એક ષડયંત્ર.... - ભાગ 13 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 13

(માનવની વાતો સાંભળી સિયા ઈમ્પ્રેસ થઈ જાય છે. કનિકા પોતાની એકલતા ગળે વળગાડી લે છે, ત્યાં જ મેટ્રન આવતાં જ તે એમની સાથે વાતો કરે છે. વાત વાતમાં તે બંને વચ્ચે માસી એમની દીકરીની વાત કરે છે. હવે આગળ....)
“આમ પણ અમારા સમાજમાં તો દસમા ધોરણમાં ભણતી છોકરીના મેરેજ કરી દેવા જોઈએ. પણ બસ મેં થોડી જીદ કરી અને મારા ઘરવાળા પાસેથી એને 12 ધોરણ ભણવા સુધીની રજા એના બાપ જોડે લઈ લીધેલી....
મારી સવિતા ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી, કદાચ એનો સૌથી વધારે માર્કસ આવતાં અને કદાચ એનો આખા જિલ્લામાં પહેલો નંબર એ વખતે આવેલો હતો.”
“તો માસી તમે એ વખતે અહીં નહોતા રહેતા.”
“ના બેટા, હું તો એ વખતે સોમપુરા નામના ગામમાં રહેતી હતી. એની ભણવાની હોશિયારી ખરેખર ખૂબ હતી, અમને હતું કે સવિતા મારું નામ રોશન કરી દેશે. પણ શું થયું બેટા?”
“શું થાય? એક દિવસે અચાનક જ એ ખબર નહિ બાજુના ગામમાં જતા કોઈ કોલેજના છોકરાએ કે કોઈ રખડું છોકરાએ એને શું એવી તે ભોળવી કે એ છોકરા જોડે તે નાસી ગઈ. પછી તો એની ભાળ ક્યારેય ન મેળવી.”
“તો તમે કેમ શોધી નહીં.”
“તો તું જ કહે કેવી રીતે મેળવવી બેટા તુજ કહે?”
“પોલીસમાં ફરિયાદ લખાવી હતી. એ નહીં તો, પણ તમે તેની બહેનપણીને પૂછ્યું તો હશે ને, કે એવું કેવી રીતે થયું, એવું તો શું બન્યું? કે એકદમ જ મારી સવિતા આવું પગલું ભર્યું?”
“હા પૂછેલું એટલે એને કહેલું કે, માસી સાચું કહું ને તો સવિતા પહેલા ભણવાનું ખૂબ ધ્યાન આપતી હતી. હું અને એ જેવી 11માં આવ્યા અને તેનું ધ્યાન ભણવાની જગ્યાએ બીજા બધામાં લાગવા લાગ્યું.’
“એવામાં બાજુ ને રામપુરા ગામનો સરપંચનો એક છોકરો હતો, જે કોલેજમાં ભણતો હતો. એની સાથે સ્કૂલના ક્લાસ છોડી છોડી બહાર ફરવા જતી રહેતી. મેં એક બે વાર ટોકી હતી એટલે એને મને કહે કે તું એ બધી પંચાત કરવાની છોડ અને મારી વાતમાં માથું ના નાખ.’
“એ ગામમાં આપણા ગામની છોકરીઓ ઘણી ભાગીને જતી રહી છે, એ જ ને?”
“હા માસી.’
મેં એને કહ્યું પણ ખરા કે,
“હું તારી મમ્મીને કહી દઈશ.”
તો તેને મને કહ્યું કે,
“જાને મારી મમ્મીની કહેવાળી હું કઈ તારાથી ડરું છું અને હું જે કરું એ મારી મમ્મીને હું કહી દઈશ તે. તું તારી પંચાત કર બેટા.....”
“પણ બેટા તારે મને કહી દેવું જોઈએ.”
“ખાનગીમાં મારે તમને કહેવું પણ હતું અને તમને હું કહેવા પણ આવી હતી, તમને યાદ છે. તમે એ વખતે શું કર્યું હતું?”
“હા મને યાદ છે કે જ્યારે તે મને કહ્યું ને કે,
“સવિતા આજકાલ કોઈ છોકરાની બહુ વાતો કરે છે. અને તેનું ભણવામાં ખાસ ધ્યાન નથી.’
એટલે મેં તને ધમકાવી કાઢી હતી,
“એ જા જા તું જ છોકરાઓ જોડે વાતો કરે છે અને મારી સવિતાનું નામ આપે છે. મારી સવિતા તો આવી જ છે જ નહીં, મારી દીકરીનો તો આખા જિલ્લામાં પહેલો નંબર આવ્યો છે. તો એ થોડી કંઈ આવું કરે. આવું એ કરે, એ તો જે ભણવામાં ના હોય અને એ જ આવા નાટકની નખરા કર્યા કરે.’
‘મને યાદ છે કે, મેં તને આવું જ કહ્યું હતું. પણ બેટા એ વખતે એના પપ્પાએ હતા અને એ વખતે એને મને આવું જ કીધું હતું કે તું આજકાલ સ્કુલમાં ભણવાની જગ્યાએ રખડ્યા કરે છે, ફર્યા કરે છે.’
‘મને શું ખબર કે તે જ આવું કરતી હતી. હા માસી, એટલે તો કહું છું કે એ વખતે તમે મને ધમકાવી કાઢી. પછી મને જ થયું કે હું શું કરવા તમારી જોડે માથાકૂટ કરું કે તમારી વાતોમાં પડવું. એટલે પછી મેં પણ એ વાત પડતી મૂકી દીધી.”
“વાત સાચી, પણ એ વખતે એના બાપા અને સમાજનું ડરના હોત ને તો કદાચ મેં તારી વાત સાંભળી હોત અને હું પાછી સવિતાની વાતમાં પણ આવી ગયેલી. અથવા તો મારું નામ બોળીને જતી રહી. મને તો એમ કે મારું નામ રોશન કરશે, પણ એની જગ્યાએ એને શું કરી નાખ્યું.”
“સાચું કહું છું માસી એ વખતે સવિતા કોઈનું સાંભળતી નથી, અને એનું ધાર્યું જ કરતી હતી. મેં તો શું ખુદ સરે પણ એક બે વાર એને ખૂબ સમજાવી હતી. આટલું બધા રખડવાની જગ્યાએ ભણવામાં પણ ધ્યાન આપ. જિલ્લામાં તારો એટલે કે જેનો પહેલો નંબર હોય, એને એ આમ રખડ્યા કરે, ફર્યા કરે એ થોડી ના ચાલે. પણ સવિતા એમની સાથે પણ ખરાબ રીતે જ વાત કરતી હતી.”
“શું કરું છોકરી, મારા નસીબમાં જ ફૂટેલા છે કે મેં સપના જોયા કે મારી દીકરીને હું સરસ ભણાવીશ, ગણાવીશ અને મોટી ઓફિસર બનાવીશ અને એને શું કરી કાઢ્યું?”
“માસી એમાં તમારો જ વાંક હતો કે તમને સવિતા પર બહુ ભરોસો હતો. તમે એક દિવસ સવિતાને પૂછતા નહોતા.”
“ના બેટા, હું ઘણીવાર પૂછતી હતી કે બેટા નથી ભણતી, અને તું ભણવા પર બરાબર ધ્યાન આપે છે ને?”
“પણ તે દરેક વખતે સરસ માર્ક્સ બતાવતી એટલે હું પણ એ જોઈ ખુશ થઈ જતી. પણ મને શું ખબર કે એ ખરેખર સાચા માર્ક નથી બતાવતી હોતી, અને એનું ભોપાળું આવી રીતે કાઢશે.”
“હા માસી એ તો તમને પણ ના જ ખબર હોય, તમને શું કોઈપણ મા-બાપની એવી ખબર ના પડે કે છોકરું ક્યારે શું કરી દેશે?”
“ચાલો હું તમારી સાથે વધારે વાત કરીશ ને તો મારી મમ્મી મારા પર ખીજાશે.”
“હા બેટા, જેના માટે થઈ એના બાપ સાથે લડી અને એના માટે બધી જ સગવડો ઊભી કરિ. એને ભણાવવા માટે હું કાળી મજૂરી કરવી પડતી હતી, એ માટે પણ હું તૈયાર થઈ ગઈ અને એને તો મારું નામ જ બોળી નાખ્યું. હું તો કોઈને મોઢું બતાવવા લાયક ના રહી.”
“ચાલો માસી કંઈ કામ હોય તો કહેજો.”
એમ કહીને તે મારી જોડે થી નીકળી ગઈ અને હું સાવ એકલી પડી ગઈ.
“તો તમે એ પછી કયારે ના મળ્યા?”
“ના બેટા, સવિતા મને ક્યારેય જ ના મળી. ફક્ત એક વાર એનો ફોન આયો તો બસ એને એ વખતે મને કહ્યું હતું કે,
“મા તું મને બચાવી લે, તું બચાવી લેને. હું ખોટા ચંગુલોમાં ફસાઈ ગઈ છું. મને માફ કરી દે પણ એ વખતે એના બાપાએ ઘેર હતા ને એમનો એટલે મને ડર લાગ્યો એને કંઈ પણ જવાબ આપ્યા વગર મેં એનો ફોન જ મૂકી દીધો.’
“સમાજની તો વાત જ ક્યાં આવે? હું એની સાથે વાત કરું તો મને સમાજ ફોલી નાંખે. પછી સાથ આપવાની વાત કયાં આવે?”
“બસ આ જ તો વાત છે, સમાજ અને સમાજના નિયમોના કારણસર જ કોઈ પણ છોકરી જ્યારે ખોટું પગલું ભર્યા પછી પાછી આવવા મથતી હોય ને તો એને કોઈ સપોર્ટ નથી કરતું.”
(માસી શું જવાબ આપશે? કનિકા શું વાત કરશે? સોમપુરા રહેતા માસી અહીં કેવી રીતે? સવિતા જોડે એ પછી શું થયું હશે? એ કયાં છે? માસી જોડે હશે કે પછી એની પતિ સાથે? સવિતાએ એમ કેમ કહ્યું કે એનાથી મોટી ભૂલ થઈ છે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૧૪)