એક ષડયંત્ર.... - ભાગ 9 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 9

(માનવ જોડે વાત કર્યા બાદ ધીરુભાઈ અને સોમાભાઈ ખુશ થતાં છૂટાં પડે છે. ઘરે આવીને ધીરુભાઈ સિયા આવતાં જ સિયાને કોલેજ વિશે પૂછે છે. અને એડમિશન થઈ ગયું છે, એ ખબર પડતાં ખુશ થાય છે. હવે આગળ....)
સિયાએ તેના દાદાને કહ્યું કે,
“ચાલો દાદા આપણે જમવા બેસી જઈએ.”
“હા બેટા...”
એમ કહીને તો તે બધા ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા. કોશાબેને થાળી પીરસી.
જમતાં જમતાં દાદાએ સિયાને કીધું કે,
“બેટા તને એક વાત તો કહેવાની રહી ગઈ કે આજે અમને મંદિરમાં એક યુવક મળ્યો હતો, બિલકુલ તારા જેવો આજ્ઞાંકિત, મિલનસાર. એવો જોઈને તો અમારું દિલ ખુશ ખુશ થઈ ગયું.”
“દાદા.... તમને મારા કરતા પણ એ છોકરો વધારે ગમ્યો?”
“અરે, હું એવું નથી કહેતો પણ ખરેખર એ છોકરો ખૂબ સારો હતો, એટલે કહું છું.”
“હા તમને તો તે જ સારું લાગે ને, હું થોડી સારી લાગુ છું....”
“એક વાર મારી વાત તો સાંભળ, એ બિલકુલ તારા જેવો જ હતો. એને જોયા બાદ તો મને બસ તારી જ યાદ આવી ગઈ કે મારી દીકરી પણ આવી જ છે.”
“બસ તમે ખોટી ખોટી વાત કરી, મને મનાવવા માટે કંઈ પણ કહો છો. તમને તો હું નહીં બીજા યુવકો જ ગમે છે, જાવ.”
“એવું કંઈ નથી અને તું મનમાં આવે એમ બોલે છે બેટા.”
“હું સાચું કહું છું.”
“અરે એવું નથી બેટા, તે માણસ ખરેખર બહુ સરસ હતો. તે જયારે માતાનું ધ્યાન ધરે તો દુનિયામાં કંઈ પણ થઈ જાય તો કે તેને કોઈ પણ વિધ્ન આવે, આખી દુનિયા ઉથલપાથલ થઈ જાય પણ એનો કોઈ જાતનો ફરક ના પડે. તે વૃદ્ધોની સેવા એવી સરસ કરે કે હાથ પકડી પકડીને દરેકને પગથિયા ઉતારે અને ચડાવે, એમને જોઈતી વસ્તુ લઈ આપે એટલા ભાવપૂર્વક સેવા કરતો ને કે આપણે એને જોતા જ રહી જઈએ.’
“અને સૌથી વધારે એની વાત તો એટલી સરસ અને સાંભળવામાં એવી મીઠી લાગે ને કે બસ તેની વાતો જ સાંભળ્યા કરવાનું મન થયા જ કરે. એવું થાય કે આપણે એની પણ વાતો સાંભળ્યા જ કરીએ સાંભળ્યા જ કરીએ.”
“તો બરાબર તમારે એની વાતો જ સાંભળવી હતી ને... હું તો... તમારે તો.”
સિયા આગળ ના બોલી શકી,
“લે તું તો રિસ ચડાવીને બેસી ગઈ.”
“તો હું રિસ ના ચડાવું તો શું કરું? તમે મારી વાત સાંભળવાની જગ્યાએ એની વાતો સાંભળો છો? પાછા મને પસંદ કરવાની જગ્યાએ એને પસંદ કરો છો? એ પણ પાછું મને કહો પણ છો? હું તો તમારી સાથે નહીં બોલું.”
“પણ બેટા હું ક્યાં એમ કહું છું કે હું એની સાથે બોલ્યો.”
“તો હાલ આ શું હતું?”
“બેટા એ તો મારા મિટ સોમાકાકા હતા ને, એ તેના ખૂબ વખાણ કરતા હતા. એટલે હું પણ મળ્યો અને મેં એની સાથે વાતો કરી.”
“પણ તો તમારે એની સાથે વાત જ કરવાની ક્યાં આવે? હું નહોતી કે તમે એની સાથે વાત કરવા ગયા, બસ આટલી જ વારમાં.”
“પણ એમાં શું, વાત તો કરવી જ પડે ને? વાતો કરીએ, એના વિશે જાણીયે તો જ ખબર પડે કે કોણ કેવા વિચારો ધરાવે છે અને કોણ કેવી નહીં?”
“તો તમારે એનું વિચાર જાણી શું કરવું હતું?”
એટલે એમના પત્ની હસવા માંડ્યા અને ધીરુભાઈને કહ્યું કે,
“જોયું ને, તમારી લાડકી હવે તમારાથી રિસાઈને બેઠી છે?”
“એ તો હું જોઈ જ રહ્યો છું કે તેને રીસ કેવી ચડી છે? આમ પણ એ એમ મારી લાડકી જો છે.”
“હા... હા તમે તો મારી લાડલી લાડલી કહી લાડ કરો, હું મદિરે તમારી જોડે આવું અને હું પપ્પાની વાત માની બહાર શું ગઈ કે તરત જ તમને તમારા મનગમતો છોકરો જે મળી ગયો છે. હું તો કંઈ થોડી તમારી છોકરી છું.”
સિયા રોતા અવાજે કહ્યું તો તેની મમ્મીએ,
“જોયું ને, મા બાપુજી આ છોકરી સાથે આનું આવું જ છે. બસ કોઈનું કીધું એને કહીએ અને એટલે એને નાક ચડ્યું જ સમજો.”
દાદીએ કહ્યું
“હા, એટલા માટે કે એ બિલકુલ એના પપ્પા જેવી જ છે.”
“હા એ તો મણ ખબર જ છે ને કે એ એના પપ્પા જેવી છે. પણ એકવાર હું વાત કરું એટલે તે સમજી જશે.”
એમ કહીને દાદાએ તેને કહ્યું કે,
“પણ બેટા, તુ મારી એક વાર વાત તો સાંભળ.”
“સારું બોલો...”
સિયાએ તો મ્હોં તો ચઢાવીને કીધું એટલે તેમને માનવ જોડે થયેલી બધી જ વાતો અને તેના સારા વિચારો સિયાને કહ્યા. પછી કહ્યું કે,
“હવે બોલ, તું એનાથી આકર્ષાય કે નહીં?”
એ સાંભળીને સિયા વધારે અકળાઈ ગઈ અને તેને કહ્યું કે,
“બસ તમને તો એ છોકરો જ ફકત દેખાય છે. મારે છે ને, તમારી વાત જ નથી સાંભળવી.”
દાદાએ તેની વાતને ઇગ્નોર કરીને કહ્યું કે,
“તારે એકવાર એને મળવું જોઈએ, હો બેટા.”
“જોઈશું, મને ઈચ્છા થશે તો મળીશ.’
એમ કહીને મ્હોં ચડાવી ઊભી ગઈ અને તે તેના રૂમમાં જતી રહી. દાદા હસ્યા અને દાદી પણ હસી પડ્યા. છતાં પણ તેમને ત્યાં જ વાત પડતી મૂકી.
સિયાના મનમાં જ કુઢતી કુઢતી રહી અને એને થયું કે, “જોયું ને પપ્પા કહેતા હતા, એ સાચું જ કહેતા હતા કે હું થોડી આઘી પાછી શું થઈ ત્યાં તો આ એક નવો યુવક એમને મારા જેવો જ મળી ગયો. અને પાછા જ્યારે હોય ત્યારે બસ એની જ વાતો કર્યા કરે છે. મારા વિશે તો વાત જ નથી કરતા. હું કેટલા દિવસથી દાદા દાદીને મંદિરે લઈ જાવ છું, તેમની કેર કરું છું અને એક જ દિવસ પેલા છોકરા શું મળ્યો અને બસ તેને જ યાદ કરે છે.’
“આજ પછી હું દાદા દાદીને ક્યારેય નહીં બોલવું, એમને તો બસ પેલો છોકરો દેખાય છે. જયારના તે ત્યાં થી આવ્યા છે, ત્યારના એ છોકરો, છોકરો, છોકરો... પેલો, પેલો કર્યા કરે છે.
એમને તો દાદા એવા જ ગમે છે, એમની ઉંમર થઈ ગઈ છે એટલે ફરવાનું નહીં, આપણે ક્યાં જવાનું પણ નહીં. એમ કહીને મ્હોં ચડાવીને એ ચૂપચાપ સુઈ ગઈ. દાદીએ દાદાને કહ્યું કે,
“તમે આજે ખોટી વાત કરી સિયા જોડે. ના કરવી જોઈએ, તમને ખબર છે સિયાને તમારી સાથે વધારે બને છે. એમાં જો તમે તેને બીજા કોઈની વાત કરો તો એનું દુઃખી થઈ જવું વ્યાજબી છે. અને તે દુઃખી થઈને પછી તે મ્હોં ચડાવીને સુઈ જશે એ તમને ખબર છે.”
“હા પણ એને બીજા બધાને પણ ઓળખતાં શીખવાડવું પણ આપણે જ પડશે ને તો. તેને બીજા બધા સાથે સેટ થવું તો પડશે કે નહીં?”
“એ બધી દોગલી વાતો છોડો અને એ વિચારો તો ખરા કે એ નાની છે. અને એને હજી એવી બધી સમજ ના પડે, એ નાની છે.”
“એટલે તો સમજાવું છું. કંઈ નહીં પણ હવે કાલે સિયાને સોરી કહી અને મનાવી લઈશ.”
(સિયા તેના દાદાની વાત માનશે? એ એમની વાત સમજશે? એના દાદાના કહ્યા મુજબ તે છોકરાને મળશે? એ મળશે તો તેની વાતો તેને ગમશે? એ એની વાતોથી આકર્ષાઈ જશે? તે કોલેજમાં સેટ થશે ખરી?
એ એના પપ્પા સાથે એટેચમેન્ટ હશે કે એ એમનાથી ડરતી હશે ?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૧૦)