એક ષડયંત્ર.... - ભાગ 3 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 3

(મંદિરમાં પંડિતજી પ્રવચન આપે છે, એ પ્રવચનમાં સિયા ખોવાઈ જાય છે. તેને પંડિતજીના પ્રવચનમાં તરબોળ થાય છે અને આ બાજુ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં શપથવિધિ ચાલી રહ્યા છે. હવે આગળ.....)
સંરક્ષણ પ્રધાન કે પોલીસ કમિશ્નર આશ્ચર્યમાં પડે છે. અને મનમાં થયું કે,
“એ કનિકા એવી કોણ વ્યક્તિ છે? નામ પરથી તો લાગે છે છોકરી, પણ એવું તો શું છે એનામાં કે જેના માટે ખુદ પોલીસ ટ્રેનિંગ સેન્ટરનો હેડ પણ ઊભો થઈ જાય તેવી આ વ્યકિત કોણ?’
“આ કનિકાને જોવી જરૂર પડશે જ કે, આટલી રિસ્પેક્ટ મેળવનાર કેવી હશે? રોમાળી, એકદમ લાંબી અને ચાબુક જેવું લચીલુપણું. જેની ચાલ હરણી જેવી અને આંખો ધારદાર હશે.
પણ...
આ બંને એમના વિચારોને આગળ વધારીને મનમાં એક છબી કંડારે તે પહેલાં જ એક લેડી પોલિસ પરેડ વૉક કરતી કરતી સ્ટેજ પર આવી. એ થોડી સામાન્ય કહી શકાય એવું રૂપ, ચહેરા પર હજી બળેલાના નિશાન આંખોથી લઈને તે ગળા સુધી દેખાઈ રહ્યા હતા. આ તો કદાચ છુપાવી દેવામાં આવ્યા હશે એ એના ચહેરા પર પ્લાસ્ટિક સર્જીરી કરાવેલી હતી એવું લાગી રહ્યું છે. એનો મોટો પુરાવો હાથ પગ પર હજી એ ચાઠા દેખાઈ રહ્યા હતા. એને જોયા બાદ બીજીવાર તેના તરફ જોવાનું મન ના થાય.
તેને કહ્યા મુજબ શપથવિધિ લેવાની શરૂઆત તેને કરી,
“હું કનિકા... ભગવાનની સાક્ષીએ હું શપથ લઉં છું કે દરેક ભારતીય ભાઈ, બહેનો કે બાળકોની બધાની સહાય કરીશ. તેમને દરેક તકલીફોમાં તેમની પડખે ઊભી રહીશ અને એ માટે કોઈપણ જાતનો ભેદભાવ નહીં કરું.
હું શપથ લઉં છું કે હું ભારતના અને એના સંવિધાન પ્રત્યે શ્રદ્ધા અને સાચી નિષ્ઠા રાખીશ. આ વિધિ દ્વારા સ્થાપિત છે તે ભારતની સાર્વભૌમિકતા અને સત્યની નિષ્ઠા બનાવી રાખીશ તથા મારા કાર્યાલયના સર્વ કાર્ય નિષ્ઠાપૂર્વક તથા ઈમાનદારીથી અને ભેદભાવ વગર કરીશ.”
આ સાંભળીને દરેકે તેને સેલ્યુટ કર્યું અને તે પોતાની જગ્યા પર જેમ આવી હતી તેમ પાછું સ્થાન લઈ લીધું. બધાના વ્યકતવ્ય પૂરા થયા બાદ, તે ઓર્ડર આપવા લાગી કે,
“સાવધાન... વિશ્રામ... એક સાથ સેલ્યુટ કરેંગે, સેલ્યુટ કર....’
બધા પોલીસ ટ્રેનરે એમ કરતાં જ ફરીથી તેને ઓર્ડર આપ્યો કે,
“વિશ્રામ... આપ સભી અપને ઘરવાલો સે મિલેંગે તો આગે ચલો.”
બધા જ પોલીસ ટ્રેનર પરેડ વૉક કરી, પોતાના પરિવાર પાસે પહોંચી ગયા અને પરિવારને મળવા લાગ્યા. જ્યારે તે લોકોને પરિવાર સાથે મળતાં તટસ્થ ભાવે જોઈ રહી હતી, એટલામાં જ તેની પાસે મેટ્રોન આવી અને તેને તેના માથા પર હાથ મૂકીને કહ્યું કે,
“બેટા દુઃખી ના થા, ચાલ મારી સાથે હું ગોળ લાવી છું, લે ખા.”
“કેમ માસી?”
ગોળ હાથમાં લઈ તેને પૂછ્યું.
“તું આજે તો પોલીસ બની ગઈ ને? હવે તો તું અહીંથી વિદાય લઈશ અને તારી પોસ્ટિંગ જ્યાં થશે ત્યાં જઈશ ને?”
“હા એ તો છે જ. પણ હજી મને ખબર નથી પડી કે મારી પોસ્ટિંગ ક્યાં થઈ છે?”
“જ્યાં થાય ત્યાં, પણ આ ઘરડી માને મળવા આવતી રહેજે.”
“એમાં કંઈ કહેવાનું થોડું હોય, અને આમ પણ...”
કનિકા તેનું બોલવાનું વાકય પુરું થયું પણ નહોતું એટલામાં જ હેડ પોલીસ ટ્રેનર, સંરક્ષણ પ્રધાન અને પોલીસ કમિશનરને એની પાસે આવ્યા અને એની ઓળખાણ કરાવતા હેડે કહ્યું કે,
“આ કનિકા છે.”
“હેલો કનિકા. તમારું નામ ખૂબ અજીબ છે.”
