તેનાં હાથમાં બે ખાલી થાળીઓ પકડાવી અને પોતે પણ એક થાળી હાથમાં લઈ કાઉન્ટર હારમાં ઊભાં રહ્યાં. રમીલા પણ તેમની પાછળ ઢસડાઈ પણ, તેનાં મનમાં વિચારયુદ્ધ ચાલી રહ્યું હતું,'જે મોટી મા એ છેલ્લાં પાંચ વર્ષમાં મને મૂકીને ક્યારેય ચા પણ પીધી નથી, આજે તેમને મૂકીને હું કેવી રીતે જમી શકું?' ત્યાં તો રમીલાની માતા ખૂબ સંકોચથી તેની પાસે આવીને ઊભી રહી અને ખૂબ હળવેથી બોલી, "તું જ આ બુન જોડે ખાઈ લે. તારા બાપુને તો હવ ઘેરભેગાં થવું છે. બઉ મોટાં લોકો છે બધાં. અમને આંય ખાવાની મજા ની આવહે. તારાં ભાંડરડાં ય તે ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 6
મેઘનાબહેન અને સમીરભાઈ સાથે જમતાં- જમતાં રમીલાનાં મનમાં અનેક ભાવનાઓ રમી રહી હતી. ઘડીક તેનાં મોં ઉપર હળવું સ્મિત તો ઘડીક આંખોમાં ઉદાસી ડોકાઈ જતી, ઘડીક થોડો ભય પ્રકાશી જતો, તો વળી ઘડીક જાણે આશાની ક્ષિતિજે મીટ માંડતી. બંને પતિ-પત્ની તેને જોઈને એકમેકને હળવું સ્મિત આપી રહ્યાં હતાં. તેમનાં આ સ્મિતમાં જાણે એક સંવાદ હતો,'થોડાં જ વર્ષો પહેલાંની ભોળી ભટાક દીકરી તેની ઉંમરનાં પ્રમાણમાં ઘણી જ સમજુ થઈ ગઈ હોય એમ લાગે છે. તે ભવિષ્યનાં સ્વપ્નો આપણાં અને તેનાં પરિવારને સાથે લઈ જોતી હોય એમ તેનાં ભાવ તેનાં ચહેરામાં વંચાઈ રહ્યાં છે. ત્યાં રમીલા અચાનક બોલી ઊઠી, "તે મોટી ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 7
સમીરભાઈ રામજીની વાત સાંભળી મનથી આનંદિત થયાં અને મેઘનાબહેન સામું જોઈ બોલકી આંખોથી સંવાદ કરી લીધો. ત્યારબાદ, રામજીનાં ખભે બેય હાથ હળવેથી, તેને વિશ્વાસ આપતાં હોય તેમ મૂકી બોલ્યાં, "જરૂર, અમે તમારી ભાવનાઓ લીલાનાં માતાપિતા સુધી પહોંચાડીશું અને એટલું જ નહીં તમારાં બેયનું ઘર આ જ કેમ્પસમાં મંડાઈ જાય તેની કોશિશ પણ કરીશું જ. તમારો અને તમારાં માતાપિતાનો ફોનનંબર આપી દો જેથી વાતચીતમાં સરળતા રહે." આજકાલ ગામ હોય કે શહેર, મોબાઈલ ફોન કોઈ સ્ટેટસનું જ નહીં, જીવનજરૂરિયાતનું પણ સાધન છે અને એટલે જ રામજીનાં પિતા પાસે પણ એક મઝાનો ટચૂકડો સ્માર્ટ ફોન હતો જ. રામજીએ ખૂબ ખુશીથી પોતાનો અને ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 8
લીલાએ અહોભાવથી મેઘનાબહેન અને સમીરભાઈને આવકાર્યાં, "આવો, આવો, કાકા, કાકી. આજ લગી તમારું નામ હોંભળેલું. આજ તો જોવાનો ન બી અવસર મયલો, ને રમલી, મારી બુન, તારી પરગતિ જોઈન તો ઉં બોવ જ ખુસ થેઈ ગેઈ." લીલાએ બારણામાંથી અંદરની તરફ ખસીને બધાંને આવકાર્યાં. તેણે કૉલેજનાં સમય દરમિયાન પહેરવાનો થતો આસમાની અને ઘેરા ભૂરા રંગનો પંજાબી સૂટ બદલીને તેનાં વૈધવ્યની ઓળખ એવી સફેદ, સુતરાઉ સાડી પહેરી લીધી હતી. ઓરડો નાનો જ હતો તેથી અંદર બેઠેલાં રમીલાનાં માતાપિતાની નજર પણ તેઓ ઉપર પડી અને તેમનાં ચહેરા ઉપર નિર્ભેળ સ્મિત પ્રસરી ગયું. રમીલા અને સમીરભાઈ સાથે મેઘનાબહેન અંદર પ્રવેશ્યાં. ચારેકોર નજર ફેરવતાં ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 9
મેઘનાબહેનને લીલાનું મન નાણી જોવાની આ સુંદર તક આજે જ મળી ગઈ. તેની ગૃહસજાવટ કળાનાં વખાણ કર્યાં, "બેટા, તું કૉલેજની નોકરીની સાથે-સાથે ઘરનાં કામકાજ અને સજાવટમાંયે ખૂબ હોંશિયાર છે." "કાકી, ઉં તો માર મા ને માસી જેવી જ ઉતી, હાવ ભોટ. પણ, મેઘજીએ મને હંધુયે હીખવાય્ડું. એને બોવ જ ગમે ભરેલાં કપડાં, તે કૉલેજની જ એક રક્સામેડમ છે, એમને કયલું મને હીખવાડવા. તે બેન બી બોવ હારાં. કૉલેજ પસી મને એમના કવાટરમાં બોલાવે. ઉંય તે વળી હાંજનું રાંધીન એમને ઘેર જાઉં. તે મને રંગબેરંગી દોરાથી કેટલાય ટાંકા ભરતા હીખવાય્ડાં. હવે તો ઉં રોજનાં તૈણ-ચાર રૂમાલ ભરી લેઉં." બોલતાં બોલતાં ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 10
મેઘનાબહેન દ્વારા અચાનક પૂછાયેલ પ્રશ્નથી લીલા અવઢવમાં મૂકાઈ ગઈ કે તે શો જવાબ આપે. એક તો તેણે રામજીને પોતાનાં પતિનાં દૂરનાં સગા અને મિત્ર તરીકે જ જોયો હતો. એ રીતે રામજીને તે દિયર સમ માનતી અને કૉલેજનાં આ અજાણ્યા વાતાવરણમાં પોતાનો પથદર્શક સમજતી. તેને રામજી વિશે આવો વિચાર તો સ્વપ્નમાંયે આવ્યો ન હતો. તેણે હાલની મૂંઝવણ ટાળવા મેઘનાબહેનને કહ્યું, "કાકી, માર માબાપ જ નંઈ માને. અમાર તિયાં વિધવાનું લગન તો બીજવર, મોટી ઉંબરના, વસ્તારવાળા જોડે જ થાઈ. માર તો માબાપ કિયે એ જ જગાએ પૈણવાનું. માર મેઘજીને ભૂલવો ના ઓય તોય ભૂલવો જ રયો. પણ જંઈ હુધી એ વાત ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 11
મેઘનાબહેને સમીરભાઈનાં સૂચન પ્રમાણે પ્રિન્સીપાલ અને એસ્ટેટ એજન્ટને ફોન કરી દીધો અને તેટલી વારમાં તો ઘર પણ આવી ગયું. ઉતરીને મેઘનાબહેને પર્સમાંથી ઘરની ચાવીઓ કાઢી, ઘરનો ઝાંપો ખોલ્યો અને મુખ્ય દરવાજો ખોલવા લાગ્યાં. ત્યાં જ પાછળથી રીક્ષા આવવાનો અવાજ સંભળાયો જે ઝાંપા બહાર થોભી. તેમાંથી નિખિલ ઊતર્યો અને તેની પાછળ રમીલાનાં બંને નાનાં ભાઈબહેન ઊતર્યાં. બેય દોડીને રમીલાને વળગી પડ્યાં. બહેન સમુ બોલી ઊઠી, "તે હેં બુન, તું કોલેજમાં પેલ્લાં નંમરે પાસ થેઈ?" રમીલાએ હસીને તેનાં વાંસે હાથ ફેરવતાં કહ્યું, "હા, સમુ, મારો પહેલો નંબર આવ્યો."તરત જ નાનો ભાઈ મનિયો ટહુક્યો, "આ સમુડી તો આ સાલ નપાસ થેયલી. તે ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 12
સવારે મેઘનાબહેન રોજની માફક પાંચ વાગ્યે જ ઊઠી ગયાં અને તેમનાં નિત્યક્રમથી પરવારતાં સુધીમાં સમીરભાઈ પણ ઊઠીને તૈયાર થવા સમીરભાઈ આજે વહેલાં જવાના હોવાથી મેઘનાબહેનને ચા-નાસ્તા સાથે હમણાં જ ટિફીન પણ બનાવવાનું હતું. તેમણે ઝડપથી લોટ બાંધી મેથીનાં થેપલાં બનાવી દીધાં. પાછળ રમીલા પણ નહાઈ, તૈયાર થઈને આવી ઊભી અને પૂછ્યું, "જય શ્રીકૃષ્ણ, મોટી મા. પાપાનાં ટિફિન માટે ક્યું શાક સમારું?" મેઘનાબહેન વળતાં બોલ્યાં, "જય શ્રીકૃષ્ણ, દીકરા. તેં બરાબર આદત પાડી દીધી છે મદદની. હવે તારાં વગર મને કેમ કરી ગમશે?" રમીલાની લાગણી તેનાં અવાજમાં ઉતરી ગઈ, "તે મોટી મા, હું તમને મૂકીને ક્યાંય જવાની નથી. તમારેય તે મારી ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 13
ઓફિસે જતાં સમીરભાઈની વાતને રમીલાએ માત્ર હસીને માથું હલાવી હા કહી અને બારણું બંધ કર્યું, પણ તેનાં અંતરમાં એક રમી રહ્યો, 'આ ત્રણ વર્ષથી કૉલેજની સાથોસાથ કરેલ નોકરીથી ભેગી થયેલ રકમ પણ મહિને સરેરાશ પંદર હજાર પ્રમાણે ત્રીસેક મહિનાનાં સાડાચાર લાખ મારાં ખાતામાં અને ફીક્સ ડિપોઝીટ મળીને કુલ છે. તો પાપાએ આ રકમ ખર્ચવી જરૂરી છે? વળી, આવતાં મહિનાથી તો મારો પગાર આવવો પણ શરૂ થઈ જશે. પાપાએ અને મમ્મીએ હવે મને માત્ર માનસિક અને સામાજિક ટેકો આપવાની જ જરૂર છે. આર્થિક તો હવે... ' અચાનક તેની તંદ્રા તૂટી. મેઘનાબહેન તેને બોલાવી રહ્યાં હતાં, "બેટા,ખોટાં વિચારો છોડ. તારાં પાપાનો ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 14
મેઘનાબહેન, રમીલા અને તેની માતા જેવાં રસોડામાં ઉપયોગમાં આવતાં વાસણોનાં વિભાગમાં પ્રવેશ્યાં, કે સ્ટીલનાં વાસણોની ચમક, કાચનાં વાસણોની વિવિધતા એનોડાઇઝડ વાસણોની વિશાળ શ્રેણી જોઈ રમીલાની માતાની તો આંખો જ અંજાઈ ગઈ. તે અંદર આવ્યા પછી મેઘનાબહેનની વધુ નજીકથી સરકીને ચાલવા લાગી જેથી તેનો હાથ કે પાલવ કોઈ વાસણને અડી ન જાય. તેનો સંકોચ જોઈ મેઘનાબહેને રમીલાને ઈશારો કરી તેનો હાથ પકડી લેવા કહ્યું જેથી તે નિર્ભીક થઈને મોલમાં ફરી શકે અને ખરીદી માણી શકે.મેઘનાબહેન થોડું આમતેમ જોઈને પોતાની ઓળખીતી સેલ્સગર્લ શ્યામલીને શોધી રહ્યાં હતાં. તે હંમેશા સારી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ બતાવતી અને જે કન્સેશન આપી શકાતું હોય તે બધું જ ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 15
ગાડી ઘર સુધી પહોંચી એટલામાં મેઘનાબહેનને ઘરે છોડીને આવેલાં ત્રણ બાળકો યાદ આવ્યા.તેમણે રમીલાને ઘરની ગલી પહેલાં આવતી દુકાનોની પાસે ગાડી રોકવા કહ્યું. ગાડી રોકી રમીલા જાતે જ ઉતરીને આઈસ્ક્રીમ પાર્લર તરફ ગઈ અને બધાં માટે બટરસ્કોચ અને મેંગો ફ્લેવરનાં કપ લઇ લીધાં. મેઘનાબહેન તરફ સ્મિત આપી તે ફરી ગાડીમાં બેઠી અને ગાડી ઘરના પાર્કિંગ સુધી લઇ આવી.મેઘનાબહેને ગાડીમાંથી ઉતરતા પહેલાં રમીલાને કહ્યું, “હાલ વાસણ ઘરમાં નથી લઈ જવા. જમીને પરવારી જઈએ, પછી બાળકોની સાથે મળીને બધું ઘરમાં લવાશે. આમ પણ ગાડી તો ઘરનાં પાર્કિંગમાં જ છે ને?”રમીલાને પણ તેમનો વિચાર યોગ્ય લાગ્યો. બધાને ભૂખ લાગી હતી. લગભગ ચાર ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 16
રમીલાની માતાને ગાડીમાંથી ઉતરતાં જોઈ મુકાદમનો ગુસ્સો વધુ પ્રબળ બન્યો, "તે હવે તમે લોકોય ગાડીઓમાં ફરો છો? અમારાં બૈરાંવ મોંઘી સાડીઓય પહેરો છો? પછી, ઘર બાંધવા કોણ જશે, આ લોકો?" બોલતાં તેણે મેઘનાબહેન તરફ ઈશારો કર્યો. રમીલા સમસમી ઊઠી. તે હજી કાંઈ બોલવા જાય એ પહેલાં જ મેઘનાબહેને તેનો હાથ ધીમેથી દબાવી વારી લીધી. તેઓ થોડાં આગળ ગયાં અને મુકાદમને કહ્યું, "ભાઈ, થોડાં શાંત થાવ. તમે કહો, તમારે શું જોઈએ છે? આ લોકો તો તમારી રજા લેવાં જ આવ્યાં છે." મુકાદમ ગરજ્યો, "એ મારા દા'ડિયા છે. એમ તે થોડા જવા દેવાય? જ્યારે જોઈએ, જેટલા જોઈએ એટલા રૂપિયા આપ્યા છે. ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 17
ઘરે પહોંચતાં સુધી બધાં જ ચૂપ હતાં. દરેકનાં મનમાં આગળ શું થશે તે અંગેનાં વિચારોનો કોલાહલ મચી રહ્યો હતો. હળવેથી ગાડી ઘરનાં કમ્પાઉન્ડમાં પાર્ક કરી. બ્રેક વાગતાં જ બધાંય તંદ્રામાંથી બહાર આવ્યાં. રમીલા અને મેઘનાબહેને પોતપોતાની તરફનાં પાછળનાં દરવાજા ખોલી રમીલાનાં માતા-પિતાને બહાર નીકળવાનો રસ્તો કરી આપ્યો. ચારેય હળવેથી પગથિયાં ચઢી ઘરનાં બારણાં સુધી પહોંચ્યાં. નિખિલને મેઈન ગેટ ખોલવા અને બંધ થવાનો અવાજ આવ્યો હતો એટલે તેણે બારણું ખોલ્યું. બધાંય અંદર આવ્યાં, પણ સામાન્ય કરતાં વધુ શાંત જણાયાં. નિખિલે ઈશારો પણ કર્યો, "શું થયું?" રમીલાએ પ્રત્યુત્તરમાં, "પછી કહું." નો ઈશારો કર્યો અને તે પોતાનાં માતાપિતાને પોતાનાં ઓરડામાં લઈ ગઈ ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 18
નવલકથા : સવાઈ માતા (ભાગ - ૧૮) સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા તા. ૩૧-૦૩-૨૦૨૩ રમીલાનાં પિતા થોડો આરામ મોડેથી બેઠકખંડમાં આવ્યાં. ત્યાં તેમનાં બેય બાળકો બેસીને કોઈ રમત રમી રહ્યાં હતાં. તેય તેમની ભેગાં બેસી ગયાં અને સાપસીડીની રમત તેમની પાસેથી શીખવાં લાગ્યાં. રમત રમતાં સમય ક્યાં જતો રહ્યો તેનો ખ્યાલ પણ ન આવ્યો. રોજ રોટલા ભેગું શાક પણ ખાવા ન પામતા આ અકિંચન જીવની ઘ્રાણેન્દ્રિય સુગંધથી તરબતર થઈ ગઈ. રસોડા તરફથી આખાંયે ઘરમાં એક મઝાની હવા ફેલાઈ રહી, જેણે આપોઆપ બધાંયની ભૂખ અનેકગણી ઉઘાડી દીધી. ડાઈનિંગ ટેબલ તરફ આગળ વધતી રમીલાએ નિખિલ, પોતાનાં પિતા અને ભાઈ-બહેનને સાદ ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 19
નવલકથા : સવાઈ માતા (ભાગ - ૧૯) સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા તા. ૦૧-૦૪-૨૦૨૩ રસોડું આટોપી મેઘનાબહેન અને માતા બેઠકરૂમમાં આવ્યાં. ઘરની રીતભાત મુજબ બધાં પરિવારજનો આવતા સમીરભાઈએ મહત્વની વાત છેડી. તેઓ બોલ્યા, ”નિખિલ, મારી બેગ લાવજે બેટા.” નિખિલે ઉભા થઇ તેમની બેગ આપી. સમીરભાઈએ તે ઉઘાડી ચાર જેટલાં બ્રોશર રમીલાનાં હાથમાં મુક્યાં. બધાં જ નવી સ્કીમના ફ્લેટના બ્રોશર હતાં. રમીલા બોલી ઉઠી, “પાપા, આપણે તો ભાડેથી ફ્લેટ લેવાનો છે ને?” સમીરભાઈ બોલ્યાં, “હા, હમણાં તો ભાડેથી જ લેવાનો છે પણ, આ નવલરામનાં મોટાભાઈએ ઘણીબધી સ્કીમમાં પોતાના ફ્લેટ લઇ રાખ્યા છે, જેને તેઓ ભાડે થી આપે છે એટલે ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 20
નવલકથા : સવાઈ માતા (ભાગ - ૨૦) સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા તારીખ : ૨૭-૦૪-૨૦૨૩ રમીલા તેનાં માતા પિતા સાથે ગાડી સુધી પહોંચી. બેયને પાછળની સીટમાં બેસાડી દરવાજો બંધ કરી પોતે ડ્રાઈવિંગ સીટ સંભાળી. બેય બાળકો મેઘનાબહેન સાથે પાણીની બોટલ ઉંચકીને ગાડી પાસે આવ્યાં અને ક્યાં બેસવું એ જ વિચારતાં હતાં ત્યાં જ મેઘનાબહેને ડ્રાઈવિંગ સીટની બીજી તરફનો દરવાજો ખોલી સમુને અંદર જવા ઈશારો કર્યો. સમુની આંખો તો રમીલાને ડ્રાઈવિંગ સીટ ઉપર જોઈ ચમકી ઊઠી અને તે બોલી, "તે બુન, તન તો ગાડી ચલાવતાય આવડે. મનેય હીખવાડને." રમીલા સ્મિત આપતાં બોલી, "હા, થોડી મોટી થઈ જા પછી શીખવાડી ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 21
