એક ષડયંત્ર.... - ભાગ 41 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 41

(કનિકા હેંમતને કહી કાદિલ પાછળ ખબરી ગોઠવી દે છે, જે તેને રજેરજની માહિતી આપે. સિયા અને માનવ, રોમા તેના ફ્રેન્ડ સાથે ફરવા જાય છે. દિપક રોમાને તેના મિત્ર સાથે જોઈ સિયા આગળ એ વાત વખોડે છે. એ સાંભળી સિયા વિચારમાં પડે છે. હવે આગળ....)
“આપણે જો આપણા બંનેને પ્રેમને પામવું હોય તો શું કરવું? જીવન પણ મને કેવા કેવા રંગ દેખાડે છે કે મમ્મી પપ્પાથી કે દાદા દાદીને હું તો આ વખતે, એ બંનેથી વાતો છુપાવવા લાગી છું. પણ તે સમજી શકશે કે નહીં તેનો મને ડર છે.”
એના મનમાં સખત અફસોસ હતો. પણ એની પાસે કોઈ ઓપ્શન નહોતું, એટલે એ પણ કરે તો શું કરે? પોતાના પ્રેમને પામવા માટે આ બધા સાથે જંગ છેડે કે પછી પોતાના પ્રેમનો સાથ છોડી અને માતા પિતાની વાત માને?”
આ અવઢવ જ સિયા માટે સિરદર્દ સમાન હતું.
હેમંત અચાનક જ કનિકા જોડે આવ્યો અને તે એક ફાઈલ સ્ટડી કરી રહી હતી. એને આવેલો જોઈને તેને થોડા અણગમા સાથે પૂછ્યું કે,
“કેમ અહીં, શું કામ હતું?”
“મેમ...”
“શું છે જલ્દી બોલો? હું અત્યારે બીજા કામમાં બીઝી છું ને, તો તમે કેમ અહીંયા મારી જોડે આવ્યા?”
“સોરી મેમ, પણ ઈમરજન્સી હતી એટલે?”
“શેની?”
“મેમ તમે ખબરીને એક કામ સોપ્યું હતું, તેને મને ઈન્ફોર્મ કર્યું છે કે કાદિલ કેટલા દિવસે કોલેજમાં નથી આવતો અને એના ઘરે પણ નથી જોવા મળ્યો.”
“હમમમ... એવું હશે તો પછી આપણે તપાસ કરવી પડે કે એ કાદિલ કયાં છે અને એ ક્યાંક ભાગી તો ગયો નથી ને?”
“એટલા માટે તો તમારી પાસે આવ્યો છું કે કાદિલ કયાંય મળતો નથી અને આમ પણ એ રખડું તો હતો જ. અને એને જો હાલ નહીં પકડીએ ને તો ક્યાંક ફરી પાછું કંઈક નવું કરતા વાર નહીં કરે?”
કનિકાએ કંઈક વિચારીને કહ્યું કે,
“હા તમે જલ્દી ગાડી કાઢો, આપણે પહેલા કોલેજમાં જઈએ છીએ.”
“હા મેમ, હું ગાડી કાઢું છું.”
હેમંતે ગાડી કાઢી અને તે બંને કોલેજ પહોંચ્યા. કોલેજના ડીન અને એના મિત્રો બધાને પૂછતાછ જ કરવી પડે એમ હતી એટલે હેમંત તેના મિત્રોને શોધી અને પૂછતાછ કરવા લાગ્યો. પણ કોઈને કંઈ જ ખબર નથી કે કાદિલ ક્યાં ગયો છે અને તે હમણાં બે ત્રણ દિવસથી ક્યાંય દેખાયો પણ નથી.
કનિકાએ પૂછતાં જ પ્રિન્સિપાલે એ કહ્યું કે,
“મેડમ એવું હોય તો તમને એડ્રેસ આપું, પણ તમે કેમ તપાસ કરો છો? એ તો કહો.”
“એ એક નંબરનો રખડું છોકરો છે, એ તો તમને ખબર છે ને?”
“હા મેડમ, એ તો ખબર છે અને એ આ કોલેજના બીજા વર્ષમાં પાંચ વાર ફેલ થયો છે. પણ એ તો હંમેશા કોલેજમાં દાદાગીરી કર્યા કરતો હોય છે.”
“છતાં તમે એને અહીંયા આવવા દો છો? નવાઈ કહેવાય...”
“શું કરીએ મેડમ ગમે તેમ તો એ એમ.એલ.એ નો ખાસ માણસ. જો ના આવવા દઈએ તો અમારા કોલેજની ડોનેશન ક્યાંથી મળે?”
“તો શું તમે ફક્ત ડોનેશન માટે જ કોલેજ ચલાવો છો?”
“હું તમારી વાત સમજું છું, મેડમ? પણ અમારી પાસે પણ કોઈ ઓપ્શન નથી કેમ કે કોલેજ ડોનેશન માટે નહીં પણ કોલેજની પરમિશન કેન્સલ કરી દે કે મારી ગ્રાન્ટ કેન્સલ થાય તો અમને તકલીફ તો પડે ને? એટલા માટે એમના જેવા બધા છોકરાને પણ અમારે ચલાવવું પડે છે.”
“સારું, કંઈ વાંધો નહીં. હવે એને તો હું જોઈ લઈશ અને તમે મને એના ઘરનું એડ્રેસ આપો.”
“એ તો મેડમ તમને હમણાં જ આપી દઈશ.”
