એક ષડયંત્ર.... - ભાગ 66 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 66

(માનવ સિયાને એના પરિવાર સાથે મળવા નથી લઈ જતો છતાં તે ખુશીખુશી ઘરનું કામ કરી, ઘરને સજાવવાનાં સપનાં જોવે છે. પણ એક પરિવાર આવી અને મોહસીન એમનો દીકરો કહેતાં સિયા શોક થઈ જાય છે. મોહસીન પણ કબૂલે છે અને તેમને સલામ કરવાનું કહે છે. તે કરતી નથી અને રૂમમાં જતી રહે છે. હવે આગળ....)
“તે મને મનાવવા આવશે ને એટલે હું એને બધી વાત પૂછી લઈશ કે એને મારાથી કેટલી કેટલી વાત તે છુપાવી છે. જો છુપાવી હોય તે મને એક વાર કહી દે કે તે મારાથી કેટલું છુપાવીને બેઠો છે. પણ તેને છુપાવવા જેવું કંઈ નહોતું....’
આમ સપનાં જોતી સિયા માનવની રાહ જોઈ રહી હતી. તે ખાસ્સી વાર સુધી રાહ જોઈ રહી પણ માનવ કેમ આવતો નથી. કંઈ નહીં કદાચ થોડીવારમાં હમણાં મળવા પાછો આવશે. તેને જેમ મેં પ્રેમ કર્યો છે તો એને પણ તેને મારી સાથે પ્રેમ કર્યો છે. મેં પણ એને પ્રેમ કર્યો છે, એટલે જ તો અમે બંને આટલા દિવસ એકબીજાની સાથે વિતાવ્યા છે તો પછી થોડો એ મને દગો આપી શકે. હમણાં જ આવશે...’
એમ વિચારતી હતી ખાસ્સી વાર બેસી રહી પછી તે સૂઈ ગઈ. સવારની બપોર થઈ અને બપોરની સાંજ થઈ. પણ માનવ ના આવ્યો એટલે તેને ડર લાગ્યો કે કંઈ થયું લાગે છે?
‘મારો પરિવાર નારાજ થઈ શકે તેમ એનો પણ પરિવાર નારાજ થઈ શકે છે.’
એ યાદ આવતાં જ તેને થયું કે,
‘કંઈ થયું તો નહીં હોય ને, એટલે જ માનવ આવ્યો નથી. મારે એક વાર બહાર જઈને જોવું જોઈએ તો... જો કે કોઈ અવાજ તો કંઈ આવી નથી રહ્યા, પણ એવું તો નહીં બન્યું હોય ને કે મને સંભળાય નથી રહ્યું અને માનવ ઉપર તેના પરિવારના લોકો ગુસ્સો થઈ રહ્યા હોય અને ગમે તેમ તેને બોલી પણ ગયા હોય. ગમે તેમ તો એ કદાચ એમને એમની મરજી વિરુદ્ધ જઈને મારી સાથે લગ્ન કર્યા હોય તો આવું બની શકે.
મારે મારી જીદ છેડીને અને એની મદદ માટે એની પાસે જવું જ પડશે અને મારે એ વાત પણ સમજાવી જ પડશે કે કેવી રીતે અમે લગ્ન કર્યા અને કેવી રીતે અમે એકબીજાની સાથે ભાગી ગયા. પછી હું એને અને એ મને પ્રેમ કરે છે, એ વાત પણ મારે એમને સમજાવું પડશે.
એમ વિચારી તે બહાર આવી. ઘરમાં કોઈ દેખાયું નહોતું રહ્યું. એક સેકન્ડ માટે તેને લાગ્યું કે ક્યાંક આ લોકો મને એકલી મૂકીને તો નથી જતા રહ્યા ને, હું કયાંક આ અજાણ્યા ઘરમાં... તેના ચહેરા પર ડર હાવી થઈ જાય એ પહેલાં તો તેને ચારે તરફ પોતાની નજર દોડાવી અને પરિવારનું કોઈ વ્યકિત દેખાય છે, એ જોવા લાગી. પણ કોઈ ના દેખાતા તે ડરની મારી કિચન તરફ વળી તો ત્યાંથી હસી મજાકનો અવાજ આવ્યો કે,
“શું ભાઈજાન તમે પણ આટલા દિવસ બાદ મળ્યા પણ મારી ખેંચવાની આદત છૂટી નથી.”
માનવ પણ બોલ્યો કે,
“એ તો કેવી રીતે છૂટે, તું સસુરાલ જતી રહીશ ત્યાં પણ આવી તને પરેશાન કરીશ.”
આ સાંભળી તેના અમ્મી, અબ્બુ બધા હસી રહ્યા હતા, આ અવાજ સાંભળી તેને રાહત શ્વાસ લીધો કે,
“હાશ, બધા હસી મજાક કરી રહ્યા છે, એ પણ ખુશી ખુશી. તેમની વાતો સાંભળવા થી લાગે છે કે તેઓ માની ગયા છે. હવે તે મને સ્વીકારી લેશે. કદાચ માનવ પણ તેમને જ એ મનાવતો હશે એટલે મને મનાવવા ના આવ્યો અને પરિવારની નારાજગી સૌ પહેલાં દૂર કરી.”
સિયા પોતાને ઠગવામાં આવી છે એ ભૂલી ગઈ અને
તેને એમ થાય કે, બસ હવે બધા માની ગયા તો ચાલ હું પણ એની સાથે મળું અને એમની સાથે વાત કરું. ગમે તેમ હોય તો પણ એ મારો તો પરિવાર છે જ નહીં, અનિશે ભલે મને કહ્યું નહીં પણ મારે હવે તો એની સાથે રહેવું તો પડશે જ.’
એમ વિચારી તે કીચન તરફ આવી એવામાં માનવનો અવાજ સાંભળ્યા તો તેના મનમાં ટીશ ઊઠી કે માનવ એના પરિવાર સાથે બેઠયો છે અને વાતો કરી રહ્યો છે, પણ એને હું યાદ ના આવી. તે બોલી રહ્યો હતો કે,
“અમ્મી તમે તો શું ખાવાનું બનાવ્યું છે, મજા પડી ગઈ. બહુ દિવસ પછી આવું કંઈક ખાવા મળ્યું, બહુ યાદ આવતું હતું.”
“હા બેટા મને પણ આ જયારે જયારે બનાવું ત્યારે તારી યાદ જરૂર આવતી. જેટલી જેટલી વાર ખાણું બનાવતી તો તને જ યાદ કરતી હતી કે મારો માનવ કેવું ઘાસપૂસ ખાતો હશે અને કેવું ખાતું હશે. તેને તો મારા હાથની વાનગીઓ ભાવે છે બેટા. હવે કહે તો તે આ કામ કરી દીધું, હવે શું કરીશ?”
“કંઈ નહીં મારી શાદી તો થઈ ગઈ છે, હવે તો કંઈક થઈ શકવાનો નથી.”
“કંઈ નહીં આપણે એને અપનાવી લઈશું પણ બેટા.... તે આપણો મજહબ અપનાવશે.”
એના અબ્બા એવું બોલ્યા તો માનવ,
“અબ્બુ મને એના પર વિશ્વાસ છે કે...”
એવામાં એને આવતી જોઈ બબીતા બોલી કે,
“ભાભીજાન, આવી જાઓ જમવાનું તૈયાર છે. જમી લો...”
સિયા પણ નજીક આવી એટલે તેને એકદમ ગંદી દુર્ગંધ આવવા લાગી. તેને તો તેનું નાક જ બંધ કરી દીધું. એટલે યુવક બોલ્યો કે,
“ભાભીજાન તમને શું થાય છે?”
બધા એની સામું જ જોઈ રહ્યા હતાં એટલે આટલી દુર્ગંધ છતાંય પોતાની જાતને કાબુમાં કરી અને તે નજીક આવી તો દરેકની જ થાળીમાં ચિકન જોઈ તે એકદમ શોક થઈ ગઈ અને એ જોઈને ઉલટી જેવું લાગતા તે બાથરૂમ તરફ દોડી.
અને બાથરૂમમાં હજી પહોંચી જ નહીં હોય ત્યાં તો એના શરીરમાં થઈ રહ્યુંસહ્યું બધું જ બહાર નીકળી ગયું. બબીતા બોલી કે,
“ભાઈ દેખો તો ખરા કે ભાભી શું કરે છે?”
“કંઈ નથી થઈ શકે, એ હમણાં આવી જશે. એને ગમે તેમ તોય પણ આ બધી આદત છે નહીં અને એટલે એને પડતાં વાર પણ લાગશે. હું હમણાં જ લઈને આવું છું.”
તે થાળી પરથી ઊભો થયો અને તેનો હાથ પકડીને બહાર લાવ્યો. સિયા પોતાના નાકને દબાવી રહી હતી અને તેને કહ્યું કે,
“આ બધું ખાઈ લે.”
“મને નહીં ફાવે...”
“મને ના પાડી દીધી, ચાલ ફટાફટ આ ખાવા લાગ.”
એમ કહી તેને ફોર્સ કરે છે અને આંખો પણ મોટી કરે દે છે. સિયા કાંપતી બોલી કે,
“મારા વિશે તને ખબર છે અને હું તને પહેલા પણ બતાવી ચૂક્યું છે કે મને આ બધાથી સખત નફરત છે.”
“એ બધી નફરત તારા પિયરમાં અને તારા ઘરે હતી એટલે ચાલી ગઈ. અહીંયા નહીં ચાલે અહીં તો જે બને એ જ ખાવું પડશે.”
એમ કહી માનવ એક પીસ હાથમાં લઈ તેના મોઢામાં નાખવા ગયો ત્યાં તો સિયાએ મોઢું બંધ કરી લીધું અને ઈશારાથી માથું હલાવવા લાગી. થોડી પકડ ઢીલી થતાં જ તેને કહ્યું કે,
“આ હું નહીં ખાવ તો નહીં જ ખાવું...
(સિયા હવે શું કરશે? માનવ શું કરશે? સિયા માનવનો મજહબ અપનાવી લેશે? શું આ એની ખુશી, સપનાંનો અંત હશે? એના પર હવે શું શું વીતશે? કનિકા કયારે સિયા સુધી પહોંચશે? ક્યાંક વાર તો નહીં લાગે ને? ક્યાંક સિયા આ બધામાં ખોવાઈ નહીં જાય ને?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૬૭)