નવલકથા : સવાઈ માતા (ભાગ ૨૧) સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા તારીખ : ૨૮-૦૪-૨૦૨૩ મેઘનાબહેને મનુને અને તેનાં સાથે લીધાં અને લિફ્ટમાં બીજા માળ ઉપર ગયાં જ્યાંથી તેનાં કપડાં લેવાનાં હતાં. રમીલાએ સમુને લઈ તેનાં માટે મોજાં, હાથરૂમાલ તેમજ અંતઃવસ્ત્રો ખરીદી લીધાં. આજે સમુ પોતાને કોઈ પરીથી ઉતરતી નહોતી સમજતી. તે ખૂબ જ ખુશ હતી. તે બંને બિલ બનાવડાવી ઉપરના માળે ગયાં જ્યાં મનુનાં કપડાં લેવાઈ રહ્યાં હતાં. મનુને મઝાનાં શર્ટ-પેન્ટની ટ્રાયલ લેતો જોઈ સમુ હરખાઈ રહી. થોડી જ વારમાં મનુ માટે ચાર જોડી શર્ટ પેન્ટ, પાંચ ટી-શર્ટ, બે કોટનની અને બે સ્પોર્ટસ શોર્ટસ લેવાઈ ગઈ. મનુ માટે ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 22
બીજા દિવસે સવારે મેઘનાબહેન અને રમીલા રાબેતા મુજબ પાંચ વાગ્યે ઊઠી ગયાં. નિત્ય કર્મથી પરવારી બેય જણે પૂજાઘરમાં પ્રભુ દીવો કરી રસોડું આરંભ્યું. મેઘનાબહેનની સાલસતા અને રમીલાનાં સહકારના લીધે તેની માતાનો સંકોચ પણ ઘણાં અંશે ઓછો થઈ ગયો હતો. તે પણ નહાઈને રસોડામાં મદદ કરવા આવી ગઈ. ચા તૈયાર થતાં રમીલાએ ગાળીને ત્રણ કપ ભર્યાં અને મેઘનાબહેને વેજીટેબલ ઈડલી અને ચટણી ત્રણેયની પ્લેટમાં પીરસ્યાં અને ઈડલી કૂકરનો ગેસ સ્ટોવ બંધ કર્યો બહાર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો તેમાં આ ગરમાગરમ ચા અને ઈડલી હૂંફ આપી રહ્યાં હતાં. ત્રણેય મા-દીકરી અલપઝલપની વાતો કરતાં નાસ્તો કરી રહ્યાં હતાં ત્યાં જ સમીરભાઈ ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 23
સમીરભાઈએ વાતો કરતાં કરતાં ભરતકુમાર સાથે ચાલવા માંડ્યું. સમુ અને મનુ તેમની સાથે સાથે કૌતુહલભરી નજરે ચાલવા માંડ્યાં. લિફ્ટ જ બધાં તેમાં પ્રવેશ્યાં અને ભરતકુમારે આઠ નંબરનું બટન દબાવ્યું અને બોલ્યાં, "કુલ ૧૨ માળની આ ઈમારતમાં બે ફ્લેટ છે મારાં, એક આ આઠમા માળે અને બીજો તેની બરાબર ઉપર નવમા માળે. નવમા માળવાળો બે જ દિવસ પહેલાં લેવેન્ડર કોસ્મેટિક્સના સેલ્સ મેનેજરે ભાડેથી રાખ્યો છે. તેઓ સૌરાષ્ટ્રથી આવે છે. આવતા અઠવાડિયે પરિવાર સહિત અહીં રહેવા આવી જશે. તેમનેય તમારી માફક જ ઉતાવળ હતી." સમીરભાઈએ તેમને હસીને પ્રત્યુત્તર વાળ્યો, "આ અમારી દીકરી રમીલાને પણ લેવેન્ડર કોસ્મેટિક્સમાં જ નોકરી મળી છે એટલે ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 24
નવલ પ્રભાતનાં રંગો રેલાય ત્યાં સુધી બધાંએ મીઠી નીંદર માણી લીધી હતી. રાબેતા મુજબ મેઘનાબહેન અને રમીલા ઊઠી ગયાં થોડી જ વારમાં રમીલાની માતા પણ પરવારીને આવી ગઈ. તેનો સંકોચ હવે સાવ જતો રહ્યો હતો. મેઘનાબહેનને મોટી બહેન સમાન ગણી તેમની પાસેથી વધુને વધુ કામકાજ શીખવાની તેની ઈચ્છા હતી જેથી આગળ જતાં રમીલા સાથે રહી ઘર સંભાળવામાં તેને તકલીફ ન પડે. આજે તો તેણે જાતે જ ત્રણેય માટે ચા તૈયાર કરી અને મેઘનાબહેને મેથી અને સુવાની ભાજીનાં થેપલાં બનાવવા શરૂ કર્યાં. ત્રણ જણ પૂરતાં થેપલાં થઈ જતાં ત્રણેયે ચા નાસ્તો કરી લીધો.એટલામાં નિખિલ પણ આવી ગયો. નાસ્તો પૂરો કરી ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 25
બીજાં દિવસે સવારે મેઘનાબહેને નિત્યક્રમથી પરવારી પૂજાઘરમાં દીવો કર્યો અને રમીલા તેમજ લીલાની સાથે મળીને ચા - નાસ્તાની તૈયારી લીલાએ તાજાં ગાજર, બીટ સમારી ઉપમા બનાવી લીધો. તે શહેરી રીતભાતથી ખાસ્સી ટેવાયેલ હતી. ત્યાં સુધીમાં બધાં સભ્યો તૈયાર થઈ ડાયનિંગ ટેબલ ઉપર આવી ગયાં. નિખિલ પોતાનો અને સમીરભાઈનો ચા નાસ્તો લઈ તેમનાં બેડરૂમમાં ગયો. આજે તેને પોતાની આગામી એન્ટ્રન્સ એક્ઝામની વિગતો પણ તેમને આપવાની હતી જેથી ટ્રેઈનની ટિકીટો તેમજ હોટેલરૂમનું બુકિંગ સમયસર કરી શકાય. નાસ્તો કરી મેઘનાબહેને લીલા સાથે મળી સમીરભાઈના ટિફીનની અને બપોરનાં ખાણાંની તૈયારીઓ કરવા માંડી. લીલાને તો કૉલેજમાં વેકેશન હતું જ. પહેલાં ટિફિન માટે રોટલી અને ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 26
આખરે એ દિવસ આવી ગયો જ્યારે અકિંચન, મહેનતુ અને ઈમાનદાર આ ભોળિયાં જીવોને સુખનો સૂરજ જોવા મળવાનો હતો. હવે, શું ખાઈશું?', 'વરસાદ કે ટાઢ વધે તો ક્યાં સૂઈશું અને શું ઓઢીશું?' એવાં પ્રશ્નો નહીં સતાવે. બીમારને ઈલાજ અને બાળકોને ભણતરનું સાચું સ્તર મળી રહેશે. તેમનાં બાળકોને પ્રગતિ કરવાની પૂરતી તકો મળી રહેશે. કોણે કહ્યું કે સમાજમાં સમાનતા લાવવા સામ્યવાદનો લાલ ઝંડો લઈને સરઘસો કાઢવા પડે, રસ્તા જામ કરવા પડે કે હક્ક માંગવા સુત્રોચ્ચાર કરવાં પડે? જો દરેક સંપન્ન કુટુંબ એક જરૂરિયાતમંદ બાળકનો હાથ પકડી તેને પ્રગતિનાં રસ્તે દોરે તો તેનું વંચિત કુટુંબ બધી જ રીતે ઉન્નતિ કરી શકે. સમાજનું ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 27
બપોરના બાર વાગતામાં ટિફિન સર્વિસવાળાં મીનાબહેનનો દીકરો અને પતિ બધાનાં માટે જમવાનું લઈ આવી ગયાં. સમીરભાઈએ સામે રહેવા આવેલ પાડોશી પરિવારને તેમજ ભરતકુમારને પણ આમંત્રણ આપેલ હતું. તેમને પણ બોલાવી લેવાયાં અને થાળીઓ પીરસાઈ. લગભગ ચાર-પાંચ થાળી જેટલી ભોજનસામગ્રી મેઘનાબહેનની સૂચના અનુસાર નિખિલ તથા મનુ નીચે વોચમેનને આપી આવ્યાં. રસોઈ પરંપરાગત જ બનાવડાવી હતી જે પહેલાંના સમયનાં જ્ઞાતિભોજનની યાદ અપાવતી હતી. રવાની ધોળીધબ્બ ફરસી પૂરી, રીંગણ-બટાટાનું રસાદાર શાક, શુકન હેતુ લાપસી, મોહનથાળ - જે પછીથી આજુબાજુનાં ઘરોમાં મોકલાવી શકાય તે હેતુથી ત્રણેક કિલો જેટલો અલગ બોક્સમાં વધારે જ મંગાવ્યો હતો. તે ઉપરાંત આમલી અને સીંગદાણાથી ભરપુર સબડકા લઈ શકાય ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 28
બીજાં દિવસનું પરોઢ બેય તરફ થોડું અલગ હતું. આ તરફ મેઘનાબહેન માંડ પોતાનાં મનને શાંત કરી છેક ત્રણ વાગ્યે ત્યાં તો થોડાં જ કલાકોમાં આકાશમાં સૂર્યનારાયણનું આગમન થઈ ગયું. છેલ્લે નિખિલ ધોરણ દસમાં આવ્યો પછી ક્યારેય મેઘનાબહેન સાડા પાંચ વાગ્યાથી વધુ સૂઈ રહ્યાં નહોતાં. આજે તેમની આંખો ખૂલી ત્યારે સવા સાત થઈ ગયાં હતાં. તેઓ વિચારી રહ્યાં, 'હું આટલું મોડે સુધી કેવી રીતે સૂઈ રહી? અને રમીલા, તેણે બધું જ કામ જાતે કરી લીધું હશે? નિખિલ પણ તેમની રાહ જોતો બેઠો હશે. અને, પતિને પણ જવાનું મોડું ન થઈ જાય!... ' ત્યાં જ ઓરડાનું બારણું હડસેલાયું. આગળ સમીરભાઈ અને ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 29
આજે સૂર્યનારાયણનાં શહેરી વાતાવરણમાં દર્શન થતાં સુધીમાં તો સમુ અને મનુ બેય ઉમંગભેર તૈયાર થઈ ગયાં. લીલા અને રમીલાની તેમનાં પુસ્તકો, પાણીની બોટલ અને ગરમ તાજો નાસ્તો ભરી લંચબોક્સ તૈયાર થઈ ગયાં. સામાન્ય રીતે વહેલાં જ ઉઠવા ટેવાયેલાં માતા-પિતાનો પોતાનાં બાળકોને આટલી સુઘડતાથી તૈયાર થયેલ જોઈ આનંદ માતો ન હતો. સમુ અને મનુ રમીલાની સૂચના અનુસાર માતા-પિતાનાં ચરણસ્પર્શ કર્યાં. બેયનાં મોંમાંથી "બૌ ભણજો." આપોઆપ સ્ફૂટ થયું. ભાઈ - બહેનને નીચે સુધી મૂકવા રમીલા અને લીલા બેય આવ્યાં. સમીરભાઈએ ગઈ કાલે શાળામાં નોંધાવ્યા પ્રમાણે શાળાથી વિવિધ અંતર અને વિસ્તાર માટે નક્કી થયેલ વાન પોણા સાત વાગ્યે આવી ગઈ અને બેય ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 30
