એક ષડયંત્ર.... - ભાગ 104 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 104

(કનિકા માનવના ઘરના બધાને જવાબ આપી લઈ જાય છે, ત્યાં બબીતાના કહેવાથી કાસમ ગોળી મારી દીધી. ઓ જોઈ પોલીસ કાફલા એકદમ સતેજ બની ગઈ અને એ બંનેને પકડી જેલમાં મોકલી દેવામાં આવ્યા. હોસ્પિટલના ડૉકટરને કનિકાનું ઓપરેશન કરવા રાણાએ કહ્યું. હવે આગળ.....)
ડોક્ટરે એમને કહ્યું કે,
“ગોળી તો બહાર નીકળી ગઈ છે, અને એમને સાંજ સુધીમાં ભાન પણ આવી જશે.”
“થેન્ક યુ વેરી મચ સર... હું સાંજે આવું છું પાછો, મેડમની ખબર જોવા.”
એમ કહીને ત્યાંથી રાણા જતો રહ્યો અને પોલીસ સ્ટેશનને પહોંચી, તેને સૌથી પહેલાં જ એફઆઈઆર લખી દીધી કે, ‘માનવ નામના એક ગુનેગારને પકડવા જતાં કાસમે આઈપીએસ કનિકા મેડમને પોલીસ ઇન્સ્પેક્ટરની ગોળી મારી દીધી છે.’
મર્ડર એટેમ્પ તહેત એ બંનેને તાત્કાલિક પણ કોર્ટમાં રજૂ કરવાની પરમિશન લઈ લીધી. એને એક પછી તેને પોલીસ કમિશનર અને જજને ફોન કરી બધી માહિતી આપી દીધી.
જજે કહ્યું કે,
“આ તો ખૂબ ખરાબ થયું છે, કેવું છે એમને?”
પોલીસ કમિશનર પણ સેમ આ વાત જ પૂછી અને રાણાએ બંનેને જવાબ આપતા કહ્યું કે,
“મેં કહ્યું હતું એમને આ રીતે રીસ્ક ના લેવાય પણ.... કંઈ નહીં આ એમના નસીબમાં હશે.”
“એમને કેવું છે?”
“સર અમને સારું છે અને ઓપરેશન થઈ ગયું છે, ‘સાંજના ભાનમાં આવી જશે’ એવું ડોક્ટરનું કહેવું છે.”
પોલીસ કમિશનરે કહ્યું કે,
“સારું હું પણ કાલ સવારે આવીશ. આજનો દિવસ એમના માટે ભારી છે તો આરામ કરવા દો.”
સાંજે સાત વાગ્યે રાણા હોસ્પિટલ પહોંચ્યા અને તેમને કનિકા મેડમને વિશે પૂછ્યું તો તેમને એટલું જ કહ્યું કે,
“મેડમને હજી પણ ભાન નથી આવ્યું?”
તો ડોક્ટરએ કહ્યું કે,
“સોરી રાણા સર, મને એવું લાગે છે કે કંઈક તો લોચો છે, એટલે રાહ જોઈએ. મારા પ્રમાણે એ પાંચ થી છ વાગ્યા સુધીમાં ભાનમાં આવી જવું જોઈએ, પણ તે એની જગ્યાએ હજી ભાનમાં નથી આવ્યા. કદાચ સવાર સુધીમાં આવી જાય જોઈએ નહીંતર એક બે એમના રિપોર્ટ કરાવવા પડશે અને પછી જ હું ડિસિઝન લઈ શકીશ.”
“હમમ...”
“એવું હોય તો તમે જાવ, એવું કંઈ હશે તો હું તમને ફોન કરીને જણાવીશ.”
“ના... ના, ડૉકટર, હું એક લેડી ઇન્સ્પેક્ટર મૂકીને જાઉં છું અને કાલે સવારે હું પોતે જ એમને જોવા આવીશ.”
એમ કહીને ત્યાંથી જતા રહ્યા તો રસ્તામાં જ જજનો ફોન આવ્યો કે,
“કનિકાને કેવું છે?”
રાણાએ જવાબમાં કહ્યું કે,
“સર મેડમ હજી ભાન નથી આવ્યા. શું થશે ખબર નથી? ડોક્ટરનું કહેવું એવું છે કે કાલ સવાર સુધીમાં ભાનમાં આવી જાય તો સારું બાકી કાલે જ ખબર પડશે.”
“સારું એ જણાવો કે એને કેવી રીતે પર ગોળી મારવામાં આવી?”
રાણાએ એ બધી જ વાત કરી. જજે કંઈક વિચારીને કહ્યું.
“હમમ... ગોળી મારીને એ પણ આ કાસમે... એને શું લેવા દેવા?”
“વાતો પરથી એવું લાગતું હતું કે પોતાના ભાઈને બચાવવા માટે...”
“આ પરથી મને એવું લાગે છે કે મારે જ્યુડિશિયલ કોર્ટમાં કેસ ચલાવવો પડશે.”
“ઓકે સર એ માટેની હું કાર્યવાહી કાલથી ચાલુ કરી દઈશ.”
તેમને ફોન મૂકી દીધો, રાણા પણ વિચારતો વિચારતો ઘરે પહોંચ્યો કે,
“મેડમ ખરેખર જબરજસ્ત હિંમતવાળા છે, નહિંતર અમારા બધાની જેમ એ પણ આ કેસમાં થી હાથ ધોઈ શકતા હતા, તો એમને કંઈ ફરક ના પડતો. એ છોકરીના મા બાપે જ એક્સેપ્ટ કરી લીધું હતું કે છોકરી નથી રહી. છતાં એમને એ માટે મહેનત કરી તો કરી, પણ એના ગુનેગારને જેલના હવાલે પણ કરી દીધો. એ માટે પોતાનો જીવ જોખમમાં નાંખ્યો પણ પીછેહઠ ના કરી.’
રાણા બીજા દિવસે દસ વાગ્યે હોસ્પિટલ પહોંચ્યા અને ડોક્ટરને જઈને પૂછ્યું કે,
“ડોક્ટર હવે મેડમની શું કંડીશન છે?”
“સર અમે રિપોર્ટ કરાવી દીધા છે, પણ સર કહેતા દુઃખ થાય છે કે મેડમ કોમામાં જતા રહ્યા છે.”
“હેં.... કોમામાં જતા રહ્યા છે, તો પછી એ ભાનમાં ક્યારે આવશે?”
“જો કે હું જાણતો નથી... આવા કેસમાં તો લાંબો સમય પણ લાગી શકે છે, એક અઠવાડિયું પણ થાય કે એક મહિનો કે એક વર્ષ એ ખબર નથી.”
“તમારી થાય એટલો પ્રયત્ન કરો સર કેમ કો એ ભાનમાં આવી જાય. એમની જુબાની આ કેસમાં સૌથી વધારે અસરકારક છે.”
“હું પ્રયત્ન કરીશ...”
આ વાતની દિપકને ખબર પડતા, દિપક પણ તેને દેખવા આવ્યો અને એને અફસોસ થયો કે તે કંઈ કરી શકે એમ હતા નહીં. તેમણે રાણાને કહ્યું તેમ,
“મેં મારા સ્વાર્થથી જ એને અહીંયા બોલેવી હતી અને આજે આની આવી પોઝીશન બદલ હું મારી જાતને જ ગુનેગાર માનું છું કે... કાશ...”
“ના સર તમે એવું ના વિચારશો, આ બધું બનવાનું જ હશે અને બના ગયું. પણ એટલું ખરું કે મેડમ એક ખૂબ બધી હિંમત દેખાડી. જે બાકી આટલા બધો પોલીસ કાફલો હોવા છતાં કોઈમાં થઈ એકે પણ ના દેખાડી શક્યા અને અમે તો તમારી દીકરીનો થોડા દિવસમાં કેસ ચાલુ કરી બંધ કરી દીધો. સોરી તો અમારે કહેવું જોઇએ.”
જજની રિક્વેસ્ટથી તાત્કાલિક જ્યુડિશિયલ કોર્ટ ભરાવવામાં આવી અને બંને વકીલો સામ સામે દલીલોનો મારો ચલાવ્યો. પણ જયારે જજને આપેલું સિયાનું બ્યાન અને એમાં પણ દલીલો ચાલુ થઈ જાય છે. છેલ્લી સિયાએ કબૂલેલું એ વિડિયો જેમાં એના પર રેપ થયો હતો, એ રજૂ કરતા જ બધાના મન બદલાઈ ગયા.
અને એમાં પણ કનિકા પર જે રીતે ગોળી ચલાવવામાં આવી હતી અને એ વિશે ત્યાં રહેલા પોલીસ સ્ટાફને જુબાની પછી જજે નિર્ણય સંભળાવ્યો કે,
“કોર્ટએ આ બધા ઉપરથી નક્કી કરી દેવામાં આવ્યું છે કે ગુનેગાર કોણ છે. અને કોર્ટ પાંચ મિનિટમાં જજ સજા સંભળાવશે. ત્યાં સુધી બ્રેક આપવામાં આવે છે.”
પાંચ મિનિટ બાદ જજે નિર્ણય લઈ લીધો અને કહ્યું કે,
“આજે એક નહીં પણ બે કેસ છે. એક સિયા અને એક પોલીસ ઇન્સ્પેક્ટર કનિકા પર મર્ડર એટેમ્પનો કેસ .
સિયાના કેસમાં માનવ અને એનો પરિવાર ગુનેગાર છે, જે એને આપેલા બ્યાન પરથી પૂરવકર થાય છે. જયારે કનિકાને ગોળી મારવા માટે કાસમ ગુનેગાર છે. અને એ પણ એની ગવાહી ઘણા બધા લોકોએ આપી છે. જે વ્યક્તિ પોલીસ ઉપર પણ એટેક કરી શકે તે સમાજ વ્યવસ્થા માટે ભયજનક છે.’
“જો કે એ બંને ભાઈ સમાજ વ્યવસ્થા માટે ખતરારૂપ જ છે, એમાં પણ માનવને જે રીતે છોકરીઓ ને ફસાવી અને ઉપયોગ અને ઉપભોગ કરે છે, એને તો ખાસ સમાજમાં રાખવો હિતાવવા નથી. એમાં પણ તે એક છોકરીને બાળવા સુધી પહોંચી જાય, તેવામાં એને છૂટો રાખવો યોગ્ય નથી એટલે તેને સખત આજીવન કેદ ફરમાવવામાં આવે છે.
કાસમે જે રીતે ગુસ્સામાં પોલીસ ઓફિસર કનિકાને ચાલુ ડયુટીએ ગોળી મારી અને પોલીસ કાર્યવાહીમાં અડચણરૂપ થયો અને એક દીકરી પર રેપ કરલા બદલ તેને જીવતો ના રાખવો જોઈએ એટલે તેને ફાંસીની સજા કરવામાં આવે છે.
માનવના અબ્બા, અમ્મી અને બબિતા આ કામમાં સપોર્ટ કરવા બદલ એ બધાને એક વર્ષની સાદા કેદની સજા આપવામાં આવે છે.
જજે ચુકાદો સંભળાવી અને એને ફોલો કરવા પોલીસને કહી પણ દીધું.
(કનિકાના જીવને જોખમ થશે કે બચી જશે? આ જજે આપેલી સજાનો અમલ થશે? કે તે ફરીથી એમએલના દમ પર આઝાદ ઘુમશે? જજ કે કમિશનર કનિકાની આ હિંમત પર શું કહેશે? સિયાનું હવે શું થશે? કનિકા ભાનમાં આવશે ખરી?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૧૦૫)