એક ષડયંત્ર.... - ભાગ 22 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 22

(રોમા સિયાને માનવ વિશે વારેવારે પૂછવાથી અકળાઈને કારણ પૂછે છે. એ કારણ કહેતાં તે ભાષાણ આપી દે છે. એ સાંજે મળતાં જ માનવ અને સિયા મૂવી જોવા જવાનો પ્લાન કરે છે. હવે આગળ.....)
“આમ તો સોશિયલ મૂવી સરસ હોય અને એ જોવાની મજા પણ આવે. મને લાગે છે ત્યાં ઇંગ્લીશ મુવી તો તમે જોવી નહીં ગમે. તો આપણે એક કામ કરીએ કે આપણે કોઈ સામાજિક મુવી હોય, એ જોવા જઈએ. જેમ કે અત્યારે એક નવી મુવી લાગી છે, તો એ જોવા જઈશું?”
“ભલે પણ આજે નહીં કાલે.”
“ઓકે સાંજના ત્રણ થી છ ના શોમાં જઈએ.”
“હા ચોક્કસ કાલે આપણે ત્રણ વાગ્યે મળીએ અને મુવી જોવા જઈએ. બાય....”
સિયા આને માનવ બીજા દિવસે મુવી જોવા જાય છે, ત્યાંના સીને પ્લસમાં. સિયા ત્યાં પહોંચીને જોવે છે તો ઘણા બધા લોકો સિનેમા હોલ ખુલે એની રાહ જોઈ રહ્યા હતા. એ મૂવી જોવા આવનારા લોકો ગ્રુપ બનાવીને અંદર વાતો પણ કરતા હતા.
એટલીવારમાં માનવ ટિકિટ લઈ આવ્યો એટલે સિયાએ તેને પૂછ્યું કે,
“આ મુવી કેવી છે?”
તેને જવાબમાં કહ્યું કે,
“એકદમ કોમેડી મુવી છે, તમને જોવાની મજા આવશે.”
એટલામાં જ હોલ ખુલ્યો અને બધા પોતપોતાની હોલ ટિકિટ પ્રમાણે ત્યાં બેસી ગયા. થોડીવારમાં મુવી શરૂ થયું.
‘મૂવીમાં એમાં એક ચોર બીજા ચોરને, બીજો ચોર ત્રીજા ચોરને, ત્રીજો ચોર ચોથાને અને ચોથો ચોર પહેલાને એમ પકડવાની જે ચાલ ચાલતી હતી, એ જોઈને બધાના હસી હસીને પેટ દુખવા લાગ્યા. સિયા પર ખૂબ ખિલખિલાટ હસી રહી હતી, એ તો આ દોડ જોઈને ખૂબ ખુશ પણ થઈ ગઈ હતી. તેને આ પિક્ચર જોવાનું ખૂબ મજા આવી રહી હતી, જ્યારે એક જ વસ્તુ માટે એક ઉંમરવાળો માણસ જ્યારે અલગ અલગ ભાગી રહ્યો હતો અને એમાં એની બોલી સાંભળ્યા બાદ તો કોઈપણ તેની દોડમાં સામેલ થયા વગર ના રહેતું. એ જોઈને તો તે હસીને લોટપોટ થઈ રહી હતી અને સાથે સાથે માનવ પણ એટલું જ હસી રહ્યો હતો.
દોઢેક કલાક બાદ મૂવી વચ્ચે ઇન્ટરવલ પડ્યો અને હોલમાં લાઈટ થતાં જ અચાનક રોમા દેખાઈ. તે તેના કઝીન્સ સાથે જોવા આવેલી. સિયા દેખાઈ જતાં જ તેને પૂછયું કે,
“સિયા તું અહીંયા?.... તું માનવ સાથે પિક્ચર જોવા આવેલી છે?”
સિયા તે સાંભળી થોડી સંકોચાઈ ગઈ પણ તેની હિંમત કરી અને રોમા સાથે વાત પણ કરવા લાગી. માનવ સાથે એ બધાને ઓળખાણ કરાવી અને બધા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. વાત વાતમાં રોમાએ એમ પણ કહ્યું કે,
“આ મુવી પત્યા બાદ તે લોકો અહીંની કેન્ટીનમાં ડીનર કરવાના છીએ, તો તમે લોકો પણ એમને જોઈન કરો.”
એમના ખૂબ આગ્રહના કારણે સિયા અને માનવને ના છૂટકે હા પાડવી પડી. પાછું હોલમાં અંધારું થયું અને પિક્ચર શરૂ થઈ જતાં બધા પોતપોતાની જગ્યા લીધી. હવે તો મુવી ક્લાઈમેક્સ પર હતું.
“બધા જ એકબીજાની પાછળ દોડમ દોડી કરી રહ્યા હતા, એક વ્યકિત આમ દોડાવતો તો બીજો એ સામાન લઈ એ બાજુ દોડતો. તો વળી, ત્રીજો વ્યકિત સામાન બીજે લઈ જતો અને આ દોડાદોડીમાં બધા ખૂબ મજા કરી રહ્યા હતા. પણ સિયાનું હસવું થોડું ઓછું થઈ જતા જ, અનિશે એને પૂછ્યું કે,
“સિયા શું થયું તમને? તમે કંઈ વિચારો છે?”
સિયા એ શબ્દો ચોર્યા વગર કહ્યું કે,
“મને એમ થાય છે કે રોમા મારા વિશે શું વિચાર કરશે?”
“કેમ એના વિચાર સાથે તમારે શું?”
“એ મને ઘણીવાર મૂવી જોવા આવવાનું કહેતી, હું આજ સુધી ક્યારેય મૂવી જોવા ગઈ નથી અને આજે મુવી જોવા આવી તો, એમાં પણ તમારી જોડે. એના મનમાં એક અલગ વિચારશે તો?”
“કેમ તો તમે કોઈને ઘરમાં કહી નથી આવ્યા? તો પછી એમાં એના વિશે અલગથી શું વિચારવાનું હોય?”
“હા એ વાત સાચી છે, પણ મેં મારા ઘરમાં એવું કંઈ જ નથી કહ્યું. મેં તો ફક્ત એવું જ કહ્યું હતું કે,
‘હું બહાર જાઉં છું’ અને દાદાજી મને પૂછ્યું પણ નહોતું કે હું ક્યાં જાઉં છું. કદાચ એમને એમ જ હશે કે હું રોમાના ઘરે જાઉં છું, એટલે.”
“તો શું રોમા તમારા ઘરે આવીને કહી દેશે કે તમે એની જોડે નહીં, પણ તમે મારી જોડે પિક્ચર જોવા આવ્યા છે.”
“ના પણ છતાંય મને મનમાં એમ થાય છે કે તે આ વાત મારાથી કે એનાથી જાણતા કે અજાણતાં પણ તે મારા ઘરે જઈને ભૂલથી પણ બોલી જશે તો....”
“કંઈ નહી, તમે એને કહી દો કે તમે ઘરમાં કોઈને વાત નથી કરી... પછી શું ચિંતા કરવાની? તે તમારી મિત્ર છે, તો તમારી વિરુદ્ધ થોડી બોલશે?”
“પણ મને આ ખોટું બોલવું વ્યાજબી પણ નથી લાગતું.”
“એ જ તો તમારી પ્રમાણિકતાની નિશાની છે અને હોનેસ્ટી એ જ સૌથી વધારે આપણા હેલ્થ માટે સારી છે. આ વાત તમારે તમારા ઘરમાં કોઈને જણાવીને જ
આવવાની જરૂર હતી, પણ કંઈ વાંધો નહીં. નથી કહ્યું તો હવે ઘરે જઈને કહી દેજો, એમાં શું? કેમ કે ભૂલ પહેલેથી કહીને કરો કે કર્યા પછી કહો તે સરખું જ કહેવાય. પણ મોટાભાગે ભૂલ કર્યા બાદ જ કહેવાય, કર્યા પહેલાં નહીં અને રહી વાત મુવી જોવા આવવાની તો આપણે ભૂલ તો કંઈ કરી નથી તો એમાં ફકત તમે એ વાત છુપાવી એ જ ભૂલ કરી છે, તો બસ કંઈ વાંધો નહીં ઘરે જઈને તમારા દાદા દાદી કહી દે જો, પછી તમારા મનમાં આ વાત નહીં ખટકે?”
“હા એ વાત બરાબર છે...”
“તો અત્યારે બસ મુવી એન્જોય કરો, આ રીતે તો મૂવી મ્હોં લટકાવીને એન્જોય નહીં થાય, ડરી ડરી ને તો ખાસ.”
એ સાંભળી સિયા ખડખડાટ હસી પડી. રોમા એ બાજુ કયારની જોઈ રહી હતી એટલે તેના કઝીને તેને કહ્યું પણ ખરા કે,
“રુપા તું કેમ એ બાજુ જોઈ રહી છે? એ કદાચ એના બોયફ્રેન્ડ સાથે આવી હશે?”
“ના એ એનો બોયફ્રેન્ડ નથી, એ એની સાથે કેમ આવી એ ખબર નથી. પણ મને એટલી ખબર છે કે એનો બોયફ્રેન્ડ નથી.”
“એ તો તને એને એવું કીધું હોય, બાકી એવું કંઈ હોય નહીં. આવી બધી વાત કોઈને કહેવા માટે ના હોય. પણ સારું બસ એ વાત છોડ અને પછી પૂછી લેજે. હાલ તો મુવી એન્જોય કર.”
“હા કેમ કરીશ જ ને, તો થોડી કંઈ તમારી જેમ બેસી રહેવા અહીં આવી છું, હું પણ અહીં મુવી એન્જોય કરવા જ આવી છું.”
રોમાના કઝીને આવું કહ્યું એટલે રોમાનો જવાબ સાંભળી બધા ખિલખિલાટ હસી પડ્યા અને મુવી એન્જોય કરવા લાગ્યા.
પણ સિયાના મનમાં અને રોમાના મનમાં હજી એ વાત પૂરી નહોતી થઈ અને એ બંને મનમાં કંઈકનું કંઈક ચાલી જ રહેતું. એનું કારણ હતું કે રોમાના મનમાં અહીં માનવ સાથે સિયા આવી એ નહોતું ગમ્યું અને જયારે સિયાના મનમાં તે ઘરેથી કોઈને કહ્યા વગર અને તેની બેસ્ટ ફ્રેન્ડને કીધા વગર આવી એનો મનમાં રંજ થતો હતો.
(એ બંનેનો રંજ વધારે હશે? એ કેવી રીતે દૂર થશે? રોમા સિયાને પૂછી શકશે? સિયા તેની સાચી વાત રોમાને સમજાવી શકશે? રોમા આ વાત સિયાના ઘરે વાત કરી દેશે? આ વાત ઘરમાં ખબર પડશે તો બધાનું રિએક્શન કેવું હશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૨૩)