એક ષડયંત્ર.... - ભાગ 35 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 35

(સિયાના દાદાએ તેને સમજાવી અને મમ્મી પપ્પાને સોરી કહેવાનું કહેતાં જ તે માની જાય છે અને તે સોરી કહી દે છે. સિયાના પપ્પા તેને એમના ડર વિશે સમજાવે અને કહે છે. સિયા તૈયાર થઈ કોલેજ જવા નીકળે છે. હવે આગળ....)
“હા મમ્મી...”
સિયા એમ કહી તે તૈયાર થવા પોતાની રૂમમાં ગઈ, તે તૈયાર થઈ નીચે આવી. તેને યલો કલરનો ડૉટવાળો ડ્રેસ પહેરેલો, તેના લાંબા વાળને બટરફ્લાયથી બાંધી દીધા હતા અને એ યલો ડ્રેસની અંદર એની કાળી કાળી અણીયાળી આંખો, તેના લાંબા વાળ અને હાથમાં બ્રેસલેટ પહેરેલું. તેના ચહેરા પર બિલકુલ મેકઅપ નહોતો છતાં પણ તેનું રૂપ વધારે ખીલી રહ્યું હતું.
દિપક અને સંગીતા એને જોતા જ રહી ગયા. તે બુક્સ લઈને એમની પાસે આવીને એ બંનેને કહ્યું કે,
“હું જાવ છું...”
ત્યારે જ તેઓ એ તંદ્રામાં થી જાગ્યા અને એમને માથું હલાવીને હા પાડી. સિયા ફટાફટ પોતાને એક્ટીવા લઈ કોલેજના રસ્તા પર નીકળી પડી.
સિયા કોલેજ પહોંચી તો રોમા તેને જોઈને ખુશ થઈ ગઈ અને કહ્યું કે,
“તું આવી ખરા, તું કેટલા બધા દિવસ પછી આવી તને ખબર છે?”
“હા, સાત આઠ દિવસ બાદ, તને ખબર તો છે રોમા કે દાદાને અટેક આવ્યો હતો અને ઘરમાં કોઈ હોસ્પિટલાઈઝ હોય તો... તો પછી હું કેવી રીતે આવી શકું છું?”
“હા, તું દાદાની લાડલી ખરીને પછી તારું આવું એ તો પોસિબલ હતું જ નહીં. તને ખબર છે, તારા વિશે બધા જ પૂછતા હતા કે તું કેમ આવતી નથી?”
“કોણ કોણ પૂછતું હતું?”
“બધી ફ્રેન્ડ્સ, પ્રોફેસર અને માનવ પણ....”
“તો તે એ લોકોને જવાબ ના આપ્યો.”
“આપ્યો ને, અને અનિશે એમ પણ કહ્યું હતું કે તે તારી સાથે એ વિશે વાત કરશે... તેને વાત નહોતી કરી.”
“હા, કરી હશે.”
“છતાં...”
“એ બધી વાત છોડ અને એ કહે કે આટલા દિવસમાં શું તે નોટ્સ બનાવી છે કે નહીં?”
સિયાએ રોમાની વાત કાપતાં કહ્યું.
“મેં તો બનાવી જ છે. અને તને ખબર છે કે બે દિવસ રહી આપણા ફ્રેન્ડ સર્કલ પિકનિક જવાનું છે.”
“હા તે મને મેસેજ કર્યો હતો અને તે મેં વાંચ્યો હતો પણ મારે ક્યાંય નથી આવું.”
“મને ખબર જ હતી, તું આવું જ કહીશ. મેં બધાને એવું જ કહ્યું હતું કે તું નહીં આવે. પણ તું કેમ નહિ આવે? તને ખબર છે ને કેટલી મહેનતથી આ પ્રોગ્રામ બન્યો છે?”
“વાત તો બરાબર છે, પણ મારે તને શું કહેવું, મને આ બધું નથી ગમતું. એના કરતા આપણે આ બધી જગ્યા જવાની જગ્યાએ ભણવાનું કરીએ તો કેટલું સારું અને આમ પણ મારા આટલા દિવસની નોટ બાકી છે, તો મારે નોટ્સ પણ બનાવી પડશે.”
“તારે તે જ કામ કરવાનું હોય છે.”
“છોડને યાર, ચર્ચા હવે મૂક. એકની એક વાત કેમ કરે છે.”
“હા મારી માં... તું કહે એમ જ કરવાનું છે, બોલ શું કરવું છે?”
“કાંઈ જ નહીં, બસ તું મને પ્રશ્ન પૂછવાનું બંધ કરીશ. એ જ ઘણું છે?”
સિયાએ અકળાઈને કહ્યું તો,
“હા હવે કરીશ બસ....”
એમ કહી રોમાય તેને ચીડવતા ચાળા પાડતા કહ્યું એટલે સિયાએ તેની સામે મ્હોં બનાવ્યું અને કહ્યું કે,
“બસ તને મને હેરાન કરતા જ આવડે છે. તું પણ છે ને મારા મમ્મી પપ્પા અને દાદા દાદી જેમ જ જીવવું હરામ કરી દીધું છે. મારે તારી સાથે વાત જ નથી કરવી.”
“અરે, ના.... ના, સોરી... સોરી... સોરી, બસ હવે લેકચર ભરવા જવું છે કે નહીં?”
રોમાએ વાત બદલતાં કહ્યું.
