એક ષડયંત્ર.... - ભાગ 19 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 19

(સિયાને માનવ ગાર્ડનમાં ખાસ્સો એવો સમય ગુજારે છે. પછી તે ઘરે મૂકી જાય છે. આ વાતને લઈ સિયાની તેના પપ્પા સાથે બહસ થઈ જાય છે. એ તેની વાત નથી સમજતાં અને પપ્પા એના દાદા સાથે રૂડલી વાત કરવા લાગે છે. હવે આગળ....)
“અને એવું કોને કહ્યું કે શાંત થઈને જ વાત કરવી પડે. બાકી આ રીતે વાત કરનાર પછી તે છોકરી જ ના હોય તેને સીધી કરવા માટે આજ કરવું પડે. તમે તો બોલશો જ નહીં, તમારા કારણે જ આના મગજમાં ભણવાની જગ્યાએ માતાજી અને આ બધું ચાલુ થઈ ગયું છે.”
“તેમાં ખોટું શું છે બેટા....
“બસ અમે તો તેને મંદિરે લઈ જઈ, એનું મન બહેલાવતા હતા એ માટે થઈને કઈ બીજું નથી શીખવાડતા.”
“ના પણ તમે એને કંઈ ભણાવતા હતા?”
“ના બેટા તમે તો એને તમારી સાથે મંદિર લઈ જઈ અને ધર્મના સારી સારી વાતો શીખવતા હતા.....”
“પપ્પા તમે દાદા સાથે વાત કરી રહ્યા છો, એટલું તો યાદ રાખ આ રીતે વાત કરવાથી તમે તો મારા મનમાં.....”
તે આગળ બોલી ના શકી. અને તેની આંખમાં આસું આવી ગયા.
“હું તમારી સાથે વાત જ નથી કરવા માગતી.”
એમ બોલીને જતી રહી, દાદા તો ચૂપ થઈ ગયા.
પણ દાદી બોલ્યા કે,
“તારા આવા વર્તનના લીધે જ તારી દીકરી તારાથી દૂર જઈ રહી છે, એ વિશે તે ક્યારેય વિચાર્યું છે. તને એ પણ ખબર નથી કે તારી દીકરી તારી સાથે કયારે બેસીને વાત કરી છે.”
“હું એની સાથે બેસી શકું એ માટે થોડો નવરો છું, મા.”
“એમ તો પછી તું આ રીતની વાતો કરી કરીને શું કામ એને હેરાન કરે છે? દરેક વખતે તારી જીદ મનાવી એ તો કોઈ યોગ્ય વાત નથી અને જ્યારે હોય ત્યારે તું જ કહ્યા કરે છે. એની પણ એક મરજી હોય અને એની મરજી પ્રમાણે કરવાનું એનો હક પણ હોય.’
“એ બધું મારે નથી કહેવું છતાં હું તને કહું છું કે હવે એને ટોકવાનું છોડી દે. આમ પણ એ હવે 18 19 વર્ષની થઈ ગઈ છે, અને 18 19 વર્ષથી છોકરીને વારંવાર ટોકવાથી કંઈ બદલાઈ ના જાય. એના મિત્ર બન અને એ ના થઈ શકે એમ હોય તો એના પર ધ્યાન રાખ.
અને તું એ સમજ કે આ ઉંમરની છોકરીના સપના અને એમની બધું જોવાની અલગ જ નજર હોય. તું જ્યારે આ ઉંમરમાં હતો ને, ત્યારે અમે તને કહેતા હતા તો તું કેટલો ગુસ્સે થઈ જતો હતો. જયારે આ તો બિચારી ડાહી છોકરી છે કે જે ખાલી તારી વાતો સાંભળી લે છે અને જવાબ નથી આપતી. પણ તે કયારે આપશે એ ખબર નહીં.”
સિયા થોડી નારાજગી સાથે એના રૂમમાં પહોંચી ગઈ અને પથારી પર આડી પડી પહેલાં તો અત્યાર સુધી દબાવી રાખેલા આસું બહાર નીકળી પડયા. પછી જાતે જ શાંત થઈ અને વિચારવા લાગી કે,
“મારા પપ્પા તો મારી વાત સાંભળતા પણ નથી કે એ ક્યારે મારી વાત સમજવા તૈયાર નથી. એમની સમજમાં એ જ નથી આવતું કે મને પણ કંઈક ઈચ્છા હોય, મારી પણ દુનિયાની જોવાની નજર અલગ હોય. મારે અલગ રીતે જોવી પણ હોય, એમને તો એમની જ વાત સાચી એ જ મારી પાસે મનાવું છે.’
“હું કઈ આખી જીંદગી એમના ઓબ્ઝર્વેશનમાં તો ના જ રહી શકું ને, હું થોડી કંઈ એક રમકડું જ છું, મારા સપના પણ એમના માટે મારી નાખવાના જ. દર વખતે એમની જોહુકમી ચલાવવાની. પહેલા હું કોલેજ કરવા નહોતખ માંગતી, ત્યારે બસ કોલેજ કર... કોલેજ કર... કોલેજ કર, એમ કહી કહીને મારું માથું પકવી નાખ્યું. મેં કોલેજ કરવાની તૈયારી બતાવી અને કોલેજમાં ગઈ તો મારા ફ્રેન્ડ્સ મેં બનાવ્યા તો એ પણ એમને ગમતું નથી. આ નહીં કર કે પેલું નહી કર. બસ એમના ઇન્સ્ટ્રક્શન ચાલુ જ રહે છે. એમને મને ઉડવા આકાશ જ નહોતું આપવું તો શું કામ તે મને આકાશ બતાવે છે.’
