એક ષડયંત્ર.... - ભાગ 27 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 27

(સિયાના દાદાને સારું થઈ જાય છે. સંગીતા સિયા જોડે માનવ વિશે વાત કરે છે. એનાથી તે ડરી જાય છે, અને તે કન્ફયુઝ થાય છે. કનિકા વિજયનગરમાં આવીને સંતરામ સોસાયટી આવે છે પણ તેને ઓળખીતું નથી મળતાં તે એક વ્યકિતને કહે છે. હવે આગળ.....)
“એમની દીકરીના ભાગી ગયા બાદ અને એમાં પણ જે એની સાથે થયું, એ સાંભળીને સમાજના લોકો તેમને ખૂબ હેરાન કરવા લાગ્યા. અને એમાં તેમને તેમનો પરિવારની સલામતી ના લાગતાં તે ગામડે જતાં રહ્યા. પણ તમે કોણ?”
કનિકાએ જવાબ આપતાં કહ્યું કે,
“બસ એ તો હું અહીં ફરવા આવી હતી, અને એમનું નામ બહુ સાંભળ્યું છે. એટલે હું એમના વિશે પૂછી રહી છું.”
“ઓહ તો પછી તમારે ગામડે જવું પડશે?”
“તો એ કયા ગામમાં ગયા છે?”
“બાવળા નામનું ગામ છે અને તે ત્યાં ગયેલા છે.”
“ભલે અને એમનો પરિવાર?”
“એમનો પરિવાર પણ એમની સાથે જ ગયો છે.”
“થેન્ક યુ ભાઈ...”
એમ કહી કનિકા એમનાથી દૂર જતી રહી. એને આગળ જવું તો હતું, પણ કોઈ મતલબ હતો નહીં એટલે કનિકા હોટલમાં રૂમ લેવા માટે હોટલ શોધવા લાગી. હોટલ ગાર્ડનમાં એક રૂમ રાખી અને ફ્રેશ થઈ પછી પોતાના માટે ઉપર ડિનર મંગાવી ડિનર કરી લીધું.
એ વિચારવા લાગી કે,
‘એમના પર એવું તો શું વીત્યું હશે કે તેમને ના છુટકાનું ઘર છોડી દીધું. એમની કેટલી બધી મુસીબત તો સામનો કરવો પડયો હશે? મારી જાણવું છે, તો પણ જાણવું કેવી રીતે? મારે ઘર જોવું છે, પણ કેવી રીતે?’
“કંઈ નહી કાલે એકવાર ઘર તો જોઈ આવું ને કે ઘર કેવું છે? બદલાઈ ગયું કે હજી એવું ને એવું જ રહ્યું છે? મારે એ ગલીઓ અને મારી બહેનપણી જેની સાથે હું રમી અને જ્યાં હું રમી. એ યાદ આવતાં તેને પછી એમ થાય કે બસ એ પળ ફરી પાછી ક્યાંક આવી જાય અને એ ના થાય તો એ પણ ફરીથી જોવા મળી જાય તો.....’
એમ વિચારતા વિચારતા તે કયારે સૂઈ ગઈ, તેની તેને ખબર જ ના પડી. બીજા દિવસે સવારે ઉઠી ફટાફટ ફ્રેશ થઈ, તૈયાર થવા લાગી. એને આજે પાછું સંતરામ સોસાયટી જવું હતું અને થોડી જ વારમાં તે એક ઘર આગળ પહોંચી.
એ ઘર તો હજી એવું ને એવું જ છે, દૂરથી એ ઘરને ધરાઈ જોયા બાદ એના પગ આપોઆપ ઘર દોરી ગયા. ઘર આગળ પહોંચી તે એને ઓળખતી હોય તેમ દિવાલ પર હાથ ફેરવવા લાગી. એને જોયું કે આજે પણ એ જ આંગણું, એ જ પાળી અને એ ઝાંપો. એના પર મમત્વથી ભરેલો હાથ ફેરવતી તે ઝાંપો ખોલી અંદર આવી.
એની નજરમાં ડાબી બાજુ આવેલો અંદર એક હિંચકો દેખાયો. એ હિંચકો વચ્ચોવચ હતો અને પાળીની કિનારે આજુબાજુ ગુલાબ અને મોગરાના ફૂલ આવેલા. એ ગુલાબ અને મોગરાના ફૂલની સુગંધથી તો એ આખું વાતાવરણમાં મહેંકી રહ્યું હતું. ઘરમાં જવા માટે ચાર પગથિયા અને એ જ ડોર.... અને એ જ બાજુમાં ઘંટડી પાછી બેલ મારવા માટેની સ્વીચ અને એના ઉપર વેનચર જેના ખણન... ખણનન... આવાજ એ વાતાવરણની અવાજથી ભરી દેતું અને સંગીતમય બનાવી દેતું હતું.
એની બેલ મારીને દરવાજો ખોલાવવાનું મન થયું પણ જવું તો કયા હિસાબે જવું અને કયા નામથી ઓળખ આપવી. એ કન્ફ્યુઝન થતાં તેનો બેલ સુધી ગયેલો હાથ પાછો ખેંચાઈ ગયો. પણ કદાચ ભગવાનને પણ એનું ઘરમાં જોવા જવાની એવી ઈચ્છા તલપ વિશે જાણતું હશે અને એ પૂરી કરવા જ... એટલે અચાનક જ એ ઘરનો દરવાજો ખુલ્યો અને એક છોકરો રમતો રમતો બહાર આવ્યો.
