એક ષડયંત્ર.... - ભાગ 39 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 39

(સિયા તેના પ્રેમ મનથી તો સ્વીકારે છે અને સાથે સાથે તે માનવને પણ પ્રપોઝ કરી દે છે. માનવ પણ તેને હા પાડી તેના પ્રેમનો સ્વીકાર કરે છે. કનિકા પોલીસ સ્ટેશન પહોંચી પહેલાં ચાર્જ લે છે અને એસિડ વેચનારાને ભેગા કરવાનું કહી હોસ્પિટલ પહોંચે છે. હવે આગળ....)
ઝલકને કનિકાએ મમતાથી પૂછયું કે,
“કેવું છે તને હવે?”
ઝલક કંઈ બોલી નહીં પણ તેની આંખના આંસુ તેના દર્દને બયાન કરી દેતા હતા. એ જોઈ તે પણ છળી ઊઠી, એટલે તે ચૂપ થઈ ગઈ. થોડીવાર રહીને કનિકાએ તેને પૂછ્યું કે,
“હું તને એક વાત તો પૂછવાની ભૂલી ગઈ. બેટા તારા પર જેને એસીડ ફેંકનાર હતો, એનું નામ શું હતું?”
“કાદિલ....”
એ નામ બોલતાં પણ તે છળી ઉઠી. તે જોઈ,
“બસ... બસ, હવે તું આગળ બોલ નહીં અને તારી ટ્રીટમેન્ટ પર ધ્યાન આપ. પણ તને એટલું પ્રોમિસ આપું છું કે હું એ છોકરાને તો હવે નહીં છોડું.”
કનિકાએ તેના માથે હાથ ફેરવી આશ્વસાન આપ્યું. એમ કરતાં કરતાં જ તેનું મન ભરાઈ આવ્યું એ તો ત્યાંથી જતી રહી અને રસ્તામાં થી જ તેને ફોન કરીને કહ્યું કે,
“હેમંતજી કાદીલ નામના છોકરાની તપાસ કરો અને એની પૂરેપૂરી ડીટેલ હું આવું ત્યાં સુધીમાં મારા ટેબલ પર હોવી જોઈએ.”
“જી મેડમ, હું હમણાં જ તપાસ કરું છું.”
“અને હા, આ વાતની ખબર બીજા કોઈને ના પડવી જોઈએ, એ યાદ રાખજો.”
“ભલે મેડમ.... પણ મેડમ એમાં આ કાદિલની તપાસ કરવાની શું જરૂર છે?”
“તમારો કાદિલ સગો થાય છે?”
“ના એવું કંઈ નથી મેડમ...”
“બસ તો પછી હું જેટલું કહું એટલું જ કરવાનું. અને મારું કામ હું આવું એ પહેલા તૈયાર હોવું જોઈએ, સમજયા.”
“જી મેડમ....”
તે ત્યાંથી નીકળી પાછી જ્યાં ઘટના બની હતી એ જગ્યાએ પહોંચી અને તેને બધું જ બરાબર ચેક કર્યું. આગળ પાછળનું વિસ્તાર પણ જોયો. મનમાં ને મનમાં જ કંઈ નોટ કર્યું? પછી તે ‘દીક્ષીત કોલેજ’ ગઈ, તેને ત્યાં કોઈપણને પૂછયાગાછયા વગર બસ તે માહોલ જોયો અને ત્યાંથી પાછી ફરી.
પોલીસ સ્ટેશનમાં આવી તેને કહ્યું કે,
“હેમંતજી મેં માંગ્યું હતું તે ડિટેલ તૈયાર?”
“હા મેડમ ડિટેલ તૈયાર છે અને તમારા ટેબલ પર મૂકેલ છે.”
“અને પેલા બધા લોકો?”
“હા મેડમ, એ લોકો પણ આવી ગયા છે.”
“સારું તો પહેલા એ લોકોને જઈને મળીએ. પછી બીજી વાત.”
કોન્સ્ટેબલે જ એ લોકોને એક લાઈનસર ઊભા રાખ્યા. હેમંતે અને કનિકા ત્યાં પહોંચ્યા અને અએ લોકોને જોઈને કનિકાએ કહ્યું કે,
“તમને ખબર છે ને કે એસિડ વેચવો એ જ ગુનો છે, અને એમાં પણ જલદ એસિડ કોઈને આપવું તો ભયંકર ગુનો છે. તો તમે મનમાં આવે કેમ એસિડ આપી દો છો?”
બધા તો બોલ્યા નહીં, પણ એક ભાઈએ હિંમત કરીને કહ્યું કે,
“બેન એસિડ ફિનાઈલ વેચવાનો અમારો ધંધો છે, એના વિશે તો શું કરીએ. અને અમને થોડી એવી ખબર હોય કે લેનાર વ્યકિત એના ઘર માટે લઈ જાય છે કે બીજા કામ માટે? હા તમે એમ કહો કે પૂછી લેવાનું, પણ એ તો કેવી રીતે પૂછવાનું અને એ કદાચ અમને એમ પણ કહે કે એ ઘર માટે લઈ જાય છે, તો અમે થોડી ના રોકી શકવાના હતા.”
“હા, પણ ઘર માટે જલદ એસિડ ના જોઈએ તો પછી જલદ એસિડ જ કેમ રાખો છો?”
“મેડમ અમે એ નથી જ રાખતા. એ તો ફક્ત એક જ વ્યક્તિ રાખે છે.”
“કોણ રાખે છે?”
“ચમક એસિડવાળો...”
“તો ચમક એસિડવાળો કોણ છે? સામે આવો તો એ ભાઈ.”
તે ભાઈ આવ્યા તો,
“શું નામ તમારું?”
“ચમન પણ બધા મને ચાચા જ કહે છે.”
“તો ચાચા તમે જલદ એસિડ કેમ વેચો છો?”
“એવું થોડી હોય કે ના વેચાય અને એમાં હું લોકો માટે કે ઘર માટે નથી રાખતો. હું રાખું છું ઇન્ડસ્ટ્રીયલ માટે... મારે ત્યાં તો ઇન્ડસ્ટ્રીવાળા જ મારા મોટા ઘરાકો આવે છે. અનો ઇન્ડસ્ટ્રીઝવાળા પણ મારી પાસેથી બધો જ એસિડ લઈ જાય છે.”
“તો પછી થોડું થોડું જલદ એસિડ કોણ આપે છે?”
કનિકાએ કડકાઈથી પૂછ્યું તો તે,
“એ તો મને ખબર નથી કે કોણ આવી રીતે લઈ જાય છે.”
“સારું, તમે એકલા દુકાનમાં કામ કરો છો?”
“ના બેન મારે ત્યાં તો બે-ત્રણ માણસ રાખેલા છે.”
“કેમ?”
“એટલા માટે કે મારે ઇન્ડસ્ટ્રીઝમાં માલ પહોંચતો કરવાનો હોય અને કવોન્ટટી પણ હોય એટલે માલ ડિલેવર કરાવવો પડે. એ હું મોકલાવી દઉં અને એ માટે ડીલેવરી કરવાવાળા ડીલેવરીમેન હોવા તો જોઈએ જ ને.”
“બરાબર છે, એમાંથી કોઈ આવું કામ કરે કે કટકી કરે એવું ખરું?”
“ના એવું તો મને લાગતું નથી...”
“સારું તો તમારા એ બે ત્રણ માણસોને જેટલા હોય તે લઈને મારી પાસે આવો, બરોબર. પણ સવાર સુધીમાં તમે મારી સામે આવી ગયેલા હોવા જોઈએ. અને હા બાકી બધા યાદ રાખી લેજો, કોઈએ પણ જલદ એસિડ નહીં વેચવાનો. એસિડને એની જલદતા ઓછી કરવાની જરૂરિયાત તમારે પણ છે... નહીંતર આમને આમ કોઈ છોકરીની જિંદગી બરબાદ થઈ જશે. ઘણી છોકરીઓ ની જીંદગી બરબાદ થઈ જાય પછી એમની હાલત શું થાય એ એકવાર એનો ભોગ બનેલી છોકરીને મઘજો એટલે ખબર પડશે. તમે ક્યારેય એવું વિચાર્યું છે કે પછી મનમાં આવો એટલે વેચવા લાગી જાવ છો.”
“પણ મેડમ....”
“બસ કંઈ સાંભળવું નથી મારે, ચૂપચાપ બધા જતા રહો અને મારું ઈન્સ્ટ્રકશન બરાબર યાદ રાખજો. જો મને ખબર પડે ને કોઈએ જલદ એસિડ વેચ્યો છે, તો એની જેલ ભેગો કરતાં જરા પણ મને વાર નહીં થાય.’
“હેમંતજી આ લોકો રવાના કરો, અને ચાચા તમે મારી સામે કાલે હાજર થજો, તમારા માણસો સાથે બરાબર.”
“હા બેન...”
એમ કહી તેઓ જતા રહ્યા અને હું પોતાની કેબીનમાં જઈને બેઠી અને કાદિલની ડીટેલ વાંચવા લાગી.
“પાંચ ફૂટ સાત ઇંચ હાઈટ, રંગે કાળો અને બેડોલ. અને સ્વભાવથી બેહૂદો માણસ, એનો સારો ક્રિમિનલ રેકોર્ડ પણ ખરો. દિક્ષીત કોલેજમાં ભણવા કરતા રખડવાનો ધંધો વધારે એનો અને પેપર ખોલવામાં જ એનો નંબર આવતો. કોલેજના બીજા વર્ષમાં ચાર વાર ફેઈલ થયેલો છે છતાં કોલેજ હજી તેને છોડી નથી. કોલેજમાં આવરાગર્દી કરવાની, જો કોઈ છોકરી એની વાત ના માને તો એને મારવામાં પણ એનું નામ આવતું હતું, એ છોકરીઓનો હેરાન પણ કરતો હતો. પણ એના વિરુદ્ધ કોઈ સબૂત ન હતા કેમ કે બદનામીના ડરથી કોઈ છોકરી મ્હોં ખોલવા તૈયાર નહોતી. એ રહેતો હતો પણ એક ખોલીમાં જ અને એ ખોલીને આજુબાજુ રહેતા લોકો પણ એના જેવા ગુંડા જ હતા.’
તેને એ ડિટેલ વાંચી અને હેમંતને બોલાવીને કહ્યું કે,
“હેમંતજી આની આગળ પાછળની બધી જ માહિતી જોઈતી હોય તો શું થઈ શકે?”
“મેમ એ માટે તો આપણે એની પાછળ એક ખબરી ગોઠવી દઈએ.”
“બસ તો પછી રાહ જોયા વગર ખબર ગોઠવી દો.”
“ભલે મેડમ.. આપણે કાદિલના પાછળ શું કરવા પડ્યા છીએ? એનાથી આપણને શું મતલબ?”
(કનિકા શું જવાબ આપશે? એ સાંભળી હેંમત શું કહેશે? એના જવાબ શું હશે? કનિકા કાદિલને પકડવા શું કરશે? ચમક એસિડવાળા ચાચા આવશે ખરા? ક્યાંક એમનો કોઈ છોકરો જલદ એસિડ નહીં આપતો હોય ને? સિયા અને માનવ હવે આગળ શું કરશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૪૦)