એક ષડયંત્ર.... - ભાગ 83 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 83

(કનિકાએ દિપક અને તેમના ફેમિલીને સમજાવવા ખૂબ પ્રયત્ન કર્યો પણ ધીરુભાઈ નામક્કર જતાં કેશવે પણ હાથ ઊંચા કરી લીધા. છતાં પણ દિપક, સંગીતા અને સુધાબેન પણ એમની વાત સાથે સહમત નહોતા, પણ તેમની વાત ઉથાપી ના શકયા. હવે આગળ....)
“શું વાત છે? સંગીતાબેન કેમ આટલું રડી રહ્યા છે અને સિયા કેમ નથી દેખાતી? દિપકભાઈ તો અમને ખબર છે કે હમણાં જ તે ઓફિસ જવા નીકળ્યા. પણ સિયા કેમ નથી દેખાતી, એ તો કહો?”
પાડોશીના મોઢેથી સિયાનું નામ સાંભળીને જ સંગીતા વધારે રોવા લાગી અને સુધાબેનની આંખોમાં આસું આવી ગયા. સંગીતા પણ વધારે તૂટક તૂટક અવાજે બોલવા લાગી કે,
“સિયા તો જતી રહી.... અમને છોડીને જતી રહી...
મારી દીકરી તે આ શું કર્યું?”
“ક્યાં જતી રહી?”
“બસ એક છોકરા જોડે જતી રહે... અમને તો કોઈ ને મ્હોં બતાવવા લાયક ના રાખ્યા... “
એ તૂટક શબ્દોમાં કહ્યું પણ એમના શબ્દોમાં જે કહ્યું એના પરથી એ લોકો સમજી ગયા કે સિયા ભાગી ગઈ છે. અને એ સાંભળી બધા સિયા પર ફિટકાર વરસાવા લાગ્યા કે,
“કેવી છોકરી છે, જે મા-બાપે તેમને રાજકુમારી જેમ રાખી. દાદા દાદીની લાડલી બનીને જીવન ગુજરાતી હતી, એમને જ દગો કર્યો. આવી છોકરીઓને તો ક્યારેય શાંતિ મળતી નથી અને સુખી થતી પણ નથી. તમે બધા બરાબર જ કર્યું છે કે સિયાની બોલાવી જ ના જોઈએ...”
બીજો બોલ્યો કે,
“સાચી વાત છે આવી છોકરીઓને તો એકવાર ના બોલાવીને તો જ ખબર પડે કે એ જ્યારે દુઃખી થાય ત્યારે સમજ પડે કે મા બાપને દગો આપવાથી શું મળે છે? મારા ગામમાં પણ એક આવી જ રીતે છોકરી ભાગી ગઈ હતી, તો એ પણ ખૂબ દુઃખી થઈ હતી કે એની તો કોઈ વાત જ ના પૂછો. છેવટે તેને સ્યુસાઈડ કરી લીધું. આવી છોકરીઓ તો દુઃખી થતી હોય છે અને ઘરના લોકોને પણ વધારે દુઃખી કરતી હોય છે. પણ આજકાલના છોકરાઓ સમજતા જ નથી, એનું શું?”
“એ વાતે સાચી છે, આજકાલના છોકરાઓ ને બસ આઝાદી જોઈએ છે. જો આપણે કંઈ પણ કહીએ ને, તો તેમને બિલકુલ ગમતું નથી, પણ આપણને ‘આ જુનવાણી વિચારો છે’ એમ કહીને ઉતારી પાડે છે. આ સિયા કેવી ડાહી લાગતી હતી પણ હવે એના દાદા દાદી અને મમ્મીપપ્પા કેવી રીતે બધું ઝીરવી શકશે.”
એમ વાતો કરતાં કરતાં બધા છુટા પડ્યા અને આ બાજુ આ સાંભળીને ધીરુભાઈને એક બાજુ સિયાની ચિંતા થવા લાગી. ભલે તેમને કોઈને કંઈ કરવાની ના પાડી દીધી પણ એમનું મન સિયામાં જ હતું કે,
“મારી લાડલી ખરાબ હાલતમાં, એના ઉપર શું વીતતું હશે?’
અને એક બાજુ એમ થતું હતું કે,
“એને મારું સમાજમાં માથું નીચું કરી દીધું છે, તો હવે એને નહીં બોલાવું એટલે નહીં જ બોલાવું.”
આ વિચારોને વિચારોમાં ધીરુભાઈને છાતીમાં દુખવા લાગ્યું અને એ દુખાવો વધી જતાં જ તે ત્યાં બેહોશ થઈ ગયા. આ જ જોઈ સંગીતા ડઘાઈ ગઈ અને સુધાબેન ને બૂમ પાડીને એ જણાવ્યું. અને તેમને ભાનમાં લાવવા પ્રયત્ન કરવા લાગી. સુધાબેન પણ તેમને બોલાવવા લાગ્યા અને એમને ઉઠાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પણ તેઓ તો ઉઠયા નહીં કે હલ્યા પણ નહીં. એટલે સંગીતાએ વધારે વિચાર કર્યા વગર દિપકને ફોન કર્યો કે,
“તમે હાલ જ, તાત્કાલિક ઘરે આવો. પપ્પાજીની તબિયત બગડી લાગે છે. એ બેહોશ થઈ ગયા છે.”
“તું ચિંતા ના કર, હું હાલ જ આવું છું, ગાડી છે ને? તો તમે હાલ જ હોસ્પિટલ પહોંચી જાવ.”
“ગાડી સર્વિસમાં ગઈ છે, તમે કાલ લઈ આવાશે પછી જવાશે.”
