નમસ્કાર વાચક મિત્રો, આપના મળેલા પ્રેમ બદલ હું ખૂબ ખૂબ આભારી છું. આ વખતે હું એક નવી નવલકથા લઈ તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું. જો કે મેં તો દર વખતે મારી નવલકથા રહસ્યમય કથા કે સામાજિક કે પ્રેમકથા જ લખી છે, જેટલી પણ લખી એ બધી જ અલગ અલગ જ લખી છે. પણ આ વખતે એક નવા ટિવસ્ટ સાથે લઈ હું આવેલી છું, તો તમે આ નવલકથા ગમી કે નહીં તે મને જરૂરથી જણાવજો. મારી નવલકથા વિશે કંઈ કહું તો એ સામાજિક અને પ્રેમકથાનું ફયુઝન જરૂર છે, અને તમે એક સળગતો સામાજિક પ્રશ્ન પણ કહી શકાય. એ બાબતમાં કહું તો, ‘આમ તો એવું કહેવાય છે કે ‘પ્રેમ આંધળો છે.’ અને સાચે જ પ્રેમમાં પડનાર વ્યકિત સાચું શું, ખોટું શું છે? તે ક્યારે નથી સમજતો કે તેની જીદ ના તો યોગ્ય, અયોગ્ય કે પોતાના કહે છે તે એના માટે ભલા માટે છે, તે પણ નહીં.

નવા એપિસોડ્સ : : Every Monday, Wednesday, Friday & Saturday

1

એક ષડયંત્ર.... - ભાગ 1

નમસ્કાર વાચક મિત્રો, આપના મળેલા પ્રેમ બદલ હું ખૂબ ખૂબ આભારી છું. આ વખતે હું એક નવી નવલકથા લઈ સમક્ષ ઉપસ્થિત થઈ છું. જો કે મેં તો દર વખતે મારી નવલકથા રહસ્યમય કથા કે સામાજિક કે પ્રેમકથા જ લખી છે, જેટલી પણ લખી એ બધી જ અલગ અલગ જ લખી છે. પણ આ વખતે એક નવા ટિવસ્ટ સાથે લઈ હું આવેલી છું, તો તમે આ નવલકથા ગમી કે નહીં તે મને જરૂરથી જણાવજો. મારી નવલકથા વિશે કંઈ કહું તો એ સામાજિક અને પ્રેમકથાનું ફયુઝન જરૂર છે, અને તમે એક સળગતો સામાજિક પ્રશ્ન પણ કહી શકાય. એ બાબતમાં કહું તો, ...વધુ વાંચો

2

એક ષડયંત્ર.... - ભાગ 2

(સિયા તેના દાદા દાદીને સવારના આઠ વાગ્યા જેવી મંદિર લઈ જાય છે. ત્યાં તેની ફ્રેન્ડ રોમા મળે છે. તે પંડિતજીના પ્રવચન સાંભળવા બેસે છે, જેમાં માના રૂપની અને તાકાત વિશે કહી રહ્યા છે. હવે આગળ....) સ્ત્રી એટલે કે માંની આગળ કોઈનું પણ ના ચાલે એનું ઉદાહરણ છે, દત્તાત્રેયનો જન્મ. જેમ શિવ, વિષ્ણુ અને બ્રહ્મા ત્રણે જણા એક ઋષિની પત્નીને ચલિત કરવા આવ્યા પણ તેને તો પોતાના સતીત્વથી જ એમને બાળક બનવાની એમના પર જ તેની મમતા લૂંટાવી દીધી. એ પણ એમની મમતા સામે નતમતસ્ક થઈ બાળક બની એમના ખોળામાં રમવા લાગ્યા.... એમાં જ્યારે એક સામાન્ય સ્ત્રી માતાનું રૂપ ધરે ...વધુ વાંચો