એને જોઈ પૂછયું કે,
“કોનું કામ છે આંટી?”
“આ ઘર...”
તે આગળ બોલી ના શકી.
“આ ઘર તો મારા પપ્પાનું છે.”
તેને ભોળાભાવે જવાબ આપ્યો તો કનિકા હસીને કહ્યું કે,
“હા એ તો તારા પપ્પાનું જ છે. પણ આ ઘરમાં તારા પપ્પા પહેલા જે રહેતા હતા ને એની વાત કરું છું?”
“એવું છે ને, એક મિનિટ હું મારી મમ્મીને બોલાવુ. મમ્મી... ઓ મમ્મી, જો તો ખરી કોણ આવ્યું છે?”
તો એની મમ્મી બહાર આવી અને કહ્યું કે,
“જી તમારે કોનું કામ છે?”
“તમારા પહેલા જે રહેતા હતા એ....”
“એ જ ને... એ તો સંદીપભાઈ... સંદીપભાઈએ તો અમને ઘર વેચી દીધું છે અને એમના ગામડે જતા રહ્યા છે. કેમ એ તમારા ઓળખીતા હતા?”
“હા મારા ઓળખીતા જ હતા. એમ કહું તો પણ ચાલે કે આજથી ચાર વર્ષ પહેલા હું અહીં જ રહેતી હતી.”
“તમે તેના દીકરી નવ્યા છો?”
“ના હું તો એ બે વર્ષ અહીં ભણવા જ રહી હતી.”
“હા... નવ્યા તો કેવી રીતે હો તમે? તે તો ખૂબ જ રોમાળી હતી. પણ તેને તો તેની સાસરીવાળાએ બાળી નાખી.”
કનિકા નીચું જોઈ ગઈ. તેને વાત બદલતાં કહ્યું,
“શું હું અંદર આવી શકું?”
“અરે આવો ને, બહાર જ વાતો કરવા લાગી. તમે બહાર કેમ ઊભા છો? કેમ નહીં...”
કનિકા અંદર ગઈ અને પૂછ્યું કે,
“તમારું નામ?”
“મારું નામ મિતા, મારા પતિ અહીંયા બેન્કર છે, પ્રથમ એમનું નામ છે.”
“શું તમે એમના સગા થાવ?”
“ના, કેમ પૂછ્યું?”
“આ તો તમે એમની દીકરી વિશે કહ્યુંને એટલે?”
“એ તો જગજાહેર હતું એટલે ખબર છે. અને હા, તમારું નામ શું?”
“કનિકા...”
“સારું, સંદીપભાઈ ઘણીવાર અહીં આવે છે. એવું હશે તો હું કહીશ એમને તમારા વિશે.”
“ભલે શું હું ઘર જોઈ શકું?”
કનિકાએ સંકોચ સાથે પૂછયું તો તે,
“હા... હા, કેમ નહિ જુઓ ને...”
“તમે શું લેશો?”
“બસ પાણી...”
“હું તમારા માટે પાણી લાવું.”
એમ કહીને મીતા પાણી લેવા કિચનમાં ગઈ અને કનિકાની ચારે કોર નજર ફેરવવા લાગી.
‘બસ એ જ વરંડા, પછીનો એ જ મેઈન રૂમ. એમાં એ જ સોફા, એ જ દિવાલો જેના પર ખુબસુરત પેઇન્ટિંગ લાગવેલા, એ પેઇન્ટિંગ જે એકદમ ખૂબસૂરત હતા. આ રૂમમાં બદલાયું હોય તો બસ ખાલી ટીવી બદલાઈ ગયું હતું. પેલા ઈડયિટ ટીવી બોક્સની જગ્યાએ સ્માર્ટ ટીવી આવી ગયું હતું. અને આજુબાજુ સરસ મજાના ફ્લાવરપોટ મુકેલા હતા અને એના ઉપર ગુલાબ અને મોગરાની ફુલ બંચ બનાવીને મુકેલો.
એની નજર ચારેકોર ફરી રહી હતી ત્યાં સુધીમાં જ મીતાબેન પાણી લઈને આવી ગયા અને કહ્યું કે,
“લો પાણી.”
“થેન્ક યુ...”
કહીને તેને પાણી લઈ એકી શ્વાસે પી લીધું. તેને ઘરમાં નજર ફેરવતાં જ તેને અચાનક યાદ આવતાં પૂછયું કે,
“અહીં એક હિંચકો હતો ને?”
“એ હિંચકોને તો મેં ઉપર મૂકી દીધો છે. મારી દીકરીને બહુ જ ગમતો હતો એટલે મારી દીકરીના રૂમમાં શિફ્ટ કરી દીધો.”
“એમ તે હિંચકો ખૂબ સરસ હતો. શું હું ઘર જોઈ શકું છું?”
“હા કેમ નહીં. તમે કહો તો હું તમને દેખાડું કે તમે જાતે દેખશો?”
મિતાએ પૂછતાં જ તે,
“ના.....ના, તમે તમારું કામ કરો, મારા કારણે તમારું કામ ખોટી ના કરો. હું જાતે જ ઘરને દેખી લઈશ. મને બધું યાદ છે એટલે મને કંઈ વાંધો નહીં આવે ને.”
(કનિકાની યાદોમાં આગળ શું શું આવશે? એ યાદ કરતાં જ તેની હાલત શું હશે? શું તેને આ ઘર સાથે સંબંધ છે? કોણ છે કનિકા? તેનો સંદીપભાઈ સાથે શું સંબંધ છે? સિયા હવે શું કરશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૨૮)