“એટલા માટે તો આવી છું, મારે નોટ્સ પણ તો લેવાની છે.”
“તો તું સમીરની નોટ્સ જ લઈશને?”
“એવું કંઈ નથી, હું તો આ વખતે તારી નોટ્સ લેવાની છું.”
“હાસ્તો, તો તું મારી જ લે ને, માનવ તો સિનિયર છે, એની થોડી લઈ શકાય. એવું હોય પછી બીજા કોઈની લેવાની હતી....”
“બસ હવે બહુ મસ્કા માર્યા અને બહુ મારી ખેંચી લીધી છે તે, હવે ચૂપચાપ લેક્ચર ભરવા ચાલ.”
સિયાએ વાત પૂરી કરતાં કહ્યું. એને જોઈને માનવ પણ એની જોડે આવ્યો અને પૂછ્યું કે,
“દાદાને કેવું છે, હવે?”
“સારું છે.... ઘરે લાવી દીધા છે.”
“એકદમ જ એમને શું થઈ ગયું?”
“મેજર એટેક આવ્યો હતો.”
“એકદમ જ?”
“હા ખબર નહિ, બીપીની દવા લેવાનું ભૂલી ગયા હતા એટલે અટેક આવી ગયો.”
“હવે તેમને કેવું છે?”
“સારું છે એટલે જ તો હું કોલેજ આવી છું. હું લેક્ચર ભરવા જાઉં છું.”
“મારે એમને મળવું છે, ક્યારે તે મંદિરમાં આવશે?”
“જ્યારે આવવના આવશે ત્યારે આવશે.”
“તો શું હું તમારા ઘરે આવી શકું?”
“મારા ઘરે તારે કંઈ જ આવવાની જરૂર નથી.”
એમ કહી હું લેક્ચર ભરવા જતી રહી અને માનવના તેનું રૂડલી વાત કરવું, અને કંઈક ખટક્યું પણ હતું. છતાંય તેને વાત જવા દઈ અને તે પણ લેક્ચર ભરવા જતો રહ્યો.
તેને કોઈને ભનક ના લાગવા દીધું પણ સિયાના મનમાં ખૂબ અવઢવ હતી કે કરવું શું? તેના મનમાં દાદાની વાત માનવાની કે પછી પોતાના મનની વાત માનવાની એ માટે કંઈ સમજમાં નહોતું આવી રહ્યું. મમ્મી પપ્પા પણ એક જ વાત કરે છે, મારે શું કરવું તે સમજમાં નથી આવી રહ્યું. છતાં જે હોય તે પોતાના મનને મક્કમ બનાવીને કંઈક કરવું જ પડશે.
આમ તે ચૂપચાપ કોલેજની અંદર લેક્ચર ભરતી રહી. લેક્ચર પૂરું થતાં જ નોટ્સ બનાવવા માટે થઈ લાઇબ્રેરીમાં ગઈ અને લાઇબ્રેરીમાં જઈ તે વાંચવા બેસી ગઈ તેને નોટ બનાવવાની શરૂઆત કરવા લાગી.
તેને બુક્સ ખોલેલી હતી, અને નોટ બનાવવા માટે પેન પકડેલી પણ હતી. પણ તે વિચારોમાં ખોવાઈ ગઈ હતી. તેની સમજમાં કંઈ આવી નહોતું રહ્યું કે તે કોની વાત માને અને કોની નહીં, એ એની સમજની બહાર વાત હતી.
બધાનું માનવું અને એક જ વાત કહે છે તો કદાચ એ લોકો સાચા હશે. મારે જ વિચારવાની જરૂર છે કે મારે મમ્મી પપ્પાને જે મને કીધું હોય અને બંધ આંખ કરી વિશ્વાસ કરવાનો હોય, એમાં ઘરના લોકો જે કહે છે એ સાંભળીને સમજવાની જરૂર છે. ઉતાવળો નિર્ણય લેવાથી કોઈ ફાયદો નથી થતો.
હું પણ પહેલા થી માનવ વિશે ક્યાં એટલું બધું જાણું છું. એકવાર એને હું જાણી લઉં, પછી મને ખબર પડે કે મારું મન સાચું કે મમ્મી પપ્પાનું મન સાચું. દાદાએ જેમ કહ્યું એમ મારા મનથી હું જો ક્લિયર રહીશ તો જ હું એ લોકોને શાંતિથી સમજાવી શકીશ કે મારી વાત સાચી છે કે એમની વાત ખોટી શું છે? યોગ્ય શું છે અને અયોગ્ય શું છે?
એકવાર મારું મન કિલયર થઈ જશે, પછી તો મને ક્યાં ચિંતા છે? હું આરામથી એમને કે મારામનને મારી વાત મનાવી શકીશ. એમ વિચારી તેને નક્કી કર્યું કે મારે માનવની પહેલા બરાબર ઓળખવો પડશે, એના વિશે જાણવું પડશે. પણ આ વખતે એની સાથે ફરીને નહીં, પણ બીજી રીતે પરખવો પડશે.”
(સિયા કેવી રીતે પરખશે? એ માટે તે શું કરશે? માનવ એની સાથે શું વાત કરશે? તે તેના મનની વાત કહી શકશે? એ માનવને અને એના વિશેની વાતો અવગણી શકશે? શું એ ક્યાંક માનવ તરફ લાગણીમાં વહી તો નહીં જાય ને? એવું થશે તો આગળ શું થશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૩૬)