“એની જગ્યાએ માનવને જોઈએ તો એમ થાય કે, કેટલો સીધો, સાદો અને મિલનસાર છોકરો છે. દરેક સાથે કેવી સરસ વાત કરે છે, પછી તે મારી સાથે હોય કે દાદા દાદી હોય અને આ તો ઠીક પણ બીજા કોઈ પણ ગરીબો હોય કે ઉંમરવાળા હોય એમની સાથે પ્રેમથી વાત કરવી કે તેની સેવા કરતો હોય છે. એવું લાગે છે એને એ ઘરનો જ વ્યક્તિ છે. ભલે આ એના સગા દાદા દાદી તો છે નહીં કે ના એના સગા વ્હાલા છતાં નમ્રતાથી વાતો કરવાની, દરેકની મદદ પણ કર્યા કરે છે અને વાતો પણ કરે છે. કોઈ જ ઉતાવળ નહીં કે આકરાપણું. ઊલટાનો એનો સૌમ્ય શાંત ચહેરો અને એની વાતોમાં ઠેહરાવ પણ આપણને અનુભવવા મળે.’
“કાશ મારા પપ્પા આવા હોય તો, બીજું તો કંઈ નહીં પણ બીજા બધાની વાત છોડો કે મારી વાત પણ જવા દો, તે ફકત દાદા જોડે તો શાંતિથી વાત કરે તો પણ સારું. આ કેવું છે નહીં, મને એવું લાગે છે કે પોતીકા કરતા પારકાં સારા. મારે કોઈ વાત તો માનવી નથી કે સમજવા માટે ની તો બાર ગાઉનું છેટું છે. આવું કેમ હશે એ જ ખબર નથી પડી રહી.”
“હશે જે થશે એમ કરીશ. સમય જે દેખાડશે તે કરીશું.”
સિયા આમ વિચારતી વિચારતી કયારે સૂઈ ગઈ તેની ખબર પણ ના પડી.
સવારનો સમય થઈ ગયો હતો, કલેક્ટર ઓફિસમાં બધો જ સ્ટાફ પોતપોતાના કામે લાગી ગયેલો. એ ઓફિસમાં પ્યુન દરેકને ચાનો કપ આપી રહ્યો હતો , તો અમુક પોતાનું કામ પતાવવા મથી રહ્યા હતા.
ત્યાંના એક ઓફિસરે એના નીચેના અધિકારીને કહ્યું કે, “તેમ આ કામ જલ્દી પતાવો નહિંતર સર ગુસ્સે થશે.”
“હા સર, હું જલ્દી જલ્દી ફટાફટ મથું છું, પણ અંદર આટલી બધી ડિટેલ હોય તો અને કલેક્ટ કરવામાં ટાઈમ તો લાગે કે નહીં.”
“હા પણ આ બધા એસક્યુઝ તું સાહેબને આપજે, મને નહીં. એકવાર જો તે બોલશે તો તારી જીભ પણ નહીં ઉપડે, સમજયો. તો ફટાફટ હાથ ચલાવ.”
એટલામાં પાંચ ફૂટ આઠ ઈંચ જેવી હાઈટ, એમના ચહેરા પર કડપ, તેમને પેન્ટ, શર્ટ,સૂટબૂટ અને ટાઈ સાથે રેડી. એમની એક જ નજર ફરે તો ભલભલા ડરી જાય એવી નજર, એના ચાલમાં તેમનો રૂઆબ કે પર્સનાલીટી બહાર ડોકાઈ આવતી હતી. કદાચ તે બોલવાની જગ્યાએ એની આંખોથી જ બધા કામ કરાવી શકતો હતો, એટલો એમનો ડર હતો.
એ પોતાની ઓફિસની અંદર ગયા અને ખુરશી પર બેસ્યા. એ ફોન ઉઠાવીને તેમના પીએને અંદર આવવાનું કહી તે ઓફિસમાં ચારેકોર નજર ફેરવવા લાગ્યા. ટેબલ ઉપર એમના નેમ પ્લેટ હતી, શ્રી દિપક દેસાઈ.
એટલામાં એમના પાસે પીએ આપયો અને એને જોઈને કેશવે કીધું કે,
“આજની એપોઇન્ટમેન્ટ અને આજનું કામનું લિસ્ટ મારા ટેબલ પર મૂકી દો.”
“ઓકે સર...”
એ જવા લાગ્યા તો,
“એક મિનિટ આજે સૌ પહેલા પોલીસ ઈન્સ્પેક્ટરની અહીં બોલાવજો.”
“ઓકે સર...”
(દિપક કેમ પોલીસ ઈન્સ્પેકટરને બોલાવે છે? તે શું કરવા માંગે છે? તે તેમાં સફળ થશે? તે સિયાને તેની વાત સમજાવી શકશે? સિયા શું કરશે? આ બહસનો તેના મનમાં શું અસર પડશે? એ હવે શું કરશે, તેના પપ્પાની વાત માનશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૨૦)