DREAM GIRL book and story is written by Pankaj Jani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. DREAM GIRL is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ડ્રીમ ગર્લ - નવલકથા
Pankaj Jani
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
ગાંધીનગર વિસત હાઇવે પર જીપ આવી અને ધીમા વરસાદે જોર પકડ્યું. એક કલાક પહેલાં હળવા છાંટાથી થયેલી શરૂઆત ધીમે ધીમે ધોધમાર વરસાદમાં પલટાઈ રહી હતી. જિગરે જીપની ગતિ ઓછી કરી. ગાજવીજ વધતી જતી હતી. વીજળીના ચમકારા મોટા માણસને પણ ડરાવવા માટે પૂરતા હતા.
જીપની છત પરથી પાણી કાચ પર થઇ નીચે ઉતરતું હતું. અને એમાં ફરતું વાઈપર કાચ પર એક અવનવી છાપ ઉભી કરતું હતું. એ આકાર બદલાતો હતો , પણ એમાં તત્વ એક જ રહેતું હતું. નિલુ..... ક્યારેક હસતી , ક્યારેક ગંભીર , ક્યારેક રિસાયેલી , ક્યારેક ફૂલની જેમ ખીલેલી, ક્યારેક ચણિયાચોળીમાં સજ્જ , ક્યારેક સ્કર્ટ મિડીમાં લોભાવતી,ક્યારેક રાસ રમતી , ક્યારેક માથું ધોઈને આગળ આવેલા વાળને ઝટકો મારી વાળ ઉછાળી પાછળ મોકલતી ......
ડ્રીમ ગર્લ 01 ગાંધીનગર વિસત હાઇવે પર જીપ આવી અને ધીમા વરસાદે જોર પકડ્યું. એક કલાક પહેલાં હળવા છાંટાથી થયેલી શરૂઆત ધીમે ધીમે ધોધમાર વરસાદમાં પલટાઈ રહી હતી. જિગરે જીપની ગતિ ઓછી કરી. ગાજવીજ વધતી ...વધુ વાંચોહતી. વીજળીના ચમકારા મોટા માણસને પણ ડરાવવા માટે પૂરતા હતા. જીપની છત પરથી પાણી કાચ પર થઇ નીચે ઉતરતું હતું. અને એમાં ફરતું વાઈપર કાચ પર એક અવનવી છાપ ઉભી કરતું હતું. એ આકાર બદલાતો હતો , પણ એમાં તત્વ એક જ રહેતું હતું. નિલુ..... ક્યારેક હસતી , ક્યારેક ગંભીર
ડ્રીમ ગર્લ 02 જિગરે ચમકીને જોયું. અચાનક હાર્ડબ્રેકિંગ પછી એ ફોર વ્હીલર ડિવાઈડર સાથે ટકરાઈને ઉભી રહી ગઈ હતી. ડિવાઈડર પરની જાળી સ્હેજ ત્રાંસી થઈ ગઈ હતી. ગાડી લગભગ બંધ થઈ ...વધુ વાંચોહતી. સેકન્ડોમાં એક માણસ ગાડી માંથી ઉતર્યો. એણે પાછળ જોયું અને ડિવાઈડરની જાળી કૂદી બીજી બાજુ આવ્યો. એ માણસ કૂદીને બીજી બાજુ આવે એ પહેલાં બીજી બે ગાડી એ માણસની ગાડીની પાછળ આવીને ઉભી રહી. ગાડીની બારીના નીચા કરેલા કાચ માંથી એક હાથ બહાર આવ્યો. એ હાથમાં એક ગન હતી. કદાચ સાઇલેન્સર વાળી. અને
ડ્રીમ ગર્લ 03 લોકલ ટીવી પર ન્યૂઝ પ્રસારિત થઈ રહ્યા હતા. અમી સવાર સવારમાં ટી.વી.ઓન કરીને બેઠી હતી. એના સુંદર ભરેલા ગાલ પર કથ્થઈ લટો છેડતી કરતી હતી. એક હાથમાં કોફીનો મગ લઈ બીજા ...વધુ વાંચો વાળ ખસેડવા અધ્ધર કરેલો હાથ અધ્ધર રહી ગયો. જિગર ? આ હાલત માં ? મનમાં એક અજંપો થયો . અમી એ કોફી નો કપ બાજુમાં મુક્યો. મોબાઈલ હાથમાં લીધો. કંઇક વિચારી મોબાઈલ પાછો મુક્યો. મનમાં ગડમથલ અને અજંપાના ભાવ સાથે એ ક્યાંક ખોવાઈ ગઈ. હદય કહેતું હતું ફોન કરું ,
ડ્રીમ ગર્લ 04 જિગર નું પેન્ટ , ગંજી , હાથ લોહી વાળા હતા. એ હાથ મ્હો પર લાગવાથી મ્હો પર પણ ક્યાંક લોહી લાગ્યું હતું. નિલુ એ લાવેલ સાબુ , રૂમાલ અને કપડાં લઈ ...વધુ વાંચોબાથરૂમમાં ગયો. બાથરૂમ એટલો સ્વચ્છ ન હતો. પરંતુ જરૂરિયાતના સમયે સગવડ એ ગૌણ મુદ્દો બની જાય છે. જિગર સમજતો હતો કે આ એનું ઘર નથી , એક હોસ્પિટલ છે. જિગરે પેન્ટ માંથી પાકિટ , જીપની ચાવી , કેટલાક કાગળો વગેરે કાઢી નવા કપડાં માં મુક્યું. લોહીવાળા કપડાં નળ નીચે પાણીમાં મુક્યા.
ડ્રીમ ગર્લ 05 સભ્યતા અને અસભ્યતાની ભેદરેખા જિગર ભૂલી ગયો હતો. પ્રાપ્તિનો મોહ સમાજની તમામ ભેદરેખા ભુલાવી દેતો હશે. ક્યારેય ન અનુભવી હોય એવી સંમોહિત અવસ્થામાં એ પહોંચી ગયો હતો. શરીરનું કોઈ અવયવ એના કન્ટ્રોલમાં ન ...વધુ વાંચો એ યુવતી સીડી ઉતરીને નીચે ગઈ. અને જિગર પણ સીડીના પહેલે પગથિયે આવ્યો. એ યુવતી સોસાયટી ના કોમન પ્લોટમાં થઇ મેઈન ગેટથી બહાર આવી. જિગર સીડી ઉતરી નીચે આવ્યો. જિગરના મકાનનો એક દરવાજો સીધો રોડ પર પડતો હતો અને બીજો દરવાજો સોસાયટી ના કોમન પ્લોટ તરફ પડતો હતો. જિગર