એક ષડયંત્ર.... - ભાગ 103 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 103

(કનિકા માનવને પકડવા જાય છે, ત્યાં વચ્ચે તેનો મોટોભાઈ આવી જાય છે. છતાં કનિકા ઊભી ના રહેતાં તે ગન એની સામે તાકી દે છે. પણ તે ચલાવ્યા વગર જીવ બચાવવા માટે ત્યાંથી નીકળી જવા કહે પણ તે સામે જવાબ આપી ચૂપ કરે છે. હવે આગળ.....)
“જન્નત મળશે કે જહુન્નમ, એ કોને ખબર?”
કનિકા આવું બોલી તો,
“એ હિન્દુ જેવા નમાલાની વાત છે, અમારા જેવા માટે નહીં. પણ એટલી ખબર છે કે અમે જે કામ કર્યું છે એટલે અમને તો જન્નત જ મળશે.”
“આવી બધી વાતો મને કે કાનૂનને ખબર નથી પડતી.મને એટલી જ ખબર પડે છે અને તારી જોડે આ તારા ભાઈ પણ...”
“પણ તું આવી જ વાત કેવી રીતે કરી શકે છે? એક નંબરની....”
તે પોતાના શબ્દો છોડી દે છે અને કનિકા
“જા આગળ બોલ... બોલ... તું પણ બોલી લે, બાકી મને તો ખબર છે કે તમે બધા શું બોલી શકો છો? મારે આ બધું વિચારવાની જરૂર છે નહીં અને કહ્યુંને કે જે વાત હોય એ જાણ્યા વગર તમે કે તમારા દીકરાને પકડતા રોકી ના શકો.”
“એક મિનિટ તમે આ રીતે કહી ના શકો, કેમ કે તમને કમ્પ્લેઈન કરનારી કેટલા લોકોની ગરમ પથારી કરી છે. એક નંબરની વેશ્યા....”
“માઈન્ડ યોર લેંગ્વેજ. તમારા જેવા લાલચી કોઈ નહીં હોય, જો કે મને તમારી પાસેથી આવી જ અપેક્ષા હતી, ગમે તેમ પણ તમે આવા બે નામર્દ દીકરાના બાપ જો છો. પણ એ બધી વાત છોડો અને મારી સાથે માનવને હાલ આવવા દો. અને તમને બધાને પણ મારી જેલમાં આવવું ના પડે, એટલું કરો.”
અનિશે કહ્યું કે,
“ઘરના લોકો તને ક્યારનો પૂછી રહ્યા છે કે, તું છે કોણ? તો કયારની બોલી કેમ નથી રહી? અને આટલું બધું અમારા વિશે કેવી રીતે જાણે છે. કોણ છે તું?”
“હું કોણ છું, એવું જાણવું હોય ને તો આ વાત પૂછી જો જેને ખબર છે કે નવ્યા કોણ છે અને કૌશલ કોણ છે? એ બધું તને આરામથી કહેશે પણ અહીંયા નહીં જેલમાં. હાલ તું મારી સાથે જેલમાં ચાલ અને ત્યાં આ બધું કહેવા તારો ભાઈ આવશે.”
“હું શું કામ આવું?....
કાસમ તો આ સાંભળી ચૂપ જ થઈ ગયો. તેને એની સામે શું દલીલ કરીવી, એ એની સમજ બહાર હતું. એટલે બબિતાએ એને વાત કરવા માટે એની પાસે ગઈ અને કહ્યું કે.
“તારા જેવી ઓરત તો કોઇને લાયક હોતી નથી અને હું તને આજે મારી નાખીશ. જો તારે મરવું ના હોય તો જીવ બચાવી અને ભાઈજાનને લીધા વગર જતી રહે.”
કનિકાએ તે જ વખતે એક લાફો મારી દીધો.
“બબીતા આ દુનિયામાં કોઈ છોકરી તારા જેવી નહીં હોય અને તને એમ લાગે છે કે તું તારા બે ભાઈઓને અને અબ્બાનૂ સપોર્ટ કરી અને આખી જિંદગી ખુશી ખુશી જીવી શકીશ. પણ મને એવું લાગે છે કે તારા જેવી એ તો ડૂબી મરવું જોઈએ, કેમ કે એક સ્ત્રી થઈને એક સ્ત્રી વિશે પણ ખરાબ કરતા જ વિચારતી નથી કે બોલતા પણ શરમાતી નથી. એવી છોકરીઓ કઈ કામની નથી હોતી અને તું એટલું યાદ રાખજે કે જ્યારે તારા પર આ બધું જ વીતશે, ને ત્યારે તને બચાવનાર કોઈ નહીં હોય, ના આ તારા મા બાપ કે ભાઈજાન.... અને એ વખતે શું હાલત થાય છે તે? હું માનવને લઈ જઉં છું. હવે વચ્ચે કોઈ જ આર્ગ્યુમેન્ટ નહીં કે કોઈ ડિસ્ટર્બન્સ નહીં બધા સાઇડ ખસી જાવ.’
રાણા ખસેડી બધાને વચ્ચે જે આવે એને પણ જેલમાં નાંખવા લેતા આવો.”
કનિકા માનવને લઈ જવા માટે ધસડવા લાગી. માનવ પણ પરાણે પગ ઉપાડતો હોય એમ એની પાછળ જવા લાગ્યો. પાર્ટીમાં રહેલા બધા જ એકબીજાને જોઈ રહ્યા, એમની પાસે આ બધાથી બચવા માટે કંઈ જ હતું નહીં કે કોઈ મદદ કરનારું પણ.
