એક ષડયંત્ર.... - ભાગ 102 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 89

    ભાગવત રહસ્ય- ૮૯   મૈત્રેયજીએ કહ્યું-સૃષ્ટિની ઉત્પત્તિની કથા...

  • ખજાનો - 56

    "બહુ સરસ..! આપ બંને વિષય જાણીને ખૂબ ખુશી થઈ. આપ બંનેએ ખૂબ સા...

  • એક ષડયંત્ર.... - ભાગ 102

    (કનિકા અને પોલીસનો કાફલો માનવના ફાર્મહાઉસ પર પહોંચ્યો તો ત્ય...

  • શ્યામ રંગ....લગ્ન ભંગ....2

    સમયના વહેણ સાથે બાળપણ પણ બદલાતુ જાય ને બાળપણની આ મિત્રતા વધુ...

  • દિવાળી ધમાલ

    નોંધ: આ સ્ટોરી માત્ર કોમેડી પર્પસ માટે લખી છે વાસ્તવિકતા સાથ...

શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 102

(કનિકા અને પોલીસનો કાફલો માનવના ફાર્મહાઉસ પર પહોંચ્યો તો ત્યાં પાર્ટી ચાલતી હતી. અનિશે ત્યાં આવવાનું કારણ પૂછયું તો એમાં એની સાથે દલીલો ચાલુ થઈ. કનિકાએ એને ઇગ્નોર કરી માનવને એરેસ્ટ કરી ચાલવા લાગી, પણ.... હવે આગળ....)
કનિકાએ તો ત્વરિતા થી તેનો ગનવાળો હાથ પકડી મરોડી દીધો અને તેને કહ્યું કે,
“રાણાએ મને કંઈ નહી કરી શકે. તમે મારી ચિંતા ના કરો અને ચાલો.”
એમ કહી તે મોહસીનને ખેંચવા લાગી અને તે પણ એની પાછળ થોડો ધસડાતો હોય એમ ચાલ્યો પણ ખરા એનો મોટાભાઈ બોલ્યો કે,
“એક વાર કહ્યું ને કે જો મારા ભાઈને આટલો પણ હાથ અડાડયો છે ને, તો તારી ખેર નહિ કરું. અને તું આમ અમને જોઈને સમજી જ રહી હોય કે બધા ડરી ગયા છે, પણ યાદ રાખી લે કે એ બધાથી તારાથી ડર્યા નથી. બસ તારી પોસ્ટનું માન રાખે છે. તું એમ સમજતી હોય ને કે તને ડર નથી લાગતો, પણ આ પોસ્ટ અને આ વર્ધી પહેર્યા પછી તો કોઈને ડર લાગતો નથી હોતો.”
એ વાત સાંભળી જ કનિકાનું મગજ ફરી ગયું. અને તેને ગુસ્સાથી એની સામે જોયું.
“તું મને ઓળખે છે ખરી? હું કોણ છું અને મારી તાકાત શું છે?”
“એ તો મને ક્યાંથી ખબર પડે, હા મને ચોક્કસ ખબર છે કે તારા જેવા નમાલા જોડે વાત કરવી બેકાર છે, એટલે માથાકૂટ ના કર અને સાઈડ ખસી જા.”
“એ... હું તને મારી દઈશ, એટલું યાદ રાખી લેજે.”
“મને ખબર છે, તું તો ફક્ત લોકોને મારી જ શકે છે, પણ મારું મોત તારા હાથે ભગવાને નથી જ લખ્યું. હાલ હું તારી જોડે વાત કરવા નથી માગતી. રાણા.... એને ખસેડો.”
રાણાને હુકમ મળતાં જ રાણા તેને ખસેડવા લાગ્યો. તે ફરીથી ઘૂરયો અને કહે કે,
“આ જ પછી તું જ નહી મળે, અને હું કોણ છું, એ પણ યાદ રાખી લેજે. અને તને તો બિલકુલ નહીં છોડું.”
એમ કનિકાને એવું કહેતા જ તે,
“તારાથી જે થાય એ કરી લે, મારે તને કંઈ જ બીજું નથી કહેવું કે નહીં કહી શકું. પણ એટલું યાદ રાખજે કે તું મને મારી શકે છે, પણ લાશને ક્યારે તું તો શું કોઈ પણ મારી નથી શકતી. લાશ ક્યારે મરતી પણ નથી, અને હું એક લાશ જ છું. અને લાશને મારવાનું કોઈ મતલબ નથી હોતો, બરાબર ને મિસ્ટર?”
“આમ બોલવાનો મતલબ શું છે તારો?”
“એ તો તને ખબર કે આ બોલવાનો મતલબ શું? જેટલું જોર કરી શકે છે, એ કાઢી લીધું કે બાકી છે?”
“તું એમ નહીં સમજે એમ ને?”
“રહેવા દે, મારી સામે બડાઈ કરવાની અને તને કહું તો મને ખબર છે કે તારી શું હાલત છે, એ તને પણ ખબર છે. એટલે જ હવે તો તું માનવનો ઉપયોગ કરે છે ને, એ પણ મને ખબર છે. આ જ વાત કાલ ઊઠીને બધાને ખબર પડશે તો શું થશે? તું ભૂલી ગયો છે કે તારી જોડે કોઈ ઓપ્શન નથી, તું તો ફક્ત લોકોને ઉપયોગ કરી શકે છે. તારી પાસે તો ફક્ત લોકોને ઉપયોગ કરવા સિવાય તને કંઈ બીજું આવડ્યું પણ નથી. તારી અમ્મી, તારા અબ્બા અને તારી બેન શું ખેલ રમી શકે છે, એ મારા સિવાય કોઈ જાણી પણ નહીં શકે.”
