Pratiksha - 26 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા - ૨૬

તે સીધી જ પોતાના રૂમમાં આવી અને રૂમ અંદરથી બંધ કરી દીધો અને ફોન પર નંબર ડાયલ કર્યો.
“મને અત્યારે ને અત્યારે અહિયાંથી લઇ જા...”
“શું થયું ઉર્વા??”
“મને બસ લઈ જા અહિયાંથી અત્યારે જ” કોઈ ના સાંભળે તેમ ઉર્વા બોલી રહી હતી
“હું નીકળી ગયો છું. બરોડા ય વટી ગયું છે... શું થયું એ તો કહે”
“હું ઉર્વિલના ઘરે છું...” ઉર્વાનો અવાજ ફાટી રહ્યો હતો. તે હેબતાઈ ગઈ હતી
“ઉર્વા કામ ડાઉન... પ્લીઝ કામ ડાઉન ડીયર. મને પહેલેથી કહે શું થયું? હું તો તને આંટીના ઘરે જ મૂકી ગયો હતો. શું થયું છે?” રચિત ના શ્વાસ પણ અધ્ધર થઇ ગયા હતા
“આ... આ... તારા આંટી ઉર્વિલના વાઈફ છે. આ ઉર્વિલનું જ ઘર છે રચિત... પ્લીઝ મને લઇ જા...” ઉર્વા એકધારું બોલી રહી હતી. રચિતનું પણ મગજ થોડીવાર સૂન પડી ગયું. તે પણ નહોતો સમજી રહ્યો આવું કઈ રીતે શક્ય છે... તેણે મગજ પર જોર આપી જોયું કે ક્યાંય મનસ્વીના હસબન્ડને જોયો છે. એની વાત થઇ છે... ક્યાંય પણ ઉર્વિલનું નામ આવ્યું છે? પણ તેને એવું કંઇજ યાદ ના આવ્યું. મનસ્વી અત્યાર સુધી એકલી જ તેના ઘરે આવી હતી. અમદાવાદમાં પણ મનસ્વી એકલી જ બહાર મળવા આવી હતી છેલ્લી વાર મળ્યા ત્યારે.
“ઉર્વા તું શાંત થા. જસ્ટ રીલેક્સ પ્લીઝ પાણી પી લે.” રચિતે પ્રેમથી કહ્યું. અને ઉર્વા એક જ ઘૂંટડે આખી બોટલ પાણી પી ગઈ. પાણી પી ને તે એમજ ત્યાંજ સ્થિર ઉભી રહી ગઈ. તેને પોતાના ધબકારા પણ સાફ સંભળાઈ રહ્યા હતા.
“આઈ એમ સોરી. થોડું વધારે પેનિક કરી ગઈ હું.” ઉર્વા ધીરે ધીરે શાંત પડી રહી હતી
“ઇટ્સ ઓકે થાય ડીયર. તું ચિંતા ના કર. હું થોડીવારમાં નેક્સ્ટ સ્ટેશન આવે એટલે ઉતરી જઈશ અને સીધો ત્યાં આવવા નીકળી જઈશ. જસ્ટ ત્યાં સુધી શાંતિ રાખી જા ઓકે?” રચિતે અમદાવાદ પાછુ જવાનું મન બનાવી લીધું.
“નો નો રચિત ડોન્ટ ડુ ધેટ... તું ઉતરીશ, પાછો આવીશ, બધું થશે એમાં એમનામ ચાર પાંચ કલાક નીકળી જશે... પ્લીઝ તું કામ પતાવ.” ઉર્વા હવે પુરેપુરી શાંત થઇ ગઈ હતી.
“ઉર્વા... ઇટ્સ ઓકે હું આવું છું. કામ તો થતું રહેશે યાર. હું સમજાવી દઈશ કંઇક ત્યાં. અત્યારે તારે મારી વધારે જરૂર છે.” રચિતે ટ્રેઈનની બારી માંથી બહાર નજર કરતા કહ્યું. તેને પણ ગુસ્સો આવી રહ્યો હતો ઉર્વાને એકલી મુકવા માટે.
ઉર્વા સમજી રહી હતી રચિતની પરિસ્થિતિ પણ તે જાણતી હતી કે રચિતને જો ખબર પડશે કે તેણે રઘુ સાથે વાત કરી છે અને મળવાનું નક્કી કર્યું છે તો તેને નહિ ગમે.
“ઉર્વા એક વાત કહું? માનીશ?” રચિતે બહુ ખચકાતા પૂછ્યું
“મનસ્વી આંટીને ઉર્વિલ વિષે ના કહું એમજ ને?” ઉર્વા આછું હસી પડી
“હા, યાર. એ મમ્મીની બેસ્ટ ફ્રેન્ડ છે. ગમે તે થાય એમનું દિલ નહિ દુખાવું મારે.” રચિતથી બોલાઈ તો ગયું પણ તે પોતે પણ જાણતો હતો કે જે દિવસે સાચું સામે આવશે ત્યારે મનસ્વીના દિલના ફુરચા જ થવાના છે

રચિત અને ઉર્વા બન્ને પોતપોતાની મૂંઝવણોમાં અકળાઈ રહ્યા હતા કે રચિતના ફોન પર કહાનનો ફોન આવ્યો. તેણે તરત જ ઉર્વાનો ફોન હોલ્ડ પર મૂકી કહાનનો ફોન રીસીવ કર્યો પણ ફોનમાં સેન્સર પ્રોબ્લેમના લીધે ઉર્વાનો ફોન વારંવાર લાઈન પર એક્ટીવ થઇ જતો. રચિતે બે ત્રણ વખત ટ્રાય કરી ઉર્વાને પાછી હોલ્ડ પર મૂકી કહાન સાથે વાત કરવાની પણ કહાનનો ફોન હોલ્ડ પર જ ચાલ્યો જતો હતો એટલે કંઇજ વાત કર્યા વિના કંટાળીને કહાનનો ફોન કાપી નાંખ્યો
“ડેમ કહાન...” રચિતની જીભ કચરાઈ ગઈ અને તેણે ફોન સામે જોયું તો ઉર્વાનો ફોન એક્ટીવ બતાવતો હતો.

***

દરવાજો ખોલતા જ સામે ઉભેલી વ્યક્તિને જોઇને ઉર્વિલ ગજબ શાંતિ અનુભવી રહ્યો.
“થેંક ગોડ સાહિલ, તું આવી ગયો...” ઉર્વિલ ત્યાં જ દરવાજાને અઢેલીને ઊભીને કહી રહ્યો. તેના ચેહરા પર શાંતિ હતી પણ સાહિલના ચેહરા પર કંટાળો, થાક ને અણગમો સાફ દેખાઈ રહ્યા હતા
“કોનું ઘર છે આ? શું કરે છે તું કંઈ ખબર પડે?” સાહિલ તેનો દરવાજે રહેલો હાથ હટાવી અંદર આવ્યો. પોતાની પાસે રહેલી ૩ પોલીથીન અને એક બ્રિફકેસ ટીપોય પર મૂકી ઉર્વિલ સામે જોઈ રહ્યો પછી ઉમેર્યું,
“આ શું કર્યું છે? ક્યાં છોલાઈને આવ્યો? હાલે છે શું બધું??”
“તું બેસ પહેલા શાંતિથી, પછી બાકીની વાત કહું.” ઉર્વિલ તેને બેસાડતા બોલ્યો. તે હજી શબ્દ ગોઠવી રહ્યો હતો રેવાની મૃત્યુ થી લઈને રઘુભાઈના હુમલા સુધીની વિગતો કહેવા માટે પણ પછી આજુબાજુ નજર કરી પૂછ્યું,
“પાણીની બોટલ ના લાવ્યો?”
“આટલું મોટું ઘર છે... અહિયાં પાણી નથી?” સાહિલનો મૂડ હજુ ખરાબ જ હતો.
“ચલ છોડ એ બધું. મને પહેલા ડ્રેસિંગ કરી દે ને. પગમાં ને બધે થોડું વધારે છોલાયું છે.” ઉર્વિલે પેન્ટના લાલ ડાઘ તરફ ઈશારો કરતા કહ્યું ને સાહિલનો મગજ છટક્યો
“નથી કરવું ડ્રેસિંગ. મગજનું દહીં કરીને રાખી દીધું છે ક્યારનું. ત્યાં મરી બૈરીને હું ખોટું બોલીને આવ્યો છું. આ ઘર કોનું છે એ કંઈ ખબર નથી. કાલે મારે મીટીંગ છે હું કેમ પહોંચીશ એ કંઈ ખબર નથી. તને શું વાગ્યું, કેમ વાગ્યું એ કંઈ કહેવાની તસ્દી લેવી નથી ને કહે છે ડ્રેસિંગ કરી દે...”
“બોલી લીધું?” ઉર્વિલે બહુ જ શાંતિથી કહ્યું અને પછી ક્ષણેક વિચારી ઉમેર્યું, “રઘુભાઈ એ હાલત કરી છે. ઓલા મુંબઈ વાળા ૨૦ વરસ પહેલા જેણે કીધું તું ને મુંબઈમાં દેખાવાનું નથી એણે..”
ઉર્વિલના ચેહરા પર કોઈજ ફરક ના પડ્યો પણ સાહિલના મસ્તિષ્કમાં ગુસ્સાનું સ્થાન હવે ચિંતાએ લઇ લીધું.
“ઉર્વિલ, શું થયું છે? આઈ એમ સો સોરી ગુસ્સે થવા માટે...” સાહિલ તેની પાસે જ બીજી બિન બેગ પર બેસી ગયો અને તેનો પગ ટેબલ પર રખાવી તેના પાયચા ઊંચા ચડાવવા લાગ્યો.
“રેવા ઈઝ નો મોર...” ઉર્વિલે સીધું જ કહી નાંખ્યું અને ઘા પર ફરતું રૂ અનુભવી તેના મોઢામાંથી સિસકારા નીકળી ગયા પણ સાહિલના ચેહરા પર કોઈ ફેરફાર ના થયા. તેનું ધ્યાન ઉર્વિલના ઘા ને ડેટોલથી સાફ કરવામાં જ હતું.
“હું બોમ્બે ગયો તો...” એટલું બોલી ઉર્વિલ અટકી ગયો એક અજીબ ઘુટન તે અનુભવવા લાગ્યો. “ત્યાં મારી અને રેવાની દીકરી ઉર્વાએ મને બોલાવ્યો તો... હું... રેવાની બધી વસ્તુઓ લેવા અને આ ફ્લેટના દસ્તાવેજ કરવા ગયો તો...”
“વોટ?? તારી એક દીકરી? ઓહ ગોડ... ક્યાં છે એ? માય ગોડ હવે શું??” સાહિલને હવે બરાબરનો ઝાટકો લાગ્યો હતો. ઉર્વિલને તેણે રાત દિવસ પોતાની આંખો સામે એક બાળક માટે તરસતા જોયો હતો. તેને પોતાને નહોતું સમજાતું કે ઉર્વિલને આગળ શું કહે...
“એટલે જ તને આજે રાતે રોકાઈ જવાનું કહેતો હતો...” ઉર્વિલ આછું હસ્યો “વાત બહુ લાંબી છે દોસ્ત, આખી રાત ટૂંકી પડશે...”
“ચાલ જમવાનું પણ લાવ્યો છું ને પીવાનું પણ... તારા બહારના જખમ ભરીએ અને અંદર જખમ ખોતરતા જઈએ.” સાહિલે હસીને બોલ્યો અને બીજું રૂ લઇ અને તેના કપાળ પર સાફ કરવા લાગ્યો.

ઉર્વિલ ત્યાં જ સિસકારા લેતા લેતા ઉર્વાના લેટરની, કહાનની, દેવની, રેવાની કારની, રઘુની ઇતિથી અંત સુધીની વાત કરતો રહ્યો. પોતાના દિલ પર રહેલો મણ એક બોજો આખરે તેના સૌથી જુના મિત્ર પાસે ઠાલવી રહ્યો

***

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED