એક ષડયંત્ર.... - ભાગ 14 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 14

(માસી એમની દીકરીની વાત કહી રહ્યા છે, જેમાં દસમા ધોરણમાં પહેલો નંબર લાવ્યા બાદ અગ્યારમા ભણવા લાગેલી. અને એક દિવસ તે ભાગી ગઈ. તેની બહેનપણીએ બધી વાત કરી કેમ કરીને આ બન્યું. હવે આગળ....)
“હું એની સાથે વાત કરું તો મને સમાજ ફોલી નાંખે. એના બાપા મારી ચામડી ઉધેડી નાંખે, પછી સાથ આપવાની વાત કયાં આવે?”
“સમાજ અને આ સમાજના નિયમોના કારણસર જ કોઈ પણ છોકરી જ્યારે ખોટું પગલું ભર્યા પછી પાછી ઘરે આવવા મથતી હોય ને તો એને કોઈ સપોર્ટ નથી કરતું.”
માસી આવું કહેતાં જ કનિકા અકળાઈને બોલી પડી.
“હા બેટા, એ વાત હાલ હું એ સમજુ છું, પણ એ વખતે શું કરવું સમજ નહોતી. એ વખતની ગભરું સ્ત્રી શું કરી શકે?”
“પછી શું થયું?”
“પછી શું થાય? જ્યારે ‘રાંડયા પછી ડહાપણ આવે’ તેનું કંઈ ના થઈ શકે. મા છું ને એટલે મને મારી દીકરીની બહુ જ ચિંતા હતી, પણ શું કરવું એ મારી સમજમાં આવતું નહોતું બેટા.’
એટલે હું તો એક બે વાર એની બહેનપણીને પૂછ્યું પણ ખરા કે તારાથી થઈ શકે તો પ્રયત્ન કરને, સવિતા જોડે વાત કર અને જાણને કે એને શું તકલીફ છે, પણ એ તો એ ના કરી શકી.”
“કદાચ આવા સંજોગોમાં કોઈ છોકરીને એના માબાપ આવું કોઈ કામ પણ ના કરવા દે.”
“હા બેટા, મને ખબર જ હતી એટલે જ તો હું એને આગળ કંઈ જ ના કહી શકી.”
“પછી તમે શું કર્યું?”
“બસ બેટા પછી તો મને મારી દીકરીને કોઈ ભાળ જ નથી કે મને કંઈ સગડ પણ નથી મળ્યા. બસ ખાલી લોકોના મોઢે સાંભળ્યું છે કે તેને તેની સાસરીવાળાએ બાળી નાખેલી હતી.”
તે રોઈ પડયા.
“તો માસી તમે લડયા નહીં, એના માટે. એના સાસરે જઈ ફરિયાદ ના કરી.”
“ફરિયાદ કરું તો કોને, એનો બાપા એ તો મને કહી જ દીધેલું હતું કે એ છોડી મારા માટે મરી ગઈ છે, મેં તો એના નામનું નાહી લીધું છે અને તું પણ નાહી જ લે જે. બાકી સમાજમાં મારું નાક કપાવનાર કપાતરનું આ ઘરમાં કંઈ કામ નથી. અને પછી આ જ કહે એમ જ કરવું પડે. થોડું આપણે એના ઉપર વટ જઈ શકવાની હતી. નહિંતર સમાજ શું કરત?”
હવે તો માસી હિબકે ચડી ગયા. કનિકાએ તેમને પાણી પીવા આપીને શાંત પાડયા.
“તો પછી માસી, તમે કેવી રીતે અહીં આવ્યા?”
“સવિતાના બાપા મરી ગયા ને પછી મારી પાસે ખાવા માટે પૈસા તો હતા પણ કોઈ હતું નહીં. કેમ કે હવે મને સમાજ વધારે હેરાન કરવા લાગેલો. તે લોકોએ મારું જીવન હરામ કરી નાખેલું. એવામાં હું એક એનજીઓ જઈ ચડી અને એ જ દિવસે અહીંયા ના જ સુપ્રિડેન્ટન આવેલા હતા. મારી આપવીતી સાંભળ્યા બાદ, તે મને મળ્યા હતા અને એમને મને કહ્યું હતું કે,
“તમારી સાથે ચાલશો, તમને હું તો ત્યાં એક મેટ્રનના કામમાં લગાડી દઈશ. જ્યાં આમ પણમારે છોકરીઓને સાચવવા માટે એક મોટી ઉંમરની અને ઠરેલ સ્ત્રી તો જોઈએ છે, તો તમારા જેવા અને અનુભવી હોય તો વધારે સારું. એટલે જ કહું છું કે તમે પણ મારી સાથે ચાલ.”
“અને એમને મારા પર દયા આવીને મને અહીંયા કામ પણ લગાડી દીધી. બસ પછી ત્યાર થી જ અહીં છું. આ બધી છોકરીઓ એ જ મારો પરિવાર અને એ જ મારી જિંદગી છે.”
“તમે એક દિવસ સવિતાને સાચું ખોટું શું થયું, એની સાથે શું બન્યું તે જાણવા પ્રયત્ન જ ના કર્યો.”
“ના બેટા ત્યાં થી જાણું અને ત્યાં થી જ શોધો. મારું મન તો હજી પણ કહે છે અને મને એવું પણ લાગે છે કે હજી દીકરી મરી નથી ગઈ. હજી એ જીવતી જશે.... પણ શોધવી ક્યાં?”
ઘણીવાર તો કોઈ દરવાજો ખટખટાવે ને તો એવું લાગે કે હમણાં જ મારી દીકરી આવી ગઈ છે અને મારા ગળે લાગી જશે. પણ એવું કંઈ જ બનતું નથી.”
માસી થોડા શાંત થયા બાદ તે પાછા બોલ્યા કે,
“આમ તો અહીં ઘણી બધી છોકરીઓ પોલીસ ટ્રેનિંગ માટે આવેલી છે અને આવી પણ હતી. પણ તારા જેવી મેં ક્યારેય નથી જોઈ એટલે મને તારા માટે બહુ જ લાગે છે બેટા?”
“હા માસી મને ખબર છે કે હું જ્યારે નવી નવી આવીને ત્યારે તો તમે મને કેટલું વઢતા હતા?”
“હાસ્તો વઢું જ ને, તને તો ભણ ભણ જ કર્યા કરતી હતી. કોઈ જોડે હસવું નહીં, બોલવું નહીં, ફરવું નહીં અને ક્યાંય જવાનું નહીં. બસ એક રૂમમાં ને રૂમમાં જ રહેવાનું પછી?”
“તો તમે જ કહો માસી મારા આવા ચહેરો મને કઈ મારી બહેનપણી બનાવતી, મારી જોડે વાત કરવાની ઈચ્છા કરવાની હતી. પણ જ્યારે આમાં પોલીસ ટ્રેનિંગ લેવા આવવાનું થયું અને તો મેં નક્કી જ કર્યું હતું કે,
“હું એક સરસ પોલીસ ઓફિસર બનીશ અને એ માટે મારી જેટલું મહેનત કરવી પડે, એ મારી કરવાની જ હતી.”
“હા, મને પહેલાં લાગ્યું કે દરેક છોકરીઓના જેમ દેખાડો જ કરે છે, પણ તને જાણ્યા પછી ખબર પડી કે તું કામમાં હોંશિયાર, પણ બોલવામાં મીંડું અને એટલે જ મને તારા માટે લાગણી થઈ. મારી સવિતા આવી જ હતી બોલે જ નહીં કશું કે એના મનમાં શું ચાલી રહ્યું છે. એ કોઈને ખબર ના પડે.’
“અને તો મને હજી પણ યાદ છે, તું જ્યારે અહીં આવીને ત્યારે તું ભણભણ જ કર્યા કરે, એક વખતે તો તને તાવ આવી ગયેલો, પણ તે ભણવાનું ના છોડ્યું. બડી મુશ્કેલીથી છોડાવેલું, એ પણ ઘેનનું ઈન્જેકશન આપી ને, ત્યારે.”
“હા મારામાં ધૂન જો લાગેલી હતી, એ બધી જે રીતે મારી મજાક મસ્તી કરતી હતી ને એ રીતે તો હું ના રહી શકત. એ મારી સાથે ક્યારે ઈન્વોલ ના થતી. આમ તો હું જ થોડી ઓબ્ઝર્વ હતી.”
“ના બેટા, તું તારી ભૂલ ના કારણે જ રહી છે. આ બધી મજાક મસ્તી તો આખી દુનિયા કરત. તું જ્યાં જાય ત્યાં આવા તને મળત. પણ બેટા તું તારા મનથી મજબૂત હતી કે મારે મારી પોલીસી ડીગ્રી લેવી છે.”
“એટલા માટે જ તું અહીંયા ટકી ગઈ અને ટકી ગઈ જ નહીં સૌથી પહેલો નંબર પર પાસ પણ થઈ ગઈ.”
“પણ એ માટે ત્યાગ કોણે કર્યો, એ તો તમે જ રાત ભર ભર જાગીને?”
“તારા સપના પૂરા કરવા માટે તો મારે મદદ તો કરવી જ પડે ને, મેં તને કહ્યું તો ખરા તું મારા માટે સવિતા જેવી જ હતી? તું બિલકુલ સવિતા જેવી હતી એટલે મને તારા માટે એમ થતું કે હું મારાથી થાય એટલું તારી માટે કરી શકું એટલું ઓછું છે. મેં કર્યું બેટા? મને એમ જ સંતોષ થયો કે મારી સવિતાના સપનાં મેં પૂરા કરી દીધા. એને જ મેં એક મોટી ઓફિસર બનાવી દીધી. મારા સપનાં પણ પૂરા થઈ ગયા.”
(કનિકા સવિતા વિશે આગળ પૂછશે? એને શોધવા મથશે? માસીને કનિકા શું કહેશે? એ કોનો માટે કામ કરશે? કનિકા પોસ્ટિંગ થયા બાદ સવિતાને શોધી કાઢશે? એ શોધવા તે કંઈ તકલીફમાં થી ગુજરવું પડશે? માસી હવે શું કહેશે? તે કનિકા જોડે રહેવા જશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૧૫)