3

એક ષડયંત્ર.... - ભાગ 3

(મંદિરમાં પંડિતજી પ્રવચન આપે છે, એ પ્રવચનમાં સિયા ખોવાઈ જાય છે. તેને પંડિતજીના પ્રવચનમાં તરબોળ થાય છે અને આ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં શપથવિધિ ચાલી રહ્યા છે. હવે આગળ.....) સંરક્ષણ પ્રધાન કે પોલીસ કમિશ્નર આશ્ચર્યમાં પડે છે. અને મનમાં થયું કે, “એ કનિકા એવી કોણ વ્યક્તિ છે? નામ પરથી તો લાગે છે છોકરી, પણ એવું તો શું છે એનામાં કે જેના માટે ખુદ પોલીસ ટ્રેનિંગ સેન્ટરનો હેડ પણ ઊભો થઈ જાય તેવી આ વ્યકિત કોણ?’ “આ કનિકાને જોવી જરૂર પડશે જ કે, આટલી રિસ્પેક્ટ મેળવનાર કેવી હશે? રોમાળી, એકદમ લાંબી અને ચાબુક જેવું લચીલુપણું. જેની ચાલ હરણી જેવી અને આંખો ...વધુ વાંચો

4

એક ષડયંત્ર.... - ભાગ 4

(સિયાની મિત્ર રોમા પંડિતજી નું પ્રવચન હંબગ ગણાવે છે. સિયા નારાજ થઈ જાય છે. સિયાના દાદા દાદી ઘરે જવા છે અને તે જેવા ઘરે પહોંચે છે, તો સિયાના પપ્પા સિયાના લઈ જવા બાબતે તેમને બોલે છે. હવે આગળ.....) “મેં તમને કેટલી વાર કીધું છે કે સિયાને પ્રવચન સાંભળવા નહીં લઈ જવાની, પણ તમને તો સમજાતું જ નથી. તમારા બંનેને પ્રવચન સાંભળવો હોય તો સાંભળો, એમાં મારી ના નથી. તમારી ઉંમર છે એટલે તમે ભજન કરો, આરામ કરો. પણ સિયાની થોડી ઉંમર થઈ છે, તો તમે એને તમારી પાસે સાંભળવા લઈ જાવ છો. તમારા કાનમાં મારી વાત કેમ નથી પહોંચતી.” ...વધુ વાંચો

5

એક ષડયંત્ર.... - ભાગ 5

(સિયાના પપ્પા તેના દાદા દાદીને બોલે છે. સિયાને તેના દાદા કોલેજ ભણતરનું મહત્વ સમજાવે છે. અને એ ભણતરનો ઉપયોગ બધે જ આગળ વધી શકાય એ સમજાવવા થી તે કોલેજ જવા માની જાય છે. હવે આગળ....) “કૈસે ઔર કયો વો સારી બાત હમારા એક બરખુદાર બતાયેગા. વો સમજાયેગા કી ઐસા ક્યોં કરના હૈ? કીસ કે લીએ કરના હૈ?” એટલામાં જ એક વ્યક્તિ ત્યાં આવે છે, એને જોઈ મૌલવી એને ગળે મળ્યો અને એને મૌલવીનો હાથ તેના હાથમાં લઈ અને ચૂમ્યો. મૌલવીએ એની પીઠ થપથપાવી. તે માણસે તેમને કહ્યું કે, “અસલામ વાલે કુ.” “વાલે કુ અસલામ. ઈન બચ્ચો કો અબ તુમ્હી ...વધુ વાંચો

6

એક ષડયંત્ર.... - ભાગ 6

(મૌલવી એક વ્યકિતને બોલાવે છે. એ વ્યકિત બીજા બધાને ઈસ્લામના અનુયાયીની આબાદી વધારવાનું કહે છે અને સાથે સાથે કેવી પણ સમજાવે છે. સિયા તેના દાદા દાદી સાથે મંદિર જાય છે અને પ્રવચન સાંભળે છે. હવે આગળ....) “માં ના પ્રેમ અને મમતાની સરવાણીમાં તો આખી દુનિયાના જીવે છે. એ સરવાણી જ આ જગતને જીવતું રાખે છે....” પંડિતજીનું પ્રવચન હજી ચાલી જ રહ્યું હતું. દાદાજીએ સિયાને ત્યાંથી ઉઠાડી અને બાંકડા પર પોતાની પાસે બેસાડીને કહ્યું કે.... “જોયું બેટા, તે ક્યારેય વિચાર્યું છે કે અમે આટલું બધું સમજાવી છીએ કેમ? એટલા માટે કે તે તારા સારા માટે છે અને અમને તારા માટે ...વધુ વાંચો