“તો બધું તને કોણે કહ્યું?”
“નથી કહેવું છતાં કહી દઉં છું, પણ... એને આટલી પણ ખરોચ આવીને પછી યાદ રાખી લેજે, મારાથી ખરાબ કોઈ નહીં થાય. અને મારાથી ખરાબ રૂપ જો ના થવા દેવું હોય ને તો યાદ રાખી લેજે કે એનાથી તું દસ કિલોમીટર દૂર રહીશ. નહીંતર તારી હાલત બહુ ખરાબ થશે. બાકી સિયા યાદ જ હશે બધાને?”
“એ તો કઈ કહી શકે એવી છે જ નહીં.”
આશ્ચર્યથી માનવ એમ બોલ્યો તો,
“એ શું ના કહી શકે, એને તો હું બધું કહેવડાવી શકું છુ અને એટલું યાદ રાખ કે તું કંઈ એવો દૂધ ન ધોયેલો નથી કે દૂધને ધોયલો રહેવાનો નથી. તારા અને તારા ભાઈના જે કારસ્તાન છે ને, એને મને ઉઘાડી પાડતા હવે કોઈ નહીં રોકી શકે.”
“તને શરમ નથી આવતી કે તું આવું બોલે છે?”
માનવની અમ્મી બોલી તો,
“મને શાની શરમ આવે તમને આવી જોઈએ કે સિયાને સળગાવતા નાંખી હતી નહીં કે તે જાતે બળી અને આ બધી વાત મારે હાલ કરવાની નથી તો, કરવી પણ નથી. તમે માટે પોલીસ સ્ટેશન આવો એટલે ઓટોમેટીક તમને ખબર પડી જશ મને જવા દો...”
તેના અબ્બા બોલ્યા કે,
“તું કહે છે કે લાશને મારી ના શકાય, પણ તું તો જીવતી જાગતી છે, તો તને કેમ ના મારી શકાય? તું જોઈ લેજે હું શું કરી શકું છું અમારાથી વધારે ખરાબ કોઈ નહિ હોય.”
“એ તો મને પણ ખબર છે અને તમારાથી ખરાબ કોઈ ના હોઈ શકે, ક્યારે થશે પણ નહીં. પણ તમારા જેવા લોકો હોય છે ને, એટલે જ આ દુનિયામાં ગંદકી છે. એક છોકરીના જન્મ પછી મા-બાપને ચિંતા થાય છે, કેમ? પણ તમને એ બધું નહીં સમજાય જ્યારે તમને અને તમારી દીકરી પર વીતશે ત્યારે સમજાશે. અને હવે આગળ કોઈ બાકી છે, ખરુ? મને કોઈ વચ્ચે ના આવે એટલું સારું રહેશે. હવે જવા દેશો અહીંથી.”
માનવનો ભાઈ બોલ્યો કે,
“જા જા, જોઈએ છીએ કે તું અહાંથી કેવી રીતે જઈ શકે છે.”
“અને એ મારાથી વધારે કોઈ જાણી પણ નહીં શકે કે તારી હદ કેટલી છે, એટલે આ બધી ધમકીઓ મને આપતો જ નહીં. તારાથી ડરનારા ઘણાય હતા અને ઘણાય હશે, પણ હું નહીં ડરું. આમ પણ તું હવે ફકત ડરાવી અને ધમકાવી જ શકે છે. લોકોને એની સાથે ખરાબ વર્તન કરી શકે છે ખરો, પણ પીઠ પાછળ. તો સામે ક્યારે વાત કરીશું, હા તારા જેવા લોકો ક્યારે કરી પણ નહીં શકે.”
આ જીભાજોડીમાં અનિશે તેને પૂછ્યું કે,
“તું છે કોણ એવી? જે મારા ભાઈ વિશે આવી ગમે તેમ વાત કરે છેશ આવી વાત કરનારને તો હું પણ ક્યારે છોડતો નથી...”
“તું પણ નથી છોડતો... મેં તો આજે સાંભળી. પણ પહેલાં પોતાની જાતને તો બચાવ પછી આગળ વિચારજે. તને ખબર પણ છે કે તું અને તારો ભાઈ કંઈ કેટેગરીમાં આવો છો? એક હત્યારા અને કસાઈની કેટેગરીમાં આવો છો. અને આવા હત્યારાની કેટેગરી વાળાને તો ખુદ તમારા ખુદા પણ માફ નથી કરી શકતા. તો અમારા જેવા બધા તો ક્યાંથી માફ કરી શકવાના.”
“તને શું ખબર કે એના લીધે જ અમને જન્નત મળશે.”
“જન્નત મળશે કે જહુન્નમ, એ કોને ખબર?”
“એ હિન્દુ જેવા નમાલાની વાત છે, અમારા જેવા માટે નહીં. પણ એટલી ખબર છે કે અમે જે કામ કર્યું છે એટલે અમને તો જન્નત જ મળશે.”
“આવી બધી વાતો મને કે કાનૂનને ખબર નથી પડતી. એટલે....
આગળ શું થશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ....)