એમ પોલીસ કમિશનર કહેતા જ તે બોલી કે,
“સર અહીં તો તમને મારું નામ જ અજીબ લાગે છે, બાકી મને તો આ દુનિયા જ અજીબ લાગે છે. એમાં ઘણું બધું અજીબ પણ છે અને ખોટું પણ. બસ મારે હવે એ જ સરખું કરવાનું છે.”
“ઓલ ધ બેસ્ટ.”
સંરક્ષણ પ્રધાન આટલું કહીને ત્યાંથી પોલીસ કમિશનર સાથે વિદાય લીધી. કનિકા પણ પોતાના રૂમમાં જઈ અને કપડાં બદલી આડી પડી.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
આ બાજુ પ્રવચન પૂરું થતાં સિયા, રોમા અને સિયાના દાદા દાદી સાથે મંદિરના ઓટલે બેઠા. એટલે રોમા બોલી કે,
“આ પંડિતજી વધારે પડતું પ્રવચન નથી આપી રહ્યા. અને એ પણ એવું હંબગ કે જે આપણે તો ખરેખર માની જ ના શકીએ.”
એટલે સિયા એ કહ્યું,
“એ તને એવું લાગે છે, બાકી મને તો એવું લાગે છે કે આ બધું માનવામાં આપણને કંઈ જ પ્રોબ્લેમ ના નડે.”
“હું તો પંડિતાયન જોડે વાત કરું છું તે તો ભૂલી જ ગઈ. તું એટલે તું છે, મારે તારી સાથે કોઈ જ વાત નથી કરવી.”
“મને ખબર છે તારે શું કામ હતું?”
“તું રહેવા જ દે, મારે કંઈ કામ નથી.”
રોમાએ મ્હોં ફૂલાવીને કહ્યું.
“તું સમજ મારી એવી કોઈ જ ઈચ્છા નથી. ના હું કોલેજ નથી કરવાની, તો કોલેજ નથી જ કરવાની.”
“એટલે?...”
“હા આમ પણ મારા દાદી અને આ પંડિતજી બધા એમ જ કહે છે કે કોલેજ કરવાથી શું? ખરેખર સંસારમાં ભક્તિ કરીએ એ જ મોટું કામ છે. અને એ જ માટે આપણો જન્મ થયો છે, એ જ આપણા આત્માને ઉન્નતિ માટે છે.”
“તું પણ ખરું ખરું બોલે છે.”
“હા, મારા પપ્પા પણ એવું જ કહે છે.”
“શું કહે છે, તારા પપ્પા?”
“એ જ કે મારે કોલેજ કરવી જોઈએ. એમનો ફોર્સ એટલો બધો છે કે હવે તો એમ કહો કે એટલે જ હું વિચારી રહી છું કે હું કોલેજ કરું કે ના કરું.”
“વિચારી જો... જે વિચારે તે શાંત મનથી વિચાર. બાકી એકવાર કોલેજ કરી તો જો, અત્યારે આમ પણ તું ઘરે બેસીને શું કરીશ? એના કરતાં થોડું ઘણું ભણાવે અને દુનિયા સાથે પરિચય થશે, તારા નવા નવા મિત્રો બનશે.”
“પપ્પા મને વારે વારે એમ જ કહે છે કે મિત્રો બનાવ, બહાર ફરવા જા અને આ મંદિરને પ્રવચનો શું સાંભળ સાંભળ કર્યા કરે છે. પણ મારું જ મન નથી માનતું એટલે... આગળ હું વિચારતી જ નથી.”
“એટલે એમ જ કે ને, કે તને 19 વર્ષે જ, તને બુઢાપો આવી ગયો છે.”
“એ... એ બુઢાપા વાળી હું કઈ બુઢી નથી થઈ ગઈ. આ તો બસ મારા મનમાં જે વિચાર આવે તે અને સાથે સાથે પપ્પા જે મને કહે છે તે પણ મેં તને કહ્યું. રહેવા દે, તું નહીં સમજે ચાલ હું વિચારીશ કે મારે કોલેજ આવું કે આવું નહીં. હવે શાંતિથી આ પ્રસાદ ખા.”
એમ કહીને તે પડિયામાં આવેલો મહાપ્રસાદ ખાવા લાગી અને સાથે સાથે રોમા પણ.
સિયા અને તેના દાદા દાદી ઘરે પહોંચ્યા તો
તેના પપ્પા તેમને જોયા નથી અને બોલવા લાગ્યા કે,
“મેં તમને કેટલી વાર કીધું છે કે સિયાને પ્રવચન સાંભળવા નહીં લઈ જવાની, પણ તમને તો સમજાતું જ નથી. તમારા બંનેને પ્રવચન સાંભળવો હોય તો સાંભળો, એમાં મારી ના નથી. તમારી ઉંમર છે એટલે તમે ભજન કરો, આરામ કરો. પણ સિયાની થોડી ઉંમર થઈ છે, તો તમે એને તમારી પાસે સાંભળવા લઈ જાવ છો. તમારા કાનમાં મારી વાત કેમ નથી પહોંચતી.”
(કોણ છે આ કનિકા? એનો ચહેરો કેમ આમ બોલો? એની સાથે એવું શું થયું? એ કેમ એકલી, એનો પરિવાર કયાં? એની પોસ્ટિંગ કયાં આવશે? સિયા કેમ કોલેજ જવાની નથી માંગતી? કેમ તે ભક્તિની માર્ગ જવાની ઈચ્છા કરે છે? એવું કયું કારણ છે? એના પપ્પાએ કેમ આવી રીતે તેમના પપ્પા સાથે વાત કરે છે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર ...૪)