એક ષડયંત્ર.... - ભાગ 37 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ષડયંત્ર.... - ભાગ 37

(માનવ સિયાને તેના દાદાની તબિયત વિશે પૂછે છે અને સિયા એની સાથે રૂડલી વાત કરે છે. લાયબ્રેરીમાં માનવ તેની સાથે વાત કરવા મથે છે, અને તે વાત કરવા ના માંગતાં તેનધમકાવે છે. તે ઘરે આવી જતાં સંગીતા સિયાને દાદાને મળવાનું કહે છે. હવે આગળ....)
“મમ્મી પપ્પાની વાત સાચી કે પછી માનવ સારો છે? અને દુનિયા સારી નહીં હોય તો મમ્મી પણ એવું વિચારને મને માનવથી દૂર રહેવાનું કહે છે...’
સિયા આમ વિચારી રહી હતી અને જ્યારે માનવ,
‘મનમાં તો લાગણી જન્મી ચૂકી છે. બસ હવે એને શબ્દો રૂપે કહેવાનું જ બાકી છે, અને આ તો મારે જોઈતું હતું.’
એમ કહી ને તે તેના દાદા જોડે ગઈ અને દાદાના ગળા ઝૂલીને પૂછ્યું કે,
“કેવું છે, દાદા તને?”
“આવી ગઈ બેટા કેમ આટલું મોડું થયું?”
“બસ દાદા તમે હોસ્પિટલાઇઝ હતા એટલે મારી નોટ્સ બધી બનવાની બાકી હતી. તો હું એ બનાવવા માટે લાઇબ્રેરીમાં બેઠી હતી.”
“સરસ આમ જ ભણતી રહે અને આમ જ તારા મમ્મી અને પપ્પાનું નામ રોશન કર. અને જોડે જોડે અમારું પણ થઈ જશે.”
“હા દાદા, હવે હું જાવ. મારે નોટ્સ લખવાની બાકી છે.”
કહીને સિયા એની નોટ્સ બનાવવા જતી રહે છે. તેના મમ્મી પપ્પા તેનામાં આવેલો બદલાવ જોઈ ખુશ થઈ રહ્યા છે. બીજા દિવસે સવારે તે મંદિર જાય છે તો ત્યાં તેને માનવ મળે છે. તે માનવને ઇગ્નોર કરવા માંગે છે પણ તે કરી શકતી નથી. એવામાં માનવ તેની પાસે આવીને કહે છે કે,
“તું મારી સાથે કેમ વાત કરતી નથી, તેને પ્રોબ્લેમ શું છે? એ તો કહે. હું તારી પાછળ વાત કરવા ફરું છું અને તું છે કે મને એવોઈડ કરી રહી છે.”
“પણ મેં તને કહ્યું તો ખરા કે, મારે તારી સાથે કોઈ જ વાતચીત નથી કરવી. બસ તું તારું કામ કર અને મને મારું કરવા દે.”
“પણ એમાં હું કયાં આડે આવું છું. તું એકવાર મારી સાથે વાત કર, પ્લીઝ યાર. આપણે બંને આજે કોફીશોપમાં મળીએ. આજનો દિવસ તું કોલેજમાં બંક ના મારી શકે?”
“આવી ગયો ને તારી વાત પર, મેં તને ના પાડી ને કે હું કોઈ કોલેજ બંક નથી કરવાની એ પણ હું તારી જોડે કોફી શૉપમાં આવવા માટે.... હમમમ... બધા જ આવા હોય.”
“તારે જે કહેવું હોય તે કહે અને કોલેજમાં બંકમાં નવાઈ લાગે છે. આમ પણ આટલા દિવસમાં તને કોઈ પ્રોબ્લેમ નથી તો કંઈ એક દિવસમાં થોડી બગડી જશે? તો થોડીવાર માટે જ મારી સાથે ચલ, પ્લીઝ.”
“મેં કહ્યું ને નથી આવું, મારે નથી વાત કરી તો તું શું કામ મારું માથું ખાય છે, તને એકવારમાં સમજ નથી પડતી કે મારે નથી આવું.”
“પણ તું આવજે હું તારી રાહ જોઈશ, આજે સાંજે ચાર વાગ્યે મને ‘લવ કાફે’માં મળવા આવજે. એક વાર કાફેમાં મળવા આવીશ ને, પ્લીઝ તું આવજે.”
એમ કહીને તે જતો રહે છે, સાંજે ચાર વાગે તેને નહોતું જવાનું, છતાંય તેના મનના હાથે મજબૂર થઈ સિયા ‘લવ કાફે’ના કોફી શોપમાં પહોંચી જાય છે. માનવ તેની રાહ જોતો બેઠેલો હતો. માનવ તેને જોઈને ખુશ થઈ ગયો અને તેની પાસે જોઈ બોલ્યો કે,
“મને હતું જ કે તું આવીશ... એટલે જ તો તારી ક્યારની રાહ જોતો બેઠો હતો.”
“પણ હું તારા માટે નથી આવી, હું આ કોફી શોપની મને કોફી બહુ ભાવે છે એટલે કોફી પીવા આવી છું.”
સિયાએ એના એટીટયુડ બતાવતાં કહ્યું.
“તું જે સમજે તે, તું આવી એ જ મારા માટે બહુ મોટી વાત છે. હું તારા માટે કોફી ઓર્ડર કરું છું, તું બેસ આવ.”
“મારે કોઈના પણ પૈસાની કોફી નથી પીવી અને તેમાં તારી સાથે તો નથી જ પીવી, સમજયો.”
“ફ્રેન્ડશીપ કરવી છે, તો ફ્રેન્ડ સાથે વાત તો કર.”
“પણ મેં તને પહેલા પણ કહ્યું હતું કે આપણે બંને વચ્ચે ફ્રેન્ડશીપ નથી, આપણે બંને ફ્રેન્ડ નથી એ યાદ રાખી લે. બસ આપણા વચ્ચે ફક્ત ને ફક્ત ઓળખાણ જ છે, બરાબર. હવે માથાકૂટ ના કર અને મને જવા દે.”
એને પણ આજીજી કરતાં કહ્યું કે,
“પ્લીઝ પણ તું મારું ગુલાબ તો એક્સેપ્ટ કર.”
“મારા મનને કોઈ ફરક જ નથી પડતો તું કરે તો પણ. એકવાર મેં કહ્યું ને કે મારે તારું વ્હાઈટ ગુલાબ નથી જોઈતું કે રેડ ગુલાબ પણ નથી જોઈતું નથી. એટલામાં સમજી જા.”
“એવું જ હોય તો પછી તું મારી નજરોથી નજર મિલાવીને વાત કરને. કેમ તું આજે નજર ચોરીને વાત કરે છે.”
સિયા ચૂપચાપ ત્યાંથી જતી રહી. એને જતી જોઈ માનવ તેના મનમાં જ,
‘તું ના પાડે કે હા પાડે, પણ તારા મનમાં લાગણી છે. એ તો મને ખબર પડી કે બસ એકવાર તું મારી થઈ જાય પછી મને કોઈ નહીં રોકી શકે. આ તો હું ઈચ્છું છું.’
જ્યારે સિયા મનમાં ને મનમાં જ,
“શું થઈ ગયું છે મને? અરે જે કીધું મેં કીધું છતાં એ જ વાત મારું મન માનવા તૈયાર નથી. મેં એને ના પાડી હતી છતાં પાછી હું એની સાથે આટલી વાતો કરવા લાગી. આમ તો મને માનવ સાથે વાતો કરી ગમે છે, એની માટે લાગણી પણ થાય છે. એની સાથે રૂડલી વાતો કરું છું તો દુઃખ થાય છે. અને એક બાજુ એની સાથે વાત પણ નથી કરવી અને કરવી પણ છે? મને ખુદને જ ખબર નથી પડતી કે મારે કરવું તો શું કરવું?’
તે મંદિરમાં જઈ ઓટલા ઉપર બેસી ગઈ કોઈ કોઈ ગમે તે કહે મારે મન માનવ વિશે પણ મને તો એના જ વિચાર આવતાં નથી રોકી શકતી. મારા મનમાં વારેવારે માનવનાં જ વિચારો આવ્યા કરે છે, તો પછી હું એની સાથે ના વાત કરું તો મન બેચેન રહે છે. બધા કહે છે પણ મારા મનને કોઈ ફરક જ નથી પડતો, બસ મારું મન તો એની સાથે વાત કરવા માટે જ તૈયાર થઈ જાય છે.
હું કોલેજ જવું તો પણ મને એ દેખાય છે, મંદિરે જાવ તો પણ એ દેખાય છે અને ભગવાનની મૂર્તિમાં પણ મને માનવનો ચહેરો જ દેખાય છે. મારે કરવું તો શું કરવું? ક્યાંક મને એની સાથે પ્રેમ તો નથી થઈ ગયો ને? હું પણ શું વિચારું છું છતાં જો એવું હોય તો મારા મમ્મી પપ્પા ક્યારે આ વાત નહીં સ્વીકારે. પણ જે થાય તે પ્રેમમાં તો પડ્યા પછી કરી પણ શું શકાય? પણ હું કેવી રીતે કહું મારા મનની લાગણીઓ? હું કેવી રીતે સમજાવું કે મારા મનમાં શું ચાલી રહી છે? અને એમાં પણ એની બધી વાતો ગમતી જાય છે. માનવને કહું કે પહેલા મને જ, મારી જાતને શ જ ખબર નથી પડતી.”
સમય થતા તે ઘરે પહોંચે છે, તો દાદા તેને કહે છે કે, “બેટા આજે તું કોલેજ, મંદિર મને મૂકીને ગઈ ને?”
(સિયા શું કરશે? તે માનવ માટે પહેલાં શ્યોર થશે તો કેવી રીતે? તે એ માટે કોનો સહારો લેશે? એ એના મનની વાત માનવને કરી શકશે? એ માટે તે દાદાને વાત કરશે? કે રોમાને? એના જીવનમાં બદલાવ આવશે ખરા? ઝલક માટે કનિકા હવે શું કરશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૩૮)