એક ષડયંત્ર.... - ભાગ 31 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 31

(જેના પર એસિડ નાંખવામાં આવ્યો હતો તેના વતી કમ્પ્લેઈન કનિકા પોલીસને કરે છે. પોલીસ કરવા ખાતર પૂછતાછ કરે છે અને તેને હોસ્પિટલ પહોંચાડે છે. એમનું બેજવાબદાર વર્તન જોઈ બગડે છે. તે એમને લબડધકે લે છે. હવે આગળ....)
“જા... જા, હવે મનમાં આવે એમ ખોટાં ખોટાં ફાંકા માર્યા વગરની. તું આઇપીએસ ઓફિસર થોડી છે. એ તો અત્યારે થોડી ના આવવાના હતા અને તું કંઈ નવી આઈપીએસ ઓફિસર નથી. ચાલ... બેવફૂક બનાવ્યા વગરની...”
પોલીસ ઇન્સ્પેક્ટર આવું બોલતાં જ,
“આઇપીએસ ઓફિસર તો હું છું જ. કનિકા.... જોધપુરની નવી આઇપીએસ ઓફિસર... જેની પોસ્ટિંગ અહીં થઈ છે..... જે આવતા વીકમાં ચાર્જ લેવાની હતી.”
“જા જા હવે ખોટું બોલ્યા વગર રહેવા દે, હાલ તો ચાર્જ મારો છે અને ચાલશે પણ મારું....”
બાજુમાં ઊભા રહેલા કોન્સ્ટેબલે પોતાના નેટથી ચેક કરીને કહ્યું કે,
“સર...”
“હા બોલ...”
“સર કનિકા નામના નવા આઈપીએસ ઓફિસર આવવાના છે એ....”
“અરે પણ, એ તો આઈપીએસ ઓફિસર હજી આવતા અઠવાડિયા આવવાના છે. આ તો ખોટી વાતો કરે છે, એને ક્યાંકથી ખબર પડી ગઈ હશે એટલે મનમાં આવે એમ બોલે છે.”
“ના સર, એવું નથી જોવો તમે... એકવાર એમનો ફોટો જુઓ, એમના ટ્રેનિંગ સેન્ટરમાં એમને આખા જિલ્લામાં બેસ્ટ એવોર્ડ મળ્યો હતો.”
એમ કહીને તેને કનિકાનો ફોટો ઇન્સ્પેક્ટરને બતાવ્યો એટલે એ જોઈને એ ઇન્સ્પેક્ટરે એને સેલ્યુટ મારી અને કહ્યું કે,
“સોરી મેડમ, મને ખબર નથી કે તમે અહીંના નવા આઈપીએસ છો.”
કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરે સેલ્યુટ મારતા જ કનિકા બોલી કે,
“બસ હવે.... મને આ બધું કંઈ નથી જોવું કે સાંભળવું, ચૂપચાપ જાવ અને પલેલાં આ છોકરીની એફઆઈઆર લખો.”
“એ છોકરીનું નામ કે બીજું કંઈ આપણને ખબર નથી તો?”
“એ બધી પછીની વાત છે. હાલ મેં કહ્યું એ જ કરો.”
આ સાંભળી સબ ઇન્સ્પેક્ટર અચકાઈ ગયો એટલે કનિકાએ પૂછ્યું કે,
“શું થયું?”
“બસ મેડમ, તમે તમારું લેટર તો હજી અમને બતાવવો? નહીંતર તો માનવું કેવી રીતે?”
“એક મિનિટ....”
એમ કહી એના પર્સમાંથી અને પોતાનો ચાર્જ લેવાનો લેટર કાઢીને બતાવ્યો અને ચેક કરવાનું પણ કહી દીધું અને પછી તીખા જ અંદાજમાં,
“જો તમારું ચેક થઈ જાય પછી એફઆઈઆર લખશો કે એના માટે પણ હજી ફરી પાછો કોઈ લેટર કે તમારે મૂહુર્ત કઢાવવાનું છે.”
