એક ષડયંત્ર.... - ભાગ 84 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 84

(આજુ બાજુ પાડોશીની વાતો અને લવમેરેજ કરનારની હાલત વિશેની વાતો સાંભળી ધીરુભાઈને ટેન્શનમાં છાતીમાં દુખાવો ઉપડયો અને તે બેહોશ થઈ ગયા. કેશવે તેમને હોસ્પિટલમાં એડમિટ કરાવી તેમની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દીધી. ડૉક્ટર પણ તે રિસોપન્ડ નથી કરતાં એટલે ટેન્શનમાં આવી ગયા છે. હવે આગળ....)
‘તે ત્યાં મળશે કે નહીં એ પણ ખબર નહોતી, છતાં એ બજારમાં સવારથી ફરવા લાગી. સવારની બપોર અને બપોરની સાંજ થવા આવી, પણ સિયા દેખાય નહીં. સિયા હવે નહીં મળે, એ વિચારી દુઃખી અને નિરાશ થઈ ગઈ, કાશ સિયા આવી ગઈ હોત તો સિયાને એના દાદાના હોસ્પિટલાઈઝ કર્યા છે, તે જણાવી દેતી. પણ હવે તે કાલે આવશે... એમ વિચારી ઘરે જવા જતી હતી એને સિયા આવતી દૂરથી દેખાઈ. તે પરાણે ચાલી રહી હતી કે એમ કહો તો પણ ચાલે તેના પગ ડગુમગુ અને તે લથડાઈ રહ્યા હતા. તે પરાણે પોતાની જાતને ધસડી રહી હતી.
સિયાને પણ દવા લેવા જવા માટે ઘરેથી પરમિશન જ માંડ માંડ મળી હતી એટલે સાંજે તો ઘરની બહાર નીકળી. આ બાજુ રોમાએ અચાનક જ સિયાને આવતી જોઈ તેની સાથે વાત કરવા માટે ફટાફટ એની પાસે ગઈ અને કહ્યું કે,
“સિયા એકવાર દાદાને મળી લે....”
“કેમ દાદાને શું થયું?”
“દાદાની તબિયત બિલકુલ સારી નથી....”
રોમા હજી આગળ બોલે તે પહેલાં સિયા,
“પણ દાદાને શું થયું, એ તો કહે? મારા લીધે એમને કંઈ
થઈ તો નથી ગયું ને?”
“બસ કંઈ થયું નથી ને, તું જ કહે એમને શું થાય? દાદાને એટેક આવ્યો છે.”
“પણ અચાનક જ... આવું કેમ કરીને થાય, હમણાં તો તે સાજા થયા હતા. અચાનક એવું શું થયું કે તેમને અટેક આવ્યો.”
“બસ તારા વિશે બધી ખબર પડી ને, એટલે તેમને એ વાત જણાવી કોણે? તે જણાવી ને?”
“મેં.. સિયા ના મેં નથી જણાવી, મેં તો ફક્ત તને બચાવવા માટે અહીંની આઇપીએસ ઓફિસર કનિકા મેડમનેને જણાવી હતી. તો પણ કદાચ એમને એમને જઈ વાત કરી હોય તો મને ખબર નથી.”
“શું કરવા જણાવ્યું તે એમને અને એ મેડમે મારા ઘરના લોકોને.... હવે દાદાની તબિયતનું શું થશે? તું સમજી નથી રહી કો દાદાને કંઈ થઈ જશે તો હું મારી જાતને ક્યારે માફ નહિ કરી શકું....”
સિયા રડી પડી.
“તું તારી જાતને માફ કરે કે ના કરે, પણ તું એકવાર વિચારી જો જે કે તું જે જિંદગી જીવે છે, તને બધા પરેશાન કરે છે, તારું નામ બદલી નાખ્યો અને જોડે ધર્મ પણ, તો તે હજી તારી સાથે કેટલા જુલમ કરશે એટલે જ મેં તને બચાવવા માટે થઈ આઇપીએસ કનિકા મેડમને વાત કરી હતી. એમને મને એક વાર કહ્યું હતું કે તું મળે તો મારે એમને વાત જણાવવાની. પહેલા તો નહોતી જ જણાવી પણ ગઇકાલે તારી હાલત જોયા પછી હું ડરી ગઈ હતી, પછી એમને ના જણાવું તો કેવી રીતે બની શકે.”
“તે નહોતું જણાવવાનું. જોયું ને તે જણાવ્યું એટલે મારી હાલત કરતા દાદાની હાલત શું થઈ ગઈ? મારી વિશે એ ના જાણતા તે ખુશી ખુશી જીવી જાતને.... મારી એમને ચિંતા થાત પણ એમ જ એમની જિંદગી તો શાંતિથી પસાર થાત ને.”
“કેવી રીતે પસાર થાત, દર વખતે તારી ચિંતા કર્યા કરતાં, એવી રીતે જિંદગી પસાર કરવાથી શું મતલબ? એ કહીશ જરા?”
“એ તને એવું લાગે છે, પણ મને લાગે છે એમને મારા વિશે ખબર ના પડી હોત ને, તો તે આરામથી એમનું જીવન વિચારી શકતા.”
“તારે જે સમજવું હોય એ સમજ અને આ સમજીશ તો પણ મને ચાલશે. પણ મને જે યોગ્ય લાગે મેં કર્યું.”
એમ કહેતાં જ મ્હોં ફેલાવીને સિયા જવા લાગી એટલે રોમા જતાં જતાં સિયાને,
“આમ મ્હોં ફૂલાવવાથી થયેલું બદલાઈ નહીં જાય.”
એટલે ફરી પાછું સિયા બોલી કે,
“બસ હું તને મારા માટે એ જ તો કહી રહી છું.”
તે આગળ વધવા ચાલવા લાગી તો રોમાએ,
“એકવાર વિચારી... જો તું એક વાર તારા દાદા અને મમ્મી પપ્પાને મળી જા, કદાચ આ તારો પ્રોબ્લેમ તો સોલ્વ થાય. સાથે સાથે એ પણ તને સાથ આપશે.”
“એવું કંઈ નહીં બને, મને ખબર છે.”
એમ કહી સિયા નારાજ થઈને જવા લાગી, પછી શું યાદ આવ્યું કે તે એકદમ જ રોમાના ગળે વળગી ગઈ અને રોવા લાગી. તેને કહ્યું કે,
“રોમા તું એકવાર દાદાને જોઈ આવજે અને મને જે હોય એ જણાવજે કે દાદાની તબિયત કેવી છે? હું જાઉં છું.” એમ કહી તે જવા લાગી.
ઘરે આવીને સિયા પોતાની જાતને જ ફરિયાદ કરતાં કહ્યું કે,
“મેં જ કેમ આવું કર્યું? મેં જ ખોટું પાત્ર કેમ પસંદ કર્યું. મેં જ કેમ એમની સાચી વાતો માની નહીં અને એનો અર્થ ખોટી રીતે પકડી પડ્યો. મારી જેની સાથે લોહીની સગાઈ હતી, એની વાત તો ના માની ઉપરથી આ માનવના પ્રેમના જાળમાં કેવી રીતે ફસાઈ ગઈ. જો હું ના ફસાઈ હોત ને તો દાદા આજે હરતા ફરતા મારી પાસે હોત અને હું એમની પાસે હોત. અને મારા ઘરમાં ખુશીનો માહોલ હોત ને. અરે... મારા જેવી કમભાગી કોઈ નહીં હોય, જે પોતાના દાદાનો પણ જીવ લે છે અને મા બાપનો પણ જીવ લઈ લેશે. મારે તો જાતે જ ડૂબી મરવું જોઈએ.”
આમ વિચારથી વિચારતી તે કલ્પાંત કરવા લાગી. એ ખૂબ વાર રડી રહી હતી, એવામાં જ માનવ એ રૂમમાં આવ્યો અને એને રડતી જોઈ તેને નવાઈ લાગી અને પૂછ્યું કે,
“કેમ રોવે છે?”
સિયા પહેલાં તો કંઈ બોલી નહીં, પણ તે રોઈએ જ જતી હતી. અનિશે ફરીથી એકવાર પૂછ્યું તો,
“તું આમ કેમ રોવે છે?”
જવાબમાં,
“બસ તમે મને એકવાર દાદાને દેખાવા લઈ જાવ, હું કોઈને કંઈ જ નહીં કહું... બસ તમે મને એકવાર એમને મળવા લઈ જાઓ. દાદા હોસ્પિટલમાં એડમીટ કરી દેવામાં આવ્યા છે, અને મારા દાદા દેખવા છે.”
તે રડતી ગઈ અને બોલતી ગઈ.
“મેં તને કીધું ને કે તારે ત્યાં નથી જવાનું.”
“તમે આવા નિષ્ઠુર કેમ બનો છો? તમને એવું લાગે છે, પણ આજ સુધી મને દાદા એ જ આંગળી પકડીને ચાલતા શીખવાડયું છે, મોટી કરી છે અને પછી હું એમનૈ ના દેખું તો કોને દેખું, તમે મને લઈ જાઓ કાં મને જવા દો. બસ એમને દેખીને... એ પણ દૂરથી દેખીને પણ પાછી આવતી રહીશ. પણ મારે મારા દાદાને દેખવા છે. તમે મારી વાત બિલકુલ સાંભળી નથી રહ્યા.”
માનવ પર એ વાતની કંઈ અસર ના થઈ અને તે બોલ્યો કે,
“હવે એવું લાગે છે કે તું સાંભળીશ પણ નહીં. મારે જ એ માટે કંઈ કરવું પડશે. આવી હરામખોર સ્ત્રી કોઈ વાત સમજતી જ નથી. એના માટે તો આ જ ઠીક રહેશે.”
એમ કહીને તેને પટ્ટો લીધો અને પટ્ટો હાથમાં લઈ ને, તેને મારવા લાગ્યો.
(સિયા માનવની વાત માનશે? એના પર હજી કેટલા જુલ્મ થશે?કનિકા હવે શું કરશે? તે સિયાને કેવી રીતે બચાવશે? એના માટે તેને શું કરવું પડશે? માનવ હજી સિયા પર કયો અને કેટલા જુલ્મ કરશે? સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? એ લોકો ત્યાં પહોંચી તેને આ નરકમાં થી ઉગારી શકશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૮૫ )