એક ષડયંત્ર.... - ભાગ 67 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 67

(સિયા અને માનવના ઘરે એક મુસ્લિમ પરિવાર આવે છે અને માનવ એમનો દીકરો છે એમ કહેતાં સિયા શોક થઈ જાય છે. તે એ લોકોને આદાબ નથી કરતી અને એની રૂમમાં જતી રહે છે. સાંજ સુધી માનવ ના આવતાં તે માનવના પરિવારને મનાવવા આવે છે અને એ બધાને ચીકનની જયાફત ઉડાવતાં જોઈ તે સહમી જાય છે. હવે આગળ....)
સિયા કાંપતી બોલી કે,
"મારા વિશે તને ખબર છે અને હું તને પહેલા પણ બતાવી ચૂક્યું છે કે મને આ બધાથી સખત નફરત છે."
"એ બધી નફરત તારા પિયરમાં અને તારા ઘરે હતી એટલે ચાલી ગઈ. અહીંયા નહીં ચાલે અહીં તો જે બને એ જ ખાવું પડશે."
એમ કહી માનવ એક પીસ હાથમાં લઈ તેના મોઢામાં નાખવા ગયો ત્યાં તો સિયાએ મોઢું બંધ કરી લીધું અને ઈશારાથી માથું હલાવવા લાગી. થોડી પકડ ઢીલી થતાં જ તેને કહ્યું કે,
"આ હું નહીં ખાવ તો નહીં જ ખાવું... ગમે તેમ હોય પણ મેં તને પ્રેમ કર્યો છે. એમ વિચારી ને કે તું હિન્દુ છે. હવે હું માની લઉં કે તું હિન્દુ નથી, પણ આ બધું કરવા નહીં અને હું આ નહીં કરી શકું."
"અને બેવફૂક છોકરી તને એમ છે કે હું કદાચ ધર્મ તારો માની લઈશ નહીં?"
"એ પણ તું નહીં માને તો પણ ચાલશે પણ મને આ બધી વસ્તુમાં ફોર્સ નહીં કર."
"અને જે કહ્યું છે, તેમ કર. તું એક વાત સમજી લે કે અમારા ઘરમાં તો આ જ મેનૂ બનેલું છે, તો તારે ખાવું તો આ જ પડશે."
"હું આ નહીં ખાવ તો નહીં જ ખાવ, ભલે હું ભૂખી રહો મરી પણ કેમ ના જાઉં તો પણ..."
સિયા આટલું જ બોલતાં બોલતાં તે ત્યાં જ બેહોશ થઈ જાય છે. એ જોઈ તેના અબ્બા કહે છે,
"જોયું આવા કાફીરો પોતાની જાતને એવા બધા દેખાડા કરી પોતે ઊંચા છે, એવું લેબલ લગાડી લે છે. બીજાને દુઃખી કરતા આવડે છે, પણ આ બધા નાટક કરતા પણ બહુ સારા આવડે છે. આવા લોકોને તો આ દુનિયામાં રહેવું જ ન જોઈએ. આ દુનિયામાં તો આપણા જેવા લોકો માટે જ છે કે જે બિલકુલ બિંદાસ જેવા હોય છે કે ના કોઈનાથી ડરો કે ના કોઈના ઉપર હાવી થવા દે."
"હા અબ્બા, મને પણ ખબર જ છે, આવા હિન્દુઓ તો આમ પણ આવા જ ડરપોક જ હોય છે. ત્યારે એમણે એક મચ્છર પણ નહીં મારવાની આદતો હોય છે. એમાં આ તો બહુ હિંસા નહીં કરવાની અને દુઃખી નહીં કરવાની આ એના નિયમ. જ્યારે હોય ત્યારે આવી બધી વાતો જ કરતા આવડતી હતી."
"ભાઈ ક્યાંથી પટાવી લીધી તો?"
"એ તો વાત છે, એ થોડી ધાર્મિક જરૂર હતી પણ જોડે ડમ્બ પણ હતી. એને આજ સુધી ફક્ત ને ફક્ત મંદિર જ દેખ્યા છે અને સ્કુલ જ દેખી છે. સ્કુલથી ઘર સિવાય કંઈ જ દેખ્યું જ નથી. અને આવા લોકોને તો કંઈ જ ખબર હતી જ નથી અને દુનિયામાં શું ચાલે છે, એ વિશે બહુ નિસ્બત હોતી નથી."
"એટલે જ તમારી વાતોમાં આ જલ્દી આવી ગઈ લાગે છે."
"હાસ્તો..."
"તો હવે આ ભાઈ?"
'કાંઇ નહી પડી રહેવા દે અહીંયા. આવા લોકો તો આવા જ લાયક હોય, છોડ એને..."
અનિશે આવું કહેતા બધા પોતપોતાના રૂમમાં જઈ સુઈ ગયા. માનવ પણ સિયાની પરવા કર્યા વગર એની રૂમમાં જઈને સુઈ જતા અને સિયા ત્યાં જ બેભાન પડી રહી હતી.
અડધી રાત જેવું થતાં સિયાને ભાન આવ્યું અને સિયાએ ધીમે ધીમે પોતાની આંખો ખોલી તો તેને આખા ઘરમાં અંધારું જ અંધારું દેખાયું. તેને નવાઈ લાગી કે 'તે અહીં કેમ છે? આ રીતે કેમ અહીં જ સૂઈ ગઈ છે?'