રમીલાને બંને તરફ ધરાઈને જોઈ લેવા દીધાં પછી લિફ્ટની બહાર ઉભેલ મદદનીશે કહ્યું, "મેડમ, આપનો નિમણૂક પત્ર બતાવશો?" મંત્રમુગ્ધ તેનાં હાથમાં રહેલ પત્ર યંત્રવત્ તેની સામે ધર્યો. પત્ર જોઈ તે મદદનીશ બોલી, "ચાલો, મેડમ, આપને આપનો રૂમ બતાવું." તેણે લિફ્ટની ડાબી તરફ ચાલવાનું શરૂ કર્યું. આશરે સોએક ફૂટ ચાલ્યાં પછી તે એક બારણામાંથી ઓરડામાં પ્રવેશી. તે પ્રવેશદ્વાર ઉપર તકતીમાં લખેલ હતું, 'માર્કેટિંગ મેનેજર'. રમીલાને હાલ સુધી તેની પોસ્ટ વિશે સ્પષ્ટ ખ્યાલ ન હતો પણ આ તકતી વાંચતાં જ તેને લાગ્યું, 'અરે, મેં કેમ ખ્યાલ ન આવ્યો? મારો તો પ્રોજેક્ટ જ માર્કેટિંગ યુટિલીટી ઉપર હતો એટલે મને તો માર્કેટિંગ વિભાગમાં ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 31
લીલા પણ કોઠાડાહી તો હતી જ. તેણે આજ સાંજનું ભોજન સવલી માસીને જ બનાવવા કહી દીધું અને પોતે મનુને આવતીકાલ માટે શાક તેમજ ફળો લેવા નીકળી, જેથી પોતાને ઘરે જવાનું થાય તો પણ માસી ઘર બરાબર સંભાળી શકે. મનુ અભ્યાસમાં થોડો નબળો પણ રસ્તા બાબતે ચકોર હતો. તેને એક વખત જોયેલાં રસ્તા સુપેરે યાદ રહી જતાં. બેય જણ ખરીદી કરી, થોડો આજુબાજુનો વિસ્તાર જોઈ ઘરે પરત ફર્યાં. ત્યાં સુધીમાં રમીલાનાં પિતા પણ કામથી છૂટીને ઘરે આવી ગયા હતાં. બધાંનાં આવતાં સુધીમાં સવલીએ શાક સમારી વઘારી દીધું હતું અને રોટલા બનાવવા માંડ્યાં હતાં. સમુએ પોતાની સમજણથી થાળી-વાટકીઓ કાઢી ડાઇનિંગ ટેબલ ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 32
ગઈકાલે જ જે ઓફિસમાં જોડાઈ હતી તે તાજી તાજી જ બી. બી. એ. થયેલ પ્રતિભાશાળી યુવતી, રમીલાએ તેને ઉડવાનું મળતાં જ એક હરણફાળ ભરી. સામાન્ય રીતે નવાં ઉત્પાદન કે ફેરફાર થઈને સુધારા સહિત બજારમાં મૂકાતાં ઉત્પાદનની જાહેરાત જોર પકડતી હોય છે જ્યારે રમીલાને સોંપાયેલ આજનું કામ જ એક સ્થાપિત ઉત્પાદનની તે જ સ્વરૂપે અને તે પણ કંપનીનાં પોતાનાં જ શહેરમાં માર્કેટિંગ વ્યુહરચનાનું હતું. તે આજે રમીલા દ્વારા બનેલ વ્યુહરચનાને લીધે કંપનીનો ભૂતકાળમાં ક્યારેય ન થયો હોય એવો વ્યાપ કરવા તૈયાર થઈ હતી. સૂરજ સરની અનુભવી આંખોએ આ આવતીકાલ આજે જ જોઈ લીધી અને તેઓએ લંચબ્રેક દરમિયાન એક વિડીયો મિટિંગથી ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 33
આ તરફ રમીલાને તેની ડેસ્ક ઉપર જવા રજા અપાઈ. તેનાં કામકાજ માટે અલગ ખંડની વ્યવસ્થા કરવાનું કામ વિદિશા તેમજ સહાયતા માટે પર્સનલ રિલેશન મેનેજરની આસિસ્ટન્ટ મૈથિલીને સોંપાયું. તેમને આ નવાં વિભાગ માટે જરૂરી ખરીદીનું લીસ્ટ બનાવી રમીલા તેમજ સૂરજને બતાવી ઝડપથી અમલમાં મૂકવાનું કહેવાયું. જેવું બોર્ડ રૂમનું બારણું ખૂલ્યું કે સિક્યોરિટી ચીફ, જેઓ થોડીવારથી બહાર રાહ જોઈ રહ્યાં હતાં, પરવાનગી સહ અંદર પ્રવેશ્યાં. પલાણ સર તેમજ બીજાં ડિરેક્ટર્સ મનનનાં અનુસંધાને તેમનાં ત્વરિત તેમજ સઘન પ્રયાસોથી ખૂબ ખુશ હતાં. હજી સુધી સૂરજને આ બાબતની કશી જાણ ન હતી માટે સિક્યોરિટી ચીફને વાત થોડી વિગતે કરવા કહેવાયું. પોતે ભલામણથી નિયુક્ત કરાવાયેલ ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 34
સૂર્યદેવનાં કોમળ કિરણો ખુલ્લી બારીમાંથી ઓરડામાં પ્રવેશ્યાં અને બેય યુવતીઓનાં નવલ જીવનનું વધુ એક અનોખું પ્રભાત લેતાં આવ્યાં. રમીલાની તેણે નવાં કાર્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું જ્યારે લીલાએ નવાં જીવન માટે આંતરિક ભાવનાઓ સાથે બાહ્ય દેખાવને પણ મઠારવાનો હતો. સવાર પડતાં જ પોતપોતાનાં કામમાં પરોવાઈ ગયેલી બહેનોને સવલીએ ચા નાસ્તો કરાવ્યાં અને રસોડાનો સંપૂર્ણ હવાલો સંભાળી લીધો. રસોડું ભલે આધુનિક હતું પણ તેમાં રહેલ રસોઈની સામગ્રી અને બનતી વાનગીઓ પરંપરાગત જ હતી જેથી સવલીને બહુ વાંધો આવ્યો નહીં. તેનાં નાનાં બેય બાળકોને આધુનિક ઢબનાં ફાસ્ટફૂડની આદત ન હતી. તેમનો જીવ રોટલા - શાક, ખિચડીમાં જ ધરાઈ જતો. લીલા ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 35
રમીલાએ ઘરે આવીને આઈસ્ક્રીમનાં કપ સમુને પકડાવ્યાં થોડાં દિવસથી ફ્રિજ વાપરતી થયેલ ચતુર સમુએ ફ્રીજરનું બારણું ખોલી તેમાં બધાં મૂકી દીધાં. ગઈકાલની જેમ જ જમતાં જમતાં બેય ભાઈ - બહેનની શાળાની તેમજ આજથી શરૂ થયેલ નવા ટ્યૂશનની વાતો સાંભળી. પછી, ચારેય જણે શાંતિથી બેસીને આઇસ્ક્રીમ ખાધો. બેય બાળકો સૂવા ગયાં પછી લીલાએ વાત શરુ કરી, "રમુ, માર તો ઘેર જવું પડહે. માર મા નો ફોન આવેલો. મા ન બાપુ તંઈ રે'વા આવ્વાનાં સ. ન ઈ કે'તાંતાં ક રામજીન મા-બાપ હો આવ્વાનાં સ. એટલે... ' રમીલા મૃદુ હાસ્ય કરતાં બોલી, "તો બેન, શુક્રવારની બપોરે જ નીકળી જા. અવાય તો રવિવારે ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 36
મૈથિલી બેય યુવતીઓની ઈચ્છા સાંભળી થોડી ખચકાઈ કારણ કે તે જાણતી હતી કે આૅફિસનો સમય પૂર્ણ થવામાં પંદર જ બાકી છે અને રમીલાને અહીંથી તરત જ નીકળી કૉલેજ પહોંચવાનું હોય છે. તેણે યુવતીઓને વિનંતી કરી, "મેડમને તરત જ અહીંથી નીકળવું પડશે. આપને વાંધો ન હોય તો આપનાં સોમવારે મુલાકાત ગોઠવી દઉં?" તેમાથી એક બોલી, "મેડમ, આજે તો પાર્લર બંધ રાખ્યું છે. સોમવારે પાછી રજા કેવી રીતે રખાય? એક તો આટલી હરિફાઈ હોય તેમાં પાર્લર બંધ રાખીએ તો કેમ ચાલે? જુઓ ને, કાંઈ થતું હોય તો? આમ પણ અમે તેમને ઓળખીએ છીએ." મૈથિલીને તેમનું કારણ યોગ્ય લાગ્યું. સાથે-સાથે રમીલા પણ ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 37
આખાં અઠવાડિયાની આૅફિસ અને કૉલેજની બેવડી દોડધામ પછી આજે શનિવારની રજામાં મોડે સુધી સૂઈ રહેવાની રમીલાની પ્રબળ ઈચ્છા હતી તે ઈચ્છાને આજે પ્રબળતાથી દબાવી આવતીકાલ ઉપર ખો આપી દઈ તે ઊઠી. એક તો સમુ - મનુને શાળાએ જવાનું હતું, પિતાજીને પણ જવાનું હતું અને તેણે આજે મોટી મા ને મળવા જવાનું હતું. વળી, લીલા પણ આજથી અહીં ન હતી એટલે મા ને પણ મદદ કરવાની હતી. સાવ પહેલાં ધોરણમાં ભણતી હતી અને મા નો સાથ છૂટ્યો હતો તે આજે હવે ફરીથી મળ્યો હતો. મા સાથે બેસીને ચા પીતાં તે વિચારી રહી, "સાવ પહેલાં ધોરણમાં હતી ત્યારે જ મા નો ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 38
રમીલાને આજે લીલાને મળવાનું ઘણુંય મન હતું પણ હવે તેની પાસે સમય ન હતો. વળી, મોટી મા એ તેને હતું કે લીલાને થોડાં દિવસ રામજીના પરિવારની વચ્ચે રહેવા દેવી જરૂરી છે. માટે તેને ચાર - પાંચ દિવસ બોલાવીશ નહીં. રમીલાનો પણ ઘણો સમય યોગિતા અને ભૈરવી સાથે ગયો હતો. આજે સવારથી જરાય આરામ થયો ન હતો. તે બધાંની રજા લઈ ઘરે જવા ઉપડી. મેઘનાબહેને તેને હંમેશ મુજબ કહ્યું , "સાચવીને ગાડી ચલાવજે." તેણે સસ્મિત માથું હલાવ્યું. સમીરભાઈએ તેને કહ્યું, "ઘરે પહોંચીને તરત જ ફોન કરજે." તેણે આ અપેક્ષિત વાક્ય પુરું થતાં ફરી માથું હલાવ્યું. ફરી એક વખત નિખિલે અનુભવ્યું ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 39
મેઘનાબહેનનાં ઘરેથી રમીલા અને સવલી થોડાં વહેલાં જ નીકળી ગયાં. આજે છૂટાં પડતી વેળાએ રમીલા અને મેઘનાબહેન ઘણાં જ હતાં. મેઘનાબહેનનો વિચાર તો એવો જ હતો કે, લીલા હાલ પોતાનાં માતા-પિતા સાથે રહી પોતાની આવનાર જીંદગી તરફ બધું જ ધ્યાન કેન્દ્રિત કરે, પણ વાતચીત દરમિયાન સવલીની મનઃસ્થિતિ જાણ્યા બાદ તેમને લાગ્યું કે, સવલીને લીલાનાં આ લગ્ન નિર્વિઘ્ને થઈ જાય તેવી ઈચ્છા હતી સાથોસાથ તેનાં પોતાનાં બનેવી તેમજ રામજીનાં વડીલો માનશે કે નહીં તેની પણ અવઢવ હતી. તેથી છેલ્લે નક્કી થયું કે તેઓ બેય આજે લીલાને મળીને જ ઘરે જાય. રમીલાએ પોતાની જૂની કાૅલેજ તરફ કાર લીધી. મેઈન ગેઈટથી એન્ટ્રી ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 40
સૂતી વેળાએ લીલાનાં મનમાં અનેક વિચારોનાં ઘાટાં-ઘેરાં વાદળો ઉમટ્યાં. હાલ તેની નોકરીના પગારનો એક મોટોભાગ મેઘજીનાં માતા-પિતાને તે આપતી જેમાંથી તેમને ખેતી વધુ સારી રીતેયકરવા ટેકો મળતો હતો. પાછલાં વર્ષોમાં મેઘજીએ પણ મોકલેલ રકમથી જ નાની બહેન અને એક ભાઈનાં લગ્ન પ્રસંગો ઉકેલાયાં હતાં. તે વિચારી રહી કે, "તેમનો દીકરો તો ગયો, પાછળ ઉંય તે પૈણી જાંવ, તો આ આવક તો બંધ જ થઈ જશે. ભલેને રામજી ક્યે, પણ મારથી કેમ કરી મેઘજીન ઘેર પૈહા મોકલાય?" ત્યાં જ તેનાં મનમાં એક નવા જ વિચારનો ફણગો ફૂટ્યો, "મેઘજીનાં નાના ભૈ ને આંય નોકરીની વાત તો કરાય જ ને? ઈય તે ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 41
લીલાએ રામજીનાં ભાઈ-બહેનને માટે બીજી થોડી ચા બનાવી જેને ધીમે-ધીમે પીતાં તેમણે ટાઢ ઉડાડી. ત્યારબાદ શયનખંડનાં પેટીપલંગમાંથી બીજાં થોડાં અને રજાઈઓ કાઢ્યાં જેને ઓઢી પાથરી બધાંય બેઠકખંડ અને શયનખંડમાં વહેંચાઈને સૂતાં. આમ તો બહાર વરસાદ થંભવાની કોઈ સંભાવના દેખાતી ન હતી અને રામજી પણ બહાર હતો એટલે લગભગ કોઈનીયે આંખોમાં ઊંઘ નહોતી. આખીય રાત ધીમો ગણગણાટ ચાલી રહ્યો. છેક સવારે પાંચ વાગ્યે દરવાજે ઘંટડી વાગી. લીલાએ સફાળા ઊભાં થઈ દરવાજા ભણી દોટ મૂકી. નટખટ અમુ તરત જ ટહૂકી, "જો ભઈ આયો લાગે છે, ભાભી કેવી દોડી?" હંમેશા પોતાને મેઘજીની વહુનાં નાતે ભાભી કહેતી અમુનાં આજનાં બોલવામાં લીલાને કાંઈક જુદો ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 42
નવો સંસાર માંડેલ આ દંપતિને કૉલેજ તરફથી વધુ એક કામ સોંપાયું. લીલાએ પોતાનું કૉલેજનું આર્ટવર્ક કરવા રામજી તથા મેઘજીનાં રહેતાં બીજાં કેટલાંક સાથીઓને બોલાવી લીધાં હતાં. તેઓ કૉલેજનાં જ કામ પૂરતાં શહેર આવ્યાં હોવાથી તેઓની રહેવાની વ્યવસ્થા હંગામી ધોરણે કૉલેજનાં જ બે ખાલી રહેલ ક્વાર્ટર્સમાં થઈ ગઈ. લીલાની આગેવાની અને પ્રિન્સીપાલ મેડમની સૂચના હેઠળ કૉલેજનાં એડિટોરિયમ, ઓપન એર થિયેટર, દરેક માળની લૉબી, ભોજનખંડ અને પ્રાર્થનાખંડ તેમજ વિદ્યાર્થીઓની હૉસ્ટેલ તથા પ્રોફેસર્સ અને અન્ય કર્મચારીઓનાં ક્વાર્ટર્સનાં બહારનાં ભાગ અદભૂત પિથોરા આર્ટથી શોભી ઊઠ્યાં. આ બધું કાર્ય પૂર્ણ થતાં લગભગ સવા વર્ષ જેવો સમય લાગ્યો. તે દરમિયાન થયેલા પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 43
સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા લેખન તારીખ : ૧૫-૦૬-૨૦૨૩લીલાને ઘરે આવ્યે ઘણું મોડું થયું હતું. તે જે સમાચાર આવી હતી તે એક તરફ ખુશીનાં તો બીજી તરફ તેનાં માટે દ્વિધા ઊભી કરનાર હતાં. તેને થોડી બીજાં વિચારે વાળવા રામજીએ પૂછ્યું, “આજે તો નવ વાગી ગયાં છે. હવે એ કહે, ખવડાવીશ શું? બહુ જ ભૂખ લાગી છે.”લીલા ઓર મૂંઝાઈ અને બોલી, ‘હાય હાય! ઈ તો અજુ મેં વિચાયરું બી નથ. અવે? હું ખાઈહું?” લીલાની તકલીફમાં એક વધુ તત્વનો ઉમેરો થયો. તેની આંખો અને કપાળ સ્પષ્ટપણે ચાડી ખાઈ રહ્યાં હતાં તેની આ નવી તકલીફની. તે રસોડામાં જઈ આવી, પછી બેઠકખંડમાં ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 44
નવલકથા : સવાઈ માતા (ભાગ - ૪૪)સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા લેખન તારીખ : ૧૬-૦૬-૨૦૨૩નવી સવાર ઊગી. કેટલાંક મહિનાઓ અને વર્ષો બીબાઢાળ જતાં હોય છે તો ક્યારેક એક-એક દિવસ અને તેની એક એક પળ અવનવાં અનુભવો થી ભરપુર હોય છે. તેવાં દિવસો જ વ્યક્તિને અનુભવ કરાવે કે તેની અંદર કેટલી બધી ક્ષમતા રહેલી છે. આજે, લીલાનો એવો જ એક દિવસ ઊગ્યો હતો. ઝડપથી પરવારી, તેણે બેય જણ માટે નાસ્તો બનાવી ઘરનું બધું કામકાજ પતાવી દીધું. રામજી પરવાર્યો એટલે બેય જણે નાસ્તો કરી લીધો પછી તે કૉલેજ જવા નીકળ્યો. લીલાએ તેને મોબાઈલ ફોન અને પાણીની બોટલ પકડાવતાં પૂછ્યું, “મને ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 45
આખરે લીલાનાં મનનું સમાધાન થતાં તેણે મેઘનાબહેનનાં ઘરેથી વિદાય લીધી. આમ પણ સાંજે બધાં ફરીથી રમીલાનાં ઘરે મળનાર જ લીલાની કદાચ આ છેલ્લી મુલાકાત હતી રમીલા સાથે. હવે તે ઓસ્ટ્રેલિયા જવા નીકળે ત્યારે કદાચ રમીલા ન પણ આવી શકે. લીલાની જીંદગીમાં રમીલાનાં પ્રવેશથી જ ઘણુંય બદલાયું હતું, તેથી લીલાને તેનું આટલે દૂર જવું થોડું કઠી રહ્યું હતું, તો બીજી તરફ તેની ઉત્તરોત્તર પ્રગતિ અને નામના થઈ રહી હતી તેનો આનંદ પણ અઢળક હતો. લીલાએ ઘરે પહોંચી સાંજે પહેરવા માટે પોતાનાં અને રામજીનાં કપડાં તૈયાર કરી દીધાં. હજી કૉલેજ છૂટવાને અડધા કલાકની વાર હતી. આજે મેડમને પણ મળવાનું હતું, પણ ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 46
નવલકથા : સવાઈ માતા (ભાગ - ૪૬) સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા લેખન તારીખ : ૨૬-૦૭-૨૦૨૩ મિત્રો સૌપ્રથમ સર્વેની માફી ચાહું છું કે લગભગ ૪૦ દિવસ પછી નવો ભાગ મૂકી રહી છું. કેટલાંક કારણો એવાં હતાં જેને લીધે લેખન અટકી ગયું હતું. આશા છે આપ સર્વે મને માફ કરશો. * # *#*#*#* લીલાની જીંદગી છેલ્લાં બે વર્ષમાં એક મઝાનો વળાંક લઈ ચૂકી હતી અને આગળ તે વધુને વધુ નવાં ખેડાણ ખેડવાની હતી. * બે વર્ષ પાછળ : રમીલાની જીવનયાત્રા બી. બી. એ. ની પદવી સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાને આવેલ રમીલા નવી ઓફિસ, લૅવેન્ડર કોસ્મેટિક્સ, માં જોડાઈ, એમ. ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 47
નવલકથા : સવાઈ માતા (ભાગ - ૪૭) સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા લેખન તારીખ : ૨૭-૦૭-૨૦૨૩ મેઘનાબહેને સવલીને કરીને જણાવ્યું : હું આજે લગભગ ચાર વાગ્યે તને મળવા આવીશ. અને હા, મારી સાથે એક બહેન પણ હશે. તેઓ તને મળવા ઈચ્છે છે. સવલી મેઘનાબહેનનાં આવવાની વાતથી ખુશ થઈ પણ બીજુંય કો'ક આવે છે, એ વાતે મૂંઝાઈ. સવલી : તે બુન, ઈમને મન કેમ મલવું સ? મેઘનાબહેન : ચિંતા ન કર. આવું એટલે બધું જ કહું છું. હા, તું પેલી બનાવે છે ને નાગલી અને બાવટાની નાની-નાની થેપલી, સમય હોય તો થોડી બનાવી રાખજે. સવલી : ઈ તો બનાવેલી ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 48
મેઘના બહેનની હાજરીમાં જ મનુ અને સમુએ, તેમની માતા બહાર જાય ત્યારે, મળી સંપીને રહેવાનું જાતે જ કબૂલ કર્યું. સમજદારી જોઈ મેઘનાબહેન અને સવલી, બેયને તેમનાં ઉપર માન થયું. હજી થોડા જ સમય પહેલાં ઝૂંપડપટ્ટીની ધૂળિયા નિશાળમાં માંડ ભણવા જતાં આ ભાઈ બહેન થોડાં જ દિવસમાં કેટલાં બદલાઈ ગયાં હતાં. તે બેય બોલ્યાં કે મા જે ભોજન બનાવી ગઈ હશે તેને તે બેય મળી-સંપીને જમી લેશે અને થોડો આરામ કરી ગૃહકાર્ય કરી લેશે. હવે સાંજે તેમનાં પિતા આવે એટલે તેમની સાથે વાત કરવાની બાકી હતી. થોડી જ વારમાં સમુ - મનુનાં ટ્યુશન ટીચર આવી ગયાં. તે બેય ખૂબ ધ્યાનથી ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 49
લેખન તારીખ : ૧૭-૧૦-૨૦૨૩ (મંગળવાર) પ્રિય વાચકમિત્રો, આપ સર્વેનાં અઢળક પ્રેમનાં કારણે જ મારી આ પ્રથમ નવલકથા આટલી લોકપ્રિયતાને આંબી શકી. ઘણા જ સમયથી કોઈ નવો ભાગ મૂકી શકાયો ન હતો તે બદલ માફી ચાહું છું. ઉપરાઉપરી આવી પડેલ બિમારીએ લેખનમાં ઘણો જ વિક્ષેપ પાડ્યો. હવે અઠવાડિયામાં ત્રણ વખત મળીશું. – મંગળવાર, ગુરુવાર અને શનિવાર. સોનાવરણી નવલ પ્રભાતે પોતાનાં જમીન સાથે જોડાયેલાં મૂલ્યો જાળવીને ફ્લેટમાં વસેલાં આ આદિવાસી પરિવારની શાળા, દુકાન અને ઓફિસ પહોંચવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. બધાંય પોતપોતાનાં સમયે ઘરેથી નીકળી ગયાં બાદ છેલ્લા દોઢ મહિનાથી ઘડાઈ ગયેલ સવલીએ બપોર માટેની બાકી રસોઈ પૂર્ણ કરી. ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 50
લેખન તારીખ : ૧૭-૧૦-૨૦૨૩ (મંગળવાર) પ્રિય વાચકમિત્રો, આપ સર્વેનાં અઢળક પ્રેમનાં કારણે જ મારી આ પ્રથમ નવલકથા આટલી ઉંચી આંબી શકી. ઘણા જ સમયથી કોઈ નવો ભાગ મૂકી શકાયો ન હતો તે બદલ માફી ચાહું છું. ઉપરાઉપરી આવી પડેલ બિમારીએ લેખનમાં ઘણો જ વિક્ષેપ પાડ્યો. હવે અઠવાડિયામાં ત્રણ વખત મળીશું. – મંગળવાર, ગુરુવાર અને શનિવાર. સોનાવરણી નવલ પ્રભાતે પોતાનાં જમીન સાથે જોડાયેલાં મૂલ્યો જાળવીને ફ્લેટમાં વસેલાં આ આદિવાસી પરિવારની શાળા, દુકાન અને ઓફિસ પહોંચવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. બધાંય પોતપોતાનાં સમયે ઘરેથી નીકળી ગયાં બાદ છેલ્લા દોઢ મહિનાથી ઘડાઈ ગયેલ સવલીએ બપોર માટેની બાકી રસોઈ પૂર્ણ કરી. વ્યવસ્થિત રીતે ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 51
નવલકથા : સવાઈ માતા (ભાગ - ૫૧) સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા લેખન તારીખ : ૨૭-૧૨-૨૦૨૩ (મંગળવાર) વીણાબહેને મોકળાશવાળા ઓરડામાં રાખેલાં ટેબલ ઉપર સૂવડાવી. આ એક ડૉક્ટર દંપતિએ ઊભું કરેલ મકાન હતું માટે આકસ્મિક ઊભી થતી તબીબી સુવિધાની માંગ અનુસાર જ આ ઓરડો બનાવ્યો હતો. પાંચ પલંગ બિછાવેલાં હતાં, પણ અનિવાર્ય સંજોગો સિવાય તે હંમેશા ખાલી જ રહેતાં. અહીં કોઈને સારવાર હેતુ દાખલ થવાની જરૂર ઉદ્ભવતી નહીં. વીણાબહેને પોતાની સાથે રહેલી મેઘા અને મિસરીને બારીઓ ખોલવાનું અને પંખો પૂર ઝડપે ચલાવવાનું કહ્યું તથા સવલી સિવાય બાકી બધાંને ઓરડાની બહાર જઈ પોતપોતાનું કામ સાંભળવાનું સૂચન કર્યું. ત્યાં જ કોઈનો ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 52
સવલીના સથવારે સુશીલા થોડી જ વારમાં. સ્વસ્થતા ધારણ કરી પૂછી ઊઠી, "ઊં તો રસ્તામ જતી ઉતી. તંઈ મન ચકરી ગૈ. પસી હું થ્યું, મન કાંય જ ખબર નૈ, માર બુન." સવલી હેતાળ સ્વરે બોલી ઊઠી, "ઉં રોજ હવ્વાર આંય આઉં. તે આજ રિકસામાંથી તન જોઈ. જોયને જ લાયગું કે તાર પગ ઢીલા પડી ગેયલા. તે ઉં રિક્સાવાળા કનુભૈને કૈને નીચે ઉતરી, ને તન જમીન પર પડતાં પેલ્લાં જ બીજાં બુનોન સહારે પકડી લીધી. પસી રિક્સામ હુવાડીન આંય હુધી લૈ આવી. એક છોડી બી હાથે ચડી ગયલી. ઈ તો આયના દાક્તર વીણાબુનની હાર ભણતા કોય બુનની છોડી. ઉં ઈની હારે ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 53
થોડાં જ દિવસોમાં બેય દીકરાઓ પોતપોતાની પત્નીને લઈ નવા ફ્લેટમાં રહેવા જતાં રહ્યાં. અહીં મોટો દીકરો - શામળ માતા-પિતા દાદા-દાદી સાથે રહી ગયો. તેને લગ્ન કરવાની કોઈ ઈચ્છા ન હતી. એ વાતે ચારેયનો જીવ ખૂબ જ બળતો, પણ શામળને સમજાવવા માટે હવે કોઈ ઉપાય તેમની પાસે ન હતો. શામળ મા નાં હાથનું સાદું ભોજન એવા પ્રેમથી જમતો અને ચારેય મનડાંને સાચવતો. એક દિવસ તેમની એકલતા દૂર કરવા તે મઝાનું મોટું ટેલિવિઝન લઈ આવ્યો. વીસળને તે ચલાવતાં શીખવાડી દીધું. દાદા-દાદીને તો ભજન, દેશી ગુજરાતી કાર્યક્રમ અને ખેતીની સમજણ, બધુંય જોવા-સાંભળવાની મજા પડી ગઈ. એક સુશીલા, જે આઠ વર્ષની ઉંમરથી ઘરકામ ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 54
લેખન તારીખ : ૧૭-૦૨-૨૪જ્યાં સુધી સુશીલા અને વીસળ મજૂરી કરતાં ત્યાં સુધી તેમને અવારનવાર સવલી મળતી રહેતી. તે બધાં જ કોન્ટ્રાક્ટર સાથે સંકળાયેલાં હતાં. પણ સુશીલાનાં બાળકો, ખાસ કરીને શામળ સારી રીતે ભણી જતાં તેમનાં રહેઠાણ અને કામકાજ નોખાં થઈ ગયાં હતાં. તોય સુશીલા વાર-તહેવારે સવલી અને તેના પરિવારને મળી આવતી. રમીલા સિવાયના સવલીનાં બાળકો હજી સારી તક પામ્યા ન હતાં તેનો સુશીલાને મારે રંજ રહેતો. તે મેવાને ઘણીવાર કહેતી કે થોડું ભણીને શામળની જેમ કામે લાગે પણ મેવાને ગલી-મહોલ્લાના નાકે પાન-બીડીની લારી ઉપર વધુ ફાવટ હતી. તે દા'ડીએ જાય તે દિવસે તો સાવ રાજાપાઠમાં રહેતો. આવેલ રકમમાંથી સમોસા, ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 55
સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરાલેખન તારીખ :04-03-2024સુશીલાએ સાંજે મેઘાની પ્રેમભરી તાણથી થોડું વધારે જ ભોજન લઈ લીધું. મેઘા શામળની વહુ, સ્નેહા જેવી લાગણીથી ભરેલી લાગી. તેની આંખો ભીની થઈ ગઈ. મેઘાની ચકોર નજરે તે અછતું ન રહ્યું. તે બોલી, "માસી, રડો કાં? જુઓ હવે તો હાથમાંથી સોય પણ નીકળી ગઈ. તમને ડૉક્ટરે આંટા મારવાની છૂટ આપી છે. ચાલો, બહાર આપણી સંસ્થાનાં બાગમાં. ઘણીય બહેનો અને બાળકો મળશે. થોડો મનફેર થશે."સુશીલા આંખો લૂછતાં બોલી, "બુન, તનં જોઈનં મન મારી વઉ યાદ આવી ગઈ. કુણ જાણે, કિયા ભવનો બદલો મયલો કે ભગવાને ઈંનો વિયોગ આટલી જલ્દી કરાઈ દીધો."મેઘા થોડી ગંભીર ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 56
તા. ૧૨-૦૩-૨૪રમીલા મા ને રીક્ષામાં બેસાડી ઉપર આવી અને સૂવાની તૈયારી કરવા લાગી. લગભગ વીસેક મિનિટ વીતી હશે અને મોબાઈલ ફોન રણક્યો. ઉપાડીને જોતાં તે વીણાબહેનનાં કેન્દ્રનો નંબર હતો. રમીલા: હેલ્લો! સવલી: રમુ, મા બોલું. ઉં પોંચી ગઈ. રમીલા : હા મા. હવે સવલી માસીને થોડી સાંત્વના આપજો. બધુંય સારું થઈ રહેશે. સવલી: આ દીકરા. હવ તુંય હૂઈ જા. હવાર તારા બાપુ તમારું ભાતું બનાઈ દેહે. રમીલા: હા, હા, મા. સૂઈ જ જાઉં છું. અને ચિંતા ન કરતી. અમે ભેગાં મળીને જમવાનું બનાવી લઈશું. કાલે થોડાં વહેલાં ઊઠીશું બધાં. ચાલ, હવે તું ય આરામ કર. બેય તરફ બધાં પોઢી ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 57
રમીલાની કેબિનમાં એ આગંતુક મનન હતો. હંમેશા વેશભૂષા, વાળ અને દમામ પાછળ વધુ ધ્યાન આપતો, જાણે મોડેલ બનવાની ઈચ્છા હોય એવું પ્રતિબિંબિત કરતો તે આજે નખશીખ કોર્પોરેટ જગતનો મેનેજમેન્ટ કક્ષાનો યુવક દેખાઈ રહ્યો હતો. તેનાં થોડું જેલ વાપરીને વ્યવસ્થિત રીતે સેટ કરેલ વાળ, કોરું, સ્પષ્ટ રીતે દેખાતું તેજસ્વી કપાળ, આછા આસમાની રંગના ફુલ સ્લીવ શર્ટ અને આછાં ખાખી-ગોલ્ડન વચ્ચેના શેડવાળા ફોર્મલ પેન્ટસમાં તે સોહી રહ્યો હતો. તેની આંગળીઓમાં સુદર્શન ચક્રની જેમ ફરતી ચાવી ન હોતાં એક ફાઈલ સુઘડતાથી પકડેલ હતી. બીજા હાથમાં નાનકડી કેનવાસ બેગમાં પાણીની બોટલ અને કાંઈ બીજું પેકેટ મૂક્યું હોય એમ લાગતું હતું. હંમેશની જેમ સૂરજ ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 58
#નવલકથાસવાઈમાતા સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરાલેખન તારીખ : ૨૮-૦૩-૨૦૨૪થોડી જ વારમાં પલાણ સર બે ડિરેક્ટર્સ સાથે હોલમાં પ્રવેશ્યાં. અને સૂરજ સર પોતપોતાની બેઠક ઉપરથી ઊભાં થઈ ગયાં. ત્રણ આસિસ્ટન્ટ મેનેજર તેઓને દોરીને મંચ સુધી લાવ્યાં. સૂરજ સરે ત્રણેય સાથે હસ્તધૂનન કરી, અદબથી સહેજ માથું ઝૂકાવી તેઓનું અભિવાદન કર્યું. બંને ડિરેક્ટર્સને પ્રણામની મુદ્રામાં આવકાર્યાં બાદ રમીલા પલાણ સરને પગે લાગી. સરે તેનાં માથે આશિર્વાદ ભરી, હેતાળ હથેળી મૂકી દીધી. તેમનાં ચહેરા ઉપર સંતોષનાં સૂરજની ઉજ્વળતા ઝળકી રહી. તેઓએ મંચ ઉપર રમીલા અને સૂરજ સર સાથે બેઠક લીધી. આજે આખાં કાર્યક્રમની સૂત્રધાર રમીલા હતી. ખંતથી કરેલ ભણતર, પોતાનો હાથ ઝાલી ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 59
સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા**લેખન તારીખ : ૦૮-૦૪-૨૦૨૪*રમીલા અને સૂરજ સર પોતપોતાનાં કામમાં પરોવાયેલાં હતાં. લગભગ સાડા છ બપોરથી સાંજ સુધી પોતે શું બોલવું તેનું મંથન કરતો કંટાળેલ મનન ફાઈલ લઈને રમીલાની કેબિનમાં પ્રવેશવાની પરવાનગી માંગી રહ્યો. રમીલા ફોન ઉપર કોઈક સાથે વાત કરતી હતી એટલે તેણે બીજા હાથથી ઈશારો કરી મનનને અંદર આવવા જણાવ્યું. મનન અંદર આવીને રમીલાની સામેની તરફ મૂકેલ ખુરશીઓ પાસે ઊભો રહ્યો. રમીલાનો ફોનકોલ થોડો લાંબો સમય ચાલ્યો. મૈથિલીએ ઊભાં રહેલાં મનનને જોયો અને તેની પાસે આવી બોલી, ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 60
સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા**લેખન તારીખ : ૧૨-૦૪-૨૦૨૪* રમીલા કારમાંથી ઊતરી અને લગભગ પેટ દબાવતી સ્ટોર તરફ આગળ કામ કરી રહેલ પિતાને ભાસ થયો અને તેણે પાછળ જોયું. નાનપણમાં ખૂબ ભૂખ લાગી જતાં રમીલા જેમ પોતાનાં નાનકડાં હાથ વડે પેટ દબાવી રાખતી તેવી જ રીતે તેણે આજે પણ પેટ દબાવેલ દેખાયું. પિતાથી ન રહેવાતાં તે માલિકને બે મિનિટનો ઈશારો કરી ત્રીજી દુકાનમાં ગયો અને બે કુલ્ફી એક પ્લેટ સાથે લઈ આવ્યો. પિતાને પોતાની મનપસંદ વસ્તુ લાવેલ જોતાં જ રમીલાનો પેટનો દુઃખાવો ક્યાંક દૂર ગાયબ થઈ ગયો.પોતાનાં સુંદર કપડાંને અનુરૂપ જગ્યા ન શોધતાં રમીલા બાજુની બંધ દુકાનના પગથિયે બેસી ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 61
સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા**લેખન તારીખ : 26-04-24, શુક્રવાર* પિતાએ પ્રેમથી ખવડાવેલ કુલ્ફી હોય કે પછી રાજીનાં હાથનું કે વળી ઓફિસની મિટીંગની સફળતા અને મનનનું સરળ, સકારાત્મક વર્તન, રમીલા એવી તો ઘસઘસાટ ઊંઘી કે આટલાં દિવસમાં સવારે પહેલી વખત સવલીએ તેને ઊઠાડવી પડી. તેણે મનથી નક્કી કરેલ જ હતું કે આજે તે ભાઈ મેવા માટે કોઈ કામકાજ શોધવા, તેની જીંદગી ગોઠવવા રજા પાડીને ઘરે જ રહેશે એટલે તે ઊઠવામાં આનાકાની કરી રહી.સવલીએ તેને ફરી ઊઠાડી, "ઊઠને રમુ, પછી મોડું થહે. તું ઊઠ તો આ બેયને ઊભાં કરું. પસી નિહાળ જવામ મોડું થેઈ જાહે."રમીલાને પહેલી વખત સવારે શાંતિથી ઊંઘતી ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 62
સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા**લેખન તારીખ : ૨૭-૦૪-૨૦૨૪, શનિવાર*જમતાં જમતાં રાજી અને રમીલા વાતો કરતાં રહ્યાં. આજે પહેલી એમ બન્યું હતું કે મેવો જમતો હોય અને બાળકોનું ધ્યાન પણ રાખી રહ્યો હોય. સવલી પણ આજે મેવાને કોઈ શિખામણ ન આપવી એમ નક્કી કરી બેઠી હતી. તે પણ દીપ્તિ અને તુષારની ગમ્મત જોતાં જોતાં મેવા, માતી અને પારવતીનું બાળપણ યાદ કરતી હતી. મેવાને થોડુંઘણું યાદ હતું ત્યાં હોંકારા ભણતો જ્યારે કેટલુંક તેના માટેય નવું હતું, તે બધું તે નવાઈથી સાંભળતો. મજૂરવાસમાં વીતાવેલ બાળપણ અને ક્યારેક ક્યારેક થતી ગામની મુલાકાતો, પણ એ સઘળા સમયમાં બે ટંકનું ભોજન કમાવા તનતોડ મહેનત ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 63
સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરાલેખન તારીખ :૨૮-૦૪-૨૦૨૪,રવિવારમેવાએ તેનાં રખડુ ભાઈબંધો સાથે ફરતાં આ મોલ બહારથી જરૂર જોયો હતો તેનો વેશ તેને અહીં પ્રવેશવા દે તેવો જરાય ન હતો. માટે તેણે પગથિયાં ચઢવાની હિંમત પણ કરી ન હતી. આજે તો રમીલાની ઈચ્છાવશ અને રાજીની ખુશીના લીધે તે કૌતુહલભર્યા મનથી મોલમાં પ્રવેશ્યો. તેણે કપડાંની ટ્રાયલ લેવાની હોઈ રમીલાએ ત્યાં ઉપસ્થિત સ્ટાફ પાસે બાળકોને બેસાડવાની પ્રૈમ (બાબાગાડી) માંગી. એક સૌહાર્દપૂર્ણ યુવક તુરત જ એક પ્રૈમ લઈ આવ્યો. રમીલાએ તુષારને તેમાં બેસાડી પોતે તેને દોરી રહી. દીપ્તિ રાજીનાં હાથમાં હતી. હવે રમીલાએ મેવાને શોભે અલબત્ત શોભાવે એવાં કપડાં માટે ચોતરફ નજર ફેરવી. ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 64
આજે પહેલી જ વખત એમ બન્યું કે મેઘનાબહેન અને રમીલાને સાથે જોઈ મેવાને ઈર્ષ્યા ન આવી કે ન તો નસીબ નબળું લાગ્યું. મેઘનાબહેને બધાંયને હૂંફાળો આવકાર આપ્યો. રમીલાએ તુષારને હાથમાંથી નીચે ઊતાર્યો. તે જોઈ રાજીએ પણ દિપ્તીને નીચે મૂકી દીધી. બેય બેઠકખંડમાં આમતેમ દોડવા લાગ્યાં. મેઘનાબહેન અને નિખિલ રાજી અને મેવાને સોફા સુધી દોરી ગયાં. ચારેય બેઠાં. રમીલા રસોડામાં ગઈ. અહીંથી જ કેળવાયેલી રોજિંદી આદત મુજબ હાથ ધોઈને બધાં માટે પાણી લઈ આવી. રાજી સાદું પણ સુઘડ ઘર જોઈ ખૂબ ખુશ થઈ. આ પહેલાં મેવો જ્યારે પણ આવતો, તે રમીલા પાસે રૂપિયા માંગવા જ આવતો અને બારણેથી પાછો સિધાવતો. ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 65
નવલકથા : સવાઈ માતા (ભાગ - ૬૫)સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત (વડોદરા)લેખન તારીખ :૦૪-૦૫-૨૦૨૪રમીલાને પાપાને ન મળી શકવાનો વસવસો પણ મેઘનાબહેને તેને આશ્વસ્ત કરી કે તેઓ આવતાં અઠવાડિયે રમીલાને મળવા તેનાં ઘરે જરૂરથી આવશે.મેવાએ ફરી ડ્રાઈવિંગ સીટ સંભાળી અને તેઓ વીણાબહેનનાં કેન્દ્ર ઉપર પહોંચ્યાં. સુશીલાની હાલત ઘણી સુધારા ઉપર હતી. આજે વીણાબહેને તેના પતિ વિશળનું સરનામું લઈ બે ભાઈઓને તેની ખબર આપવા ઘરે મોકલ્યાં હતાં. આ તરફ મા કાલથી ઘરે આવી નથી તે જાણતાં શામળ પોતાની નોકરીમાં રજાઓ મૂકી તુરત જ મુંબઈથી આવી ગયો હતો. સવલી પાસે સ્નેહાનાં ઘરનું સરનામું અને ફોનનંબર હતાં. વીણાબહેને ત્યાં ફોન કરી સ્નેહાને હકીકત ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 66
સુશીલામાસી સાથે વાતો કરતા મેવાને જોઈ વિસળને અને શામળને નવાઈ લાગી. જે છોકરો નાનપણથી જ ખોટી સોબતમાં ઊંધા રસ્તે ગયેલો, ક્યારેય કોઈનીય વાત ન સાંભળતો અને અત્યંત વિચિત્ર રીતે દરેક સાથે વર્તતો આ મેવો સુશીલા સાથે કેટલીય માયાથી વાત કરતો હતો. તેની વાતોથી સવલી અને સુશીલા બેય ખુશ થયાં. રાજીને લાગ્યું કે હવે તેનાં જીવનમાં સુખનો સૂરજ ઉગવાને જરાય વાર નથી. તેની પણ રમીલા માટેની ઈર્ષ્યા ક્યાંય ઓગળી ગઈ હતી. રમીલાને વીણાબહેને બોલાવી અને તેઓ કૃષ્ણકુમારજીની ઓફિસમાં ગયાં. મેઘનાબહેને વીણાબહેન અને તેમનાં પતિને મેવા વિશે વાત કરી રાખી હતી. વીણાબહેને ઓફિસમાં જઈને બેઠક લીધી અને રમીલાને પણ સામે બેસાડી. ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 67
અચાનક મળેલા નિમંત્રણથી મૂંઝાઈને ઊભેલી રમીલાને વીણાબહેને થોડી હળવાશ અનુભવાય તે આશયથી કહ્યું, "રમીલા, તારો ભાઈ નોકરીએ લાગી જશે એના અને એની પત્નીના જીવનમાં થોડી શાંતિ થઈ જશે, નહીં?" રમીલા થોડા સ્મિત સાથે બોલી, "હા, એ તો સાચી વાત. રાજીને તો આનંદ આનંદ થઈ જશે. એણે તો ક્યારેય પોતાને પાકાં મકાનમાં રહેવાનું થશે એમ વિચાર્યું પણ નથી. જો બધું બરાબર રહ્યું તો તો તેનાં બાળકો પણ ભણશે - આ સમુ અને મનુની જેમ જ. મારાં..." વીણાબહેન આછેરું હસતાં બોલ્યાં, "હા, એ તો મને જાણ છે જ. એ બેય તારાંથી નાનાં, બરાબરને? આમ પણ તારી મમ્મીને એ બેયને બપોરે એકલાં ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 68
આજનાં એક દિવસમાં ઘણુંય બદલાઈ ગયું. મેવો તેનાં ડ્રાઈવર તરીકેનાં ઈન્ટરવ્યુમાં ઉત્તીર્ણ થયો. તે સાંજે જ પોતાનાં પરિવાર સાથે ક્વાર્ટરમાં રહેવા ગયો. રમીલાએ અડધા દિવસની રજા લઈને રાજીનાં કપડાં અને બીજી જરૂરી ઘરવખરીની ઝડપભેર ખરીદી કરી હર્ષાશ્રુ સહિત તેમને વળાવ્યાં. તુષાર અને દિપ્તી વધુ ન રોકાઈ શકતાં સમુ અને મનુ થોડાં ઉદાસ થઈ ગયાં. રાજીએ તેમને આવનાર રવિવારે તેમને લઈને અહીં આવશે એમ ખાતરી આપી. સવલી સવારે જ ઘરે આવી ગઈ હતી. તેને મેવો ઠેકાણે પડશે એ વાતથી ઘણી રાહત થઈ. પિતા પણ ઘણો આનંદિત હતો પણ તેને આજે રજા મળે એમ ન હતું. રમીલાએ મેવાનાં પરિવાર માટે રિક્ષા ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 69
આ તરફ રમીલાનાં એમ. બી. એ. ના ભણતરને અને સમુ તથા મનુનાં શાળાકીય ભણતરનું એક-એક સેમેસ્ટર પૂરું થયું. રમીલા દિવસની નોકરી સાથે પણ તેની કૉલેજમાં દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થઈ. સમુ અને મનુ પણ ઠીકઠીક ગુણથી પાસ થયાં. તેમની ગ્રહણક્ષમતા જરૂર વધી હતી અને વિવિધ ભાષા ઉપર પણ પકડ મજબૂત થઈ રહી હતી. વચ્ચે વચ્ચે નિખિલ સાથે થતી મુલાકાતોમાં મનુનો ઈતિહાસ પ્રત્યેનો રસ વધી રહ્યો હતો. નિખિલ ક્યારેક પોતાની અંગત લાયબ્રેરીમાંથી તો ક્યારેક બુકસ્ટોરમાંથી ખરીદીને તેને ઈતિહાસનાં પુસ્તકો વાંચવા આપતો. પાછો ફોન ઉપર પણ તેની સાથે ઈતિહાસ વિષયક ચર્ચા કરતો રહેતો. સમુનો પ્રિય વિષય ભૌતિક વિજ્ઞાન બની ગયો. તેને તેના ...વધુ વાંચો
સવાઈ માતા - ભાગ 70
લેખન તારીખ :૧૧-૦૬-૨૦૨૪આૅફિસમાં રમીલાની એક દિવસની ગેરહાજરી છતાં તેનું આખુંય તંત્ર એવું ગોઠવાયેલ હતું કે સઘળાં કામકાજ નિયમિતપણે થતાં તેથી જ તે અભ્યાસમાં પણ ધ્યાન પરોવી શકતી. તેનો બ્યુટી પાર્લર અને સેલોનમાં ટેકનિકલ ભાગીદારીવાળો આઈડિયા સંપૂર્ણપણે સફળ હતો. કંપનીની પ્રોડક્ટસનું લોકલ લેવલ ઉપર વેચાણ પાંત્રીસ ટકા જેટલું વધ્યું હતું જે માન્યામાં ન આવે તેવો વિક્રમસર્જક આંક હતો. આ તરફ મનન પણ પોતાની આવડતમાં કરાયેલ વિશ્વાસની મૂડીને વેપારનાં વિસ્તૃતિકરણના વ્યાજ સહિત યોગ્ય ન્યાય આપી રહ્યો હતો. તેનાં હાથ નીચે કંપનીનાં ઘરગથ્થુ ગ્રાહકો ઉત્તરોત્તર વધી રહ્યા હતાં. તે પોતાની ટીમ સાથે મળી તેમની જરુરિયાત સમયસર પૂરી કરવા પૂરતી મહેનત કરતો અને ...વધુ વાંચો