એક ષડયંત્ર.... - ભાગ 17 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 17

(સિયા પોતાની અજાણતાં એ પણ આ દુનિયા વિશેની માનવને કહે છે. માનવ તેને ગાર્ડનમાં લઈ જાય છે. એ જોઈ સિયા નાના બાળકની જેમ મચળે છે. એ જોઈ અનિશે એના જીવન વિશે પૂછે છે અને સિયા તેને બધું જણાવી રહી છે. હવે આગળ.....)
“હાસ્તો એવું જ છે. એ તો જીવન જીવવા માટે લોકો તડપે છે. પણ મને એમ થાય છે કે આ જીવનમાં અધૂરપ છે.”
“સારું, હવે કહો કે તમારે હજી આગળ શું શું જોવું છે? અને કયાં કયાં જવું છે?”
“જોવું તો ઘણું બધું છે અને જાવું પણ તો ઘણી બધી જગ્યાએ પણ... પણ એ પહેલાં તો આ બધું જોઈ લેવું છે ને પછી આગળની વાત કરું.”
“સારું તો આજે, આ જ પ્રોગ્રામ રાખીએ.”
સિયા ઉત્સુકતાથી જ્યારે ચારેકોર નજર ફેરવવા લાગી, જેમાં એક ગાર્ડનમાં વૃદ્ધો કસરત કરી રહ્યા હતા, તો કોઈ વોક કરી રહ્યા હતા. તો અમુક વડીલો બેસીને ગપાટા પણ મારી રહ્યા હતા. જયારે બીજી બાજુ ઘરડી લેડીઝ પણ પોતાની આપવીતી વાતો કહી રહ્યા હતા.
જયારે બીજી બાજુ ગાર્ડનમાં નાના નાના છોકરાઓની સાથે એક ટીચર ડાન્સ પ્રેક્ટિસ કરાવી અને એમનો વિડીયો ઉતારી રહી હતી. જ્યારે બાજુના ગાર્ડનમાં લેડીઝો ખિલખિલાટ હસતી, કીટ્ટી પાર્ટી સાથે ગપાટા મારી રહી હતી. આ બધાને જોયા બાદ એને ચોથા ગાર્ડન બાજુ નજર કરી તો એક કપલ બેઠેલું હતું. એ પણ એકબીજાના હાથમાં હાથ નાખીને અને એમ કહી શકાય કે એકબીજામાં મોઢામાં મોઢું નાખીને ગુટરગુ પણ કરી રહ્યું છે.
એ જોઈ તેની નવાઈ લાગી અને તે આશ્ચર્ય થી એ લોકોને જોઈ રહી. એ બંને જણા વાતો કરતાં અને વચ્ચે વચ્ચે એ છોકરી ખિલખિલાટ હસી જતી. છોકરી કંઈ બોલતી અને તે છોકરો હસતો. સિયાની નજર એ લોકો પર જ ચોંટી રહી. માનવની નજરમાં એ આવી જતા તેને પૂછ્યું કે,
“શું જોઈ રહી છે ત્યાં?”
“બસ કંઈ નહી આ બંને કે અલગ અને અજીબ રીતે નથી બેઠા?”
માનવ આ સાંભળીને ખડખડાટ હસી પડ્યો પછી,
“તને આ અજીબ લાગે છે, પણ આમાં અજીબ લાગો એવું શું છે?”
“કેમ તમને નથી લાગતું અજીબ? એ બંને જે રીતે એકબીજાને વળગીને બેઠા છે?”
“એમાં કંઈ નવું નથી, એ પણ એક દુનિયાના રંગમાં નો રંગ જ છે. જેને પ્યારનો રંગનું નામ અપાવવામાં આવ્યું છે. અને આ રંગમાં રંગનારનું જીવન કંઈક અલગ જ બની જતું હોય છે. એક અલગ જ જાતનો અનુભવ અને એવી લાગણી જેનો અહેસાસ કોઈ શબ્દોમાં વર્ણન ના કરી શકાય.”
“એમ તો પછી આના વિશે તમારું શું કહેવું છે?”
“એમાં કહેવા જેવું શું છે, બસ એ બંને જણા એકબીજા સાથે પ્રેમથી વાતો કરતા બેઠા છે. એકબીજા માટે લાગણી ધરાવે છે, એટલે તે આમ આ બંને બેઠા છે. એમાં આપણે શું?”
“કેમ આપણે કંઈ નહીં, પણ બસ મને નથી ગમતું? અને મને આવું પ્રેમ વિશે કે પ્રેમના વિશે મને ખાસ ખબર પણ નથી, તો એ જણાવશો.”
“પ્રેમ વિશેને.... પ્રેમ તે કેવી અદભુત અભિવ્યક્તિ છે ને કે જેને મેળવવાની ઈચ્છા કોઈ પણને હોય છે, પછી ભલે તે ખુદ ભગવાન જ કેમ ના હોય?”
“પણ મને સમજ ના પડી... મારી નજરમાં તો આ પ્રેમને એવું કંઈ હોતું જ નથી અને સાચો પ્રેમ તો હોતો જ નથી.”
“એ તો તમને એવું લાગે છે, બાકી પ્રેમ એ શું છે. હું તમને સમજાવું રાધા અને કૃષ્ણ કરેલો એક પ્રેમ છે, એક એવો પવિત્ર પ્રેમ. એક નિર્દોષ અને નિઃસ્વાર્થ પ્રેમ. જેને કરવા અને પામવાની ઈચ્છા દરેકને હોય અને એ થયા બાદનો અનુભવ પણ અલગ જ હોય છે. એ પ્રેમ મેળવ્યા બાદ આપણી તાકાત વધી જાય, આપણી દુનિયા માટે કામ કરવાની તાકાત પણ બની જાય. એ વ્યકિતનો પ્રેમ મળ્યા પછી જો તેનો ત્યાગ ભળી જાય તો દુનિયાભરના કામ કરવા આસાન થઈ જાય અને એમ કહો કે ચુટકીમાં પણ થઈ જાય.
તે જોયું જયારે કૃષ્ણ રાધાએ એકબીજાને પ્રેમ કર્યો તો, એમની લીલા કેટલી કરી. અને કૃષ્ણે મથુરાના રાજા કંસને મારવા ગોકુળ છોડ્યું તો એ માટે કેટલો રાધા એ ત્યાગ કર્યો.
તને એમ થશે કે આ પ્રેમ કેવો છે, કૃષ્ણ કંસને મારી મથુરાનો રાજા બની ગયો, દ્વારિકાનો રાજા બની ગયો, છતાં તેને રાધાને પોતાની પાસે કેમ ના બોલાવી. એ તો કાનાની લીલા જ હતી કે તે રાધાના નિઃસ્વાર્થ પ્રેમને આ દુનિયાના કોઈ પણ રંગમાં રંગવા નહોતો માંગતો. પણ રાધા માટે એવું હતું કે કાનો એની નજીક રહે એ જરૂરી નથી, ભલે એ પાછો વળીને ગોકુળમાં નથી આવ્યો, પણ રાધાનો પ્રેમ એના માટે ક્યારેય ઓછો થયો નથી. કેમ કે રાધા તો એના મનથી ચાહતી હતી અને એના માટે કાનો જરૂરી છે. નહીં કે કાનો એની જોડે રહે.”
“એ તો મેં સમજી લીધું કે રાધાકૃષ્ણનો પ્રેમ એક પવિત્ર પ્રેમ છે. એ પ્રેમમાં લીલા, ત્યાગ બધું જ છે. તો પછી રામ અને સીતાના પ્રેમ તો સીતાનો પ્રેમ અને ત્યાગ જ સમાયો છે. એમ કહી શકાય કે પ્રેમ એ ત્યાગનું બીજું નામ છે. કયારે તે તેના પ્રેમ એટલે કે તેના પતિને બાંધી નથી રાખતી. પણ પતિ જરૂર બાંધી રાખે છે.”
“જેમ કે?”
“જેમ કે રામે સીતા માટે અગ્નિ પરીક્ષા આપવાનું કહ્યું અને સિદ્ધાંતે સીતા આપવા તૈયાર થઈ હતી કેમ? કેમ કે તે રામની પ્રેમ કરતી હતી અને એમાં થી પાર પણ ઉતરી. જ્યારે આ જ વસ્તુ કોઈ પુરુષ કરી શકે ના કરી શકે, એનું કારણ એટલા માટે કે એમની ભાવના શુધ્ધ હતી. પણ મારી નજરમાં સીતાનો પ્રેમ રામ કરતાં પણ વધારે ચડિયાતો હતો.”
“અને પ્રેમ એ જ એવો સરસ વિચાર છે કે જેના વિશે જાણ્યા પછી તો કોઈ પણ એ રંગમાં રંગાતા વાર ના કરે.”
માનવ આવું બોલતાં જ,
“મને લાગે છે કે તમે પણ આમાં રંગાયા લાગો છો?”
“ના... રે ના, છોકરીઓને આજકાલ ભક્ત નથી ગમતા. છેલબટાઉ છોકરાઓ જ ગમે છે. જેમ કે જે પેલો બેઠો છે, એવો.”
“જેના હાલ તમે તેના પ્રેમના વખાણ કરતા હતા, જેના લીધે પ્રેમના રંગનું વખાણ કરતા હતા. પણ તમે જોયું કે, છોકરાએ કેવા કપડાં પહેર્યા છે? છોકરી કેવા કપડા કર્યા છે? એના મમ્મી કે કોઈ ઓળખીતું કોક અહીં અચાનક ચડી આવે તો બંને ભાગીને અને એમના ઘર ભેગા થઈ જાય.”
“એવું બને ખરા?”
“કેમ ના બને તમે જોયું નહીં કે ખાલી ચોકીદાર આવે ને તોય બંને ડરી જાય છે અને એમની આંખો એવી મોટી મોટી થઈ જાય છે કે જાણે કોઈએ ચોરી પકડી ના લીધી હોય.”
એમ સિયાએ કહેતાં જ એને આ બધું ઓબ્ઝર્વ કર્યું છે, એ જોઈ તે હસી પડ્યો. પછી પાછી તે,
“જબરું છે નહીં? આવું પણ હોય?”
“એટલે તો આ દુનિયા કીધી છે. આનાથી પણ વધારે નવા નવા રંગો જોવા મળશે. એકવાર તમારા સેઈફ ઝોનમાંથી બહાર તો નીકળો એટલે ખબર પડે કે દુનિયા કેવી છે?”
(સિયા શું બોલશે? તે આ દુનિયા જોવા તૈયાર થશે ખરા? એ માટે તે કયાં કયાં જઈ નવા નવા અનુભવ લેશે? આ પ્રેમની વાતો સાંભળી તેના મનમાં શું ચાલી રહ્યું છે? એ આ સાંભળી તે કયાંક મનમાં હલચલ થશે કે એ નિર્લેપભાવે જ રહેશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૧૮)