“તો તું એક કામ કર, હાલ તો તું 108માં ફોન કર, હું હાલ જ આવ્યો.”
દિપકની વાત સાંભળી સંગીતા બોલી કે,
“મેં 108માં ફોન પણ કર્યો છે, પણ એ એમ્બ્યુલન્સ બીજે ગામડે ગયેલી હોવાથી અડધો કલાક વાર લાગશે.”
“હું હાલ જ આવું છું.”
આ બાજુ સુધાબેન ધીરુભાઈને ભાનમાં લાવવા પ્રયત્ન કરે છે, ત્યાં સુધીમાં તો દિપક ઘરે આવી ગયો. દિપક ઘરે આવ્યો તો પપ્પાને બેહોશ જોઈ તે પણ ગભરાઈ ગયો અને તરત જ હોસ્પિટલ લઈ જવા ગાડીમાં બેસાડી દીધા. ગાડીમાં જ હોસ્પિટલ લઈ જઈ અને હોસ્પિટલમાં એડમિટ કરી દીધા. તેમને ડૉક્ટરને કહી એમની ટ્રીટમેન્ટ ચાલુ કરવા કહ્યું.
ડૉકટરે પણ ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી. ટ્રીટમેન્ટ બરાબર કરવામાં આવી રહી હતી પણ એ જોઈએ એવું રિસ્પોન્સ ના કરતા ડૉક્ટર પણ ટેન્શનમાં આવી ગયા. એમને એક પછી એક ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી અને એમને ટ્રીટમેન્ટ ચાલુ કરવા મથી રહ્યા હતા. પણ એનું હૃદયની ગતિ ધીમી ધીમી થઈ જતી હતી, ડોક્ટરે ના છૂટકે વિચાર્યું કે મારે હવે એના પરિવારને જણાવવું જ પડશે. એટલે તેમને બહાર આવીને દિપકને કહ્યું કે,
“તમે મારી સાથે મારી કેબિનમાં આવો...”
દિપક પણ ડોક્ટરની સાથે કેબીનમાં ગયો તો ડોક્ટરે એમને બેસાડીને પૂછ્યું કે,
“ધીરુભાઈને કંઈ ટેન્શનમાં છે?”
“ના સર, એવું તો કંઈ નથી.”
“તો પછી તે ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ કેમ નથી કરતા. એ રિસ્પોન્ડ નહીં કરે, તો આ રીતે એમને બચાવ મુશ્કેલ થઈ જશે.”
વાત તો સાચી છે, પણ તમે પ્રયત્ન કરો... કદાચ તે રિસોપન્ડ કરે તો...”
“દિપકભાઈ તમને કંઈ તકલીફ છે કે ઘરમાં કોઈ પ્રોબ્લેમ થયો છે?”
કેશવે એ વાત ટાળવા બોલી દીધું કે,
“મને પણ નથી, ખબર શું થયું છે? બસ એટલી જ ખબર છે કે પપ્પાને તમે સાજા કરી દો.”
“એ તો અમે કરીશું જ, તમે શું કામ ચિંતા કરો છો, પણ બસ એ એકવાર અમને અને અમારી ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ કરવા લાગે. પછી તો અમને ચિંતા નથી, બાકી એમને હાર્ટ મેજર અટેક જ આવ્યો છે. અને એમાં પણ તેમને ટૂંકા જ ગાળામાં બીજી વાર આવી ગયો એટલે ધ્યાન તો રાખવું જ પડશે ને?”
દિપક કંઈ બોલ્યો નહીં અને ડૉક્ટર જતા રહ્યા. દિપક પણ નિરાશ થઈ ગયો પણ દિપક હાલ ઘરને કંઈ કહી શકે એમ નહોતો એટલે તે વેટિંગ એરિયામાં આંટો ફેરા મારવા લાગ્યો. દિપક માટે પણ હાલ આભ ફાટી પડ્યું હોય જેવી હાલત હતી કે એક બાજુ દીકરીની ચિંતા અને એક બાજુ પપ્પાની તબિયતની ચિંતા. હજી તેની સમજની બહાર પણ હતું કે તે કરે તો શું કરે?
આ વાત જેવી રોમાને ખબર પડી તો એ વાત સિયાને જણાવવા ઉતાવળી થઈ અને એ જણાવવા પણ તેને સિયાને યેનકેન પ્રકારે મળવાનું નક્કી કરી લીધું. તેને મળવા માટે બજાર જ એક રસ્તો હતો અને તે ત્યાં મળશે કે નહીં એ પણ ખબર નહોતી, છતાં એ બજારમાં સવારથી ફરવા લાગી. સવારની બપોર અને બપોરની સાંજ થવા આવી, પણ સિયા દેખાય નહીં. સિયા હવે નહીં મળે, એ વિચારી દુઃખી અને નિરાશ થઈ ગઈ, કાશ સિયા આવી ગઈ હોત તો સિયાને એના દાદાના હોસ્પિટલાઈઝ કર્યા છે, તે જણાવી દેતી. પણ હવે તે કાલે આવશે... એમ વિચારી ઘરે જવા જતી હતી એને સિયા આવતી દૂરથી દેખાઈ.
( રોમા દાદા વિશે જણાવશે તો સિયા પર શું વીતશે? કનિકા હવે શું કરશે? તે સિયાને કેવી રીતે બચાવશે? એના માટે તેને શું કરવું પડશે? માનવ હજી સિયા પર કયો અને કેટલા જુલ્મ કરશે? સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? એ લોકો ત્યાં પહોંચી તેને આ નરકમાં થી ઉગારી શકશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૮૪)