પ્રતિક્ષા - ૧ Darshita Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિક્ષા - ૧

રોજ ની ટેવ મુજબ છાપું લેવા જતાં તેની નજર છાપાં પર પડેલા એક કવર પર પડી. દુધિયા રંગ નું ઉર્વીલ વોરા લખેલું કવર જોઈ થોડીવાર તો તેને આશ્ચર્ય થયું પણ પછી કઇંક વિચારી તેણે કવર ખોલી ને જ જોઈ લીધું. કવર ખોલતા જ તેમાથી એક સ્ત્રી નો ફોટો સરકીને ઉર્વીલ ના હાથ પર આવી ગયો. તે ફોટો જોઈને જ ઉર્વીલ લગભગ ડઘાઈ ગ્યો હતો. તેના મુખ માંથી અનાયાસ જ સરી પડ્યું, “રેવા...”

તે હજી કઈ આગળ વિચારે તે પહેલા જ સામે થી ચા લઈને આવતી પત્ની ને જોઈ તેણે રેવા ના ફોટો, કવર અને તેના વિચારો ને સંકેલીને તેના પાયજામા ના પોકેટ માં મૂકી દીધા.

“મનસ્વી હું જરા બહાર જાઉં છું કઇં લઈ આવવાનું છે?” ઉર્વીલ બનાવટી સ્વસ્થતા લાવતા બોલ્યો

“ના, પણ ચા તો પીતા જાવ.” મનસ્વી થોડી અસમ્ંજ્સ માં બોલી.

ઉર્વીલે એક શબ્દ પણ બોલ્યા વિના ચા નો કપ ઉપાડયો અને એકીશ્વાસે ગરમ ગરમ ચા પી ઘર ની બહાર નીકળી ગ્યો

સતત ૨૪ વરસ થી ઉર્વીલ ની સાથે જીવતી મનસ્વી ને તેનું આ વર્તન થોડું સમજાયું નહિ પણ અત્યારે કઇં બોલવું તેને યોગ્ય ના લાગ્યું

કાંકરીયા થી રિવર ફ્રન્ટ ના રસ્તા પર ઉર્વીલ ની કાર મ્ધ્યમ ગતિ એ ચાલતી હતી. રવિવાર ની સવાર હતી એટ્લે રસ્તા પર ટ્રાફિક ઓછો હતો. કાર ચલાવતા ચલાવતા જ તેની નજર એક્દમ સ્વચ્છ વાદળ વગર ના આકાશ પર પડી અને તે ચેહરો જે તેણે થોડીવાર પહેલા ફોટા માં જોયો હતો તે આકાશ માં જડાઈ ગ્યો.

એક્દમ વિખરાયેલા પણ બહુ સુંદર ચેહરા પર આવતા ઘાટા કાળા કેશ, ભરેલા આછા ગુલાબી ગાલ, તીણું નમણું નાક, ચેહરા માથી જરતી નરી સૌમ્યતા ને આત્મ વિશ્વાસ થી ભરપૂર તેનું કાતિલ સ્મિત અને આ બધુ જ ઓછું હોય તેમ તેની માછલી જેવી રાખોડી આંખો જેમાં કોઈપણ ડૂબી જાય…

ઉર્વીલ ડૂબી જ રહ્યો હતો તે આંખો માં કે પાછળ થી આવતા હોર્ન ના અવાજ થી તેનું ધ્યાનભંગ થયું અને તેણે ત્યાં રસ્તા ની સાઈડ પર જ કાર ઊભી રાખી દીધી.

એક ઊંડો શ્વાસ લઈ તેણે પોકેટ માથી તે ફોટો અને લેટર કાઢ્યો. એક ક્ષણ તે ફોટો સામે નજર કરી તે લેટર વાંચવા લાગ્યો.

“ઉર્વીલ વોરા,

તમને આ લેટર સાથે રેવા નો ફોટો મોકલવાનું કારણ એટલું જ કે તમારા મસતીષ્ક માં રેવા ની ભુસાઈ ગયેલી યાદો થોડીક તાજી થઈ જાય.

આમ તો ૨૦ વર્ષ માં તમે ક્યારેય રેવા ને યાદ નહિ જ કરી હોય કે તેના હોવા ના હોવા થી તમને ફરક નહિ જ પડતો હોય પણ તેને ફરક પડતો હતો તમારા થી એટ્લે આ લેટર મોકલવો મારી જરૂરિયાત છે.

રેવા હવે આ દુનિયા માં નથી રહી,

ગયા શુક્રવારે જ તે આ દુનિયા છોડી ને બહુ દૂર ચાલી ગઈ છે.

એવું ઘણુંબધુ છે જે તમે નથી જાણતા અને આ લેટર પૂરો વાંચી તમારી ઉત્સુકતા બધુ જ જાણવાની અનેક ગણી વધી જશે.

અમુક વસ્તુઓ છે રેવા ની જે મારે તમને આપવાની છે અને અમુક કારણો છે જે મારે તમારી પાસે થી જાણવાના છે.

આવતા શુક્રવારે હું રેવા ના મુંબઈ વાળા ફ્લેટ પર તમારી રાહ જોઈશ જ્યાં તમે અને રેવા છેલ્લી વખત મળ્યા હતા. જો તમારા સવાલો ના જવાબ જોઈતા હોય તો ચોક્કસ થી આવજો

રેવા અને ઉર્વીલ ની

ઉર્વા”

ઉર્વીલ ની હાલત કાપો તો લોહી ના નીકળે તેવી થઈ ગઈ. લગ્ન ના ૨૪ વર્ષ પછી પણ તે ક્યારેય પિતૃત્વ નહોતો માણી શક્યો. તે વિશ્વાસ જ ના કરી શક્યો કે તેની એક દીકરી પણ છે. તે ક્યાંય સુધી રેવા ના ફોટો ને જોતો રહ્યો. આ ૨૦ મિનિટ માં જે તોફાન તેની જિંદગી માં આવી ચૂક્યું હતું તેનાથી તે નખશિખ ડરી ગ્યો હતો. ૨૦ વરસ થી તેણે રેવા નું નામ પણ નહોતું સાંભળ્યુ ક્યાય અને અચાનક આ આવેલો લેટર અને રેવા ના મૃત્યુ ના સમાચાર થી તે પૂરેપૂરો હચમચી ગ્યો.

”રેવા...” તેણે જોર થી ચીસ પાડી અને તે ધ્રુસકે ધ્રુસકે તેના ફોટો ને વળગી ને રડી પડ્યો

***

૧૨ બાય ૧૨ ની એક નાનકડી એવી ઓફિસ માં સીગરેટ ના કશ લેતા ટેબલ પર પગ ચડાવીને એક પુરુષ ખુરશી પર સ્હેજ ત્રાંસો બેસી કમ્પ્યુટર પર પત્તા ની ગેમ રમતો બેઠો હતો. પૂરી ઓફિસ સસ્તી શરાબ અને સીગરેટ ની દુર્ગંધ થી ખરડાયેલી હતી ત્યાં જ એક ટપોરી જેવો છોકરો પોતાના મેલા ઘેલા શર્ટ ની બાંયો ચડાવતા આવ્યો.

“બોસ ખબર પાકી છે.”

“સાચે મરી ગઈ છે કેશુ?” તે છોકરા નો અવાજ સાંભળી તે પુરુષ ની આંખો માં અનાયસ જ ક્રૂરતા ઉપસી આવી અને તે ખુરશી પર સીધો બેસતા બોલ્યો.

“એ મરી ગઈ એ પાકકું છે રઘુ ભાઈ.” તે આત્મવિશ્વાસ થી બોલ્યો અને પછી સ્હેજ અટકી ને પોતાની લાલચુ નજરો ટેબલ પર પડેલા બેગ પર નાખતા બોલ્યો “અને બીજી પણ એક ખબર છે મારી પાસે.”

તેનો ઈશારો સમજી રઘુ એ તરત બેગ માથી ૫૦૦ ની નોટો ના બે બંડલ કેશુ તરફ ફેંક્યા અને આંખ થી ઈશારો કર્યો.

“થેંક્યું હો બોસ.” નોટો ના બંડલ ખિસ્સા માં મુક્તા તે હસ્યો ને પછી ઉમેર્યું,

“આવતા શુક્રવારે એનો આશિક ને તમારો દુશ્મન એના અંધેરી વાળા ફ્લેટે આવવાનો છે.”

રઘુ નો ચેહરો સ્હેજ ગંભીર થઈ ગ્યો પણ બીજી જ ક્ષણે તેના કદરૂપા ચેહરા પર વિચિત્ર સ્માઇલ લાવતા તેણે બીજા બે ૫૦૦ ના બંડલ કેશુ સામે ફેંક્યા. અને તેને જવાનો ઈશારો કર્યો

કેશુ કઇં પણ બોલ્યા વિના ચૂપચાપ બંડલ ખિસ્સા માં મૂકી ત્યાંથી નીકળી ગ્યો.

કેશુ ના જતાં જ રઘુ એ કમ્પ્યુટર પર મિનિમાઇજ કરેલી સ્ક્રીન ઓપન કરી.

“આઈ લવ યુ રેવા”

સ્ક્રીન પર દેખાતા રેવા ના ફોટા પર હાથ ફેરવતા તે અશ્રુભીની આંખે એટલું જ બોલી શક્યો ને પછી બીજી સીગરેટ સળગાવી તેની ઓફિસ ની બહાર નીકળી ગ્યો.

(ક્રમશઃ)...