કનિકાએ આમ કહ્યું એટલે સબ ઇન્સ્પેક્ટર ચુપ થઈ ગયા. કોન્સ્ટેબલને ઈશારો કરી તે એફઆઈઆર લખવા કહ્યું એટલે તેને લખીને એમને સાઈન કરવા આપી અને કહ્યું કે,
“મેમ હાલ આ કાચી છે.”
મેડમ એના પર સાઇન કરીને કહ્યું કે,
“હવે આની પાકી એફઆઈઆર મને પોલીસ રજીસ્ટરમાં જોઈએ. અને હા, હું કાલે જ ડ્યુટી જોઈન કરવા આવી જવાની છું, તો તે મને બિલકુલ રેડી દેખાડવાની છે, સમજયા. અને હા એક બીજી વાત મને મારા કામમાં કોઈ કચાસ નહીં ચાલે. એનું ધ્યાન બરાબર રાખજો.”
“જી મેડમ..”
“હા આ કેસની તેહીકાકત હું જ કરીશ, બીજું કોઈ નહીં અને હું જે કહું એ કામની રિપોર્ટિંગ મને એકલીને જ કરવામાં આવશે. એમાં વચ્ચે કે આજુબાજુમાં કોઈને નથી હોવું જોઈએ.”
સબ ઇન્સ્પેક્ટર ચૂપચાપ કનિકાના ઇન્સ્ટ્રક્શન સાંભળી રહ્યા. એમની ચુપ જોઈને કનિકાએ એમની સામે જોયું કે,
“હજી કંઈ તમારી પૂછવાનું બાકી છે?”
“હા મેડમ...”
“તો બોલો એના માટે બીજું કંઈ હજી વિચારવાનું છે કે પછી કોઈ ઈન્વટીશેન આપવાનું એવું કંઈ?”
“મેડમ એવું નથી, તમે ખોટું સમજી રહ્યા છો. મારે એટલું જ પૂછવું છું કે તમે તો આવતા અઠવાડિયા આવવાના હતા ને? તો અત્યારે અચાનક કેમ?”
“મારી મરજી, હું જ્યારે ઈચ્છા થાય ત્યારે ડ્યુટી પર આવી શકું. તમારે મને રિપોર્ટ કરવાનો છે, મારે તમને નહીં અને બાય ધ વે હું જોધપુરનું એટમોસ્ફિયર જોવાય એમાંય ખાસ કરીને પોલીસ અને લોકોનો...
જેથી મને ખબર પડે કે તમને લોકોને હેન્ડલ કેવી રીતે કરી શકાય અને આ બધું મને જોઈને નવાઈ નથી થઈ. તમને ખબર છે કે તમારા જેવા પોલીસ જ બેફિકર હોય પછી નવાઈ શેની થાય. જેને પોતાના કામ કરવાની પણ સમજ નથી અને જેને પોતાના કામ કરવાની આવડત પણ નથી બરાબરને ઇન્સ્પેક્ટર પરમાર....”
કનિકાના વાતનો ઇન્સ્પેક્ટર કંઈ જવાબ ના આપી શક્યા, જવામાં જ ભલાઈ છે સમજી, તે ચૂપચાપ સેલ્યુટ મારીને ત્યાંથી જતા રહ્યા. કનિકા પાછી એ છોકરીના વોર્ડ તરફ ગઈ અને એ છોકરી હવે ચૂપ થઈ ગઈ હતી. પણ તેની આંખમાં થી સતત આંસુ વહી રહી હતી. કનિકાને ખબર હતી કે,
‘હાલ પૂછવાનું કોઈ અર્થ નથી, પણ ઇન્ફોર્મેશન તો લેવી પડશે નહીંતર કંઈ નહીં થઈ શકે, પેલા નરાધમ છૂટી જશે.’
એટલે તે અંદર ગઈ અને એના ખભા પર હાથ મૂક્યો તો એકદમ જ બરાડી ઉઠી કે,
“ઓ મા... મારી સાથે આવું ના કર, હું તને હા પાડવા તૈયાર છું, તારી ફ્રેન્ડ બનવા તૈયાર છું... મારો શો વાંકગુનો છે, તે કહે તો ખરો. પણ તું મારા ચહેરાને ના બગાડ.. ઓ મા... ઓ બાપ રે....”
તેનો કલ્પાંત સાંભળી એક મિનિટ માટે તો કનિકા જ ધ્રુજી ગઈ છતાં પોતાના પર કંટ્રોલ કરીને, કનિકાએ શાંતિથી પૂછવાના ઈરાદે બોલી કે,
“બસ... બેટા બસ... આમ રડીને તારા દર્દને જ વધારી રહી છે. હું કનિકા, અને મને એ આહે કે તારું નામ શું?”
“મારું નામ ઝલક.”
“ઝલક તું કોલેજમાં ભણે છે?”
“હા દીદી હું કોલેજમાં ભણું છું.”
“કયાં વર્ષમાં?”
“બીજા વર્ષમાં છું.”
“તો પછી એ છોકરો પણ તારી કોલેજમાં ભણે છે?”
“હા, એ પણ મારી જ કોલેજમાં ભણે છે.”
“તો એને એકદમ જ તારી સાથે આવું કેમ વર્તન કર્યું?”
“દીદી મને તો ખબર નથી. થોડા દિવસ પહેલા એ મને વારે વારે કહ્યા કરતો હતો કે તું મારી પ્રપોઝનલ સ્વીકારી લે, પ્રપોઝલને સ્વીકારી લે. મારી ગર્લફ્રેન્ડ બની જા, મારી લવર બની જા.”
હું તેને કહેતી હતી કે,
“મારા મમ્મી પપ્પાએ મને અહીં ભણવા મોકલી છે, મારે અહીંયા ભણવાનું છે, તો હું તારી પ્રપોઝલ થોડી એક્સેપ્ટ કરી શકું.”
આ વાત તો આવી અને ગઈ. એમાં પણ મેં મારી કોલેજમાં એક હોંશિયાર સ્ટુડન્ટ છે, નમન... મેં એની સાથે ફ્રેન્ડશીપ કરી ફક્ત ભણવા માટે બસ. એને એના મનમાં નક્કી કરી દીધું કે હું એની સાથે ફરી રહી છું. અને એ એની જીદ પર અડી ગયો, એમાં એ મારી વાત સમજવા પણ તૈયાર નહતો અને મને વારે ઘડી બ્લેકમેલ પણ કર્યા કરતો હતો.
હું અને નમન ફક્ત ફ્રેન્ડ હતા, અને એ પણ લાઇબ્રેરી પૂરતા જ. બાકી મેં એની સાથે ક્યારે કોલેજની બહાર કે કોલેજના કેમ્પસમાં પણ વાત નથી કરી. પણ તે હોંશિયાર હતો એટલે ગાઈડન્સ અને નોટ્સ માટે જ તેની સાથે બીજી છોકરીઓ ની જેમ બસ ફ્રેન્ડશીપ જ કરી હતી. એને ખબર નહીં કેવી રીતે એ વાતની ખબર પડી ગઈ, એ વિશે તો મને નથી ખબર. પણ મને વારેવારે ધમકી આપતો હતો એટલે મેં એક દિવસ કોલેજ વચ્ચે એને લાફો મારી દીધો એટલે એને મને કહ્યું કે....
(તે છોકરાએ ઝલકને શું કીધું હશે? એ છોકરો આટલો જલદ પ્રવાહી નાંખી દેતા પહેલાં શું કર્યું હશે? કનિકા હવે એ છોકરાને પકડવા શું કરશે? એ માટે તે કામયાબ થશે ખરી? તેનો સ્ટાફ એમાં સાથ આપશે કે પછી તે ગુનેગારને છટકવા દેશે?