ડ્રીમ ગર્લ - 33 Pankaj Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

ડ્રીમ ગર્લ - 33

ડ્રીમ ગર્લ 33

બારણું બંધ કરી જિગર ઘરમાં આવ્યો. એના માથામાં હેમંતના શબ્દો ઘણની જેમ વાગતા હતા. જિગરને વિચાર આવતો હતો . બટ, એ સાચું કહેતો હતો. યસ હી ઇઝ રાઈટ. મેં આજે નિલુને જોખમમાં મૂકી છે. મારો પીછો થાય છે એ સત્ય છે. એક વાર મારા ઉપર હુમલો થઈ ચૂક્યો છે. છતાં હું બેવકૂફ, મેં કેમ નિલુનો જાન જોખમમાં મુક્યો. અગર એને કાંઈ થઈ ગયું તો ? જિગરના હાથપગ પાણી પાણી થતા હતા. બધું ગોળ ગોળ ફરતું હોય એવું એને લાગ્યું. એના ગળામાં શોષ પડતો હતો. એ મહાપરાણે ફ્રીજ સુધી ગયો અને ઠંડી પાણીની બોટલ લઈને આવ્યો અને સોફામાં ફસડાઈ પડ્યો. પાણી પીને ક્યાંય સુધી સોફામાં પડ્યો રહ્યો.
ના, નિલુને હું કંઈ થવા નહિ દઉં. શી ઇઝ માય ડ્રીમ ગર્લ, શી ઇઝ માય લાઈફ.. દસ મિનિટે એ કંઇક સ્વસ્થ થયો. ઈશ્વરે શરીરની અજબ રચના કરી છે. ગમે તેવી આફતો સામે લડવાની, બચવાની, સામનો કરવાની યા છૂટવાની કોઈ અજબ શક્તિ મનુષ્યને આપી છે. ફક્ત થોડી ધીરજની જરૂર હોય છે. જિગર કંઇક સ્વસ્થ થયો. આખરે એણે નક્કી કર્યું પોતે આનો સામનો કરશે. પોલીસ એની રીતે કામ કરશે. પણ એવું લાગશે તો આ પીછો કરનારને રિબાવી રિબાવીને એના બોસનું નામ જાણીશ અને પછી એ છે ને હું છું. જિગરે ઘડિયાળમાં જોયું. રાતના અગિયાર વાગ્યા હતા. જિગરે ઘરના તમામ બારી બારણા બંધ કર્યા. બાથરૂમમાં જઇ જેકેટમાંથી કવર બહાર કાઢ્યું. જિગરનું હદય ધડક ધડક થતું હતું.
જિગર સોફા પર બેઠો અને કવરને ધ્યાનથી જોયું. એક સામાન્ય કવર હતું. જરૂર પડે તો ફરી કવરમાં મૂકી શકાય એમ હતું. જિગરે ધડકતા હદયે કવર ખોલ્યું. કવરમાં ડાયરી હતી, એ ડાયરીમાં એક ફોટોગ્રાફ હતો. કોઈ સુંદર યુવતીનો ફોટો હતો. ફોટા પાછળ કોઈ લખાણ ન હતું. જિગરે ડાયરી ખોલી. ડાયરીમાં કોઈએ સુંદર મરોડદાર અક્ષરે કેટલીક વિગતો લખી હતી. આશરે સો પાનાની ડાયરીના લગભગ સિત્તેર પાનામાં લખાણ હતું, 30 જેટલા પાના કોરા હતા. સાથે એક મેમરી કાર્ડ હતું. અને એક મોટા કાગળમાં કંઇક નકશા જેવું બનાવેલ હતું. નકશામાં અલગ અલગ જગ્યા એ કેટલીક નિશાની હતી. સાથે ત્યાં કોઈ આંકડા લખેલ હતા.
આ ચાર વસ્તુમાંથી એ છોકરીના ફોટોગ્રાફ અને નકશામાં જિગરને કાંઈ ખબર ના પડી. આખરે જિગરે ડાયરી હાથમાં લીધે અને વાંચવાનું ચાલુ કર્યું. શરૂઆતમાં જ નામ લખ્યું હતું, દિપેશ અભિજિત રહાણે. જિગર સમજી ગયો કે આ અભિજિતનો પુત્ર જ હશે અને પ્રિયાનો સગો કે ઓરમાન ભાઈ હોઈ શકે.
જિગર ડાયરી વાંચતો ગયો. સામાન્ય વાતથી શરૂ થયેલ ડાયરી આગળ વધતી ગઈ અને જિગરના હદયમાં એક ભયંકર હલચલ ઉઠતી હતી. એકી બેઠકે જિગરે આખી ડાયરી વાંચી. જિગરને એકવાર પણ તરસનો અનુભવ પણ ના થયો. જિગર આંખો બંધ કરી સોફામાં બેસી રહ્યો. એને એક જ વિચાર આવતો હતો કે શું જીવનમાં આવું પણ બની શકે છે ? બીજી નાની ડાયરી અને કાગળીયામાં કેટલીક વિગતો હતી.
જિગરે બાજુમાં મુકેલી પાણીની બોટલ ઉઠાવી અને પાણી પીધું. લેપટોપમાં મેમરી કાર્ડના સ્લોટમાં મેમરી કાર્ડ ભરાવ્યું અને હેડફોન ભરાવી વિડીયો પ્લે કર્યો.