એ જોઈ બબીતાએ એકી નજરે તાકી રહેલો કાસમને ઢંઢોળ્યો કે,
“ભાઈ ચાલ, આ પોલીસ ઇન્સ્પેક્ટર માનવ ભાઈજાનને લઈ જાય છે. જે કરવું હોય એ કરો, જલ્દી કરો.”
“હું શું કરી શકું?”
“ભાઈ જાન ધ્યાન તો રાખો શું બોલી રહ્યા છો? જલ્દી...”
પહેલા કાસમનો હાથ નથી ઉપડી રહ્યો, પણ પછી તેને માનવ જોયો અને તેની કાકલૂદી પણ,
“ભાઈજાન મને બચાવો.... પ્લીઝ..... ભાઈજાન પ્લીઝ બચાવો મને.”
આ સાંભળીને તેનો ઘનવાળો હાથ ઉપર થયો અને તેને નિશાન તાકી અને સીધી પીઠ પર જ ગોળી મારી દીધી. કનિકાના પીઠમાં છનનનનન... કરતી ગોળી ઘૂસી ગઈ અને એકદમ જ એને ગરમ ગરમ લોહી બહાર આવતું ફીલ થતાં જ તેને પાછું વળીને જોયું તો કાસમ ના હાથમાં બંદૂક હતી. એ જોઈ તેને કહ્યું કે,
“મને તો ખબર જ હતી કે તું આટલો હરામી છે અને આટલો હરામી જ હોઈશ. તું કોઈ છૂટને લાયક જ નથી અને તારી લાયક તો જેલ જ હોઈ શકે.”
આટલું બોલતાં બોલતા જ તો તે ત્યાંને ત્યાં બેભાન થઈગઈ. આ જોઈ રાણાએ તેની ટીમને સતેજ કરી દીધી અને બધા ફટાફટ માનવ અને કાસમની આજુબાજુ વેચાઈ ગયા અને એ બંનેના પકડી લીધા.
“બંને હરામીઓ ને પોલીસ સ્ટેશને લઈ જઈ જેલમાં નાખી દો.”
કાસમની સામે જોઈ કહ્યું કે,
“યાદ રાખજો હવે તો તમે પણ નહીં બચી શકો. તમે ગમે તેમ હોય તો પણ પોલીસને ગોળી મારી છે અને આવી પોઝિશનમાં હવે તમારા બચાવવાના ચાન્સીસ ઓછા છે.”
એમ કહી તેમની ટીમને ઇશારો કર્યો, માનવ અને કાસમને બંનેને પકડી જેલમાં નાખી દીધા. 108 આવી જતા કનિકાને સ્ટ્રેચરમાં લઈ જઈ હોસ્પિટલમાં એડમિટ કરી. ડોક્ટરે પોલીસ જોઈને કંઈ પૂછે એ પહેલા પોલીસે કહ્યું કે,
“ડૉકટર સાહેબ.... મેડમને ગોળી વાગી છે, હાલ ને હાલ પહેલાં ઓપરેશન કરીને ગોળી કાઢી લો. નહિંતર એમનું જીવન કદાચ જોખમ આવી જશે.”
“યસ સર....”
એમ કહી બીજું કંઈ વિચાર્યા વગર તેમનું ઓપરેશન સ્ટાર્ટ કર્યું અને તેના શરીરમાંથી ગોળી કાઢી લીધી. ગોળી કાઢ્યા પછી તે લોકો બહાર આવીને ડોક્ટરે એમને કહ્યું કે,
“ગોળી તો બહાર નીકળી ગઈ છે, અને એમને સાંજ સુધીમાં ભાન પણ આવી જશે. પણ આ બધું બન્યું કેવી રીતે?”
“બસ સર એક ગુનેગારને પકડવા ગયા હતા તો ગુનેગારે ગુસ્સામાં એમના પર ગોળી ચલાવી દીધી, જેથી આ બધું બન્યું. આવી વાત તો અમારા માટે નોર્મલ જ છે, પણ જીવ પણ બચાવવો જરૂરી હતું એટલે ફટાફટ અહીં આવ્યા.”
“એ સારું કર્યું તમે? ચિંતા ના કરો, એ સાંજ સુધીમાં ભાનમાં આવી જશે. હાલ હું એમને આઈસીયુમાં શિફ્ટ કરી રહ્યા છીએ. તમે તમારી રીતે તમારું કામ પતાવી શકો છો.”
“થેન્ક યુ વેરી મચ સર... હું સાંજે આવું છું પાછો, મેડમની ખબર જોવા.”
એમ કહીને ત્યાંથી રાણા જતો રહ્યો અને પોલીસ સ્ટેશનને પહોંચી, તેને સૌથી પહેલાં જ એફઆઈઆર લખી દીધી કે, ‘માનવ નામના એક ગુનેગારને પકડવા જતાં માનવના ભાઈ કાસમે આઈપીએસ કનિકા મેડમને પોલીસ ઇન્સ્પેક્ટરની ગોળી મારી દીધી છે.’
(કનિકાના જીવને જોખમ થશે કે બચી જશે? એ સમયમાં ક્યાંક માનવ અને એનો ભાઈ છૂટી જશે? દિપકને આ ખબર પડશે ત્યારે તે એને સપોર્ટ કરશે? માનવ અને કાસમને સજા થશે? કે તે ફરીથી એમએલના દમ પર આઝાદ ઘુમશે? જજ કે કમિશનર શું કહેશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૧૦૪)