એક ષડયંત્ર.... - ભાગ 25 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 25

(દિપક અને સંગીતા વચ્ચે સિયાને લઈ આર્ગ્યુંમેન્ટ થાય છે. એમાં દિપકનો હાથ ઉપડી જતાં જ ધીરુભાઈ અને સુધાબેન વચ્ચે પડી સમજાવે છે. બીજા દિવસે સુધાબેન ઊઠીને કામે વળગે છે. ધીરુભાઈને ઉઠાવવા જતાં જ. હવે આગળ....)
સુધાબેને પૂછયું કે,
“તમને કંઈ થાય છે? હું દિપકને બોલાવું.”
“ના, બસ તું હાલ તો મારા માટે ચા બનાવ અને હું ચા બિસ્કીટનો નાસ્તો કરી લઈશ તો મને સારું થઈ જશે.”
“સારું....”
એમ કહીને સુધાબેન ચા બનાવવા કિચન તરફ વળ્યા અને ત્યાં જ....
દાદાને છાતીમાં વધારે દુખાવો થતાં જ તેમને જોશથી બૂમ પાડી કે,
“સુધા.... મને દુખાવો થાય છે....”
એમ કહેતાં કહેતાં જ તે અનકોન્શિયસ થઈ ગયા. એ જોઈ સુધાબેન પર થોડા આકળાવિકળા થઈ ગયા અને તે બુમા બુમ કરવા લાગ્યા કે,
“દિપક... દિપક, જલ્દી તારા બાપુજીને કંઈક થઈ ગયું છે.”
એમ બૂમબામ કરવા લાગ્યા પણ દિપક તો એ સમયે કોઈ કામે બહાર જઈ જ રહ્યા હતા, પણ સુધાબેન ની બુમો સાંભળી તે દોડતા દોડતા ઘરની અંદર આવ્યા અને ધીરુભાઈની આવી હાલત જોઈને તે પણ ફટાફટ એમને હોસ્પિટલ લઈ જવા માટે માણસો દ્વારા તેમની ઊંચકીને ગાડીમાં લીધા.
તેમને પણ આનનફાનનમાં ફટાફટ હોસ્પિટલ તરફ ગાડી દોડાવી મૂકી અને જેવા તે હોસ્પિટલ પહોંચ્યા, તો એમને ફોન કરી જાણ કરેલ હોવાથી હોસ્પિટલ સ્ટાફ પણ બહાર રેડી હતો. તેમને ધીરુભાઈને સ્ટ્રેચરમાં લઈ એમની ટ્રીટમેન્ટ શરૂ કરાવી દીધી. થોડીવાર એમનું ઓબ્ઝર્વેશન કર્યા બાદ ડોક્ટરે આવીને દિપકને કહ્યું કે,
“સાહેબ તમારા પિતાને મેજર હાર્ટ એટેક આવ્યો છે. તો તેમને 72 કલાક તો આઈસીયુમાં રાખવા જ પડશે.”
“એનો કોઈ વાંધો નથી, પણ એમને ગમે તેમ કરીને સાજા કરી દો. અને અચાનક એવું કેમ કરીને થયું?”
“કદાચ તેમને બીપી છે, તો તે બીપીની દવા લેવાનું ભૂલી ગયા હશે કે પછી બીજું કોઈ કારણ એ તો મને નથી ખબર? પણ હાલ એમના સિન્ટમ્સ જોયા પછી એમ જ લાગી રહ્યું છે કે તેમને એટેક આવ્યો છે, પણ આગળનું સ્ટેટસ તો રિપોર્ટ જોયા પછી જ હું કહી શકીશ.”
“ભલે જે રિપોર્ટ કઢાવવાની જરૂર હોય, એ પ્રમાણે કઢાવી દો. પણ બાપુજીને ઓકે થઈ જવું જોઈએ.”
