(સિયા રીસ ચડાવી તો લે છે, પણ બીજા દિવસે તે મંદિરે જવા તૈયાર થઈ જાય છે. એ તેના પપ્પા સાથે વાત કરી મંદિરમાં જાય છે. જયાં તેના દાદા માનવ સાથે ઓળખાણ કરાવે છે. હવે આગળ....)
સિયા કહ્યું કે,
“તમને એવું નથી લાગતું કે આપણે માતા વિશે વધુ પડતું વિચારીએ છીએ અને એમાં જ આપણે ડરીએ છીએ. એ જગતજનની છે, આ ધર્મ, આપણને સંસ્કાર એ શીખવાડે છે, પણ આજે એના લીધે એ બધા આપણી ઠેકડી ઉડાવે છે.”
“આ ધર્મ ના... પણ મને એવું લાગે છે કે ધરમ છે ને એ નામ પર, એની વાત સમજ્યા વગર ફોલો કરવા ના કારણે. એના થકી આપણામાં જે ખોટી વાતો માનીએ છે એના ઉપર.’
“હા, હું માનું છું કે આસ્થા રાખવી જોઈએ પણ અંધશ્રદ્ધા ઉપર નહીં.. ગમે તેવા વિચારો પર નહીં, પણ આપણા આ બધાથી પર રેહવું જોઈએ. એટલે જ એક એક પળે પળે જે જે કરતા જઈએ છીએ, એ આપણને આપણો ધર્મ બતાવે છે. આપણો ધર્મ કહે છે કે જો આપણે કંઈક ખોટું કરીશું તો જ આપણને શિક્ષા મળતાં પણ વાર નહીં લાગે.
જેમ કે રાવણે સીતાનું અપહરણ કરી એક પરસ્ત્રી ઉપર આંખ ઊંચી કરી એના ફળ રૂપે એને શું મળ્યું? તો પોતાનું મોત.
બીજી જ વાત લઈ લો કે કૌરવોએ એક પ્રતિવતા સ્ત્રીને ગમે તેમ બોલ્યા, તેની પાસે ગમેતેમ ઠેકડી ઉડાવી, તો એનું ફળ આપવા માટે કૃષ્ણએ શું કર્યું? પાંડવોએ શું કર્યું? તે લોકોને યમલોકનો દ્વાર બતાવી દીધો કે નહીં.”
“તમે આટલી બધી વાતૌ જાણો છો, કેવી રીતે?”
“એમ જ હું એ વિશેની બુક વાંચું છું એટલે, હું ક્યારે મનઘડત વાતો નથી કરતો એટલે હું તથ્ય શોધું અને એ મને ગમે છે. અને મને આમ પણ બુક વાંચવાનું વ્યસન જેવું જ છે.’
“તમને ખબર નથી કૃષ્ણએ ગીતામાં શું કહ્યું છે? એમના કહ્યા મુજબ હું તો મારું કર્મ જ કર્યા કરું છું. આ લોકોની સેવા કરું, આ દુર્ગા માતાની ભક્તિ કરું. પછી એ ફળ એમની મેળે જ આપી દેશે.”
સિયાએ વોચમાં સમય જોયો એટલે અનીશે પૂછ્યું કે,
“વોચ જુવો છો, કંઈ પ્રોબ્લેમ?”
“ના બસ મારે કોલેજ જોવાનું મોડું થાય છે. આજે મારે કોલેજનો પહેલો જ દિવસ છે, એટલે સમયસર મારે પહોંચી જ જોવું જોઈએ.”
“હા, કેમ નહીં, મારે પણ કોલેજ જવાનો સમય થઈ ગયો છે. ચાલો ત્યારે પછી કાલે મળીએ.”
એમ કહીને તેઓ છુટા પડ્યાં. સિયા માનવ વિશે વિચારતા વિચારતા કોલેજ પહોંચી ગઈ. કોલેજમાં સૌ પહેલાં તે રોમાને મળી. રોમાએ તેને જોઈને કહ્યું કે,
“તે આજનું પહેલું લેક્ચર કેમ મિસ કર્યું?”
“એ તો હું થોડી વાતે વળગી ગઈ હતી.”
“વાતે વળગી હતી કે પ્રવચન સાંભળતી હતી?”
“એવું કંઈ નથી... હું સાચું કહું છું એક જણ સાથે વાતો કરતી હતી.”
“લો બહેનપણીઓ સાથે તો વાત તમારાથી થતી નથી. એક જણ સાથે વાત કરતી હતી...”
“એ બધું બોલાવાનું જ તને આવડે છે. તને કહેવાય એમ જ નથી. હું તારી સાથે વાત જ નથી કરવાની જા.”
“તો તું વાત કરતાં ધરાવતી નથી તો પછી મારે તને શું કહેવાનું. અને તને કહીને શું મતલબ?”
“સારું હવે બીજો લેકચર પ્રિન્સિપલનું છે, તો તેમાં જવું છે કે નહીં?”
“સારું ચલ...”
એ બંને ક્લાસરૂમમાં જઈ બેસતા જ પ્રિન્સિપાલ આવ્યા અને કહ્યું કે,
“ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આ બધા જ સ્ટુડન્ટ માટે કોમન ઈંગ્લિશનું લેક્ચર છે, તો દરેક સ્ટુડન્ટ્સેએ ખાસ ધ્યાન આપવાનું. આમાં બધી જ સ્ટ્રીમના સ્ટુડન્ટ્સ આવશે. કેમ કે આ એક કોમન સબ્જેક્ટ છે એટલે દરેકે દરે સ્ટુડન્ટ્સ ને ભણવો જ પડશે અને પાસ થવું પડશે. એના જે લેક્ચર છે, એ હમણાં જ આવી જશે.’
એટલામાં એક મેડમ આવ્યા તો,
“આ રહ્યા નીતા મેમ, જે તમારો કોલેજમાં નો કોમન સબ્જેક્ટ ઈંગ્લિશનું લેક્ચર લેશે. બીજી વાત દરેકે દરેક સ્ટુડન્ટ્સે તમે તમારા મેઈન સબ્જેક્ટ ચુઝ કરી દીધા હશે. પણ જો તમારે તમારા મેઈન સબ્જેક્ટ ચેન્જ કરવો હોય તો બે ત્રણ દિવસમાં કરાવી શકશે પછી કંઈ નહીં થાય. અને જેને ચેન્જ કરવો હોર એ માટે તમે કેરીકલ સ્ટાફને મળી લેજો. તો હવે હા કલાસને હું હેન્ડ ઓવર નીતા મેમને કરીશ. ઓલ ધ બેસ્ટ.”
કલાસના બધાએ ઊભા થઈને એમને વિશ કરી અને ત્યાંથી પ્રિન્સિપલ જતા રહ્યા. નીતા મેમ ક્લાસમાં એન્ટર થઈ અને બધાની સાથે વાત કરતા કહ્યું કે,
“ગુડ મોર્નિંગ... આજે પહેલો દિવસ છે એટલે આજે નો સ્ટડી. આજે ઈન્ટ્રોડકશન ડે રાખીએ એટલે હવે બધા પોતપોતાનું નામ જણાવો અને કઈ સ્ટ્રીમના છો એ પણ અને સાથે સાથે તમારો મેઈન સબ્જેક્ટ પણ જણાવજો.”
અને બધાએ પોતપોતાનો પરિચય આપવાનો શરૂ કરી દીધો. લેક્ચર એમાં જ પૂરું થઈ જતા, મેડમ અને સ્ટુડન્ટ બધા જ ક્લાસરૂમની બહાર નીકળી ગયા. એમના ગયા બાદ બધા જ સ્ટુડન્ટ્સ એકબીજા સાથે વાતો કરવા લાગ્યા.
એટલામાં જ સિયાની નજર માનવ દેખાયો અને તે માનવ સાથે વાત કરવા ઉતાવળી થઈ. પણ તેની ફ્રેન્ડ એના વિશે શું વિચારશે, એમ વિચારી તે ચૂપચાપ ત્યાં જ ઉભી રહી. હા તેની સામે સ્માઈલ આપી પણ ખરા અને એને જોઈ પણ ખરા. તે તેની દુવિધા સમજી ગયો એટલે તે ત્યાંથી જતો રહ્યો. અને આ જ વસ્તુ રોમાએ બરાબર ઓબ્ઝર્વ કર્યું.
રોમાએ તેને પૂછ્યું પણ ખરા કે,
“શું સીન છે?”
“આ કંઈ સીન બીન નથી... આ એ છોકરો હતો, જે મને મંદિરમાં મળ્યો હતો.”
“છોકરો એ પણ મંદીરમાં...”
“એટલા માટે કે એ મને નહીં પણ એ દાદાને મળેલો હતો અને દાદાએ મારી ઓળખાણ કરાવી હતી. એટલે હું એની સામે અને એ મારી સામે હસ્યો. તો આ બધું આડુ અવળું વિચારવાનું બંધ કર્યું.”
“હા ભાઈ ભક્તાણી આગળ તો બીજો બધો જ વિચાર કરાય જ નહીં.”
“ફરી પાછું તે ચાલુ કર્યું ને? હું તો જે છે, એ જ સાચું કહું છું.”
“તું અને તારી વાત સાથે ખબર નહિ મારું શું થશે?”
“ચાલ હવે વાત મૂક અને આપણો મેઇન સબ્જેક્ટ ભણવા જઈશું.”
“હા...”
“બાપ રે આપણો પહેલું લેકચર એ પણ ઈંગ્લિશનું. બાપ રે કેટલું બધું ભણવું પડશે.”
“તો શું કરવા લીધો,હજી પણ બદલી કાઢ.”
સિયા આવું કહેતાં જ તેને કહ્યું કે,
“ચાલ હવે એ તો વટ પડે એટલે મેં રાખ્યું છે.”
“વટ કેમ?”
“જેથી જલ્દી મારા મેરેજ થઈ જાય.”
“બહુ જોયા વટવાળા, ચાલો હવે વટ પાડવો હોય તો પછી ભણવું પણ પડશે.”
લેકચર પૂરા થયા બાદ તે બંને જણા પોતપોતાના ઘરે ગયા. સિયાના મનમાં અનીશે એના મિત્રો સાથે જોયા પછી પણ એની સાથે વાત કરવા ના આવતા એ વર્તન એને ખૂબ ગમ્યું.
તેના મનમાં થયું કે,
“આટલો સરસ, સમજુ અને સંસ્કારી છોકરો આજ સુધી મેં ક્યારેય જોયો નથી. બાકી આજ સુધી મેં આટલા બધા જ છોકરા જોયા, પણ તે થોડા ઘણા અંશે ઉદંડ જ હોય કાં તો લંપટ હોય. પણ આજે મેં પહેલી વાર એવો છોકરો જોયો...
(સિયા શું વિચારશે? તે માનવ વિશે શું વિચારશે? માનવ એના વિશે શું વિચારશે? રોમા શું વિચારશે? માનવ અને સિયા આગળ શું કરશે? તે મળશે ખરા? એમની વચ્ચે મિત્રતા આગળ થશે કે નહીં? તે બંનેના જીવની રાહ કેવી હશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૧૨)