એક ષડયંત્ર.... - ભાગ 97 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 97

(દિપક અને સંગીતા એકબીજાને સિયા પાસે જવા કહે છે, અને હિંમત રાખવાની વાતો કરે છે. પણ સુધાબેન એની પાસે પહોંચી જાય છે અને તેની સાથે વાત કરી હિંમત આપવાની સાથે વાતો કરવા કહે છે. સિયા પહેલાં પોતાની જાતને દોષી માને છે. હવે આગળ.....)
“દાદી, તમે કહો ને કે તેવી કંડીશનમાં છે? જો દાદાને કંઈ થઈ જશે, તો દાદા વગર તો હું પણ કેવી રીતે જીવીશ. દાદા હતા એટલે જ હું હિંમત કરતી હતી અને હિંમત થતી પણ હતી, હવે કોના માટે હિંમત કરવાની.... મારા જેવી કોઈ ખરાબ પૌત્રી નહિ હોય, મારા જેવી છોકરીઓને તો કશું કહેવું જ ન જોઈએ.... બસ મારા જેવું ગુનેગાર જ કોઈ નહીં હોય, જેને પોતાના દાદાને હોસ્પિટલમાં પહોંચાડી દીધા છે.’
સિયા પોતાના દાદાની હોસ્પિટલ એડમિટ કર્યા છે, એ પછી પોતાની જાતે જ ગુનેગાર માનવા લાગી અને વારેવારે કહી રહી હતી કે,
“તો... તો દાદી તમે મારી સાથે વાત ના કરો, હું તમારી સાથે વાત કરવાની પણ લાયક નથી. મારા જ દાદાને મેં હોસ્પિટલ પહોચાડી દીધા. દાદી તમે તો એમ જ સમજી લો કે હું મરી ગઈ છું. તમારા માટે હું અજાણી છોકરી છું. હવે મારે તો પપ્પા, મમ્મી કે કોઈને નથી મળવું. બસ મારા જેવી દીકરી કોઈને મોં ના દેખાડવું જોઈએ અને આમ હું અડધી જ બળી એના કરતા પૂરી બળી ગઈ હોત તો કેવું સારું થાત. કાશ હું મરી ગયો હોત ને તો તમારે કમસેકમ એ તો આ બધું સહન ના કરવું પડતું.”
“મારે તો મરી જવું જોઈએ, તમે કોઈ એવું કેમ કહેતા નથી કે તમે એવું જ કહો મને કે હું તમારા ઘરમાં રહેવા લાયક જ નથી. આમ પણ ભાગી ગયેલી છોકરીને કોણ બોલાવે છે, તમે પણ ના બોલાવો.”
સિયા આવું બોલતાં જ સુધાબેન નવાઈથી તેને જોઈ રહ્યા. તે બોલ્યા કે,
“બેટા આમ ના બોલ, અમારો જીવ કળીએ કળીએ કપાશે.”
દાદી એમ કહી તે રોવા લાગી. કનિકા તેમને પરાણે બહાર લાવી. પછી સંગીતા અને દિપક પણ હિંમત કરી અંદર ગયા તો સિયાએ બધાની જોઈને કહ્યું કે,
“તમારી આ નાદાન દીકરીને માફ કરજો, હું તમારા બધાના લાયક નથી. હવે એટલું જ કહે છે કે તમે લોકો અહીંથી જતા રહો તમે મારી હાલત નહીં જોઈ શકો અને હું તમને રડતા નહીં જોઈ શકું, પ્લીઝ. તમે મને ક્યારેય ન મળતા.”
કનિકાએ સિયાને સ્ટ્રેસ ના પડે એ માટે ઇશારો કરતા કેશવે હા પાડી અને કહ્યું કે,
:બેટા બસ એટલું કહીશ કે તું હિંમત રાખ, અમે છીએ તારી જોડે જ અને અમને પણ અમારી દીકરી હસતી રમતી પાછી જોઈએ છે. તું હશે તો જ મારા ઘરમાં ધબકતું હશે. મારે એવું જોઈએ છે, બસ એટલું કરજે.”
સંગીતા બોલી કે,
“બેટા, હું કહું છું ને કે હું તારાથી ના તો નારાજ છું કે ના ક્યારે નારાજ થઈ હતિ કે ના થઈશ. બસ તું પાછી ઘરે આવી જા.”
આટલું બોલતાં જ તે રડી પડી અને સામે સિયા પણ. દિપક સંગીતાને પરાણે બહાર લઈ આવી ગયા. હવે કનિકા અને સિયા જ એ રૂમમાં રહ્યા હતા. કનિકાએ તો કહ્યું કે,
“બસ બેટા હવે હું છું તું આરામ કર અને આ રીતે જો તું કરતી રહીશ તો તારી તબિયત બગડશે અને તારા મન પર પણ કોઈ ભાર ના રાખ. એ તારા મા-બાપ છે, એટલે જ તો તને ક્યારેય નફરત નહીં કરી શકે. એ એમના વશની વાત નથી. બેટા. હવે હું જાવ છું અને તું આરામ કર."
સિયાએ પોતાની જાતને શાંત કરી અને બોલી કે,
"એક મિનિટ મેડમ, મારે તમને હજી કંઈક કહેવું છે."
"શું કહેવું છે, બોલ બેટા?"
"મેડમ હું જીવું કે ના જીવું, પણ આ એક વાત મેડમ તમારે માટે કામ કરશે. તમારે રેકોર્ડ કરવું હોય તો રેકોર્ડ કરી લો."
"ભલે..."
"મને ખબર નથી કે મારું જીવન કેટલું લાંબું છે, પણ તમને અને બીજા બધાને પણ ખબર પડે કે એવું તો શું બન્યું કે જેમાં હું જાતે જ બળવા પણ તૈયાર થઈ ગઈ. ભલે એ લોકોએ મને બાળી છે, પણ મારા મનમાં એક વાતનો ભાર હતો અને એટલે જ હું ત્યારે જીવવા પણ નહોતી માંગતી."
કનિકાએ કહ્યું કે,
"બોલ બેટા અત્યારે શું કહેવું છે?"
"મમ્મી પપ્પા, દાદા દાદી તમે મને આ બતાવવા માટો માફ કરી દેજો કે, મેં તમારી વાત ના સાંભળી અને તમારી વાત ના સાંભળવાના લીધે જે મેં સહન કર્યું છે, એવું કોઈ છોકરી સહન ના કરે. એટલા માટે જ મેડમ તમે આ રેકોર્ડિંગ લાઈવ પણ થવા દેજો."
"મેડમ હું જીવું કે ના જીવું, પણ તમે એ લોકોને ક્યારેય ના છોડતા.... જેમને મારી સાથે જબરજસ્તી કરી હતી."
"તારી સાથે જબરજસ્તી કરી હતી એટલે માનવ અને તું બંને એકબીજાને પ્રેમ કરતા જ હતા ને, એની સાથે તે ભાગીને લગ્ન પણ કર્યા હતા. તો એ હવે કેવી જબરજસ્તી કહેવાય."
કનિકા બોલી પડી.
"એટલે એ મારી સાથે જબરજસ્તી નહોતી પણ જબરજસ્તી કરનારા હતા માનવનો મોટો ભાઈ. એમને મારી સાથે ઘણી વાર જબરજસ્તી કરીને સંબંધો બાંધેલા છે. મને ક્યાંયની નથી રહેવા દીધી. હદ તો ત્યારે થઈ એ વારેવારે અને સમય જોયા વગર તેમની ઈચ્છા થતી કે મારે એમની જોડે સંબંધ બાંધવો પડતો. હું એમ ના કરું તો માનવની અમ્મી, બબિતા બધા મને મારતા. હું કગરતી પણ એમના કાન એ વખતે બહેરા થઈ જતા. મને મારી મારીને રૂમમાં ફેંકવામાં આવતી અને ચીસો પાડવાની સજા આપવામાં આવતી."
કનિકાને આ સાંભળી જ એરારટી થઈ ગઈ, પણ પરાણે પરાણે તેનો અવાજ નીકળ્યો કે,
"શું સજા આપવામાં આવતી હતી?"
"મારા શરીર પર સિગારેટના ડામ આપવામાં આવતા અને એ પણ એવી જગ્યાએ જ્યાં હું કંઈ કરી જ ના શકું.... મારી પાસે એમની વાત માનવા સિવાય કોઈ રસ્તો નહોતો, પણ હું વિરોધ કરતી, ચીસો પાડતી પણ એ લોકોને મારા પર દયા નહોતી આવતી.'
આટલું બોલતાં તે રડી પડી. પછી પાછી,
"એ લોકોને વિરોધ કરી શકું એ માટે મને ધમકી આપવામાં આવી હતી કે હું કંઈ પણ આનાકાની કરીશ તો મારા પરિવારના લોકોને તેઓ મારી નાંખશે. ધીમે ધીમે તો હું પણ એનાથી રીઢી થઈ ગઈ અને આ બધું હું આનાકાની વગર સહન કરતી રહી. ઘરનું કામ કરવું અને રાતે આ અત્યાચાર સહન કરવાની મને આદત પડી ગઈ. એ સમયે હું મોઢું સીવી દેતી અને સહન કરે જતી હતી.'
"તો પછી આ પોઝિશન કેમ કરીને આવી?"
"આ પોઝિશન પણ એટલા માટે જ આવી હતી કે જ્યારે મેં માનવના અબ્બા જોડે સંબંધ બાંધવાની ના પાડી અને એમના પર જનૂન સવાર થઈ ગયું. અને એના માટે મને પહેલા એક વાર તો ખૂબ મારી હતી, એ પછી પણ મેં મચક ના આપી અને મજાક ના મળતાં જ એમને મને ફરીથી મારવાનું ચાલુ કર્યું.
(કનિકા હવે શું કરશે? સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? શું માનવ પકડાશે કે છટકી જશે? એના બ્યાન બાદ પોલીસ શું એક્શન લેશે? દાદાને આ ખબર પડશે તો એમના પર શું વીતશે? આ સાંભળ્યા બાદ દિપક અને એના પરિવારની શું હાલત થશે? એ કેમ કરીને સહશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૯૮)