એમ યાદ કરતા જ તેને બધું યાદ આવી ગયું અને તે બે મિનિટ માટે સહમી ગઈ. તે કેવી રીતે આ જાળમાં ફસાઈ ગઈ અને તે બેહોશ થયા પછી પણ તે અહીં જ પડી રહી છે, એ યાદ આવતા જ તેની આંખમાં આંસુ સાથે મનમાં વિચાર આવી ગયા કે આ માનવ એ જ છે, જેને પ્રેમ કર્યો અને તે મારી આટલી બધી પરવા કરે છે, એ દેખાડો કરી મારી સાથે લગ્ન કર્યા. અને હવે હું અહીંયા બેહોશ પડી રહી છું તે મને જોઈ પણ નથી કે મને એની રૂમમાં લઈ જવું પણ યોગ્ય ના લાગ્યું.
એમ વિચારતા જ તેની આંખમાં આંસુ આવવા લાગ્યા. છતાં તે પોતાની જાતને ઢસડતી ઢસડતી દરવાજા તરફ જવા લાગી. જ્યારે બાજુની નિરવ શાંતિ હતી અને બધા પોતપોતાના રૂમમાં આરામથી સુઈ રહેલા હતા. તેને થયું કે આની જગ્યાએ એ એના ઘરમાં હોત તો શું હોત?
ઘરના બધા તેની ચારે કોર બેઠા હોત અને જ્યાં સુધી એ હોશમાં ના આવે ત્યાં સુધી ફક્ત એની જ આગળપાછળ ફરતાં હોત. એના પપ્પા પણ ભલે ગમે તેટલા બીઝી હોય પણ સિયાની નાની સરખી છીંક માટે પણ તે ઘર માથે લઈ લેતા ફરે. દાદા દાદી અને મમ્મી પણ એની જ ચિંતા કરતા હોય.
જ્યારે અહીં તો કોઈને મારી પડી પણ નથી, ના માનવને કે ના ઘરના કોઈ વ્યકિતને... જો કે માનવને જ ના પડી હોય તો બીજા કોઈને ક્યાંથી પડે. આ બધાને તો હું ઓળખી રહી છું, આજ પહેલા તો હું ઓળખતી પણ નહોતી. તે થોડી ના તેમને મારા માટે કંઈ લાગણી હોય કે તે આવી હાલતમાં મારી પરવા કરવાના હતા. તે એના રૂમના દરવાજા તરફ પહોંચી. તેને એક મિનિટ માટે થઈ ગયું કે, 'કદાચ દરવાજો ખુલ્લો હશે તો તે રૂમમાં ચૂપચાપ જઈને સૂઈ જશે.' પણ તેના દરવાજો ખુલવા ટ્રાય કર્યો તો દરવાજો ખુલ્યો જ નહીં તો તેને ધીમે ધીમે એને ખટખટાવ્યો. એ ખટખટ અવાજ તે રૂમનો દરવાજો અનિશે ના ખોલ્યો.
માનવ સૂઈ ગયો હશે એટલે એને સાંભળ્યો નહીં હોય એમ વિચારી દરવાજો ના ખોલ્યો, એ તરફ કોઈ લક્ષ ના આપ્યું. ધીમે ધીમે અવાજ વધારીને દરવાજો ખટખટાવવા લાગી. તેનાથી ઊભું રહી નહોતી શકાતું અને માંડ માંડ તે દરવાજો પર થાપટ મારી રહી હતી, પણ દરવાજો ખૂલ્લી જ નહતો રહ્યો.
સિયા ધીમે ધીમે દરવાજો વધારે ઝડપથી અને જોશથી ખટખટાવવા લાગી, આ સાંભળી માનવની અમ્મી જાગી જાય છે અને કોણ દરવાજો ખટખટાવે રહ્યું છે, એ વિચારી તે બહાર આવ્યા. સિયા દરવાજો ખટખટાવી રહી હતી તેને ધમકાવીને કહ્યું કે,
"આ શું કરી રહી છે?"
"બસ તે દરવાજો ખોલે એ માટે દરવાજો ખટખટાવી રહી છું."
"બંધ કર આવા નાટક...એક સારી બીબી એવી હોય કે એ ક્યારે પોતાના રૂમની બહાર નથી રહેતી. આવી રીતે જે બહાર રહે અને પોતાના શૌહર સાથે ના રહેતી હોય એ એક સારી બીવી ના કહેવાય. આવા લોકો તો બિલકુલ એના સસુરાલમાં રહેવાનું લાયક પણ ના હોય. આવી બીબીને તો દોજખ જ મલે, છતાંય કહું છું હાલ ચૂપચાપ એક ખૂણામાં પડી રહે....
(આ સાંભળી સિયા શું કરશે? માનવ એની તરફ લાગણી રાખશે કે એ પણ એક છલ હશે? સિયાનું આગળના જીવનમાં કંઈ અને કેવી તકલીફોનો સામનો કરશે? સિયાના પરિવારને સિયાની હાલાત ખબર પડશે? એ એને પહોંચી તેને આ નરકમાં થી ઉગારી શકશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૬૮)