એક ષડયંત્ર.... - ભાગ 16 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 16

(કનિકા માસીને પોતાની પાસે આવી રહેવા જ કહે છે. તે તેને ના પાડી અને એનું કારણ સમજાવે છે. કનિકા વિજયનગર જવા ઈચ્છે છે. સિયા અને માનવ વાત વાતમાં ગાર્ડન જવાનું વિચારે છે. હવે આગળ....)
“સિયા તમે ચાલો મારી સાથે આપણે બંને ગાયત્રી પાર્ક જઈએ.”
“એ તો બરાબર છે, પણ જઈશું કેવી રીતે?”
“આમ તો ગાર્ડન નજીક જ છે, ચાલીને પણ જઈ શકાશે અને મારા બાઈક ઉપર બેસીને જવું હોય તો પાંચ મિનિટ જ લાગશે, જો તેમને વાંધો ના હોય તો....”
“ના... ના, મને બિલકુલ વાંધો નથી ચાલો.”
બંને જણા પાંચ જ મિનિટમાં ગાર્ડન પહોંચી ગયા. ગાર્ડનમાં એન્ટર થતાં જ સિયા અહીંનું અદભુત નજારો જોતા કહ્યું કે,
“અરે અહીંનું વાતાવરણ તો ખુબ જ સુંદર છે.”
“હા મને ખબર છે, કેમ કે આ મારી ફેવરેટ જગ્યા છે, જયાં હું ઘણીવાર આવું છું.”
“તો તમે અહીંયા આવીને શું કરો?”
“ખાસ કંઈ નહીં, બસ આ વાતાવરણને માણવાની મજા લઉં. મારી સાથે વાતો કર્યા બદલ પહેલાં આ વાતાવરણ માણી જુઓ પછી તમને ખબર પડી જશે.”
એમ કહી બંને જણા એ ગાર્ડનને જોવા લાગ્યા. ગાર્ડનમાં ચારે કોર હરિયાળી અને હરિયાળી સાથે સાથે આજુબાજુ ફુલ ઝાડ વાવેલા. દરેક જગ્યા જગ્યાએ એક નાનકડું ગાર્ડન રૂપ આપેલું હોય અને આજુબાજુ પગથાર બનાવેલી. એ પગથારની આજુ બાજુ એમ જ મહેંદીની વાડ બનાવેલી. જેમા જોઈએ ને તો એવું લાગે કે આપણે એક મીની ગાર્ડનમાં આપણે બેસતા ના હોઈએ, એવા નાના નાના ગાર્ડનના શેપ આપેલા.
ગાર્ડનમા અવનવા ફૂલો સાથે સાથે ગુલાબના ફૂલો ખૂબ બધા લગાવેલા. જેના કારણે વાતાવરણ ખુબ જ સરસ એ ગુલાબ મહેંકાવી રહ્યા હતા અને એના જ કારણે વાતાવરણને મોગરા અને ગુલાબની સુગંધથી તરબતર થઈ ગયેલું. વાતાવરણ જોઈને તો તે ખુશ થઈ ગઈ, એટલામાં જ નાના નાના બાળકો ત્યાં રમત કરી રહ્યા હતા. એમની બાજુમાં ખૂબ બધા હિંચકા, લપસણી અને અવનવા રમવાના સાધનો પણ હતા. એડવેન્ચર કરવા માટે જાળી અને એના સાધનો પણ લાગેલા. પણ એ સાધનો બધા ખાલી અને છોકરાઓ પોતાની રમતમાં જ વ્યસ્ત હતા.
એવામાં એક છોકરોને વાંકું પડયું તો તે લપકીને હિંચકા પર બેઠો, તો એના વાદે બીજા બધા છોકરાઓ પણ હિંચકા પર બેસવા દોડ્યા. બાકી રહી ગયેલા લપસણી ખાવા દોડયા. હીંચકો ખાતાં અને લપસણી પરથી લપસતાં એ છોકરાઓના ચહેરા પર ખુશી હતી, એ ચમક જોઈને સિયાને ખૂબ મજા આવી ગઈ. એ એમનો વારો આવે એ માટે રાહ જોતાં અને વારો આવે એટલે લપસવા મળતાંની ખુશી પણ જોવા જેવી હતી. એ જોવામાં જ સિયા ખોવાઈ ગઈ.
અનિશે પૂછ્યું કે,
“તું આજ સુધી ગાર્ડન ક્યારેય નથી આવી?”
“એવું કેમ કરીને લાગ્યું?”
“એ તો તમારી ઉત્સુકતા પરથી.”
“ના કારણ કે મારે આવવાની જરૂર જ નથી પડી. મારા પપ્પાનો એટલો મોટો બંગલો છે અને એમાં જ એમને એક નાનું ગાર્ડન બનાવી આપ્યું છે. જેમાં હિંચકા, લપસણી આ બે ત્રણ વસ્તુ તો બિલકુલ કોમન છે. મન ફાવે એમ ખાવા મળતા હતા, એ પણ કોઈ પણ જાતની કે સમયની પાંબદી વગર. એટલે આવી કોઈ માથાકૂટ કયારે કરવી જ નથી પડી. અને હવે મોટા થયા છે તો એ ગાર્ડનમાં સરસ મજાનો સિંગલ સ્વિંગ પણ મૂકી દીધેલો છે. અમારા ઘરમાં તો એમ કહીએ તો પણ ચાલે કે મેં કયારે પણ ગાડી વગરમાં બહાર નથી ગઈ, ક્યારે મેં ગાડી નીચે પગ નથી મુકયો.”
“તો એમ કહે ને કે ‘તું સોનાની ચમચી લઈને જન્મેલી છોકરી’ છે. સોનાની ચમચી લઈને જન્મેલી છોકરી હોય, તે જ આમ કહી શકે. આટલા પૈસા હોય એ પછી તે ક્યાંથી પગ નીચે જ રાખ્યો હોય. તો પછી તને ક્યાંથી આ દુનિયાદારીની ખબર હોય.”
“પણ હવે મારે દુનિયા જોવી છે? આ દુનિયાના અલગ અલગ રૂપો જોવા છે.”
“તેમાં શું જોઈશ તું?”
“એ જ તો ખબર નથી, તું જ કહે.”
“આ દુનિયામાં અવનવા રંગો છે, જેમ કે ગાર્ડનમાં હજી જો તું બે ત્રણ કલાકે બેસીશ તો તને સુરજ આથમતો પણ જોવા મળશે અને સંધ્યાના રંગો પણ જોવા મળશે. એ હશે આથમણાં રંગો. જયારે સવારના પાંચ વાગે આવીશ તો સૂરજ તને ઉગતો જોવા મળશે અને સાથે સાથે જોવા મળશે પ્રભાતના રંગો. એ હશે ઉગમણા રંગો. આ આથમણાં અને ઉગમણાં રંગો એ જોવાની મજા અલગ હોય છે. નવાઈની વાત એ છે કે એ બંનેના રંગો સરખા જ છે, છતાં એમની ઉર્જા અલગ હોય છે, એ બધું જોવાની, માણવાની મજા તો અલગ છે.”
“ઓ બાપ રે, આટલા બધા દુનિયાના રૂપો. મેં તો કયારે અનુભવ્યા જ નથી.”
“પણ એ માટે તારી એ દુનિયાની બહાર નીકળીને તારે આ દુનિયામાં જોવા આવું પડે.”
“હા, મને એવું લાગે છે કે મારે આ દુનિયાના રૂપો દેખવા છે, એમ કહો કે મારી આ દુનિયાના રંગો દેખવા અને ઓળખવા જોઈએ. પણ મને આજ સુધી ક્યારેય ઘરની બહાર નીકળવાનું મન નથી થયું અને હું ક્યારે બહાર નીકળી પણ નથી.”
“કેમ?”
“પપ્પા પોતાના કામમાં બીઝી રહે, મમ્મી એનજીઓની પ્રેસિડન્ટ એટલે એ એના કામમાં બિઝી હોય.”
“તો પછી?”
“હું અને દાદાજી, દાદીજી હંમેશા એકલા જ ઘરમાં રહીએ અને મેં હંમેશા એમની જ વાતો સાંભળી છે, એમની સાથે જ મોટી થઈ છું. સ્કુલ જવા સિવાય હું બહાર નીકળી જ નથી.”
“એટલે જ તને તારા પપ્પા કહે છે કે, તું દુનિયાના વિશે જાણ.”
“એ તો હું કોલેજમાં આવીને એટલે જ સમજી ગઈ હતી કે મેં જે દુનિયા જોઈ છે ને, એ તો આભાસી દુનિયા છે. આ આભાસી દુનિયાથી પણ વાસ્તવિક દુનિયા તો અલગ જ છે. અને એ દુનિયા ઓળખવી એ માટે મારે કોલેજ અને આ બધા જ ફિલ્ડમાં આગળ આવી, એ આભાસી દુનિયાની બહાર નીકળીને જ જોવું પડશે.”
“એ તો છે જ, તો શું તમે મારી સાથે દરેક વખતે આવશો અને મને આ બધું દેખાડશો?”
“કેમ નહીં ચોક્કસ બતાવીશ, તમારા દાદા જેટલા પ્રેમથી દરેક સાથે વાત કરે છે. એમને જોવું છે ને તો મને મારા જ દાદા યાદ આવી જાય છે. અને જો હું મારા દાદાની વાત ના ટાળી શકતો હોવ તો, તમારા દાદાની વાત કેવી રીતે ટાળી શકવાનું હતો. અને એમાં તો, તમે તો તમારા દાદાની લાડકી છો.”
“આખા ઘરની લાડકી છું, મારા દાદા દાદીની તો ખરી જ પણ મારા મમ્મીની પપ્પાની બધાની લાડકી છું.’
“એટલે તો આજ સુધી એમને મને જે માગ્યું, એના કરતા સવાયું આપ્યું છે. એમને મને કોઈ વાતની અછત નથી આવવા દીધી.”
“એટલે મારી ભાષામાં એમ કહીએ ને કે, તમે પાણી માંગ્યું અને દૂધ હાજર થાય, એવું જ જીવન મળ્યું છે, એમ ને?”
“હાસ્તો એવું જ છે. એ તો જીવન જીવવા માટે લોકો તડપે છે. પણ મને એમ થાય છે કે આ જીવનમાં અધૂરપ છે.”
“સારું, હવે કહો કે તમારે હજી આગળ શું શું જોવું છે? અને કયાં કયાં જવું છે?”
“જોવું તો ઘણું બધું છે અને જાવું પણ તો ઘણી બધી જગ્યાએ પણ...”
(સિયા હવે શું કરશે? એ આ દુનિયા જોવા માટે કયાં કયાં જશે? એ શું કરશે? તે નવું નવું શું જોશે? એ જોતાં તેના સવાલનો જવાબ માનવ શું આપશે? એ જોઈ સિયાના મનમાં શું શું આવશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૧૭)