એક ષડયંત્ર.... - ભાગ 40 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 40

(કનિકાએ ઝલકને એ છોકરાનું નામ પૂછયું અને એના વિશે ડિટેલ કાઢવાની હેંમતને કહી દીધી. ઘટનાસ્થળ પર, કોલેજમાં કનિકા માહોલ જોયો પછી તે પાછી આવી અને એસિડ વેચનારાને વઢી. કાદિલની ડિટેલ વાંચી શું થઈ શકે તે હેંમતને પૂછયું. હવે આગળ....)
કનિકાએ હેમંતને બોલાવીને કહ્યું કે,
“હેમંતજી આની આગળ પાછળની બધી જ માહિતી જોઈતી હોય તો શું થઈ શકે?”
“મેમ એ માટે તો આપણે એની પાછળ એક ખબરી ગોઠવી દઈએ.”
કનિકાએ કહ્યું કે,
“ઓકે તેમ ગોઠવણ કરી દો.”
“ભલે મેડમ.. આપણે કાદિલના પાછળ શું કરવા પડ્યા છીએ? એનાથી આપણને શું મતલબ?”
“કેમ પડ્યા છે ને, શું કામ પડ્યા છે? એ તો હુ તો હું પછી તમને જણાવીશ. બસ તમે હાલ એની મને રજેરજ માહિતી આપે એવો ખબરી ગોઠવી દો. એમાંય બિલકુલ ગફલત ના થવી જોઈએ, બરાબર.”
“જી મેડમ.”
“અને એક વાત આમાં મને નથી સમજાતી કે તમે આ કાદિલની વાત સાંભળો એટલે કેમ આમ ડરી જાવ છો, તમે તેની ડિટેલ લેવા માટે કેમ આનાકાની કરો છો?”
“મેડમ તમને ખબર નથી અને આ બધી વાતોમાં એક વાત નથી મેન્શન થયેલી કે એ કાદિલ કોના સાથે કનેક્ટેડ છે?””કોના સાથે?”
“એ કાદિલ કોઈ નાના મોટા વ્યક્તિ સાથે કામ કરે છે, એટલું જ નહીં તેનું સીધું કનેક્શન આપણા એમલે સુધી જાય છે.”
તો શું થઈ ગયું એમએલએ સુધી જવા દો. આમ પણ આપણું કામ કરવા માટે એમને થોડી બોલાવવાના છે, નહીં ને. અને રહી વાત એમએલની એ વખતે આવશે તો એ વખતે હું ફોડી લઈશ. હાલ તો હું કહું એટલું જ કરો.”
હેમંતે કાદિલ પાછળ ખબરી ગોઠવી દીધો અને એનો રિપોર્ટ પણ ખબરી ડાયરેક્ટ કનિકાને જ આપી શકે એવી પણ ગોઠવણ કરી કાઢી. કનિકા બરાબર સમયની રાહ જોઈ રહી હતી કે કેવી રીતે તે પકડમાં આવી શકે એમ છે? અને એને કેવી રીતે રંગે હાથ પકડી શકાય એના માટે શું શું થઈ શકે છે? એની બધી જ માહિતી ભેગી કરવા લાગેલી.
સિયા અને માનવ બંને જણા હવે એકબીજાના હાથમાં હાથ નાખીને ફરવા લાગ્યા હતા. એમના વચ્ચે પહેલા કરતા પણ અત્યારે વધારે કેમેસ્ટ્રી જામવા લાગેલી. એમના મનમાં એકબીજાના સાથે રહેવાની તલપ વધવા લાગતાં તે બંને દૂરના મંદિર, પિકનિક સ્પોટ પર જવા લાગ્યા. તે બંને ઘણીવાર રોમા અને તેના બોયફ્રેન્ડ સાથે જતાં તો કોઈવાર એકલા.
આવા જ એક દિવસે તે, માનવ અને રોમા, રોમાનો ફ્રેન્ડ બધા બહાર ફરવા ગયા. એ પિકનિક સ્પોટ પર પહોંચીને જ સિયા અને રોમા છૂટાં પડી કપલમાં જ, એકબીજાના હાથમાં હાથ નાંખીને ફરવા લાગ્યાં.
રોમા અને તેનો ફ્રેન્ડ એક જગ્યાએ બેસી વાતો કરી રહ્યા હતા. જયારે એનાથી થોડી દૂર સિયા અને માનવ પણ વાતો જ કરી રહ્યા હતા, પણ તે બંને રસ્તા પર ના દેખાય તેવા અંદર બેસેલા.
રોમા અને તેનો ફ્રેન્ડ તે બંને તો એકબીજામાં ખોવાઈ ગયેલા હતા કે એમને કોઈ વાતનો અણસાર હતું કે તેમને કોઈ જોઈ રહ્યું છે કે નહીં ?
આ બાજુ માનવ અને સિયા પણ ફરતા ફરતા પ્રેમ ભરી વાતો કરવા લાગ્યા હતા કે,
“મને તારા વગર નહીં ગમે... હું તને વાયદો આપું છું કે આપણે બંને જીવીશું તો પણ જોડે અને મરીશું તો પણ જોડે.”
માનવ એ બોલી સાથે સાથે સિયા સાંભળીને એમ કીધું કે,
“તું એમ ના બોલ, યાદ રાખ કે આપણે બંને જીવીશું એકબીજાની જોડે. હું તો તમારા વગર બીજા કોઈની સાથે કલ્પના પણ મારા જીવનની નહીં કરી શકું. મારે તો હસવું પણ તમારી જોડે છે ને, રડવું પણ તમારી જોડે જ છે.”
“મારે પણ ડાર્લિંગ, મને તો દીવસ રાત, જાગતાં ઊંઘતા તારા જ સપનાં આવી રહ્યા છે. જો તારા સપનાં આટલા મીઠાં લાગી રહ્યા છે, તો તું મારા જીવનમાં આવી જઈશ પછી જીંદગી કેટલી સુંદર અને જન્નત જેવી બની જશે.”
“બસ હું પણ એ જ પળની રાહ જોવું છું. પણ કયારે એ સંજોગ બનશે એ જ વિચારું છું.”
“બનશે બહુ જલ્દી ડાર્લિંગ...”
એમ કહીને તે વધારે પ્રેમ ભરી વાતો કરવા લાગ્યા.
દિપક બાજુના ગામમાં ડેમનો કેસ પતાવવાં તે બહાર ગયેલો હતો. એ પતાવી પાછા આવતા એ પિકનિક સ્પોટ પર જ એમને બહાર વાતો કરી રહેલા તેને રોમા અને એક છોકરાને જોયા. આ બંનેને દિપક એમને જોઈ રહ્યો, એ જ જોયા પછી પણ ત્યાં બોલવાનો કોઈ મતલબ નથી એટલે તે જતાં રહ્યા.
દિપક ઘરે આવીને સિયા કોલેજમાં થી ઘરે આવીને એની રાહ જોવા લાગ્યો. સિયા જેવી ઘરે આવી તો તેમને સિયાને પૂછ્યું કે,
“તું ક્યાં જઈને આવી?”
સિયાએ પ્રશ્ન સાંભળી વિચારમાં પડી છતાં એને કહ્યું કે, “હું કોલેજ જઈને આવી.”
“ખોટું બોલે છે છોકરી, તો તને ખબર છે કે મને ખોટું બોલવાથી સખત નફરત છે. છતાં ખોટું બોલવાનું નહીં તને મેં કેટલી વાર કહ્યું છે. તું પેલા છોકરા જોડે રખડ રખડ કરે છે, તને કોઈ વાતની પડી છે કે નહીં,હવે કમસેકમ મારી ઈજ્જતનું તો ધ્યાન રાખ.”
“પણ હું કોલેજ જાવ છું તો એમાં જ તમારી જાતને ક્યાં લેવા દેવા આવે છે? અને હું ફરું છું...”
એમ સિયા આગળ બોલે તે પહેલાં જ દિપક ખડખડાટ હસી પડે અને કહ્યું કે,
“મને ખબર છે, મારી દીકરી તો ખૂબ ડાહી છે. તે આવી કોઈ હરકત કરે જ નહીં.”
“આવી કોઈ હરકત એટલે?”
“એટલે કે મેં આજે રોમાને એક છોકરા સાથે જોઈ હતી અને એટલે જ બસ મને તારા વિશે વિચાર આવી ગયો કે મારી દીકરી કેટલી ડાહી છે કે આવા કોઈ પ્રોબ્લેમમાં ફસાઈ નથી. બસ બેટા તું તો હવે ભણવા પર જ ધ્યાન રાખજે. તારી એકવાર જિંદગી બની જશે અને પછી મને કોઈ ચિંતા નથી. બાકી આવા પ્રેમલા અને વેવલા વેડા કરવાથી કંઈ જિંદગી બની નથી જતી.
આ રોમાને જો આવી જિંદગી જીવવાની હોય તો શું કરવાનું. તું સમજે છે ને બેટા, મારી વાત.”
એ સાંભળી સિયા ત્યાં જ ઠરી ગઈ કે,
‘પપ્પા કેવી વાત કરે છે, તે તો રોમા અને એના પ્રેમના વિશે આવું વિચારે એટલે હું.... હું એમને જો મારા પ્રેમ વિશે વાત કરું તો તે માની જશે, ખરા? એને એના મનમાં જ પ્રશ્ન પૂછ્યો. એને એમ થયું કે કદાચ મને ખબર છે કે આ પ્રશ્નનો જવાબ શું મને મળશે? અને જો આ જ જવાબ મળવાનો તો પછી એમને કહેવાનો કોઈ મતલબ જ નથી. હું આમાંની કોઈ જ વાત નહીં કહી શકું. નહીંતર મારા પર પાંબદી લગાડી દેશે, પણ મારે માનવને જોડે ચોક્કસ વાત કરવી પડશે કે,
“આપણે જો આપણા બંનેને પ્રેમને પામવું હોય તો શું કરવું? જીવન પણ મને કેવા કેવા રંગ દેખાડે છે કે મમ્મી પપ્પાથી કે દાદા દાદીને હું તો આ વખતે, એ બંનેથી વાતો છુપાવવા લાગી છું. પણ તે સમજી શકશે કે નહીં તેનો મને ડર છે.”
એના મનમાં સખત અફસોસ હતો.
(સિયા હવે શું કરશે? તે માનવ સાથે વાત કરશે? માનવ એ વિશે શું કહેશે? સિયા આ વાત બીજા કોઈને કરશે ખરા? એના મનમાં આ વિચાર કેવી રીતે પાકા થશે? એની જોડે શું શું બનશે જેનાથી તે કયું પગલું ભરશે? કનિકા કાદિલને ક્યારે પકડશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૪૧)