7

એક ષડયંત્ર.... - ભાગ 7

(ધીરુભાઈ સિયાને કોલેજ જવા માટે સમજાવી રહ્યા છે. એવામાં તેમના મિત્ર આવતાં તે વાત અધૂરી રહે છે. તે બંને વાતમાં એક યુવક જે મંદિરે આવી ઘરડાની સેવા અને માની ભક્તિ વિશે વાત કરે છે. હવે આગળ....) “કેમ નહી, એકવાર મળવું તો મારે પણ છે. અરે એના વિચારો વિશે જેટલી વાર મેં બીજાના મોઢે ખૂબ સાંભળ્યા છે અને જેટલા વખાણ સાંભળ્યા છે કે મને પોતાને જ મળવાનું મન થયું છે. ચાલ તો...” એટલે ધીરુભાઈએ એમની પત્ની સુધાબેનને કહ્યું કે, “તું અહીંયા બેસ, હું થોડીવારમાં એકને મળીને આવું.” “હા જઈ આવોને તમે. હું આ બેઠી. આમ પણ તમને તમારા મિત્ર મળી ...વધુ વાંચો

8

એક ષડયંત્ર.... - ભાગ 8

(ધીરુભાઈ અને સોમાભાઈ તે યુવકને મળે છે અને તેના વિશે જાણે છે. તેના વિચારો વિશે જાણી તેમને ખૂબ આનંદ છે. હવે આગળ....) “તારા જેવા આ દુનિયામાં બહુ ઓછા લોકો છે. તમારા જેવા યુવકો જો આ દુનિયામાં હોતને તો કોઈ મા બાપ દીકરીની ચિંતા ના કરે કે ના જન્મ આપતાં ખચકાય. તું આટલો સારો છે, એમાં તારા વડીલો અને જન્મદાતાનો મોટો હાથ છે. એમને અમારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કહેજે.” તે બંનેએ આવું માનવને કહ્યું તો તે, “આ બધું તો તમારા આશીર્વાદનો પ્રતાપ છે. મારા વિચારો કે આ સેવા કરવાની ઈચ્છા કહો કે બધાની સેવા કરવાનું મન થાય એ જ ...વધુ વાંચો

9

એક ષડયંત્ર.... - ભાગ 9

(માનવ જોડે વાત કર્યા બાદ ધીરુભાઈ અને સોમાભાઈ ખુશ થતાં છૂટાં પડે છે. ઘરે આવીને ધીરુભાઈ સિયા આવતાં જ કોલેજ વિશે પૂછે છે. અને એડમિશન થઈ ગયું છે, એ ખબર પડતાં ખુશ થાય છે. હવે આગળ....) સિયાએ તેના દાદાને કહ્યું કે, “ચાલો દાદા આપણે જમવા બેસી જઈએ.” “હા બેટા...” એમ કહીને તો તે બધા ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા. કોશાબેને થાળી પીરસી. જમતાં જમતાં દાદાએ સિયાને કીધું કે, “બેટા તને એક વાત તો કહેવાની રહી ગઈ કે આજે અમને મંદિરમાં એક યુવક મળ્યો હતો, બિલકુલ તારા જેવો આજ્ઞાંકિત, મિલનસાર. એવો જોઈને તો અમારું દિલ ખુશ ખુશ થઈ ગયું.” “દાદા.... ...વધુ વાંચો

10

એક ષડયંત્ર.... - ભાગ 10

(ધીરુભાઈ તેને એ છોકરા વિશે અને એના સંસ્કાર વિશે વાત કરે છે તો એ સાંભળી સિયા રિસાઈ જાય છે. ધીરુભાઈને ટોકે છે. હવે આગળ....) “એને બીજા બધાને પણ ઓળખતાં શીખવાડવું પણ આપણે જ પડશે ને તો. તેને બીજા બધા સાથે સેટ થવું તો પડશે કે નહીં?” “એ બધા માટે એને હજી એવી બધી સમજ ના પડે, એ નાની છે.” “એટલે તો સમજાવું છું. કંઈ નહીં પણ હવે કાલે સિયાને સોરી કહી અને મનાવી લઈશ.” “હા મને ખબર છે સૌથી વધારે લાડકી તમારી જ છે.” “એટલે જ તો મારે જ તેને મનાવી પડશે, એ બિલકુલ એના પપ્પા જેવી છે મારી ...વધુ વાંચો

11

એક ષડયંત્ર.... - ભાગ 11

(સિયા રીસ ચડાવી તો લે છે, પણ બીજા દિવસે તે મંદિરે જવા તૈયાર થઈ જાય છે. એ તેના પપ્પા વાત કરી મંદિરમાં જાય છે. જયાં તેના દાદા માનવ સાથે ઓળખાણ કરાવે છે. હવે આગળ....) સિયા કહ્યું કે, “તમને એવું નથી લાગતું કે આપણે માતા વિશે વધુ પડતું વિચારીએ છીએ અને એમાં જ આપણે ડરીએ છીએ. એ જગતજનની છે, આ ધર્મ, આપણને સંસ્કાર એ શીખવાડે છે, પણ આજે એના લીધે એ બધા આપણી ઠેકડી ઉડાવે છે.” “આ ધર્મ ના... પણ મને એવું લાગે છે કે ધરમ છે ને એ નામ પર, એની વાત સમજ્યા વગર ફોલો કરવા ના કારણે. એના ...વધુ વાંચો

12

એક ષડયંત્ર.... - ભાગ 12

(માનવ અને સિયા વાતચીત કરે છે. એમની વાતચીતમાં માતાની ભક્તિ કેમ કરવી, કર્મ કેમ કરવું એ વિશે વાતચીત થાય સિયા કોલેજ પહોંચીને માનવને જોવે છે. હવે આગળ....) સિયાના મનમાં થયું કે, “આટલો સરસ, સમજુ અને સંસ્કારી છોકરો આજ સુધી મેં ક્યારેય જોયો નથી. બાકી આજ સુધી મેં આટલા બધા જ છોકરા જોયા, પણ તે થોડા ઘણા અંશે ઉદંડ જ હોય કાં તો લંપટ હોય. પણ આજે મેં પહેલી વાર એવો છોકરો જોયો... “જેને છોકરી સાથે ઓળખાણ હોય તો તે કોલેજમાં વટ પાડવા પણ વાત કરે જ્યારે આમાંનું અનીશે કંઈ જ કર્યું નથી. ઓળખીતી છોકરી સાથે વાત કરવાનો જરાય પ્રયત્ન ...વધુ વાંચો

13

એક ષડયંત્ર.... - ભાગ 13

(માનવની વાતો સાંભળી સિયા ઈમ્પ્રેસ થઈ જાય છે. કનિકા પોતાની એકલતા ગળે વળગાડી લે છે, ત્યાં જ મેટ્રન આવતાં તે એમની સાથે વાતો કરે છે. વાત વાતમાં તે બંને વચ્ચે માસી એમની દીકરીની વાત કરે છે. હવે આગળ....) “આમ પણ અમારા સમાજમાં તો દસમા ધોરણમાં ભણતી છોકરીના મેરેજ કરી દેવા જોઈએ. પણ બસ મેં થોડી જીદ કરી અને મારા ઘરવાળા પાસેથી એને 12 ધોરણ ભણવા સુધીની રજા એના બાપ જોડે લઈ લીધેલી.... મારી સવિતા ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી, કદાચ એનો સૌથી વધારે માર્કસ આવતાં અને કદાચ એનો આખા જિલ્લામાં પહેલો નંબર એ વખતે આવેલો હતો.” “તો માસી તમે ...વધુ વાંચો

14

એક ષડયંત્ર.... - ભાગ 14

(માસી એમની દીકરીની વાત કહી રહ્યા છે, જેમાં દસમા ધોરણમાં પહેલો નંબર લાવ્યા બાદ અગ્યારમા ભણવા લાગેલી. અને એક તે ભાગી ગઈ. તેની બહેનપણીએ બધી વાત કરી કેમ કરીને આ બન્યું. હવે આગળ....) “હું એની સાથે વાત કરું તો મને સમાજ ફોલી નાંખે. એના બાપા મારી ચામડી ઉધેડી નાંખે, પછી સાથ આપવાની વાત કયાં આવે?” “સમાજ અને આ સમાજના નિયમોના કારણસર જ કોઈ પણ છોકરી જ્યારે ખોટું પગલું ભર્યા પછી પાછી ઘરે આવવા મથતી હોય ને તો એને કોઈ સપોર્ટ નથી કરતું.” માસી આવું કહેતાં જ કનિકા અકળાઈને બોલી પડી. “હા બેટા, એ વાત હાલ હું એ સમજુ છું, ...વધુ વાંચો

