×

રેવા પણ વહે છે ૧૨૦૦ મીલ એના ઉર્વિલ ને મળવા બોલ કેટલા જનમ લઉં હું બીજા, હજી તારા સુધી પહોંચવા???

રેવા પણ વહે છે ૧૨૦૦ મીલ એના ઉર્વિલ ને મળવા, બોલ કેટલા જનમ લઉં હું બીજા, હજી તારા સુધી પહોંચવા પ્રેમ ની , વિશ્વાસ ની કોઈ ના આગમન ની, કોઈ ની મૃત્યુ ની અને તેમાં ઉત્પન્ન ...વધુ વાંચો

છોકરાઓ તો બહુ જોયા છે, એની એક જલક ને જોવા તરસતા, એની બુદ્ધિ થી અભિભૂત થતાં, બે ઘડી વાત કરવાના પ્રયાસ કરતાં, એક વખત કોફી પીવાને મથતા અનેક કાયલ છોકરાઓ તેણે જોયા છે પણ લાગણીઓ ને પેલે પાર જઈને, ...વધુ વાંચો

ઉર્વીલ પોતે પણ હજી માની નહોતો શકતો કે કોઈ અજાણી સ્ત્રીના ઘરમાં આમજ બેફામ તે આવી ગયો હતો. અને વરસાદ ના રોકાય ત્યાં સુધી ત્યાંજ રોકાવાની ચોખવટ પણ તેણે કરી નાખી હતી. ખબર નહિ ક્યાં આકર્ષણના જોરે તેનામાં આટલી ...વધુ વાંચો

ઉર્વીલ ચુડા મનસ્વીના ઘરે પહોંચી તો ગયો પણ તેનું મન હજી મુંબઈ રેવાના ઘરે જ હતું. મયુરીબેન સતત ઉર્વીલને કઇંક ને કઇંક કહે રાખતા હતા પણ ઉર્વીલ ના લાખ કોશિશ કરવા છ્તાં પણ તેના કાને કોઈ શબ્દો પડી રહ્યા ...વધુ વાંચો

મનસ્વીએ થોડા કલાકો પહેલા જ પહેરાવેલી સગાઈની વીંટી જોઈ ઉર્વીલનું મન ચકરાવે ચડ્યું હતું. તે કોઈપણ રીતે આ સગાઈથી છૂટવા માંગતો હતો. સગાઈની વિધિથી લઈને મનસ્વીના ઘરેથી બહાર નીકળવા સુધી ઉર્વીલના ગળામાંથી એક શબ્દ પણ નીકળ્યો નહોતો. તેણે મનસ્વી ...વધુ વાંચો

“અને આવતીકાલે જે સ્ત્રી મારી જિંદગીમાં આવશે તેનું શું?” રેવાને અળગી કરતાં અકળાઇને ઉર્વીલે કહ્યું.“જે પણ સ્ત્રી તારી જિંદગીમાં આવશે તે તો કિસ્મત હશે તારી, સારી હશે તો શ્વાસ ચાલે ત્યાં સુધી સાથ આપશે... પણ હું, હું તો તારા ...વધુ વાંચો

એપ્રિલની અમદાવાદની કાળજાળ ગરમીથી તો મુંબઈનું વાતાવરણ ક્યાંય ઠંડુ હતું પણ ઉર્વીલના મનના ઉકળાટમાં તો વધારો જ થઈ રહ્યો હતો. સવારનો સમય અને મુંબઈ સેંટ્રલથી બાંદ્રાનો ટ્રાફિક ઉર્વીલના મસ્તિષ્કનો ઉચાટ સતત વધારી રહ્યા હતા. તે જલ્દીથી જલ્દી ઉર્વાને મળવા ...વધુ વાંચો

“રઘુ ભાઈની ગાડી સાથે અથડાઇ છે તેનું નુકસાન કેટલું હોય એ ખબર છે તને?” તે ગુંડા જેવો માણસ ફરી ઊંચા અવાજે બોલ્યો અને રેવા શું જવાબ આપવો ને ઉર્વીલને કેમ ઘરે પહોંચાડવો તે વિચારતી ઊભી રહી. તેને કઈંજ સમજાઈ ...વધુ વાંચો

“હેલો ઉર્વીલ...” સુકા રણમાંથી આવતો હોય તેવો એક સાવ ખાલી શૂન્યમાં પડઘાતો અવાજ સાંભળી ઉર્વીલની જુકેલી નજરો ઉપર ઉઠી.સાવ નિસ્તેજ એવા શૂન્ય ભાવ, ઘણું બધું એકસાથે કહી જાતું સ્મિત અને ઉર્વીલ જેવી જ ભાવવાહી બદામી આંખો જોઈ ઉર્વીલ ક્ષણભર ...વધુ વાંચો

પોતાના આગવા લહેકા સાથે બંદિશ બોલી અને ફોન કાપી નાંખ્યો. રઘુ એમજ ફોન પકડી ત્યાં ખુરશી પર બેસી રહ્યો અને સામે કમ્પ્યુટર સ્ક્રીન પર ફરી રેવાના ફોટા સામે તાકી રહ્યો. તેની આંખોમાં ઉપસી રહેલી લાલ રેખાઓ તેની તકલીફ ની ...વધુ વાંચો

“તું રેવા ને રેવા જ કહે છે? મમ્મી કે મોમ નહિ?” વાત બદલવાના અને ઉર્વા વિષે જાણવાના આશયથી ઉર્વીલે પૂછ્યું“૨૦૦૦ ની ડાયરીમાં પેજ નંબર ૧૫ વાંચી લેજો, જવાબ મળી જશે... હવે જવાબદારીનું કામ લગભગ પૂરું થઇ ગયું છે. હવે ...વધુ વાંચો

“હાથ લંબાવો તો મળી જાય તેટલી નજીક હતી રેવા તેની બધી જ ખુશીઓથી... હેં ને?? પણ તેને તે કંઇજ મળ્યું જેના માટે તે તરસતી રહી. હવે તમે પણ હંમેશા હાથ લંબાવો તો મળી જાય એટલા જ નજીક રહેશો તમારી ...વધુ વાંચો

“ઉર્વિલ, તું તારી જાતને બચાવતો હતો. તારી પોતાની નજરમાં પડવાથી તું પોતાને બચાવતો હતો... આદર્શ પતિની છાપ બગાડવાથી બચાવતો હતો... આજ્ઞાંકિત દીકરાના લેબલને બચાવતો હતો તું... અને રઘુભાઈ થી પોતાનો જીવ બચાવતો હતો તું...” દેવ એકધારું બોલી રહ્યો અને ...વધુ વાંચો

-