એક ષડયંત્ર.... - ભાગ 72 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 72

(બંને પ્રેમપંખીડા છે, એ સમજી જતાં જ મેં એમના લગ્ન કરાવી દીધા, એ કંઈપણ પૂછયાગાછયા વગર. એ બ્રાહ્મણે સ્વીકારી લીધું. એ પછી માનવના મિત્રોને પૂછે છે, એમને ખબર નથી હોતી. એવામાં એક સોસાયટી આગળ કનિકાને કંઈક યાદ આવતાં જ તે ઘરમાં જાય છે અને નિરાશ થઈ જાય છે. હવે આગળ....)
“સર, તમે તો આ સીટીના કલેક્ટર છો, પછી એમ કંઈ થોડી બહાર બેસાય.”
કનિકાએ આવું કહ્યું તો કેશવે,
“હા, પણ હું હાલ આ સીટીના કલેક્ટરના નાતે નહીં, પણ એક દીકરીના બાપ હોવાના નાતે આવ્યો છું. અને અહીં આમ માણસને કે એક દીકરીના પિતાને પોલીસ પોતાની કેબિનમાં બોલાવે ખરો?”
દિપકના વેધક પ્રશ્ન સમજી કનિકા,
“એટલે જ કહ્યું કે અંદર આવો, બાકી કલેક્ટર માટે કદાચ કહેત પણ ખરી, પણ આવી તો ફોર્મલાટી ના જ કરતી. એટલે અંદર આવો, પ્લીઝ.... આપણને સોગંધ લેવડાવવામાં આવે છે કે દરેક વ્યકિત પ્રજા છે, એને હક છે પોતાની વાત રજૂ કરવાનો, એ પણ કોઈ પણ પોસ્ટ પર રહેલી વ્યક્તિ કેમ ના હોય.”
એમને અંદર જઈને, બેસતાં પૂછ્યું કે,
“સિયા મળી?”
કનિકાને આ બે શબ્દોના સવાલમાં જવાબ કેવો અને કેમ કરીને દેવો, એમાં કંઈ સૂઝ ના પડી કે શું કહેવું કેમ કે એ બે શબ્દનો ભાર આટલા બધા કેસના ભાર કરતાં પણ વધારે હતો. છતાં,
'સિયા નથી મળી અંકલ.... મને પણ ખબર નથી પડી રહી કે હું કેવી રીતે તમને કંઈ કહું. મને થોડો સમય આપો, તે મળી જશે. હમણાં જ... કે કદાચ બહુ જલ્દી તમારા ઘરે પાછી આવી જશે. બાકી મારી પાસે કોઈ જ ઓપ્શન નથી, તમે સમજી શકો છો કે આવા સમયમાં ઘણી બધી વાર લાગે છે."
"આવી જશે ખરી કે પછી..."
"તમે સમજો છો ને, પ્લીઝ. તમે આ રીતે નિરાશ થયા વગર એમ જ...."
"ના બેટા, હું બાપ છું ને એટલે... પણ હા હું સમજુ છું કે આ બધા કેસમાં વાર લાગે. તમે તમારો ટાઈમ લઈને કામ કરો, પણ ખાલી મારી દીકરી લઇ આવો... મારે એટલું જ કહેવું છે હું તારા માટે કંઈ કરી શકે એમ હોય તો કહેજે. બાકી તો તું બિલકુલ મહેનત કરે છે અને તારે તારી બહેનને શોધવાની છે, એમ સમજીને મહેનત કરતી રહેજે."
"હા હું છું, પણ મને એના વિશે મળે તો ને કે એ ક્યાં ગઈ છે? કોની સાથે ગઈ છે? એ ફક્ત આપણે તમે કહ્યા પ્રમાણે શોધું છું. મારે એની સાચી માહિતી જોઈએ છે, મને કંઈ જ મળી નથી રહ્યું. પ્લીઝ તમે થોડીવાર..."
"થોડી રાહ જોવું, એમ જ ને બેટા. હું રાહ જોવા તૈયાર છું, પણ મારું મન નહીં.... છતાં હું કંઈ કહીશ... કે ક્યાંક મોડું ના થઈ જાય. તને એટલું જ કહીશ કે સારું, તું તારો સમય લેજે.... પણ...."
"હિંમત રાખો, સર. હું બહુ જલદી સિયાનો પત્તો મળી જશે. થોડી ઘણી તપાસ કરી ઇને થોડું ઘણું તો જાણી લીધું છે, બસ મારે હજી થોડા સમયની વધારે જરૂર છે."
"હા બેટા..."
દિપક નિરાશ થઈને ત્યાંથી નીકળી ગયો. કનિકાને ખૂબ દુઃખ થયું કે તે કેમ આ વખતે નિષ્ફળ રહી છે? ના તો તેને કોઈ સુરાગ મળી રહ્યો છે કે ના તો તેને કોઈ એના પત્તા વિશે કહેનાર પણ કોઈ મળી નથી રહ્યું.
એને યાદ આવ્યું કે એના ફ્રેન્ડ સર્કલ સિવાય બીજું કોઈ ફ્રેન્ડ સર્કલ હોય તો તો એ માટે તેને રાણાને કહ્યું કે, "રાણાજી જરાક આ વિશે તપાસ કરો ને કે આ માનવ ઈરાની ફ્રેન્ડ સર્કલ કોણ કોણ છે? અને એનું બેકગ્રાઉન્ડ જરાક ચેક કરાવો."
રાણાએ કીધું કે,
"હા મેડમ હું તપાસ કરાવી દઉં.."
"રાણા સર જરાક ધ્યાન રાખીને... અને આ વખતે મારતી કે છુપાવવું ન જોઈએ."
"ભલે મેડમ..."
એમને એક કડી મળી કે,
માનવ ઈરાની સિવાયનો એક મિત્ર હતો, ઇમરાન શાબ્દિ. એ આજકાલ કોલેજની આગળપાછળ ખૂબ ફરી રહ્યો છે. એને એ વાત કનિકાની કરી તો કનિકાએ તેને પકડી લેવા માટે લોકોને મોકલ્યા.
કોલેજ આગળથી ઇમરાન શાબ્દિ એના મિત્રો સાથે વાતો કરી રહ્યો હતો અને દરેક છોકરીઓ તરફ એની નજર ફરી રહી હતી. ત્યાં જ રાણાએ એને પકડી અને સીધો પોલીસ સ્ટેશન એ લાવી કનિકાની સામે ઊભો કરી દીધો. ઇમરાન તો કંઈ સમજી ના શક્યો કે,
"આ શું અને મને એકદમ કેમ લાવવામાં આવે છે."
એને તાડૂકીને કહ્યું કે,
"તમે મને આમ કેમ લાવી શકો છો?"
"કેમ લાવ્યા એ જાણવું છે ને પણ એ પછી કહીશ. તને એ પેલા થોડી ઘણી મારે ખાતરદારી તો કરી લેવા દે, પછી અમે તારી સાથે વાતચીત કરીએ ને."
અને તેને બે કોન્સ્ટેબલની ઈશારો કરતાં તે લાકડી લઈ એના પર ટૂટી પડયા અને ફટકારવાનો ચાલુ કરી દીધો. થોડીવાર પછી,
"મારો છો કેમ? ના કહી રહ્યા છો કે મને કેમ લાવ્યા છો? એ કીધા વગર મારો છો? હું મારા વકીલનો બોલાવી લઈશ."
"વકીલ વાળા... ભાઈ ધમકી પછી આપજે. હાલ તો હું પૂછું અને જવાબ આપ માનવ ઈરાની ક્યાં છે અને હાલ ક્યાં રહે છે?"
"મને નથી ખબર... કંઈ વાંધો નહીં, તને નહીં ખબર હોય તો લાકડી તો ખબર જ છે કે એને ક્યાં જઈને પડવાનું છે?"
ફરી પાછું કોન્સ્ટેબલને ઈશારો કરતાં તેને ફરી પાછા ઠમઠરવાનું ચાલુ કરી દીધું. ખાસ્સું ઠમઠોર્યા પછી ઇમરાન શાબ્દિ બોલ્યો કે,
"એક મિનિટ, હવે મને ના મારો. હું જવાબ આપી તૈયાર છું, પણ પહેલા મને મારવાનું બંધ કરો."
"બસ તો પછી ફટાફટ બક્વા માંડ..."
કનિકા એવું કહેતાં જ ઇમરાન શાબ્દિ તે માનવના ઘરનું એડ્રેસ આપ્યું. એને જવા દઈ તરત જ રાણાએ કહ્યું કે,
"મેડમ હવે શું કરીશું?"
"કશું જ નહીં, ફક્ત આપણે હવે ઘેર રેડ પડવાની પરમિશન લઈએ. એટલે સીધા એના ઘરે પણ રેડ પડી."
"મેડમ એ મળી જશે, ગમે તેમ તોય આ મુસ્લિમની વિરુદ્ધ નહીં જાય, એ બધું પછી વિચારીશું. હાલ આપણે ફક્ત બે ત્રણ વસ્તુ એકઠી કરી અને રેડ માટેની તૈયારી કરી દો. પરમિશન તો હું લઈ આવીશ."
"ભલે મેડમ...."
કનિકા કમિશનર જોડે પહોંચી ગઈ અને માનવ ઈરાનીના ઘર પર રેડ પાડવાની પરમિશન માગવા લાગી.
એ જગ્યાએ એડ્રેસ જોઈને જ કમિશનરે કીધું કે,
"આજે નહીં કાલે સહી કરી આપીશ. હાલ તમે ઘરે જાવ કેમ કે હાલ બરાબર સમય નથી."
કનિકાને ગુસ્સો આવ્યો અને ખબર હતી કે તે કંઈ નહિ કરી શકે. એટલે તો તે ત્યાંથી નીકળી ગઈ. એનું મગજ ગુસ્સાથી ફાટ ફાટું થઈ રહ્યું હતું પણ તે કંઈ કરી શકે એમ નહોતી અને આ વાત અશ્વિન રાણાને કહ્યું તો અશ્વિન રાણાએ પણ જવાબમાં સમજાવતાં કહ્યું કે,
"મેડમ તમે હજી જુઓ તમને કોઈ પરમિશન નહીં આપે, અને ટલ્લેના ચડાવે તો."
"પણ કેમ?"
"એટલા માટે કે ત્યાં જવું આપણા માટે તો શું કોઈ માટે સેઈફ નથી. અને...."
"અને શું?...
(કનિકાની વાત પર રાણા શું કહેશે? સિયાને કનિકા માનવની ચંગુલમાંથી છોડાવી શકશે? સિયા અને માનવના લગ્ન વિશે ખબર પડશે ત્યારે સિયાના ઘરે ખબર પડશે તો એમના પર શું વીતશે? સિયાનું આગળના જીવનમાં કંઈ અને કેવી તકલીફોનો સામનો કરશે? સિયાના પરિવારને સિયાની હાલાત ખબર પડશે? એ એને પહોંચી તેને આ નરકમાં થી ઉગારી શકશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૭૩)