** ** ** ** ** ** ** ** ** ** **

નિહાર માખીજાની ઊંઘ હરામ થઈ ગઈ હતી. આમ તો એની ઊંઘ બગડે એમ ન હતું. એ બધી રીતે પહોંચી વળે એમ હતો. પણ એ કમબખ્ત અભિજિત મરતો ગયો અને સસ્પેન્સ સાથે લેતો ગયો. અભિજિત સસ્પેન્સ સાથે લઈ ગયો હોય તો વાંધો ન હતો. પણ જો મરતા પહેલાં એણે એ સસ્પેન્સ કોઈને આપ્યું હોય તો ? અને આપ્યું હોય તો કોને આપ્યું હોય ? પહેલી શંકા જિગર પર જતી હતી. આના બે જ રસ્તા હતા. એક, જિગર પાસેથી એ સસ્પેન્સ લઈ લેવું અથવા બે જિગરને ખતમ કરી દેવો. ભલે એ પણ સસ્પેન્સ પોતાની સાથે લઈ જાય.
પણ એ નકશો શું અભિજિત પાસે ખરેખર હતો. આનન્દ બેનરજી મરતા પહેલા કહેતો ગયો હતો કે એ નકશો અભિજીતે લઈ લીધો હતો. તો એ નકશો આખરે ક્યાં છે ? એ નકશો મળવો જરૂરી હતો. ન મળે તો પણ પોતે સલામત રહે એ પણ જરૂરી હતું.
એ જિગરનો બચ્ચો બધું જાણતો હશે. અને નહિ પણ જાણતો હોય તો એક એના ઓછા થવાથી કોઈ ફરક પડવાનો નથી.
માખીજાએ મોહન ને ફોન લગાવ્યો.

** ** ** ** ** ** ** ** ** ** **


વિડીયો પૂરો થયો. હજુ જિગરને કેટલીક વાતો સમજાતી ન હતી. પણ એ એક વાત પર ચોક્કસ આવ્યો હતો કે આ વસ્તુઓ કોને આપવી અને કેટલી આપવી એ વિચારવું પડશે.
વિચારોના ગૂંચવાડામાં જિગરનું મગજ ફાટફાટ થતું હતું. હવામાં જાણે ઝહેર હતું. જિગરને મન થયું કે એ બહાર જાય. ક્યાંક ખુલ્લી હવામાં. જિગરે ઘડિયાળમાં જોયું. સવારના સાડા પાંચ થયા હતા. છાપાં વાળા અને દૂધ વાળાની અવરજવર ચાલુ થઈ ગઈ હશે.
જિગર વિચારતો હતો કે આ વસ્તુઓ ક્યાં છુપાવવી. એને કોઈ ફિલ્મમાં જોયેલું યાદ આવ્યું. જિગરે બધી વસ્તુ ઓ ત્રણ પ્લાસ્ટીકની બેગમાં પેક કરી અને બાથરૂમમાં માળિયું બનાવી મુકેલ પાણીની ટાંકીમાં નાખી દીધી.
નિલુ હજુ સૂતી હશે. સાયકલ કે બુલેટ જિગરને સલામત ના લાગ્યા. જિગરે જીપની ચાવી લીધી. ઘરનો દરવાજો બંધ કર્યો અને બહાર ઉભો રહ્યો. ખુલ્લી હવામાં જિગરને કંઇક સારું લાગ્યું. જિગરે જીપ ચાલુ કરી અને જીપ રોડ પર મસ્તીથી ઝૂલતી હાથણીની જેમ રવાના થઈ.
જિગર મનોમન વિચારતો હતો કે આ બધી વસ્તુ એ પીછો કરનારના બોસને આપી મુક્ત થઈ જાઉં. પણ જિગરની નજર સામે મરતો અભિજિત આવીને ઉભો થઇ જતો હતો. એના શબ્દો હજુ જિગરના કાનમાં અથડાતા હતા. માય સન.... હેલ્પ મી... અને સાથે આવીને ઉભી થઇ જતી હતી પ્રિયા, જે આખા શહેરમાં ફક્ત પોતાના પર વિશ્વાસ મૂકી પોતાના ઘરે આવી હતી. તો પોલીસને આપી દઉં. ના... ના... વિડીયો અને ડાયરી જોયા પછી એ પણ વિશ્વાસપાત્ર ન લાગ્યું. તો શું કરવું? વિચારવું પડશે. જે પરિસ્થિતિ ઉભી થઇ છે એનો સામનો તો કરવો જ છે, અને એના માટે પોતે સહજ રહી અને એ લોકોને જેટલા ગુંચવશે એટલો જ એને ફાયદો થશે. અને એકવાર શાંતિથી પ્રિયાને બધી વાત કરી નક્કી કરીશ કે આનું શું કરવું.
રોડ પર ખૂબ આછી અવરજવર હતી. જિગરે લગભગ પાંચ કિલોમીટરનો આડોઅવળો આંટો માર્યો હતો. જિગરે જોયું થોડે આગળ એક કાર ઉભી હતી અને બાજુમાં એક માણસ ઉભો હતો. જિગરને લાગ્યું કે એ માણસને ક્યાંક જોયેલો છે......

(ક્રમશ:)

06 માર્ચ 2021