એમને કેરીકલ સ્ટાફમાં થી કહીને એ એડ્રેસ પણ કનિકાને આપી દીધું. થોડી વારે કનિકા અને હેમંત આપેલા એડ્રેસ ઉપર પહોંચી ગયા, તો આજુબાજુમાં ખરેખર હોવું જોઈએ એ પ્રમાણે કંઈ જ નહોતું. બિલકુલ સ્મશાન જેવો એરીયા હતો, જ્યાં લાગે આવેને તો કેટલાય ગુનાઓને અંજામ આપી શકાય અને કદાચ અપાતો પણ હશે.
કનિકાએ કહ્યું કે,
“જગ્યા તો વેરાન છે, સારું કરતા ઘર ખોલો કદાચ કંઈક મળી જશે.”
હેમંતે ઘરને ખોલવા હાથ મૂકયો અને દરવાજો ખૂલી ગયો પણ ઘરમાં કોઈ વસ્તુ જ નહીં. એટલે હેમંતે,
“મેડમ ઘર તો ખુલ્લું છે, પણ અંદર કોઈ નથી અને કંઈ પણ નથી.”
આજુબાજુમાં પણ જોયું, પણ કોઈ મળી નથી રહ્યું. કનિકા,
“સારું છોડો એને એના ફ્રેન્ડને પકડીને લોકઅપમાં નાંખો.”
હેમંતે કાદિલના ફ્રેન્ડને કોલેજમાંથી ઉઠાવી અને પોલીસ લોકઅપમાં મૂકી દીધો. કનિકાએ એને જોયો એટલે કહ્યું કે,
“તું તો એ જ છે ને, જેની પાછળ બેસીને ઓલો એટલે કે પેલો કાદિલને બસ સ્ટેન્ડ પર લાવ્યો હતો. જેને એ છોકરી પર એસિડ નાખ્યો હતો.”
“હા મેડમ, હું છું તો ખરો પણ મેડમ મેં કંઈ નથી કર્યું. મને તો ફક્ત કાદીલને કહ્યું એટલે બાઈક ચલાવ્યું હતું. મેડમ સોરી મને જવા દો.”
“એ જવા દે વાળા, પહેલા એક એ કાદિલ ક્યાં છે?”
“મને નથી ખબર, કાદિલ એ દિવસ પછી મને તો શું પણ કેમ અમને કોઈને મળ્યો જ નથી?”
“એમ નહીં બોલે તો તું એમ ને? વાંધો નહીં. હેમંત જરાક આગતા સ્વાગતા તો કરો, જેથી ખબર પડે કે જેલમાં કેવી આગતા સ્વાગતા થાય છે?”
“મેડમ મને રહેવા દો, મને હેરાન ના કરો, મને ખરેખર નથી ખબર.”
“એ મેં પૂછ્યો એનો જવાબ આપવો હોય તો આપવાનો નહીંતર, કંઈ નહિં કે જે થાય છે તે જોયા કરવાનું. હું કંઈ કોઈના ઉપર રહેમ કરવા નથી બેઠી, હું તો ખોટા કામ કરનાર લોકોને સજા આપવા બેઠી છું.”
કનિકાએ બરાબરના પહેલા તો મેથીપાક ખવડાવ્યો અને એટલો બધો માર્યા કે એ પણ એટલો દબાવમાં આવી ગયા કે, જે પૂછે એ તરત જવાબ આપી દે.
હેમંતે,
“મેડમ હવે તમે પૂછશો એનો એ ફટાફટ જવાબ આપી દેશે.”
“સારું કાદિલ ક્યાં છે?”
“મેડમ મને ખબર નથી...”
“ઓહ એમને... હેમંતજી જરાક ફરીથી શરૂ કર્યો તો, અને હા એના ઉપર જેટલા જખ્મ થયા છે, તેના પર જરાક મીઠું ભભરાવો.”
કનિકાએ કહ્યું તેમ કરતાં જ એટલે તે ચીસો પાડી ઉઠ્યા.
“કહું છું, મેડમ. હું કહું છું....”
“કાદિલ ક્યાં છે, બોલ?”
“હા મેડમ...”
એમ કહી કાદિલનું એડ્રેસ એને આપી દીધું અને કાદીલ અત્યારે હોટલ શ્યામમાં રોકાયેલો છે.”
“બસ વેરી ગુડ બોય. હવે આવી રીતે જ ચૂપચાપ મને સપોર્ટ કર અને હા કાદિલના બધા પરાક્રમ ફટાફટ મને કહેવા લાગ.”
એની વાત માની પેલો પોપટની જેમ ફટાફટ બોલવા લાગ્યો કે કાદિલને કેવી રીતે તો સૌ પહેલાં ડ્રગ્સની હેરાફેરીમાં પડ્યો અને એમાં જ તે એમ.એલ.એ નો જમણો હાથ બની ગયો. એમ.એલ.નો જમણો હાથ બની જતા જ એના બધા જ આડાઅવળા કામો પર પડદા પડવા લાગ્યા હતા. એમ.એલેને સીટ મેળવવા જરૂરી હતું કે તે આવા ગુંડા પાળવા પડે. એટલે એને જ શેહ મળી હતી.
તે સામાન્ય લોકો જે કામ ના કરે તે કરતો પછી તે મારપીટ હોય કે ધમકી આપવી હોય કે ડરાવવા હોય. તે ઉઘરાણી પણ કરી લાવતો. એટલે એમ.એલે એના પર હાથ નાંખવા ના દીધો.
(કાદિલનો મિત્ર કાદિલ વિશે શું કહેશે? કાદિલ એ જગ્યાએ થી મળશે કે પોલીસને તે ચકમો આપશે? એમ.એલે તેને છટકવામાં મદદ કરશે? કનિકા એની પકડી એની પાસેથી બધી વાત ઓકાવી શકશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૪૨)