એક ષડયંત્ર.... - ભાગ 100 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 100

(સુધાબેન સિયાની આવી દશા કરવા માટે કયારે પણ ભગવાન માફ નહીં કરે એમ કહે છે. કનિકા કોર્ટમાં રેકોર્ડિંગ રજૂ કરી માનવના જેલમાં ધકેલી શકાય તેની મંજૂરી મેળવે છે. પોલીસને ભેગા કરતાં કમિશનર ગુસ્સે થાય છે, પણ હવે તે કંઈ કરી શકે એમ નથી એવું એમને જણાવે છે. હવે આગળ....)
"નથી આવી તો હવે આવી જશે... ઓકે, અને તમને આ શું થયું છે કે તમે આમ પૂછ પૂછ કરો છે કે કોણ છે? ક્યાં જવાનું છે? એ બધી પછી ખબર પડી જશે તમને. અને દાદાને આ ખબર પડશે તો એમના પર શું વીતશે? હવે ચૂપચાપ બેસી રહો અને મને ડ્રાઈવ કરવા પર મારું ફોકસ રહેવા દો."
કનિકાના આવા શબ્દો સાંભળતા જ રાણા ચૂપ થઈ જાય છે. આ બાજુ ઘર આવી જતા જ તે ઊભી રહે છે. જો કે આ ઘર તો નહિ પણ એક ફાર્મ જ હતું, જ્યાં ખુબ સુંદર રીતે ફૂલ ઝાડ વાવેલા અને એના કારણે જ એટલું બધું ઠંડક ભર્યું હતું કે એ જોઈને જ દરેકનું મન અહીં રહેવાનું થઈ જાય. આજુબાજુ ખેતરો અને ખેતરો અને કોઈ જ ઘર નહીં વચ્ચોવચ આ ફાર્મહાઉસ જાણે કે દરિયામાં એક નાનો એવો ટાપુ. અને ખેતરોના લીધે ત્યાંનું એવું આહલાદ્ક વાતાવરણ હતું, એ જોઈ આંખને એવી ઠંડક પહોંચાડે કે વાત જ ના પૂછો. બધા આ વાતાવરણથી અભિભૂત થઈ ગઈ.
બહાર જે રીતે જમવાનું ગોઠવવામાં આવેલું હતું, એ જોઈને રાણા મનમાં થયું કે, 'અહીં તો કોઈ પાર્ટી ચાલતી લાગે છે, તો મેડમ કેમ અહીંયા આવ્યા? આવી જગ્યાએ આવાથી શું મતલબ?'
એ કનિકાને કંઈ કહે એ પહેલાં તો તે ઝડપથી ઘરની અંદર ગઈ. એક લેડીઝ ઓફિસર વર્દીમાં અને પાછળ આટલી બધા પોલીસ જોઈ ઘરમાં બધા જ રહેલા માણસ આઘાપાછા થવા લાગ્યા. કનિકા નજર ફ
ચારેકોર ફરી વળી પણ ત્યાં જેટલા પણ હતા એમાંથી એક બે માણસો ઓળખતી હતી એ જ, બાકી તેને કોઈ દેખાઈ નહોતું રહ્યું.
માનવની અમ્મીએ અબ્બાને પણ પોલીસ જોઈ પૂછ્યું કે,
"અનિષે પોલીસને પણ બોલાવી છે?"
"મને ખબર નથી... આમ તો મોહસીનને જ બધી ખબર હશે."
"પણ તું તારું કામ કર, જે હશે તે માનવ જોઈ લેશે."
મોહસીનની અમ્મી અને બહેન બધા માટે પ્લેટમાં ચિકન અને ઘોશ પીરસી અને દરેકને લેવાનો આગ્રહ કરી રહ્યા હતા.
'એક તો લો.... એક તો લો... તમને મજા આવશે....'
આ બાજુ એક બે વેઇટર જેવા કપડાં પહેરી મહેમાનોની વચ્ચે મીઠાઈના થાળ અને સ્નેકસ ફેરવી રહ્યા હતા. બીજા એક બે વેઇટર ડ્રીન્કસ કે જ્યુસ ફેરવી રહ્યા હતા.
કહીને તેઓ દરેકને લેવામાં માટે કહી રહ્યા હતા. જ્યારે માનવ પણ એક જણની જોડે બેસી વાતો કરતો હતો કે,
"અરે યાર તને તો આ બહુ ભાવે છે, તારા માટે તો અમ્મીએ સ્પેશિયલ બનાવ્યું છે."
તો સામે એને પણ પૂછ્યું કે,
"અરે મોહસીન યાર, આ પાર્ટી કંઈ ખુશીમાં આપી. આમ તો પાર્ટીઓમાં તું બહુ ઓછો જાય છે. અને આજે તો પોતે જ રાખી એ તો મારે માટે એક નવાઈ લાગી."
"અરે, યાર શું તું પણ આ તો ધંધોમાં બહુ નફો થયો છે અને એમાં નફો થયો, એમાં મારા હાથમાં તગડો માલ આવેલ છે. તો પછી કેમ નહીં એમ વિચારી પાર્ટી આપી."
"એવો તે શું મોટો તગડો માલ મળ્યો અને એવું તો કયું મોટું કામ થયું કે તું પાર્ટી આપે છે?"
"અરે યાર બધી બધી વાત છોડ અને તું પાર્ટીમાં મજા કર. તને ખબર તો છે કે આપણે જે કામ કરીએ છીએ, એ કામ કર્યા પછી કયારે યાદ કરતા નથી અને તું યાર મારા સાથે ખુશી ખુશી મનાવતો આ બધું ખા અને આ મીઠાઈઓ ખા તારા માટે ખાસ મંગાવી છે. આજનો દિવસ મારા માટે ખુશીનો દિવસ છે."
"આજે તો તું મને કેવો દિવસ છે , એ પહેલાં તું મને કહે ને કે વાત શું છે? એ ખબર જ નથી તો મીઠાઈ ખાવી કેવી રીતે?"
"અરે યાર કહીશ પછી કોઈક વાર... હાલ તો તું એન્જોય કર."
"ઓકે, બસ તારી વાત માની પણ તમારે પછી કહેવું ચોક્કસ પડશે. મોહસીન પોલીસ...."
મોહસીન પણ પોલીસ જોઈ એટલે એમની જોડે આવ્યો અને કહ્યું કે,
"વેલકમ મેડમ કેમ કંઈ કામ હતું?"
અને કનિકાએ એની સામે ગુસ્સાની નજરથી જોયું એટલે મોહસીન વાત બદલતાં કહ્યું,
"લો મેડમ મીઠાઈ..."
"એ બધી પછીની વાત છે, મને ખાલી એટલું જ કહો કે મોહસીન ઈરાની કોણ છે? ક્યાં છે?"
"મેડમ હું જ છું, તમારી સેવામાં ઉપસ્થિત. શું સેવા કરું?"
"મારે તો તમારે કંઈ સેવા કરવી નથી અને કરાવી પણ નથી."
"તો પછી પણ આ પાર્ટી ?
"પાર્ટી અહીં કેમ?"
"અરે, બસ મેડમ એમનેમ જ પાર્ટી આપી દીધી. ધંધામાં બહુ મોટું નફો થયો હતો તો વિચાર્યું કે ચાલો મિત્ર સર્કલને, બધા સંબંધીઓને પાર્ટી આપીએ એટલે પાર્ટી આપી.
"સારું કહેવાય કે તમે પાર્ટી પણ આપી. તમે જે કારણ આપ્યું એ માટે તમે પાર્ટી આપો છો પણ એ જ વાત છે કે બીજી કોઈ વાત છે કે પછી?"
"એવી કઈ વાત નથી મેડમ... મેડમ તમે એ બધી વાત છોડો પછી પૂછતાછ કરજો અને હાલ તો મીઠાઈ ખાવ. બબીતા... જલ્દી મેડમ આવ્યા છે તો મીઠાઈ લાવ. પછી બીજું બધું આપજે."
એટલામાં તો બબીતા પણ ત્યાં મીઠાઈ લઈને આવી, મીઠાઈ એની સામે ધરી દીધી અને થાળ આગળ કરતાં કહ્યું કે,
"બધા મીઠાઈ લો... આ તો અમારા ખુશીનો દિવસ છે, તો તમે પણ આ મીઠાઈ લો. અને તમે આવ્યા છો તો અહીંથી તમે ખાધા વગર જાવ, એ તો કેવી રીતે બની શકે."
તે થાળ એની સામે ધરી ઊભી રહી અને કનિકા એની ખુશી જોઈ પણ તેને લેશમાત્ર ફરક પડયો નહીં.
એની સામે ગુસ્સે થઈને જોયું તો અનિશે બબિતાના હાથમાં થી થાળ લઈ મેડમની સામે મીઠાઈનો થાળ ધરી.
"મેડમ તમને જે ભાવે મીઠાઈ લો, આમાં તો કેટલી જાતની મીઠાઈઓ છે, અને એ પણ એવી છે કે તમે ખાશો તો ખુશ થઈ જશો. આવી મીઠાઈ તમે ક્યારેય જીવનમાં નહીં ખાધી હોય."
આ સાંભળી કનિકાનું મગજ છટક્યું અને તેને એ થાળ હાથથી ઉપર ઉછાળી દીધો. મોહસીન અને ત્યાં રહેલા ખૂબ સારી રીતે ડઘાઈ ગયો એટલે તે બોલ્યો કે,
"તમે આ શું કર્યું? થાળ કેમ ઉછાળી દીધો?"
"એટલા માટે કે એક ના તો તું લાયક છે કે ના અહીં ઊભા રહેલા લોકો પણ. આમ પણ હાલ તો ફક્ત મેં મીઠાઈ જ ઉછાળી છે."
"તમે શું બોલો છો, મેડમ? તમને ખબર છે ને? એક તો તમે અમારી પાર્ટીમાં મંજૂરી વગર આવી ગયા અને આમ કેમ કરીને બોલો છો?"
"ખબર છે અને મારે તને કહેવાની જરૂર નથી કે હું શું બોલું છું અને શું નથી બોલતી એ પણ હમણાં ખબર પડી જશે, સમજયા?
(શું કનિકા માનવને પકડી લઈ જશે? તેને કોઈ તકલીફ નહીં થાય ને? આરામથી લઈ જશે કે પછી કંઈ ચણભણ થશે? કનિકા કેવી રીતે માનવને જેલના હવાલે કરશે? દિપક અને એના પરિવારની શું કરશે? એ કેમ કરીને સહશે? દાદાને આ ખબર પડશે તો એમના પર શું વીતશે? દાદાને દિપક કે પરિવારનો વ્યકિત કેવી રીતે સંભાળશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૧૦૧)