“અમારાથી બનતો પ્રયત્ન કરીશું અને આમ પણ ભગવાનના આશીર્વાદ વગર કંઈ જ ફળતું નથી, તો બસ તમે એમના માટે પ્રાર્થના કરો અને અમે અમારી મહેનત કરીએ. પરિણામ તો જે આવવાનું છે એ જ આવશે.”
એટલું કહીને તે જતા રહ્યા દિપક ચિંતામાં ને ચિંતામાં હોસ્પિટલના કોરિડોરમાં આમતેમ આંટા મારી રહ્યો હતો. આ સાંભળી સુધાબેન તો ચૂપ જ થઈ ગયા.
એટલામાં જ સિયા અને સંગીતા ત્યાં આવી ગયા, એમને જોઈને સિયાએ દિપકને પૂછ્યું કે,
“દાદાને શું થયું છે?”
“દાદાની કંઈ થયું નથી, બસ એમને એટેક આવ્યો છે.”
“પપ્પા તમે કેવા છો, દાદાને એટેક આવ્યો છે, કંઈ થયું એમ નહીં? તમે આવું કેવી રીતે બોલી શકો છો?”
એમ કહી તે રોવા લાગી તો દિપકએ કહ્યું કે,
“તારી વાત સાચી,સિયા મને પણ ચિંતા થાય છે. હું ભલે ગમે તેટલી મોટી પોસ્ટ પર હોવ પણ એ મારા પિતા છે, એ છે એટલે જ હું આટલી મોટી પોસ્ટ પર છું. મને એમના માટે ચિંતા થાય તો ખરી ને.”
સંગીતાએ કહ્યું કે,
“હા બેટા, તારા પપ્પા સાચું કહે છે કે એમના પિતા હોય તો એમને વધારે જ દુઃખ થાય અને એમને વધારે ચિંતા પણ થાય. પણ એ માટે થઈ એમની હિંમત થોડી ના ખોઈ દેવાય, બાને તો સંભાળવા પડે કે નહીં.”
સિયા કંઈ ના બોલી તો તે,
“ચાલ બા જોડે જઈએ આપણે.”
એમ કહીને સંગીત સિયાને લઈને સુધાબેન જોડે ગયા. સિયા સુધાબેનને જોઈને એમને વળગી રહેવા લાગી તો સુધાબેન કહ્યું કે,
“તું શું કામ ચિંતા કરે છે, દાદા સારા થઈ જશે... તો તું બસ ભગવાનને પ્રાર્થના કર.”
“સારું તો આજ થી હું મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીશ, એટલે દાદા સારા થઈ જશે.”
એવું કહી એ તો ઘરે જતી રહે અને એને જતી જોઈ સુધાબેને સંગીતાને કહ્યું કે,
“હું અને દિપક અહીંયા છીએ, સંગીત તમે ઘરે જાવ કેમ કે સિયા એના સ્વભાવ પ્રમાણે જ્યાં સુધી દાદા સાજા નહીં થાય ત્યાં સુધી તે જાપ જ કરશે, તો તમે એનું ધ્યાન રાખજો. જાવ...”
એમ કહીને સંગીતાને પણ સિયાની પાછળ મોકલતાં તે ગયા.
દિપક અને સુધાબેન બરાબર 72 કલાક થયા ત્યાં સુધી હોસ્પિટલમાં બેસી રહ્યા. સિયા ઘરે જાપ કરતી રહી. આ બધાનું ધ્યાન સંગીતા રાખતાં જ કયારે 72 કલાક પૂરા થયા તે તેમને ખબર ના પડી. 72 કલાક પછી ડોક્ટરે કહ્યું કે,
“ધીરુભાઈ હવે આઉટ ઓફ ડેન્જર છે. તમે ચિંતા ના કરો અને હવે અમે તેમને આઈસીયુમાં થી બહાર કાઢી અને સ્પેશિયલ વોર્ડમાં શિફ્ટ કરી રહ્યા છે. તો ત્યાં તમે તેમને મળી શકશો.”
“થેન્ક યુ વેરી મચ ડોક્ટર, તમે મારા બાપુજીને ઠીક કરી દીધા.”
દિપક થોડા ગળગળા અવાજે બોલ્યો એટલે ડોક્ટરે કહ્યું કે,
“સાહેબ એ તો ઈશ્વરના જ હાથમાં છે, બસ અમે ફક્ત મહેનત કરી અને એ સાજા થઈ ગયા અને એ જ આપણા માટે સૌથી મોટો ભગવાનનો ઉપકાર છે.”
“હા સાહેબ, થેન્ક યુ, છતાં તમે મહેનત તો કરીને બાકી ફળની સુધા ના હોય તો મહેનત ન કરીએ તો ફળ તો બિલકુલ ના મળે. એટલે મહેનત કર્યા પછી સુધા રાખી શકાય.”
“તમે પણ તમે બાપુજી જેવી જ વાતો કરો છો, એમને?”
દિપક હસી પડ્યો.
“તમારા બાપુજીને સારું છે. પણ યાદ રાખજો કે, તમે બંને જણ એમની સાથે પણ વધારે વાતો ના કરતા, જેથી એમની તકલીફ ના પડે, સ્ટ્રેસ ના થાય એનું ધ્યાન પણ તમારે અને તમારા મમ્મીએ જ રાખવાનું છે. અને હક ઘરનો માહોલ ખુશનુમા હોવો જોઈએ, એ પણ ખાસ ધ્યાન રાખજો.”
“જી સાહેબ, ચોક્કસ હું બધું જ ધ્યાન રાખીશ.”
હવે ડોક્ટર જતા રહ્યા. સુધાબેને દિપકને કહ્યું કે,
“દિપક હવે તારા બાપુજીને ઠીક છે, તો તું ઘરે જા અને એ લોકોને કહી આવ. આટલા દિવસથી ઓફિસ નથી ગયો તો તારા કામ બધા અટકી નહીં પડ્યા હોય.”
“વાંધો નહીં, બા આજનો દિવસ રોકાઈ જાઉં છું. કાલથી સંગીતા થોડી વાર આવશે એટલે હું કામ કરવા જતો રહીશ. બાકી અહીંથી જરૂરી કામ તો કરી જ રહ્યો છું. તમે ચિંતા ના કરો.”
“ભલે બેટા... તને જે યોગ્ય લાગે તે કર....”
એવું કહી દાદાને સ્પેશિયલ વોર્ડમાં લઈ જતાં જ સુધાબેન એમની જોડે ગયા અને એમને પૂછ્યું કે, “બોલો હવે તમને કેવું છે?”
“બસ સારું છે મને. ત્રણ-ચાર દિવસ થાકી ગયો એટલે આરામ કરવા હોસ્પિટલમાં આવી ગયો.”
“સારો આરામ કરી દીધો તમે તો, હવે ચાલો ઘરે. હવે તો મારે પણ ઘરે જવું છે.”
“તો તું જા ને, હું પણ ક્યારે ઘરે જઈએ એની જ રાહ જોઉં છું?”
“ચાર પાંચ દિવસ પછી બાપુજી, આપણને ઘરે જવાની રજા આપવાનું કહ્યું છે. તો તમારી અહીં જ આરામ કરવો પડશે ને.”
કેશવે ઠપકાભરી નજરે જોતાં કહ્યું તો.....
(ધીરુભાઈ હવે શું કહેશે? સિયાને ખબર પડશે તો તે શું કરશે? સિયા તેના દાદાને હોસ્પિટલ જોવા આવશે ખરી? તે દિપકથી નારાજ રહેશે કે એમની વાત માનશે?ધીરુભાઈ હવે કયારે ઘરે પહોંચશે? એમની તબિયત બરાબર થઈ જશે ને?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૨૬)