15

એક ષડયંત્ર.... - ભાગ 15

(સવિતા વિશે વાત કરતાં જ માસી ભાવુક થઈ જાય છે. અને તે કેવી રીતે પોતાની દીકરીને સાથ આપી ના કનિકા પ્રત્યે લાગણી કેવી રીતે માસીને જાગી એ વિશે વાત કરતાં જ કનિકા પોતાના ઈરાદા વિશે જાણી અને તે મદદ કરે છે. હવે આગળ....) “તું બિલકુલ સવિતા જેવી હતી એટલે મને તારા માટે એમ થતું કે હું મારાથી થાય એટલું તારી માટે કરી શકું એટલું ઓછું છે. મેં કર્યું બેટા? મને એમ જ સંતોષ થયો કે મારી સવિતાના સપનાં મેં પૂરા કરી દીધા. એને જ મેં એક મોટી ઓફિસર બનાવી દીધી. મારા સપનાં પણ પૂરા થઈ ગયા.” માસી આવું બોલ્યા ...વધુ વાંચો

16

એક ષડયંત્ર.... - ભાગ 16

(કનિકા માસીને પોતાની પાસે આવી રહેવા જ કહે છે. તે તેને ના પાડી અને એનું કારણ સમજાવે છે. કનિકા જવા ઈચ્છે છે. સિયા અને માનવ વાત વાતમાં ગાર્ડન જવાનું વિચારે છે. હવે આગળ....) “સિયા તમે ચાલો મારી સાથે આપણે બંને ગાયત્રી પાર્ક જઈએ.” “એ તો બરાબર છે, પણ જઈશું કેવી રીતે?” “આમ તો ગાર્ડન નજીક જ છે, ચાલીને પણ જઈ શકાશે અને મારા બાઈક ઉપર બેસીને જવું હોય તો પાંચ મિનિટ જ લાગશે, જો તેમને વાંધો ના હોય તો....” “ના... ના, મને બિલકુલ વાંધો નથી ચાલો.” બંને જણા પાંચ જ મિનિટમાં ગાર્ડન પહોંચી ગયા. ગાર્ડનમાં એન્ટર થતાં જ સિયા ...વધુ વાંચો

17

એક ષડયંત્ર.... - ભાગ 17

(સિયા પોતાની અજાણતાં એ પણ આ દુનિયા વિશેની માનવને કહે છે. માનવ તેને ગાર્ડનમાં લઈ જાય છે. એ જોઈ નાના બાળકની જેમ મચળે છે. એ જોઈ અનિશે એના જીવન વિશે પૂછે છે અને સિયા તેને બધું જણાવી રહી છે. હવે આગળ.....) “હાસ્તો એવું જ છે. એ તો જીવન જીવવા માટે લોકો તડપે છે. પણ મને એમ થાય છે કે આ જીવનમાં અધૂરપ છે.” “સારું, હવે કહો કે તમારે હજી આગળ શું શું જોવું છે? અને કયાં કયાં જવું છે?” “જોવું તો ઘણું બધું છે અને જાવું પણ તો ઘણી બધી જગ્યાએ પણ... પણ એ પહેલાં તો આ બધું જોઈ ...વધુ વાંચો

18

એક ષડયંત્ર.... - ભાગ 18

(સિયાની નજરમાં ગાર્ડનની અદર બેસેલા લવબર્ડસ પર નજર પડે છે. અને એ વાત પર માનવ ઉદાહરણ સાથે સમજાવે છે. આ બાબતે સિયા એ બંનેનું ઓબ્ઝર્વ કરતાં કહે છે કે તે આ પ્રેમના લીધે જ ડરે છે. હવે આગળ......) “જબરું છે નહીં? આવું પણ હોય?” સિયાએ તે પ્રેમી પંખીડા વિશે કરેલું ઓબ્ઝર્વ જોઈ હસી પડ્યો પછી, “એટલે તો આ દુનિયા કીધી છે. આનાથી પણ વધારે નવા નવા રંગો જોવા મળશે. એકવાર તમારા સેઈફ ઝોનમાંથી બહાર તો નીકળો એટલે ખબર પડે કે દુનિયા કેવી છે?” “તમે કહ્યું છે એટલે આ દુનિયા કંઈક અટપટી તો હશે જ એ તો હું પણ સમજી ...વધુ વાંચો

19

એક ષડયંત્ર.... - ભાગ 19

(સિયાને માનવ ગાર્ડનમાં ખાસ્સો એવો સમય ગુજારે છે. પછી તે ઘરે મૂકી જાય છે. આ વાતને લઈ સિયાની તેના સાથે બહસ થઈ જાય છે. એ તેની વાત નથી સમજતાં અને પપ્પા એના દાદા સાથે રૂડલી વાત કરવા લાગે છે. હવે આગળ....) “અને એવું કોને કહ્યું કે શાંત થઈને જ વાત કરવી પડે. બાકી આ રીતે વાત કરનાર પછી તે છોકરી જ ના હોય તેને સીધી કરવા માટે આજ કરવું પડે. તમે તો બોલશો જ નહીં, તમારા કારણે જ આના મગજમાં ભણવાની જગ્યાએ માતાજી અને આ બધું ચાલુ થઈ ગયું છે.” “તેમાં ખોટું શું છે બેટા.... “બસ અમે તો તેને ...વધુ વાંચો

20

એક ષડયંત્ર.... - ભાગ 20

ભાગ -૨૦ (સિયાના મનની વાત કે તેના સપનાં તેની દાદી દિપકને સમજાવે છે અને ટોકે પણ છે. સિયાના મનમાં માનવ અને તેના પપ્પા સાથે સરખમાણી થઈ જાય છે. દિપક ઓફિસમાં પહોંચી તેના પીએ સાથે વાત કરે છે. હવે આગળ....) “આજની એપોઇન્ટમેન્ટ અને આજનું કામનું લિસ્ટ મારા ટેબલ પર મૂકી દો.” કેશવે તેની પીએને કહ્યું, એ સાંભળી તે જવા લાગ્યા તો, “એક મિનિટ આજે સૌ પહેલા પોલીસ ઈન્સ્પેક્ટરની અહીં બોલાવજો.” “ઓકે સર...” પીએ નીકળી ગયો અને તેના કામે લાગ્યો. દિપક પણ એક ફાઈલ લઈ ઉથલાવવા લાગ્યો તો ખરા, પણ એનું મગજ બીજે ચાલી રહ્યું હતું અને આંખો દરવાજા પર ચોટેલી ...વધુ વાંચો

21

એક ષડયંત્ર.... - ભાગ 21

(સિયાના દાદી તેના પપ્પાને સમજાવ્યા બાદ તેના પપ્પા દિપક પોતાના મિત્રને કહી ડિટેક્ટિવનો નંબર આપવા કહે છે. એ કારણ માગે છે અને એ જાણી તે તૈયાર થઈ જાય છે. સિયા અને રોમા માનવ વિશે વાત કરે છે. હવે આગળ....) “પણ એ તો બહુ બધી છોકરીઓ સાથે ફરે છે.” “એવું તને કોણે કીધું? તે તો દરેક સ્ત્રીને મા સમાન માને છે. અને તે સ્ત્રીનો તો એટલી બધી કદર કરે છે. આજ સુધી સ્ત્રી સન્માન વિશે જાગૃત વ્યક્તિ આવો જોયો નથી. એના વિશે ગમે તેમ ના બોલ.” “એમ, તો એવું છે....” “હાસ્તો બધા એક સરખા થોડા હોય તો...” “એક વાત કહું ...વધુ વાંચો

22

એક ષડયંત્ર.... - ભાગ 22

(રોમા સિયાને માનવ વિશે વારેવારે પૂછવાથી અકળાઈને કારણ પૂછે છે. એ કારણ કહેતાં તે ભાષાણ આપી દે છે. એ મળતાં જ માનવ અને સિયા મૂવી જોવા જવાનો પ્લાન કરે છે. હવે આગળ.....) “આમ તો સોશિયલ મૂવી સરસ હોય અને એ જોવાની મજા પણ આવે. મને લાગે છે ત્યાં ઇંગ્લીશ મુવી તો તમે જોવી નહીં ગમે. તો આપણે એક કામ કરીએ કે આપણે કોઈ સામાજિક મુવી હોય, એ જોવા જઈએ. જેમ કે અત્યારે એક નવી મુવી લાગી છે, તો એ જોવા જઈશું?” “ભલે પણ આજે નહીં કાલે.” “ઓકે સાંજના ત્રણ થી છ ના શોમાં જઈએ.” “હા ચોક્કસ કાલે આપણે ત્રણ ...વધુ વાંચો

23

એક ષડયંત્ર.... - ભાગ 23

(સિયા અને માનવ સિનેમા હોલમાં કોમેડી મૂવી જોવા જાય છે. એ મૂવીના ઈન્ટરવલમાં જ રોમા અને તેના કઝીન્સ એમને છે. એ બધા ડીનર કરવા ઈન્વાઈટ કરે છે. હવે આગળ.....) સિયાના મનમાં અને રોમાના મનમાં હજી એ વાત પૂરી નહોતી થઈ અને એ બંને મનમાં કંઈકનું કંઈક ચાલી જ રહેતું. કારણ કે રોમાના મનમાં અહીં માનવ સાથે સિયા આવી એ નહોતું ગમ્યું અને સિયાના મનમાં તે ઘરેથી કોઈને કહ્યા વગર અને તેની બેસ્ટ ફ્રેન્ડને કીધા વગર આવી એનો મનમાં રંજ થતો હતો. પણ એ બંનેમાંથી એ વાતની કોકોણ પહેલ કરે એ કોઈને ખબર નહોતી. મુવી પૂરી થઈ જતાં જ રોમા ...વધુ વાંચો

24

એક ષડયંત્ર.... - ભાગ 24

(મૂવી જોયા બાદ સિયા અને માનવ રોમા, તેના કઝીન્સ સાથે ડીનર કરવા કેન્ટિનમાં જાય છે. મૂવીની વાતચીતો વચ્ચે જ સિયાને પૂછી લે છે. એનો નકાર પણ સિયા કરે છે. દિપક અને સંગીતા વચ્ચે એ રાતે સિયાને લઈ બોલાચાલી થાય છે. હવે આગળ....) “તો શું થોડી વાર તું તારી દીકરી પણ ધ્યાન ના આપી શકે. આમેય બા બાપુજી તો એમના કામ જાતે જ કરી લે છે. અને તું જ કરે છે શું? એ કહે કે, બા બાપુજી તે તેમની રીતે મંદિર ભજન કીર્તન કરે છે, કૂક આવીને જે રસોઈ બનાવીને જાય છે અને એ જમી લે છે. એમને આજ સુધી ...વધુ વાંચો

25

એક ષડયંત્ર.... - ભાગ 25

(દિપક અને સંગીતા વચ્ચે સિયાને લઈ આર્ગ્યુંમેન્ટ થાય છે. એમાં દિપકનો હાથ ઉપડી જતાં જ ધીરુભાઈ અને સુધાબેન વચ્ચે સમજાવે છે. બીજા દિવસે સુધાબેન ઊઠીને કામે વળગે છે. ધીરુભાઈને ઉઠાવવા જતાં જ. હવે આગળ....) સુધાબેને પૂછયું કે, “તમને કંઈ થાય છે? હું દિપકને બોલાવું.” “ના, બસ તું હાલ તો મારા માટે ચા બનાવ અને હું ચા બિસ્કીટનો નાસ્તો કરી લઈશ તો મને સારું થઈ જશે.” “સારું....” એમ કહીને સુધાબેન ચા બનાવવા કિચન તરફ વળ્યા અને ત્યાં જ.... દાદાને છાતીમાં વધારે દુખાવો થતાં જ તેમને જોશથી બૂમ પાડી કે, “સુધા.... મને દુખાવો થાય છે....” એમ કહેતાં કહેતાં જ તે અનકોન્શિયસ ...વધુ વાંચો

26

એક ષડયંત્ર.... - ભાગ 26

(ધીરુભાઈને છાતીમાં દુખાવો થતાં તે સુધાબેનને બૂમ પાડે છે. સુધાબેન દિપકને બોલાવી હોસ્પિટલ પહોંચે છે અને ત્યાં તેમની ટ્રીટમેન્ટ થાય છે. સિયા પણ બોંતેર કલાક માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે છે. હવે આગળ.....) “હું પણ ક્યારે ઘરે જવા મળે એની જ રાહ જોઉં છું?” ધીરુભાઈ એવું કહેતાં જ દિપક બોલ્યો કે, “ચાર પાંચ દિવસ પછી બાપુજી, આપણને ઘરે જવાની રજા આપવાનું કહ્યું છે. તો તમારી અહીં જ આરામ કરવો પડશે ને.” કેશવે ઠપકાભરી નજરે જોતાં કહ્યું તો તે બોલ્યા કે, “એવું છે એમ ને, આરામ માટેના સાત આઠ દિવસ થઈ ગયા નહીં, હું તો ત્રણ ચાર દિવસ માટે જ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો