Pratiksha - 2 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા - 2

એપ્રિલ મહિના માં વરસતો ધોધમાર વરસાદ જોઈ ઉર્વિલ ને રેવા વધુ ને વધુ યાદ આવતી હતી. રેવા પણ એક કમોસમ નો વરસાદ જ હતી તે જયારે જયારે ઉર્વિલ ની ઝીંદગી માં આવતી તેના હોશ જરૂર ઉડાવતી. આજે પણ ઉર્વિલ ના હોશ ઉડેલા હતા અને તેણે રેવા ને પહેલીવાર જોઈ ત્યારે પણ તેના હોશ ઉડ્યા હતા.

***

ગ્રે અને વ્હાઈટ ડ્રેસકોડ માં લગભગ ૪૦૦ વ્યક્તિઓ થી સજ્જ સિલ્વર એવન્યુ બિલ્ડીંગ માં બે માળની ની સૌથી ભવ્ય ઓફીસ રાઈટ ચોઈસ માર્કેટિંગ્સ ના વેઈટીંગ એરિયામાં પહેલી વખત મુંબઈ આવેલો તાજો તાજો એન્જીનીયર થયેલો ૨૩ વર્ષ નો ઉર્વિલ સહેજ મુંજાયેલો બેઠો હતો.ઉર્વિલ હજી નવો નવો જ દુબાશ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માં જોડાયો હતો. તેના બોસ નું માનવું હતું કે જો તેમની કંપની નો માર્કેટિંગ નો કોન્ટ્રેક્ટ રાઈટ ચોઈસ ના હાથ માં જાય તો કંપની નો બીઝનેસ ગ્રાફ અનેકગણો વધારી શકાય. રાઈટ ચોઈસ માર્કેટિંગ ને સતત કમ્યુનિકેશ અને વર્ક આઉટ ડિસ્કસ કરવા માટે એક ડેડીકેટેડ વ્યક્તિ ની જરૂર હતી અને દુબાશ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માંથી તે વ્યક્તિ તરીકે ઉર્વિલ સિલેક્ટ થયો હતો

ઉર્વિલ એ જ વિચાર માં હતો કે તેની લાઈફ નો પહેલો પ્રોજેક્ટ તે વ્યવસ્થિત હેન્ડલ કરી શકશે કે નહી! ત્યાંજ એક ગ્રે કલર ના સુટ માં એક છોકરી ઉર્વિલ ને બોલાવા આવી.

“સર, મેડમ ની કેબીન આ તરફ છે...” તે છોકરી એ ઉર્વિલ નું ધ્યાન દોરતા કહ્યું.

“જી...” ઉર્વિલ કંઇક વિચારતો તેની પાછળ દોરવાયો.

“વેલકમ મિસ્ટર વોરા,સોરી તમારે થોડી વેઇટ કરવી પડી. આઈ એમ રેવા દીક્ષિત, યોર ક્રિએટીવ હેડ” અત્યંત મોહક સ્મિત સાથે અમી ઝરતા સ્વરે રેવા તેની ચેર પરથી ઉભા થઈને તેણે રેડી કરેલા પેપર્સ ને હાથ માં લેતા બોલી.

આછા પીળા સલવાર સુટ માં શોભતી રેવા ને જોઇને ઉર્વિલ ના ખરેખર હોશ ઉડી ગયા હતા. સુંદરતા તો તેણે ઘણી જોઈ હતી પણ રેવા માં કંઇક એવું ખેંચાણ જે ઉર્વિલ ને સ્પર્શયા વિના ન રહી શક્યું. “હેલો મેડમ. સો વોટ ઈઝ ધ સિનારિયો?” ક્ષણભર માં ઉર્વિલ પોતાનું પ્રોફેશનાલીઝ્મ પાછુ લાવતા રેવા ની સામે રાખેલી ચેર પર બેસતા બોલ્યો.

રેવા એક પછી એક ચાર્ટ્સ અને પેપર વર્ક બતાવતી ગઈ અને ઉર્વિલ તેના થી પ્રભાવિત થતો રહ્યો. વાત કરતા કરતા આંખ પર આવતી રેવા ની લટો, વાતે વાતે આવતું રેવા નું સેન્સ ઓફ હ્યુમર અને તેનું ગજબ માર્કેટિંગ ઉર્વિલ ના મગજ થી થઈને દિલ માં ઉતરવા લાગ્યું.

આ ઉર્વિલ અને રેવા ની પહેલી જ મુલાકાત હતી પણ તોય ઉર્વિલ ને રેવા નો નશો ચઢી રહ્યો હતો. ઉર્વિલ બહુ ખુશ થઇ રહ્યો હતો કે હવે દર મહિને રેવા ને મળવાનું થશે.

રેવા બ્યુટી વિથ બ્રેઈન નું પરફેક્ટ કોમ્બીનેશન હતી. તે આ ચાર કલાક ની મીટીંગ માં જ સમજી ચુક્યો હતો કે રાઈટ ચોઈસ શું કામ રાઈટ ચોઈસ કહેવાતું હતું. આવી છોકરી જેની ક્રિએટીવ હેડ હોય તે કંપની થી બેટર માર્કેટિંગ કોઈ ના કરી શકે...

મીટીંગ પતાવી તે ફરી અમદાવાદ નીકળી જવાનું વિચારતો હતો પણ કમોસમી વરસાદ ના લીધે તે મુંબઈ મૂકી જ ના શક્યો. સાંજ આમ પણ ઢળવા આવી હતી. આખા દિવસ ના થાક ને મીટીંગ ને લીધે તેણે ત્યાં જ એક હોટલ બુક કરી લીધી. અને તેની રેસ્ટોરન્ટ તરફ જતો રહ્યો. તેના થી અનાયાસ જ વિચારાઈ ગયું કે કાશ એકવખત બસ મુંબઈ છોડતા પહેલા રેવા મળી જાય...

અને ભગવાન પણ તેની અરજ સ્વીકારતા હોય તેમ તે રેસ્ટોરન્ટ માં દાખલ થયો તે સાથે જ તેને બાર પર એકલી પોતાનું ડ્રીંક એન્જોય કરતી રેવા દેખાઈ ગઈ. ઉર્વિલ હજી આગળ વિચારે તે પહેલા તો રેવા ની ચકોર નજરો તેને જોઈ ચુકી હતી.તેણે હાથ હલાવી ઉર્વિલ ને હાઈ કર્યું અને તેને જોઈન કરવા કહ્યું.“જોઈન મી...” ઉર્વિલ ના નજીક આવતા જ પોતાનું મોહક સ્મિત વેરતા રેવા બોલી.“મેડમ તમે અહિયાં?” ઉર્વિલે પોતાની ખુશી ના ભાવ છુપાવતા પૂછ્યું.“હા, આજે જમવાનું બનાવાનો મુડ નહોતો અને થોડી ડ્રીંક ની પણ ઈચ્છા હતી. તો અહિયાં આવી ગઈ. આ મારી ફેવરેટ રેસ્ટોરન્ટ છે.”રેવા એ કહ્યું.“સો તમે અહીં જ રોકાયા છો?” રેવા એ ફરી પૂછ્યું.“હા, વરસાદ જેવું હતું તો રોકાઈ ગયો.” ડ્રીંક કરતી રેવા ને જોઇને ઉર્વિલ સહેજ સંકોચ અનુભવતો હતો.“શું લેશો?” રેવા એ પૂછ્યું.“હું ડ્રીંક નથી લેતો ક્યારેય.” ઉર્વિલે સહેજ ખચકાટ માં કહ્યું. સવારે ઓફીસ માં મળેલી રેવા અને આ રેવા માં ખુબ મોટો તફાવત ઉર્વિલ જોઈ શકતો હતો. પીળા ડ્રેસ ની સાદગી માંથી નેવી બ્લ્યુ વનપીસ નો ગ્લેમ લુક ઉર્વિલ ને વિચિત્ર ફીલિંગ આપતો હતો. તેમાં ય તેના હાથ માં પકડેલો સ્કોચ નો ગ્લાસ તેને વધારે તકલીફ આપી રહ્યો હતો“ક્યારેય નહી?” રેવા એ આશ્ચર્ય થી પૂછ્યું.ઉર્વિલે ફક્ત ના માં માથું ધુણાવ્યું. રેવા સમજી શકી કે તેને આલ્કોહોલ પસંદ નથી. તેણે અડધો ભરેલો ગ્લાસ ત્યાં જ ટેબલ પર છોડી દીધો.“ચાલો જમી લઈએ.” રેવા એ બાર પરથી ઉભા થતા કહ્યું.“ના તમે એન્જોય કરો.” ઉર્વિલ ના ચેહરા પર હજી અણગમો હતો.રેવા એ બે ત્રણ વખત ઉર્વિલ સાથે બીજી વાત કરવાની ટ્રાય કરી પણ ઉર્વિલ ઉપેક્ષિત વ્યવહાર જ કરતો રહ્યો અને રેવા નું મગજ છટક્યું“ઉર્વિલ, હું રોજ ડ્રીંક નથી કરતી. ક્યારેક તન્હાઈઓ વીંટળાઈને અજગર ની જેમ ભરડો લે ને ત્યારે આ એક જ હોય જે મારું સુખ દુખ નું સાથી હોય. એકલતા ખબર પણ છે તમને શું હોઈ? તે કઈ હદે જીવ લેતી હોય? બસ જજ કરતા આવડે છે તમને...જે છોકરી ડ્રીંક કરતી હોય તેની સાથે ડીનર ના લઇ શકો નહી?” રેવા ની આંખો માં ભીનાશ ઉતરી આવી અને તે રેસ્ટોરન્ટ ની બહાર નીકળી ગઈ.

ઉર્વિલ એમજ અન્યમનસ્ક ત્યાં જ ઉભો રહ્યો પછી કંઇક વિચારીને રેવા ની પાછળ દોડી પડ્યો. ધીમો ધીમો વરસાદ શરુ થઇ ગયો હતો અને રેવા ત્યાં હોટલ ના પોર્ચમાંથી ભીંજાતી કાર પાર્કિંગ તરફ જઈ રહી હતી.ઉર્વિલે રેવા ને અવાજ કર્યો પણ રેવાએ કદાચ ના સાંભળ્યું. ઉર્વિલ દોડીને રેવા તરફ ગયો ને હાથ ખેંચીને તેને રોકી લીધી.“આઈ એમ સોરી, મારે આમ બિહેવ ના કરવું જોઈએ રેવા. પણ હું એક નાના ગામ થી આવેલો છોકરો છુ. હજી અમદાવાદ નોકરી લાગી છે. મુંબઈ પહેલી વાર આવ્યો છુ. મારા માટે આ બધું બહુ નવું છે પ્લીઝ મને માફ કરી દો. પ્લીઝ” ઉર્વિલ રેવા ને સમજાવતા બોલ્યો.“રહેવા દો ઉર્વિલ, આપણે હવે ઓફીસ માં જ મળશું” રેવા ઝટકા થી હાથ છોડાવતા બોલી.“વન ડીનર પ્લીઝ” ઉર્વિલ પસ્તાવો કરતા બોલ્યો.“તમે લાયક નથી.” રેવા ગુસ્સાભરી નજર ઉર્વિલ પર નાખી પાર્કિંગ માંથી પોતાની કાર લઇ નીકળી ગઈ.

***

ઉર્વિલ હોટલ ના રૂમ માં બેડ પર આખી રાત પડખા ઘસતો રહ્યો પણ તેને કેમેય કરીને ઊંઘ ના આવી. રેવા ના બન્ને રૂપ તેની નજર ની સામે આવીને તેને આખી રાત છંછેડતા રહ્યા. તેને અનહદ પસ્તાવો થઇ રહ્યો હતો રેવા સાથે રાતે જે રીતે તેણે વર્તન કર્યું તેનો...

તેણે ઘડિયાળમાં જોયું તો ૬ વાગી રહ્યા હતા. કંઇક યાદ આવતા જ તે ફટાફટ પોતાનું ટી શર્ટ ચેન્જ કરી રીસેપ્શન પર ગયો.“રેવા દીક્ષિત નું એડ્રેસ મળી શકે?” ઉર્વિલે મેનેજર ને પૂછ્યું.“કોણ રેવા દીક્ષિત સર?”“તમારી રેગ્યુલર કસ્ટમર છે. રાઈટ ચોઈસ ની ક્રિએટીવ હેડ. બહુ અરજન્ટ છે.” ઉર્વિલે કહ્યું.“સર અમે એમ અમારા કસ્ટમર્સ ના એડ્રેસ ન આપી શકીએ” મેનેજરે સલુકાઇ થી કહ્યું.“હા પણ એમાં એવું છે કે મેડમ ની એક બહુ જરૂરી ફાઈલ મારી પાસે રહી ગઈ છે. હું રાઈટ ચોઈસ માં ડીલ કરવા આવ્યો હતો તેની. અને મારી ૭ વાગે ફ્લાઈટ છે તો અત્યારે જ એમને ડોક્યુમેન્ટ આપવા પડે એમ છે.” ઉર્વિલ ફાઈલ બતાવતા બહુ સહજતા થી જુઠું બોલ્યો.મેનેજરે કોઈ સાથે ફોન પર વાત કરી એક ચિટ્ઠી પર રેવા નું એડ્રેસ લખી ઉર્વિલ ને આપી દીધું અને ઉર્વિલ સડસડાટ હોટલ ની બહાર નીકળી ગયો

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED