એક ષડયંત્ર.... - ભાગ 30 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 30

(કનિકા જોધપુર પહોંચી ગઈ અને સીટીને ઓબ્ઝર્વ કરવા તે સીટીમાં ફરી રહી હતી. એમ જ એક દિવસ એક છોકરો છોકરીને પહેલાં ઘૂરે છે, પછી તેની સાથે વાતચીત કરતાં જ તેના ચહેરા પર એસિડ નાંખી દે છે. એ જોઈ કનિકા તેની પાછળ ભાગે છે. હવે આગળ....)
“અને એ પ્રવાહી એના પર પડતાં જ એ છોકરીએ રાડારાડ કરતી, પોતાનું મોઢું છુપાવવા લાગી અને જેટલું જેટલું એ બચવા મથવા લાગી, એમ એન એની વેદના ત્રાસદાયક થવા લાગી. એ બંને છોકરાઓ આ જોઈ પહેલાં એક સેકન્ડ માટે હસ્યા અને ત્યાંથી તો જતા રહ્યા. કનિકા એમની પાછળ દોડવા લાગી, પણ તે બાઇકની સ્પીડ કેચ ના કરી શકી અને એ જતા રહ્યા.
કનિકા પાછી એ છોકરી તરફ વળી અને એની નજીક જવા ગઈ તો એ છોકરી એકદમ જ બેહોશ થઈ અને ત્યાં જ પડી ગઈ. એનો ચહેરો ઘણાં બધાં અંશે બળી ગયેલો અને એમાંથી દેખાઈ રહ્યા હતા, માંસનાં લોચા....
એ જોયા પછી ભલભલાની કંપારી છાંટી જાય છતાં હિંમત કરી કનિકા તેની પાસે ગઈ અને ત્યાં જે ટોળું વળી ગયેલું તેને કહ્યું કે,
“વિડીયો ઉતાર્યા વગર પોલીસમાં તો ફોન કરો.”
એક જણે કહ્યું કે,
“ના બાબા, ના... પોલીસના પેચડામાં કોણ પડે? અમારે તો એમાં નથી પડવું.”
કોઈ ફોન ના કરતા જ કનિકા નેટ પરથી સર્ચ કરી જાતે પોલીસને જ ફોન લગાવીને કહ્યું કે,
“અહીંયા એક છોકરી પર એસિડ એટેક થયો છે, તો જલ્દીમાં જલ્દી અહીં આવો. સાથે એમ્બ્યુલન્સ પર પણ કરજો.”
દસ જ મિનિટમાં પોલીસ ત્યાં આવી ગઈ અને છોકરીને જોઈને પૂછ્યું કે,
“છોકરીનું નામ શું છે? કોને મને ફોન કરે છે?”
કનિકાએ કહ્યું કે,
“મેં તમને ફોન કર્યો હતો અને આ છોકરીનું નામ નથી ખબર, પણ....”
“પણ શું બેન, અમે થોડા નવરા છીએ? તમે ફોન કરીને બોલાવો છો.”
“તમે એકવાર એની હાલત જુઓ તો ખરા, પછી કહેજો તમે નવરા છો કે નથી? તમને ફક્ત તમારી જ પડી છે, પણ તમે એકવાર આ છોકરીને જુઓ તો ખરા કે એના પર એસિડ એટેક થયો છું, એ દેખાય છે કે નહીં? અને મેં પણ કંઈ તમારી જોડે ટાઇમપાસ કરવા નથી બોલાવ્યા. અને અહીં ઊભેલા લોકો પણ કંઈ ટાઇમપાસ કરવા કે નવરા છે એટલે નથી ઊભા, સમજયા.”
પોલીસ ઇન્સ્પેક્ટર પોતાની વાત ફેરવી તોળતાં કહ્યું,
“બેન આવું બધું તો ચાલ્યા કરે, એ માટે અમારે થોડો ટાઈમ બગાડવાનો હોય, એને હોસ્પિટલ ભેગી કરી ટ્રીટમેન્ટ શરૂ કરાવવાની હોય કે તે સાજી થઈ જાય, એવા ઉપચાર કરાવવાનો હોય.”
“તમને આ બધી નોર્મલ વાત લાગે છે નહીં, એક છોકરાએ છોકરી પર એસીડ એટેક કર્યો છે. છતાંય તમને એમ લાગે છે કે વાત નોર્મલ છે. તમે પોલીસ છો કે જલ્લાદ?...”
“જો બેન વધારે પડતું નહિ બોલવાનું, અમે અહીંયા કહીએ એમ જ થાય અને ઊભી રે 108 ફોન કરીને બોલાવી છીએ, તે હમણાં આવશે અને આ છોકરીને હોસ્પિટલ પહોંચાડી દઈશું.”
એમના કહેવાથી એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી ગઈ અને એ છોકરીને ફટાફટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. હોસ્પિટલ પહોંચીને ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવામાં આવી. કનિકા એની જોડે જ આવી હતી એટલે એને પોલીસને કહ્યું કે,
“તમે એફઆઈઆર તો લખો, એક છોકરી પર એસિડ એટેક થયો છે. છોકરાને શોધવાની તજવીજ કરો.”
“બેન એફઆઈઆર લખીને શું ફાયદો, છોકરો તો કંઈ હાથમાં તો આવવાનો નથી. જુઓ આ છોકરી બિચારી હેરાન ખોટી થશે. હાલ તો તે કેટલી બધી વેદનામાં છે. અને વિચારો કે કદાચ પણ એ છોકરો જો મને મળી ગયો તો પણ તે જલ્દી બહાર આવી જશે, પછી પતી ગયું. અને આમ પણ ગવાહી કોણ આપશે?”
“તમને આ નાની શી એવી વાત લાગે છે કે પછી આ મજાક લાગે છે કે પછી તમને સમજ નથી પડી રહી કે શું મોટી ઘટના બની છે? એક છોકરી સાથે કોઈએ ખેલવાડ કર્યો છે અને તમને કંઈ ફરક જ નથી પડતો. શેમ ઓન યુ, તમે આ પોસ્ટ પર એટલા માટે છો.”
પોલીસ ઇન્સ્પેક્ટર કંઈ કહેવા જાય તે પહેલાં જ, એ છોકરીની જોરદાર બૂમ સંભળાય છે, જે સાંભળીને એક ધબકારો ચૂકી જાય છે. કેમ કે એ લોકો એના પર ઠંડુ પાણી રેડતા જ એટલી જ ચીસાચીસ કરી મૂકેલી કે તે સાંભળ પછી તો ભલભલાના હૃદયના પાટિયા બેસી જાય.
કનિકા ઝડપથી ત્યાં પહોંચી ગઈ તો તે એને જોતી જ રહી ગઈ. એના જ હાથમાં એના જ ચહેરાના માસના લોચા જે રીતે પડી રહ્યા હતા. એ તો એક સમય દરેકને એરારટી ઉભી થઈ જાય કે શું કરી નાખીએ? એના શરીર પર જેમ જેમ પાણી પડતું તેમ તેમ ઉપસતાં ચાઠાની વેદના તો એ સહન કરનાર જ જાણી શકે.
કનિકાએ પરાણે પોતાની જાતને કાબુમાં લઈ અને એને કહ્યું કે,
“બેટા ચુપ થઈ જા. તારે આ રીત સહન તો કરવી જ પડશે, નહિતર ટ્રીટમેન્ટ કેવી રીતે થશે? આ સિવાય તારી પાસે બીજો કોઈ રસ્તો નથી.”
છતાંય તે છોકરી વેદનાથી બુમો તો કરતી જ રહી હતી. કનિકા ત્યાંથી બહાર નીકળીને, પાછી પોલીસ જોડે આવી.
“હવે તો તમને એની ચીસો સંભળાય છે કે નહીં? તમે આ છોકરીનું એક વાર ચહેરો જોયો છે ખરો અને છતાં તમને એરારટી થઈ નથી રહી. તમારામાં બિલકુલ માનવતા જેવું છે કે નહીં? આ છોકરી માટે કંઈક તો કરો.”
કનિકાએ તીખા સ્વરમાં કહ્યું તો તે ઇન્સ્પેક્ટર,
“બેન આ બધા કિસ્સા કેટલાય શહેરમાં બને છે, અને કેટલાય આવી તે એસિડ અટેક થાય છે. એ બધા માટે આટલી દયા જાણવા જઈએ તો કયારે કામ કરીએ. થોડી કંઈ આપણે નવરા છીએ તો આ બધાની તપાસ કરતા ફરીએ. હું તો કહું છું કે તમે પણ તમારા ઘરે જતા રહો અને અમે પણ જતા રહીએ. બાકી આ તો બધી ટ્રીટમેન્ટ ચાલ્યા કરશે અને આમ પણ ટ્રીટમેન્ટ ક્યાં નાની મોટી છે, આ તો ઘણી લાંબી ચાલવાની છે.”
“તમે માણસ છો કે જલ્લાદ, હું તમારી જગ્યા હોતને તો આ છોકરા મારા હાથમાં થી છટકી ના જાય એ જોતી, આમ ના બોલતી, સમજયા.”
“સમજી ગયો પણ મારું હટી ના જાય, એનું ધ્યાન રાખજે.”
“તમારું મગજ છે ખરું, નહીં તો હટી શેનું જાય? અને મગજ હોય તો તમને આ દેખાતું નથી?”
“કંઈ વધારે પડતું નહીં બોલવાનું, છોકરી.”
એમ ધમકાવતા જોઈ કનિકા બોલી કે,
“તમને એમ લાગે છે, કે હું તમને ખાલી વાતો કરું છું. એમ ના વિચારતા કે તમે બધા છૂટી જશો. મને ખબર છે કે મારે કેવી રીતે આ કેસ હેન્ડલ કરવાનો છે?”
“શું કરી લઈશ તું બેન કહેજે...?”
“હું નહીં, કરી તો તમે જ લેશો. એટલે કે....”
“સમજણ ના પડી...”
“એટલે કે હું આ સીટી નવી આઇપીએસ ઓફિસર છું.”
“જા... જા, હવે મનમાં આવે એમ ખોટાં ખોટાં ફાંકા માર્યા વગરની. તું આઇપીએસ ઓફિસર થોડી છે. એ તો અત્યારે થોડી ના આવવાના હતા અને તું કંઈ નવી આઈપીએસ ઓફિસર નથી. ચાલ... બેવફૂક બનાવ્યા વગરની...”
(પોલીસ ઇન્સ્પેક્ટર વાત માનશે? કે પછી એ એની પાસે પોલીસગીરી કરશે? પ્રુફ માંગશે? કનિકા હવે શું કહેશે? પેલી છોકરી કોણ છે? એની સાથે કેમ આવું બન્યું તે કહેશે? એ જાણ્યા બાદ કનિકા શું કરશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૩૧)