એક ષડયંત્ર.... - ભાગ 82 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 82

(દિપકના ઘરે કનિકા જાય છે, પણ સિયા વિશે સાંભળી ઘરમાં બાકીના બધા રૂદન કરે છે જયારે ધીરુભાઈ ગુસ્સે થઈ એના નામનું નાહી લે છે. ઘરમાં કોઈ વ્યકિત એનું નામ ના લે કે ના એને મદદ કરે આમ ફરમાન કરે છે. કનિકા આર્ગ્યુમેન્ટ કરે છે. હવે આગળ....)
“હવે આ ઘરમાં એ છોકરી વિશે કે એનું નામ પણ મેં સાંભળ્યું ને, તો મારાથી ખરાબ કોઈ વ્યક્તિ નહિ હોય. એટલું યાદ રાખજો હું પણ મારી જાતને મારી નાખવા વાર નહિ કરું. મને ઝેર પીતા પણ આવડે છે, દિપક ખાસ કરીને આ તું યાદ રાખી લેજે. આજ પછી એ છોકરીના ઘરમાં પણ ન જોઈએ કે ના એનું નામ જોઈએ.”
કેશવે પણ ધીરુભાઈનો શાંત કરતાં કહ્યું કે,
“પપ્પા બસ તમે ગુસ્સે ના થશો... બસ આગળ તમે કહ્યા મુજબ જ થશે....
તમે આમ પણ ડાયાબિટીસના પેશન્ટ છો. આમ તો તમારી તબિયત બગડશે?... હવે કંઈ પણ તમે ના પાડી હોય એ કરવાનો નથી. હું એને પછી ઘરે પણ નહીં લાઉં કે એની મદદ પણ નહીં કરું. બસ તમે શાંતિથી બેસો.”
“એમ કરશો તો એ જ સારું રહેશે અને એ મારા માટે તો ઠીક તમારા બધા માટે પણ.”
એમ કહી એ પણ એમની રૂમ જતા રહ્યા. આ બધું સાંભળી ઘરના ત્રણ વ્યકિત ચહેરા પર ડર અને ચિંતા દેખાઈ રહી હતા.
કનિકાને એ ખબર જ નથી પડી રહી કે તે કરે તો શું કરે? એક બાજુ એમને એમની દીકરી ત્યાંથી પાછી લાવવાનું યાચના હતી અને એક બાજુ ધીરુભાઈએ કહેલા શબ્દો યાદ આવતા એ ડરી પણ રહ્યા હતા. એમની લાચારી આગળ તે પણ પાછી પડી ગઈ.
આ જોઈ કનિકા તો એકદમ સત્બધ બની ગઈ. બધાની ઓશીયાળી નજર અને બધાના ચહેરા જોઈ તેને દુઃખ થયું. આ કેવી વિડંબના એક મા બાપની લાડલી છોકરી અને લાડલી પુત્રીને અત્યારે હવે આ લોકો યાદ કરવા પણ તૈયાર નથી. બસ આવી જ કંડીશન બને છે, જ્યારે એક છોકરી ખોટું પગલું ભરી દે ને, તો મા બાપ એનું નામ લેવા પણ તૈયાર નથી હોતા. આવું કેમ? ‘છોરૂં કછોરૂં થાય, પણ માવતર કમાવતર નથી થતાં.’
તે આ લોકોની સામે છેલ્લી સુધા સાથે જોઈને બોલી અને કહ્યું કે,
“વિચારી જો જો, આમ તો સિયા ક્યારે આ રીતે પાછી નહીં આવી શકે. એ જેવું જીવન જીવે છે, એવું જીવન જીવવા છતાં પણ એની ખરાબ હાલત જોઈએ ને, તમે તો તમારી જાતે ક્યારે માફી નહીં કરી શકો. જ્યારે તમને ખબર પડશે ને કે એની જિંદગી શું કન્ડિશનમાં છે, એક તો એ કેવા જીવન અને કેવી તકલીફોને સામનો કરી લેશે, પણ પછી તમને પસ્તાવાનું વારો પણ નહીં રહે.”
એમ કહી અને કનિકા ત્યાંથી જતી રહી, આ બાજુ સુધાબેન અને સંગીતા રોવા લાગ્યા અને સુધાબેન બોલ્યા કે,
“આ કેવું છે, આજ સુધી જે છોકરીને એટલા લાડકોડ થી ઉછેરી. જેને નાનપણથી અને હાથ પકડી પકડીને ચાલતાં શીખવ્યું. આજે એને આપણને તો દગો કર્યો જ, પણ સાથે સાથે એની જાતને પણ દગો કરી દીધો.
એક તો આપણા પર આટલી મુસીબત આવી પડી છે અને આ એક છે, જેમને એમની જ લાડલીને પાછી લાવવાની ના પાડી દીધી. અને એક વાર એને એ નરકમાં થી કાઢી લેવા જેવું તો હતું, એને ભલે અહીંયા ના રાખતા અને બીજા કોઈ શહેરમાં મોકલો દેતા કે એને તો મહિલાઆશ્રમમાં મોકલી દેતા. પણ એને એકવાર તો હા બોલીને છોડાવી દેવા દેતા ને. એક મનમાં તો સંતોષ રહેતો ને કે તે કમ સે કમ ખુશ તો રહે છે કે ક્યાંક તો શાંતિથી જીવન પસાર કરે છે.”
આ સાંભળી તેની આંખો નમ હતી તો સંગીતા બોલી કે, “તમે કેમ નથી હજુ બોલતાં. મેં નવ મહિના તેને પેટમાં રાખી હતી, મેં જન્મ આપ્યો હતો. મારી દીકરી માટે જો કરી શકું છું તો શું આપણે તેની આટલી ભૂલ માફ ના કરી શકીએ. પણ આપણે જો કંઈ ના કરી શકીએ, એના જીવનની તકલીફો જો આપણે મા-બાપ થઈ ના હરી શકીએ, ના દૂર કરી શકીએ તો પછી બીજું કોણ કરશે.
દિપક એના સમજવા છતાં તે માનવા તૈયાર ન હતો અને આંખમાં આવેલા આસું લૂછી અને કામે જતાં પહેલા બોલ્યો કે,
“તમે બંને જે કહો, એ પપ્પા માનવા કે કરવા તૈયાર નથી. જો બાપુજી કહેશે તો જ કરીશ...”
એમ કહીને તે પણ ઓફિસ જતા રહ્યા. સંગીતાએ સુધાબેનની સામે જોઈને કહ્યું કે,
“મમ્મી જે તમે એકવાર તો પપ્પાજીને સમજાવો... આ રીતે મારી દીકરીની જિંદગી બગડી જશે.”
“તારા પપ્પાની વાત સાચી છે, એ નહીં માને અને એ મારા પણ હાથમાં નથી. માફ કરી દે બેટા, મને.”
એમ કહીને તે પણ એમની રૂમમાં જતા રહ્યા તો સંગીતા ત્યાં જ ઢગલો થઈ રડવા લાગી અને દિપક ગાડીમાં બેઠા બેઠા,
“મારી દીકરીને, મારું જે પિંડ છે, છતાં એને પણ મદદ નથી કરી શકતો તો બીજાની તો હું શું કરવાનો હતો. હું કલેક્ટર કહેવા લાયક જ નથી. મને સંગીતાની વાત સમજાય છે, તે સાચી પણ છે. મારે પણ એ જ કરવું છે, પણ બાપુજીના વિરોધ કેવી રીતે કરું. જેમ સિયાને મારાથી છોડી નથી શકાતી એમ જ તો પપ્પાની વાત પણ ટાળી નથી શકતો. એમને હું ના છોડી શકું છું કે ના દીકરી માટે કંઈ કરી શકું છું. ભગવાન મને માફ કરજો કે હું મારી દીકરીને બચાવી નથી શકતો કેમ કે પપ્પાની ના છે.’
“પણ હું મારા મને કેમ કરીને સમજાવું, ગમે તેમ હોય પણ એમાં મેં કંઈ કરી શકું એમ નથી. ખરુંછે મારું પણ અને નસીબની વાત છે અને નસીબના ખેલ પણ નિરાશા છે.”
એમને નિસાસો નાંખી, એમને એમના મનને બીજી બાજુવાળા માટે તે ઓફિસથી કામ કરવા જવાનું નક્કી કરી ડ્રાઈવરને ઓફિસ લઈ લેવા કહ્યું.
આ બાજુ સંગીતાને રોતા જોઈ કામવાળી આજુબાજુ પાડોશીને વાત કરી. તો બધા ભેગા થઈ એમને પૂછવા લાગ્યા. ઘરમાં અવાજો આવતાં જ સુધાબેન નવાઈ લાગી અને બહાર આવ્યા તો બધા સંગીતાને પૂછી રહ્યા હતા કે,
“શું થયું સંગીતાબેન?”
તો સંગીતા કંઈ જવાબ ના આપ્યો પણ આ બધાને આ વાત સાંભળી અને સુધાબેનને બહાર આવેલા જોઈ, પાછળ ને પાછળ ધીરુભાઈને જોઈ, એ બંનેને જ સાજા નરવા જોઈ એમને સુધાબેનને ફરીથી,
“શું વાત છે? સંગીતાબેન કેમ આટલું રડી રહ્યા છે અને સિયા કેમ નથી દેખાતી? દિપકભાઈ તો અમને ખબર છે કે હમણાં જ તે ઓફિસ જવા નીકળ્યા. પણ સિયા કેમ નથી દેખાતી, એ તો કહો?”
સિયા નામ સાંભળીને જ સંગીતા વધારે રોવા લાગી અને સુધાબેનની આંખોમાં આસું આવી ગયા. સંગીતા પણ વધારે તૂટક તૂટક અવાજે બોલવા લાગી કે,
“સિયા તો જતી રહી.... અમને છોડીને જતી રહી...
(હવે પાડોશી સમજી ગયા હશે? ઘરના લોકો પર શું વીતી હશે? કનિકા હવે શું કરશે? તે સિયાને કેવી રીતે બચાવશે? એના માટે તેને શું કરવું પડશે? માનવ હજી સિયા પર કયો અને કેટલા જુલ્મ કરશે? સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? સિયાના માટે દિપક કંઈ કરશે? એ લોકો ત્યાં પહોંચી તેને આ નરકમાં થી ઉગારી શકશે? કનિકાને રેડ પાડવાની પરમિશન મળશે ખરી?